એસ્ટ્રોસેજ એઆઈ નું મીન રાશિફળ 2026 ના આ લેખ મીન રાશિના લોકો માટે ખાસ મહત્વ રાખે છે કારણકે આ રાશિફળ ના માધ્યમ થી તમે વર્ષ 2026 માં જીવનના અલગ અલગ આવકો જેમકે કારકિર્દી,વેપાર,પ્રેમ જીવન,વૈવાહિક જીવન,પૈસા વગેરે વિશે જાણકરી મળશે.જણાવી દઈએ કે મીન રાશિફળ પુરી રીતે વૈદિક જ્યોતિષ ઉપર આધારિત છે અને અહીંયા અમે તમને ગ્રહો ની સ્થિતિ નું વિશ્લેષણ કરીને સરળ અને ચોક્કસ ઉપાય જણાવીશું.તો ચાલો રાહ જોયા વગર આગળ વધીએ અને મીન રાશિ વાળા નું મીન રાશિફળ ભવિષ્યવાણી કરી રહ્યું છે.
Read in English - Pisces Horoscope 2026
2026 માં બદલશે તમારી કિસ્મત? અમારા વિષેયજ્ઞ જ્યોતીષયો સાથે કરો ફોન ઉપર વાત અને જાણો બધુજ
મીન રાશિફળ 2026 મુજબ,મીન રાશિ વાળા નું આરોગ્ય વર્ષ 2026 માં મિશ્રણ રહેશે.પરંતુ,ક્યારેક-ક્યારેક તમને મળવાવાળા પરિણામ થોડા કમજોર રહી શકે છે.જણાવી દઈએ કે શનિ દેવ તમારા પેહલા ભાવમાં બિરાજમાન રહેશે અને ચંદ્ર કુંડળી મુજબ શનિ ગ્રહ ની સ્થિતિ ને સાડાસાતી માનવામાં આવે છે.પરંતુ,લગ્ન ભાવને પ્રાથમિકતા દેવાવાળી દ્રષ્ટિ થી પણ શનિ ગ્રહ ની સ્થિતિ આરોગ્ય માટે અનુકૂળ નથી માનવામાં આવતી.એવા માં,શનિ મહારાજ તમારી અંદર વાયુ તત્વ ને અસંતુલિત કરે છે.સાદી ભાષા માં વાત કરીએ તો ત્રીદોષો માંથી વાત દોષ તમને પરેશાન કરી શકે છે.એના ફળસ્વરૂપ તમે પેટ ને લગતા રોગ,કબ્જ અને ગેસ જેવા રોગોની શિકાયત રહી શકે છે.એની સાથે,સુસ્તી અને થકાવટ પણ હાવી થઇ શકે છે.
हिन्दी में पढ़ें - मीन राशिफल 2026
આ વર્ષે મીન રાશિના જાતકોને ક્યારેક સૂર્ય અને મંગળ જેવા ગ્રહોના અશુભ પ્રભાવને કારણે ઇજા વગેરે જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. જોકે, તમારા રાશિ સ્વામી ગુરુ બૃહસ્પતિ દેવ નકારાત્મક પરિસ્થિતિઓથી તમને બચાવવાનો પ્રયત્ન કરશે, કારણ કે વર્ષની શરૂઆતથી લઈને 2 જૂન સુધી ગુરુ ગ્રહ તમારા ચતુર્થ ભાવમાં રહેશે. આવી સ્થિતિમાં, ભલે તે આરોગ્યના ક્ષેત્રમાં ખૂબ મદદરૂપ ન થાય, પરંતુ 2 જૂનથી 31 ઑક્ટોબર સુધીની અવધિ દરમિયાન ગુરુ દેવની સ્થિતિ આરોગ્ય માટે અનુકૂળ ગણાશે, અને તમે મજબૂત તંદુરસ્તીનો આનંદ લઈ શકશો. આ સમય દરમિયાન જૂની આરોગ્ય સમસ્યાઓ દૂર થશે, પરંતુ તમારે તમારા ખોરાક અને જીવનશૈલી પર ખાસ ધ્યાન આપવું પડશે. જો કે, 31 ઑક્ટોબર પછી ગુરુ દેવની અશુભ સ્થિતિ આરોગ્યના ક્ષેત્રમાં તમારી મદદ કરી શકશે નહીં, જેના પરિણામે તમારે તમારી તંદુરસ્તીનું ખાસ ધ્યાન રાખવું જરૂરી રહેશે.
મીન રાશિફળ કહે છે કે વર્ષ 2026 માં પાંચ મહિના તમારા આરોગ્ય માટે અનુકૂળ અને બાકીના સાત મહિના મિશ્રણ રહી શકે છે.ખાસ કરીને વર્ષ ના છેલ્લા બે મહિના આરોગ્ય માટે નાજુક રેહવાની સંભાવના છે.એવા માં,જે લોકોને પેટ કે છાતી ને લગતી કોઈપણ પરેશાની પેહલાથી ચાલી રહી છે જે પછી ઊંઘ,બેચેની,કમર અને પગ ની નીચેના તળિયા માં કોઈ શિકાયત છે,એ લોકોએ પોતાનું ખાસ રૂપથી ધ્યાન રાખવું પડશે અને આરોગ્ય પ્રતિ લાપરવાહી રાખવાથી બચવું જોઈએ.
જો તમે તમારી કુંડળી ના આધારે જાણવા માંગો છો કે તમારું વર્ષ કેવું રહેશે,તો કૃપ[આ કરીને અહીંયા જાવ - કુંડળી આધારિત વર્ષફળ
મીન રાશિફળ 2026 મુજબ, શિક્ષણના દૃષ્ટિકોણથી મીન રાશિના જાતકો માટે વર્ષ 2026 મોટા ભાગે અનુકૂળ રહેશે. પરંતુ એવું ત્યારે જ શક્ય બનશે જ્યારે તમારું આરોગ્ય સારું રહેશે. જો તમારું સ્વાસ્થ્ય મજબૂત રહેશે, તો શિક્ષણ માટે આ વર્ષ ખૂબ ઉત્તમ સાબિત થશે. આવી સ્થિતિમાં તમારા અભ્યાસમાં પ્રદર્શન ઉત્તમ રહેવાની શક્યતા છે. ઉંચી શિક્ષણના કારક ગુરુ ગ્રહ જાન્યુઆરીથી 2 જૂન 2026 સુધી તમારા ચતુર્થ ભાવમાં રહેશે. જોકે બૃહસ્પતિ દેવની આ સ્થિતિને ખૂબ શુભ માનવામાં આવતી નથી, છતાં તેઓ તમારા અભ્યાસમાં કોઈને કોઈ રીતે મદદરૂપ બનશે. શક્ય છે કે તમારા આસપાસનું વાતાવરણ થોડું અનુકૂળ ન રહે, પરંતુ તમે પ્રયત્ન કરશો તો તમારા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં સફળ થશો.
મીન રાશિફળ 2026 કહે છે કે 02 જૂન થી 31 ઓક્ટોબર ના સમયગાળા માં ગુરુ ગ્રહ ની સ્થિતિ બહુ સારી રહેશે,કારણકે પેહલો છતાં કર્મ ભાવ નો સ્વામી ના રૂપમાં ગુરુ તમારા પાંચમા ભાવમાં ઉચ્ચ અવસ્થા માં રહેશે.એના પરિણામસ્વરૂપ,પ્રાથમિક શિક્ષા અને ઉચ્ચ શિક્ષા મેળવા વાળા વિદ્યાર્થીઓ ને સફળતા મળશે.આ સમય વેવસાયિક કોર્ષ નો અભ્યાસ કરવાવાળા વિદ્યાર્થી માટે શુભ રહેશે.
પરંતુ,31 ઓક્ટોબર 2026 પછી ના સમયગાળા માં ગુરુ ગ્રહ મીન રાશિના વિદ્યાર્થીઓ ની મદદ નહિ કરી શકે.પરંતુ,પ્રતિયોગી પરીક્ષા માં ભાગ લેવા વાળા વિદ્યાર્થી માટે આ સમય અનુકૂળ રહેશે,કુલ મળીને,જો તમારું આરોગ્ય મજબૂત રહેશે,તો આ વર્ષ અભ્યાસ માટે સકારાત્મક રહેશે.
બૃહત કુંડળી માં છુપાયેલા છે , તમારા જીવનના બધાજ રાજ,જાણો ગ્રહોની ચાલ નો પૂરો હિસાબ-કિતાબ
મીન રાશિફળ મુજબ,વર્ષ 2026 મીન રાશિના લોકોના વેપાર માટે મિશ્રણ રહી શકે છે.પરંતુ,આ લોકોએ વેપારના સબંધ માં કોઈપણ રીત નું જોખમ લેવાથી બચવું જોઈએ.તમારા પેહલા ભાવમાં બેઠેલા શનિ દેવ ની નજર તમારા દસમા ભાવ અને સાતમા ભાવ ઉપર રહેશે.એવા માં,વેપારમાં તમને મંદી જોવા મળી શકે છે જેના કારણે તમારું કામ પેહલા કરતા ધીમી થઇ જશે.એની સાથે,કોઈ કામ માં કરવામાં આવેલા પ્રયાસ માં થોડો વધારે સમય અને મેહનત લાગી શકે છે અને એ છતાં પણ મનપસંદ પરિણામ મળવા સેહલું નહિ રહે.વાત કરીએ બુધ ગ્રહ ની તો આ વર્ષે બુધ દેવ ની સ્થિતિ તમને વેપારમાં સામાન્ય પરિણામ આપી શકે છે.પરંતુ શનિ અને રાહુ અનુકૂળ સ્થિતિ માં નહિ હોવાના કારણે તમારે જોખમ લેવાથી બચવું જોઈએ.ખાસ કરીને જો તમારો વેપાર દૂર છે,તો સતર્ક રહો અને સાવધાની રાખો.
જે લોકોનો વેપાર કોઈપણ રીતે વિદેશ સાથે સબંધિત છે કે ઈમ્પોર્ટ-એક્સપોર્ટ સાથે જોડાયેલો છે તો તમે થોડા અસંતુષ્ટ જોવા મળી શકે છે.પરંતુ,આ વર્ષ ના થોડા મહિના તમારા પક્ષમાં હશે અને આ દરમિયાન તમને સફળતા મળશે,પરંતુ કોઈપણ જોખમ નહિ ઉઠાવો.મીન રાશિફળ 2026 મુજબ,વર્ષ ની શુરુઆત થી લઈને 02 જૂન સુધી ગુરુ મહારાજ તમારા કર્મ સ્થાન અને દ્રાદશ ભાવને પણ જોશે.એના ફળસ્વરૂપ,વિદેશ સાથે સબંધિત મામલો માં સાવધાની રાખીને આગળ વધશો,તો નુકશાન થી બચી શકશો.પરંતુ,02 જૂન થી 31 ઓક્ટોબર નો સમય તમારા માટે વેપારમાં શાનદાર પરિણામ લઈને આવશે અને એવા માં, તમે થોડી સારી ડીલ કરી શકો છો.પરંતુ,તો પણ કોઈ નવા પ્રયોગ કરવાથી બચો.
ત્યાં,31 ઓક્ટોબર પછી ગુરુ ગ્રહ તમારા છથા ભાવમાં પ્રવેશ કરી શકશે.એના પરિણામસારુપ,તમારે વેપારમાં ઘણી મેહનત કરવી પડશે અને લાભ પણ ઓછો રહી શકે છે.જો તમે વર્ષ 2026 માં સાવધાનીઓ નું પાલન કરશો અને પરિસ્થિતિઓ ને સારી રીતે સંભાળશો,તો તમને વેપારમાં સંતોષજનક પરિણામ મળી શકશે.
મીન રાશિફળ 2026 મુજબ, મીન રાશિના જાતકો માટે નોકરીના દૃષ્ટિકોણથી વર્ષ 2026 સરેરાશ કરતાં ઉત્તમ રહેશે, કારણ કે આ વર્ષે મોટાભાગનો સમય તમારા છઠ્ઠા ભાવમાં કેતુ દેવ વિરાજમાન રહેશે, જે આ ભાવમાં શુભ ફળ આપનાર માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો તમે તમારા કાર્યને મહેનતપૂર્વક અને સમયસર પૂર્ણ કરશો અને તમારા નૈતિક ફરજો સાથે સાથે ઓફિસના નિયમોનું પણ પાલન કરશો, તો તમે વરિષ્ઠ અધિકારીઓની નજરમાં પોતાની સારી પ્રતિષ્ઠા બનાવી શકશો. જોકે, તમારા માટે આ બધું સરળ નહીં રહે અને તમારે કઠિન મહેનત કરવી પડશે. પરંતુ જો તમે મહેનતથી ડરશો નહીં, તો તમને નિશ્ચિતરૂપે સફળતા પ્રાપ્ત થશે.
એમ તો આ વર્ષે ગુરુ ગ્રહ નોકરીના સબંધ માં તમારી મદદ કરશે,પરંતુ વર્ષ ની શુરુઆત થી લઈને 02 જૂન સુધી ગુરુ,નોકરી સાથે સબંધિત મામલો માં શાયદ મોટી મદદ નહિ કરી શકે.મીન રાશિફળ કહે છે કે 02 જૂન થી 31 ઓક્ટોબર ના સમય માં ગુરુ દેવ તમારા પાંચમા ભાવમાં બેસીને નોકરીમાં તમારી સ્થિતિ મજબૂત કરશે.એની સાથે,તમારી આવક માં વધારો કરવાનું કામ કરશે.ત્યાં,31 ઓક્ટોબર પછી ગુરુ ગ્રહ તમારા છથા ભાવમાં પ્રવેશ કરી લેશે અને સાચી રીતે કામ કરવા ઉપર તમને શુભ ફળ આપશે.
જણાવી દઈએ કે છથા ભાવમાં ગુરુ દેવ ની હાજરી ને સારી નથી માનવામાં આવતી,પરંતુ કેતુ ની સંગતિ માં હોવાના કારણે તમે ઈમાનદારી થી કામ કરીને સફળતા મેળવી શકશો.કુલ મળીને,આ વર્ષે નોકરીના સબંધ માં થોડા નવા રસ્તા અપનાવા તમારા માટે ફળદાયી સાબિત થશે.ટી,સુર્ય નો ગોચર ને ક્યારેક-ક્યારેક તમારી મદદ કરી શકે છે.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
મીન રાશિફળ 2026 જણાવી રહ્યું છે કે મીન રાશિ વાળા નું આર્થિક જીવન વર્ષ 2026 માં મિશ્રણ રહેશે.આ વર્ષે તમારા લાભ ભાવ નો સ્વામી શનિ ની સ્થિતિ વધારે સારી નહિ કહેવામાં આવે કારણકે પેહલા ભાવમાં શનિ ગ્રહ ની હાજરી ને શુભ નથી માનવામાં આવતી.પરંતુ,લાભ ભાવ ના સ્વામી નું પેહલા ભાવમાં જવું બહુ શુભ રહેશે એટલે એની સ્થિતિ ને અનુકૂળ માનવામાં આવે છે.ત્યાં વાત કરીએ પૈસા ના ભાવના સ્વામી મંગળ ની,તો આ વર્ષ તમને આર્થિક રીતે સામાન્ય કે સામાન્ય કરતા થોડા સારા પરિણામ આપી શકે છે.બીજી બાજુ,પૈસા નો કારક ગ્રહ ગુરુ દેવ વર્ષ ની શુરુઆત થી લઈને 02 જૂન 2026 સુધી આર્થિક જીવનમાં તમારી કોઈ ખાસ મદદ નહિ કરી શકે.
જો કે, 2 જૂનથી 31 ઑક્ટોબર સુધીની અવધિ દરમિયાન ગુરુ ગ્રહ તમને સારી આવક અપાવી શકે છે. આવી સ્થિતિમાં, તમારી આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. ત્યારબાદ, 31 ઑક્ટોબર 2026 પછી બૃહસ્પતિ મહારાજ તમારા છઠ્ઠા ભાવમાં પ્રવેશ કરશે અને ત્યાંથી તમારા ધન ભાવને દ્રષ્ટિ આપશે. સામાન્ય રીતે, ગુરુ ગ્રહની ઉપસ્થિતિને છઠ્ઠા ભાવમાં શુભ માનવામાં આવતી નથી, પરંતુ તેમની દ્રષ્ટિ ધન ભાવ પર હોવાને કારણે તમે તમારી મહેનતના બળ પર આવકમાં વધારો કરી શકશો. મીન રાશિફળ મુજબ, આ વર્ષે મોટાભાગના સમયમાં ગુરુ દેવ તમારા આર્થિક જીવનમાં અનુકૂળ સાબિત થશે. કુલ મળી, વર્ષ 2026માં તમારું આર્થિક જીવન સરેરાશ અથવા સરેરાશથી ઉત્તમ રહેશે.
જો તમે તમારી કુંડળી ના આધારે જાણવા માંગો છો કે તમારું વર્ષ કેવું રહેશે,તો કૃપ[આ કરીને અહીંયા જાવ - કુંડળી આધારિત વર્ષફળ
મીન રાશિફળ મુજબ,મીન રાશિના લોકોનું પ્રેમ જીવન વર્ષ 2026 માં સારું રહેશે.આ વર્ષ તમારા પાંચમા ભાવ ઉપર લાંબા સમય સુધી કોઈ નકારાત્મક પ્રભાવ નજર નથી આવી રહ્યો.પરંતુ,05 ડિસેમ્બર 2026 પછી રાહુ-કેતુ નો પ્રભાવ તમારા પ્રેમ જીવનમાં સમસ્યાઓ ઉભી કરી શકે છે,પરંતુ આનો સામનો તમારે 26 દિવસ સુધી કરવો પડશે.જણાવી દઈએ કે જાન્યુઆરી થી લઈને અધિકાંશ સમય સુધી પાંચમા ભાવ ઉપર કોઈ ગ્રહ નું અશુભ પ્રભાવ નહિ હોવાના કારણે તમે પોતાના પ્રેમ જીવન નો આનંદ લઇ શકશો.એવા માં,તમને આ સમય નો લાભ મળશે.ખાસ રૂપથી 02 જૂન થી લઈને 31 ઓક્ટોબર સુધી તમારું પ્રેમ જીવન પ્રેમ પૂર્ણ રહેશે.
જો તમે સિંગલ છો,તો આ સમયગાળા માં તમારી મુલાકાત કોઈ ખાસ વ્યક્તિ સાથે થઇ શકે છે અને આ વ્યક્તિ તમને સાચો પ્રેમ કરવાવાળો હોય શકે છે,કારણકે આ દરમિયાન તમારા પેહલા ભાવ નો સ્વામી તમારા પાંચમા ભાવમાં બિરાજમાન રહેશે.એવા માં,આ તમારી મુલાકાત કોઈ એવા વ્યક્તિ સાથે કરાવી શકે છે જે તમને સાચો પ્રેમ કરતો હોય.એની સાથે,આ સમયે પ્રેમ ને લગ્ન માં બદલવાના તમારા પ્રયાસ સફળ થઇ શકે છે.જે લોકોની કુંડળી માં પ્રેમ લગ્ન ના યોગ હશે,તો આ સમય એમની સારી મદદ કરશે.
જણાવી દઈએ કે 31 ઓક્ટોબર પછી નો સમય થોડો કમજોર રહી શકે છે અને ગુરુ ગ્રહ ની કૃપા પણ તમારી ઉપર નહિ રહે એટલે આ દરમિયાન સબંધો માં ઉત્સાહ પણ ઓછો રહી શકે છે.પરંતુ આ સમયગાળા માં કોઈ મોટી સમસ્યા નહિ આવે.મીન રાશિફળ 2026 જણાવી રહ્યું છે કે તમને વર્ષ 2026 પ્રેમ જીવનના સબંધ માં ઘણી હદ સુધી અનુકૂળ પરિણામ આપતું પ્રતીત થઇ રહ્યું છે.
હવે ઘરે બેસીને વિષેયજ્ઞ જ્યોતિષ પાસેથી કરાવો ઈચ્છામુજબ ઓનલાઇન પૂજા અને મેળવો ઉત્તમ પરિણામ!
મીન રાશિફળ મુજબ,મીન રાશિના લગ્ન યોગ્ય લોકોને વર્ષ 2026 સારા પરિણામ આપી શકે છે.પરંતુ,વર્ષ ની શરૂઆત થી લઈને 02 જૂન સુધી નો સમય લગ્ન માં કોઈ વધારે મદદ નહિ કરી શકે.પરંતુ,02 જૂન થી 31 ઓક્ટોબર સુધી નો સમય લગ્ન અને સગાઇ માટે બહુ સારો રહેશે.જણાવી દઈએ કે આ સમય તમારા પેહલા ભાવ નો સ્વામી પાંચમા ભાવમાં બેસીને લાભ ભાવને જોશે.એવા માં,આ સમય લગ્ન અને પ્રેમ લગ્ન કરાવામાં તમારા માટે મદદગાર સાબિત થશે.એની સાથે,સગાઇ ની વાત માટે પણ આ સમય શુભ રહેશે.
ત્યાં,31 ઓક્ટોબર પછી ગુરુ ગ્રહ ની સ્થિતિ ફરીથી લગ્ન સાથે સબંધિત મામલો માટે કમજોર રહેશે.સાદી ભાષા માં કહીએ તો 31 ઓક્ટોબર પેહલા થઇ ગઈ,તો તમારા લગ્ન પણ પુરા થઇ શકશે.પરંતુ,ફરીથી વાત બનવાની સંભાવના બહુ ઓછી છે.આ રીતે,વર્ષ 2026 માં ખાલી 5 મહીનાજ લગ્ન માટે અનુકૂળ માનવામાં આવશે.
મીન રાશિફળ 2026 જણાવી રહ્યું છે કે વૈવાહિક જીવન માટે વર્ષ 2026 થોડું કમજોર રહી શકે છે,કારણકે શનિ ગ્રહ ની સાતમી નજર દરેક વર્ષે તમારા સાતમા ભાવ ઉપર રહેશે.એવા માં,નાની વાત પણ મોટું રૂપ લઇ શકે છે અને થોડી સમસ્યાઓ તમારી સામે આવી શકે છે.એવા માં,તમારા માટે સારું રહેશે કે નાની મોટી સમસ્યાઓ તરત જ પુરી કરી દો.એમપણ તમારા માટે સારું રહેશે કે જ્યાં અપનાપણ હોય ત્યાં જીદ ને સ્થાન નહિ દેવું જોઈએ.આ રીતે,લગ્ન ના બંધન માં બંધાવા માટે વર્ષ ઘણી હદ સુધી અનુકૂળ રહેશે જયારે વૈવાહિક જીવનને પ્રેમપૂર્ણ બનાવી રાખવા માટે તમારે થોડા પ્રયન્ત કરવા જોઈએ.
મીન રાશિફળ મુજબ, મીન રાશિના જાતકો માટે કુટુંબ જીવન સામાન્ય રીતે અનુકૂળ રહેશે. એવું કહી શકાય કે આ વર્ષે તમારા ઘર-પરિવારનું વાતાવરણ જેમ હંમેશા રહે છે તેમ જ રહેશે. તમારા જીવનમાં કેટલીક મુશ્કેલ પરિસ્થિતિઓ આવતી-જતી રહેશે, પરંતુ તેમ છતાં પણ પરિવારનું વાતાવરણ સ્થિર અને સામાન્ય રહેશે. તમારા બીજા ભાવના સ્વામી મંગળ દેવ તમને સરેરાશ પરિણામ આપશે, તેથી કોઈ વિશેષ સમસ્યાના સંકેત નથી, પરંતુ કુટુંબ જીવનમાં તેઓ તમારી ખાસ મદદ પણ નહીં કરે.
ત્યાં,02 જૂન થી 31 ઓક્ટોબર ના સમયગાળા માં ગુરુ ગ્રહ ની શુભ સ્થિતિ ના કારણે તમે ઘર-પરિવાર માં સંતુલન બનાવીને ચાલી શકશો.એવા માં,પારિવારિક માહોલ સારો થશે.31 ઓક્ટોબર પછી ગુરુ દેવ ની નવમી નજર બીજા ભાવ ઉપર પડવાના કારણે ઘર-પરિવાર માં માંગલિક કામનો યોગ બનશે જે સબંધો ને મજબૂત બનાવાનું કામ કરશે.કુલ મળીને,વર્ષ 2026 માં જાન્યુઆરી થી લઈને જૂન સુધી પરિવાર નો માહોલ સામાન્ય રહેશે અને એના પછી માહોલ માં સુધારો જોવા મળશે.
મીન રાશિફળ મુજબ,ગૃહસ્થ જીવન માટે વર્ષ 2026 મિશ્રણ રહેશે.પરંતુ,વર્ષ ની શુરુઆત થી લઈને 02 જૂન સુધી ગુરુ દેવ નું ચતુર્થ ભાવમાં હાજરી તમને નાની-મોટી પરેશાનીઓ આપી શકે છે,પરંતુ એને ગુરુ ગ્રહ દૂર પણ કરાવી દેશે.આ રીતે,વર્ષ નો શુરુઆતી મહિનો સામાન્ય અને એના પછી તમને સકારાત્મક પરિણામ મળી શકે છે.
જો તમે તમારી કુંડળી ના આધારે જાણવા માંગો છો કે તમારું વર્ષ કેવું રહેશે,તો કૃપ[આ કરીને અહીંયા જાવ - કુંડળી આધારિત વર્ષફળ
મીન રાશિફળ 2026 ભવિષ્યવાણી કરે છે કે મીન રાશિ વાળા ને આ વર્ષે જમીન-ભવન સાથે જોડાયેલા મામલો માં મધ્યમ પરિણામ આપી શકે છે.જયારે વાત આવે છે જમીન અને ભવન ખરીદવાની,તો તમને મદદ કરી રહ્યા છે અને નહિ તો તમારો વીરોધ કરી રહ્યા છે.જો તમે સંપત્તિ ખરીદવા માટે બચત કરી હોત તો તમે આવા કોઈ જમીન કે પ્લોટ ખરીદી શકેત જેની સાથે કોઈપણ વિવાદ નહિ જોડાયેલો હોય.
ત્યાં,જો તમારે સંપત્તિ વેચવાની છે,તો એવા કોઈ વ્યક્તિ ને વેચો જેનું ચરિત્ર સ્વછ હોય,કારણકે પૈસા ના લાલચમાં આવીને ખોટા વ્યક્તિ સાથે ડીલ કરવી ઠીક નહિ કહેવામાં આવે.થોડા જ્યોતિષ રાહુ ગ્રહ ની પાંચમી નજર ને માને છે અને એના મુજબ,આ વર્ષ નો વધારે પડતો સમય રાહુ ની નજર તમારા ચતુર્થ ભાવ ભાવ ઉપર રહેશે.એવા માં,છળકપટ વાળા ડીલ કરવી ફળદાયી રહેશે.સાદી ભાષા માં કહીએ તો આ વર્ષે જમીન-ભવન સાથે સબંધિત મામલો માં કોઈ મોટી સમસ્યા નહિ આવે,પરંતુ તો પણ તમારે સાવધાન રેહવાની જરૂરત છે.
ત્યાં વાહન સુખ ની વાત કરીએ તો આ વર્ષે તમારા માટે તુલનાત્મક રૂપથી સારું રહેશે,કારણકે શુક્ર નો ગોચર વર્ષ નો વધારે પડતો સમય તમારા પક્ષમાં રહેશે.બીજી બાજુ,ચતુર્થ ભાવ નો સ્વામી બુધ દેવ પણ તમને સામાન્ય પરિણામ આપી શકે છે જયારે ગુરુ ની સ્થિતિ વર્ષ ના શુરુઆતી મહિનામાં તમારા માટે અનુકૂળ નહિ રહે,પરંતુ પછીના મહિનામાં આ તમારી મદદ કરશે.એવા માં,વાહન સુખ મેળવા માં કોઈ સમસ્યા નહિ આવે.
બરગડ ની જળો માં મીઠું દૂધ ચડાવો.
મોટા વડીલો અને ગુરુજનો નો સેવા કરો.
અનિંદ્રા ની સ્થિતિ માં તકિયા ની નીચે એલચી અને ખાંડ રાખીને સુવો.
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો: ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. જો હા, તો કૃપા કરીને તેને તમારા શુભેચ્છકો સાથે શેર કરો. આભાર!
1. મીન રાશિ નો સ્વામી કોણ છે?
રાશિ ચક્ર ની છેલ્લી અને બારમી રાશિ નો સ્વામી ગુરુ ગ્રહ છે.
2. મીન રાશિ વાળા નું વૈવાહિક જીવન 2026 માં કેવું રહેશે?
મીન રાશિફળ મુજબ,વર્ષ 2026 માં તમારા વૈવાહિક જીવનમાં સાવધાની રાખવી પડશે,ત્યારે તમે સબંધ ને મધુર બનાવી શકશો.
3. શું મીન રાશિ માં 2026 માં સાડાસાતી ચાલુ થશે?
નહિ,મીન રાશિ વાળા ઉપર શનિ ની સાડાસાતી પાછળ ના વર્ષ 2025 થી ચાલી રહી છે જે ટોટલ સાડા સાત વર્ષ સુધી રહેશે.