વૃશ્ચિક રાશિફળ 2026 નો આ લેખ ખાસ રૂપથી વૃશ્ચિક રાશિના લોકો માટે તૈયાર કરવામાં આવ્યું છે જેના માધ્યમ થી વર્ષ 2026 તમારા માટે કેવું રહેશે,આના વિશે તમને વિસ્તાર થી જાણકારી મળશે.એની સાથે,આ વર્ષ વૃશ્ચિક રાશિના લોકોને જીવનના અલગ અલગ પહેલુઓ જેમકે કારકિર્દી, વ્યવસાય, પ્રેમ, નાણાકીય જીવન અને લગ્ન જીવનમાં તે કેવા પરિણામો આપશે? આપણે આ વિશે પણ ચર્ચા કરીશું. વૃશ્ચિક રાશિફળ સંપૂર્ણપણે વૈદિક જ્યોતિષ પર આધારિત છે, તેથી અહીં અમે તમને ગ્રહોની સ્થિતિ અને ગોચરના આધારે કેટલાક સરળ અને અસરકારક ઉપાયો પણ આપીશું જેથી તમે આ વર્ષને વધુ સારું બનાવી શકો. હવે ચાલો વિલંબ કર્યા વિના આગળ વધીએ અને જાણીએ કે વૃશ્ચિક રાશિફળ વૃશ્ચિક રાશિના લોકો માટે શું ભવિષ્યવાણી કરી રહ્યું છે.
Read in English - Scorpio Horoscope 2026
2026 માં શું બદલશે તમારી કિસ્મત? અમારા વિષેયજ્ઞ જ્યોતીષયો સાથે કરો વાત અને જાણો બધુજ
વૃશ્ચિક રાશિફળ કહે છે કે વર્ષ 2026 વૃશ્ચિક રાશિ વાળા ના આરોગ્ય માટે થોડું કમજોર રહી શકે છે.એવા માં,તમારે આ વર્ષે આરોગ્યને લઈને પુરી રીતે સાવધાન રેહવું પડશે.એની સાથે,પોતાના ખાવા પીવા નું ધ્યાન રાખવું પડશે અને ઉચિત જીવનશૈલી અપનાવી પડશે,ત્યારે તમે તમારા આરોગ્ય એન સારું બનાવી શકશો.પરંતુ,ચિંતા ની કોઈ વાત નથી પરંતુ તો પણ તમે સતર્ક રહો.આ વર્ષે ગ્રહોની સ્થિતિ ને જોઈએ તો શનિ મહારાજ આખું વર્ષ તમારા પાંચમા ભાવમાં બિરાજમાન રહેશે અને આ ભાવમાં શનિ ગ્રહ નો ગોચર ને સારો નથી માનવામાં આવતો.એવા માં,શનિ દેવ તમને પેટ સાથે જોડાયેલા રોગ દેવાનું કામ શનિ ગ્રહ કરે છે.ત્યાં,રાહુ દેવ 05 ડિસેમ્બર 2026 સુધી તમારા ચોથા ભાવમાં રહેશે.સાદી ભાષા માં વાત કરીએ તો વર્ષ નો વધારે પડતો સમય રાહુ ની ચોથા ભાવમાં હાજરી તમારા આરોગ્ય માટે ઠીક નથી કહેવામાં આવતો.એવા માં,આ તમને હૃદય,છાતી અને ફેફડા ની સમસ્યા આપી શકે છે.કે પછી માનસિક આરોગ્ય ને પ્રભાવિત કરી શકે છે.
हिन्दी में पढ़ें - वृश्चिक राशिफल 2026
ગુરુ ગ્રહ વિશે વાત કરીએ તો, વર્ષની શરૂઆતથી 2 જૂન, 2026 સુધી, ગુરુ દેવ તમારા આઠમા ભાવમાં રહેશે અને તેને સારી સ્થિતિ માનવામાં આવતી નથી. પરિણામે, આ સમયે ગુરુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમને સાથ આપી શકશે નહીં. પરંતુ, જ્યારે ગુરુ 2 જૂનથી 31 ઓક્ટોબર સુધી તમારા ભાગ્ય ભાવમાં સ્થિત હશે, અને આ ભાવમાં બેસશે, ત્યારે તે તમારા લગ્ન અને પાંચમા ભાવ પર નજર રાખશે. આવી સ્થિતિમાં, આ સમયગાળો સ્વાસ્થ્ય માટે વધુ સારો અથવા તદ્દન અનુકૂળ રહેશે. તે જ સમયે, 31 ઓક્ટોબર પછી, ગુરુની સ્થિતિ તમને સરેરાશ પરિણામો આપી શકે છે. ઉપરાંત, તે ચોથા ભાવથી રાહુના અશુભ પ્રભાવોને ઘટાડવાનું કામ કરી શકે છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2026 માં, ગુરુ 5 મહિના માટે તમારા માટે નબળો અને 5 મહિના માટે તમારા માટે અનુકૂળ રહેશે, જ્યારે બાકીના બે મહિના તમને સરેરાશ પરિણામો આપશે. સામાન્ય રીતે, આ વર્ષે ગુરુની સ્થિતિ તમારા માટે સરેરાશ કરતા સારી રહેશે.
એક બાજુ,જ્યાં રાહુ અને શનિ જેવા પાપી ગ્રહ તમારા આરોગ્યને બગાડવાનું કામ કરી શકે છે.ત્યાં બીજી બાજુ,ગુરુ ગ્રહ ની સ્થિતિ આરોગ્યના સબંધ માં ઘણી હદ સુધી અનુકુળ રહેશે એટલે તમારે વર્ષ ની શુરુઆત થી આરોગ્યને લઈને જાગરૂક રેહવાની સલાહ દેવામાં આવી છે એટલે તમે ગ્રહો ના નકારાત્મક પ્રભાવ થી બચી શકશો.વૃશ્ચિક રાશિફળ 2026 મુજબ,23 ફેબ્રુઆરી 2026 થી 02 એપ્રિલ 2026 અને 02 ઓગષ્ટ 2026 થી 18 સપ્ટેમ્બર 2026 સુધી નો સમય તમારા માટે કમજોર રહી શકે છે.આ સમયગાળા માં તમારે આરોગ્યને લઈને સતર્ક રેહવું જોઈએ,ત્યારે તમે પોતાને ફિટ બનાવીને રાખી શકશો.આ દરમિયાન જે લોકો પેહલા થી હૃદય,છાતી,કમર કે જાંઘ સાથે જોડાયેલા રોગ થી પરેશાન છે એને સજગ રેહવું જોઈએ.એની સાથે,વાહન ચલાવતી વખતે સુરક્ષા નું પૂરું ધ્યાન રાખો.
વૃશ્ચિક રાશિફળ મુજબ,શિક્ષણ ની દ્રષ્ટિથી વર્ષ 2026 વૃશ્ચિક રાશિના લોકો માટે સામાન્ય રહેશે.પરંતુ,તમને મળવાવાળા પરિણામ ક્યારેક-ક્યારેક કમજોર રહી શકે છે કારણકે આ વર્ષે તમારું આરોગ્ય નાજુક રેહવાની આશંકા છે.એવા માં,તમારું ખરાબ આરોગ્ય તમારા શિક્ષણ ને નકારાત્મક પ્રભાવ આપી શકે છે.જણાવી દઈએ કે તમારું આરોગ્ય ઠીક થાક રહેવાથી તમે અભ્યાસ માં સામાન્ય પરિણામ મેળવી શકશો.ચોથા ભાવમાં રાહુ મહારાજ ની હાજરી શિક્ષણ માં ધ્યાન કેન્દ્રિત કરવામાં સમસ્યાઓ ઉભી કરી શકે છે.ત્યાં પાંચમા ભાવમાં શનિ ગ્રહ હાજર હશે અને એવા માં,તમારે અભ્યાસ માં મિત્રો અને સાથીઓ ની કોઈ ખાસ સહયોગ નહિ મળે.આ દરમિયાન તમે તમારી બુદ્ધિ ના બળ ઉપર કા તો અભ્યાસ માં આગળ નીકળવા માટે કે પછી તમારે વિષય ઉપર તમારી પકડ બનવામાં થોડો સમય લાગી શકે છે જેના કારણે તમે અભ્યાસ માં પાછળ રહી શકો છો.
પરંતુ,વર્ષ ની શૃરૂઆત થી લઈને 02 જૂન સુધી ઉચ્ચ શિક્ષણ નો કારક ગ્રહ તમારા આઠમા ભાવમાં રહેશે અને એવા માં,આ સમય શોધ સાથે જોડાયેલા વિદ્યાર્થી માટે સારો રહેશે.ત્યાં,02 જૂન થી લઈને 31 ઓક્ટોબર ની વચ્ચે ગુરુ અનુકુળ સ્થિતિ માં હશે જે વૃશ્ચિક રાશિના બધાજ વિદ્યાર્થી ને શુભ ફળ આપશે.આ રીતે,31 ઓક્ટોબર પછી સમય વેવસાયિક શિક્ષણ મેળવી રહેલા વિદ્યાર્થી માટે ઉત્તમ રહેશે.આ વર્ષે બુધ દેવ પણ વધારે પડતો સમય તમારા પક્ષમ રહેશે એટલે કે બુધ તમને શિક્ષણ ના મામલોમાં સારા પરિણામ આપશે.
એકંદરે, વર્ષ 2026 માં ફક્ત બે ગ્રહો શિક્ષણમાં સમસ્યાઓ ઉભી કરી શકે છે, જ્યારે શિક્ષણ માટે જવાબદાર ગ્રહની સ્થિતિ તમારા માટે ખૂબ સારી રહેશે, જે તમને અભ્યાસમાં મદદ કરી શકે છે. વૃશ્ચિક રાશિફળ 2026 કહે છે કે આ પરિસ્થિતિઓમાં, તે વિદ્યાર્થીઓ સફળતા મેળવી શકે છે જે સતત મહેનત કરે છે. આવી સ્થિતિમાં, તમારે આ વર્ષે ખંત અને સકારાત્મક વાતાવરણમાં અભ્યાસ કરવો પડશે. ઉપરાંત, તમને શિક્ષણમાં કોઈનો સહયોગ મળે કે ન મળે, તમારે તમારા વિષય પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે, તો જ તમે સફળતા પ્રાપ્ત કરી શકશો.
બૃહત કુંડળી માં છિપાયેલા છે , તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
વૃશ્ચિક રાશિફળ 2026 મુજબ,વૃશ્ચિક રાશિ વાળા ના વેપાર માટે વર્ષ 2026 ઠીક થાક રહેશે.પરંતુ,વેપારમાં મળવાવાળા પરિણામ સારા હોય શકે છે.પરંતુ એના માટે તમારી નિર્ણય લેવાની આવડત મજબુત થવી જરૂરી છે કારણકે આ વાત ની પ્રબળ સંભાવના છે કે આ વર્ષે તમારી નિર્ણય લેવાની આવડત કમજોર રહી શકે છે જેના કારણે તમે ક્યારેક-ક્યારેક સમય ઉપર સારા મોકા નો ફાયદો ઉઠવાનો ભૂલી જાવ છો.એની સાથે,તમારી મુલાકાત એવા લોકો સાથે પણ થઇ શકે છે જે હજી આ જગ્યામાં નવા નવા છે.પરંતુ તમને એવું જ્ઞાન આપી શકે છે જે તમને ફાયદામંદ લાગી શકે છે પરંતુ લાભ કરાવામાં પાછળ રહી શકે છે.
આવી સ્થિતિમાં, તમને સલાહ આપવામાં આવે છે કે તમે ફક્ત એવા લોકોનો જ સંપર્ક કરો જેમને તમારી સમસ્યા સંબંધિત ક્ષેત્રનું સારું જ્ઞાન હોય. ઉપરાંત, તેમને સંબંધિત ક્ષેત્રમાં લાંબો અનુભવ હોવો જોઈએ. જો તમે કોઈ વરિષ્ઠ અથવા વૃદ્ધ વ્યક્તિની સલાહ લો છો, જે તે બાબતમાં પણ જાણકાર હોય, તો તમે જોખમ લેવાનું ટાળી શકશો. સરળ શબ્દોમાં કહીએ તો, આ વર્ષ વ્યવસાય માટે ખૂબ સારું ન કહી શકાય. પરંતુ, વ્યવસાયના ક્ષેત્રમાં ગુરુની સ્થિતિ ઘણી હદ સુધી તમારા પક્ષમાં રહી શકે છે, જેના કારણે તમે પરિસ્થિતિઓને સંભાળી શકશો.
વૃશ્ચિક રાશિફળ કહે છે કે જે લોકો ગુરુ ગ્રહ સાથે સબંધિત છે એટલે કે અનુભવી,વૃદ્ધ અને જ્ઞાની લોકોના માર્ગદર્શન માં કામ કરીને તમે નકારાત્મકતા ને નિયંત્રણ કરી શકશો.એની સાથે,તમે તમારી મેહનત મુજબ પરિણામ મેળવી શકશો.ત્યાં,આ વર્ષે બુધ નો ગોચર દર્શવિ રહ્યો છે કે જો તમે વેપારમાં આ સાવધાનીઓ ને આગળ વધારશો તો તમે સંતોષજનક પરિણામ મેળવી શકશો.પરંતુ,તમારે વેપારમાં કોઈપણ રીત નું જોખમ ઉઠાવાથી બચવું જોઈએ.
વૃશ્ચિક રાશિફળ 2026 મુજબ,વૃશ્ચિક રાશિ વાળા ની નોકરી માટે વર્ષ 2026 મિશ્રણ રહેશે.આ દરમિયાન તમારું ધ્યાન ક્યારેક-ક્યારેક ભટકી શકે છે અને એવા માં,તમે નોકરીમાં પોતાના લક્ષ્યો ને પુરા કરવામાં ચુકી શકો છો.એના ફળસ્વરૂપ,તમને કાર્યક્ષેત્ર માં મળવાવાળા પરિણામ સામાન્ય કરતા કમજોર રહી શકે છે.જણાવી દઈએ કે જો ઘર ની સમસ્યા ઘર સુધી જ રાખશો તો તમે તમારા લક્ષ્ય ને આસાનીથી પુરા કરી શકશો.તમારે કામ કરતા વધારે વાતો માં સમય કાઢવાવાળા લોકો થી દુર રેહવું જોઈએ અને મન લગાડીને પોતાના કામ કરવા પડશે,ત્યારે તમે રાહુ અને શનિ ની નકારાત્મકતા થી બચીને શુભ ફળ મેળવી શકશો.
કરવાની સ્થિતિ માં દસમા ભાવમાં બેઠેલા કેતુ તમને વરિષ્ઠ ની નજર માં પાડવાનું કામ કરી શકે છે કે પછી વરિષ્ઠ કે બોસ તમારા થી નાખુશ જોવા મળી શકે છે.પરંતુ,ગુરુ ગ્રહ ની સ્થિતિ વચ્ચે વચ્ચે તમને સહયોગ કરી શકે છે.ત્યાં,મંગળ દેવ ની સ્થિતિ પણ તમારા માટે સામાન્ય રહેશે,પરંતુ તો પણ તમારે સાવધાની રાખવી પડશે.વૃશ્ચિક રાશિફળ 2026 કહે છે કે 16 જાન્યુઆરી થી લઈને 23 ફેબ્રુઆરી અને 11 મે થી લઈને 21 જૂન ના સમયગાળા મમ તમારે નોકરીમાં થોડા સારા મોકા મળી શકે છે.
આનાથી ઉલટું,વર્ષ 2026 માં 23 ફેબ્રુઆરી થી લઈને 02 એપ્રિલ સુધી નો સમય વધારે તણાવ આપીને આસપાસ નો માહોલ ને બગાડવાનું કામ કરી શકે છે.એના સિવાય,18 સપ્ટેમ્બર થી 12 નવેમ્બર દરમિયાન તમારે તમારી જ઼િમ્મેદરીઓને પુરા સમર્પણ ની સાથે નિભાવી પડશે જયારે 12 નેવેમ્બર પછી તમારે વરિષ્ઠ ની સાથે બહેસ કે વાદ-વિવાદ માં પડવાથી બચવું જોઈએ.જો તમે કાર્યસ્થળ માં આ બધીજ સાવધાનીઓ ને અપનાવશો તો તમે સકારાત્મક પરિણામ મેળવી શકશો.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
વૃશ્ચિક રાશિફળ ભવિષ્યવાણી કરી રહ્યું છે કે વૃશ્ચિક રાશિ વાળા ને આર્થિક જીવન માટે વર્ષ 2026 સામાન્ય કે સામાન્ય કરતા સારા રહી શકે છે.જેમકે આપણે જણીએ છીએ કે કાર્યક્ષેત્ર અને અર્થવેવસ્થા નો અંદર અંદર ગહેરો સબંધ છે અને તમારા રોજગાર અને નોકરી મુજબ જ આર્થિક સ્થિતિ હોય છે.આ બંને જગ્યા માટે વર્ષ મિશ્રણ રહેશે અને એવા માં,તમારી આવક મધ્યમ રહી શકે છે.પરંતુ પૈસા નો કારક ગુરુ ગ્રહ ની વાત કરીએ તો આ વર્ષ ની શૃરૂઆત થી લઈને 02 જૂન 2026 સુધી તમારા આઠમા ભાવમાં રહેશે જે અશુભ સ્થિતિ માનવામાં આવે છે.પરંતુ આની નજર પૈસા ના ભાવ ઉપર હશે.આને એક અનુકુળ સ્થિતિ કહેવામાં આવશે.
આમ, બૃહસ્પતિ દેવ તમને સરેરાશ પરિણામ આપશે. તે જ સમયે, 02 જૂનથી 31 ઓક્ટોબર સુધી, ગુરુ તમારા ભાગ્ય ભાવમાં ઉચ્ચ સ્થાન પર રહેશે, જે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવી શકે છે. આ પછી, જ્યારે ગુરુ 31 ઓક્ટોબર પછી કર્મ ભાવ પર પોતાનું દ્રષ્ટિકોણ મૂકશે, ત્યારે પણ તમારું નાણાકીય જીવન સરેરાશ રહી શકે છે. એકંદરે, આ વર્ષ બૃહસ્પતિ દેવ તમારા માટે ખૂબ અનુકૂળ રહેશે.
વૃશ્ચિક રાશિફળ મુજબ, લાભ ઘરના સ્વામી બુધની સ્થિતિ પણ તમને સરેરાશ કરતા સારા પરિણામો આપશે. આ રીતે, જો તમે કાર્યસ્થળ પર સખત મહેનત કરશો અને સારી સિદ્ધિઓ પ્રાપ્ત કરશો, તો તમને નાણાકીય જીવન સંબંધિત ગ્રહોનો સંપૂર્ણ સહયોગ મળશે. ઉપરાંત, તમે તમારી નાણાકીય પરિસ્થિતિને સારી રીતે સંચાલિત કરી શકશો.
વૃશ્ચિક રાશિફળ 2026 કહે છે કે વૃશ્ચિક રાશિ વાળા નું પ્રેમ જીવન વર્ષ 2026 માં સકારાત્મક રહેશે,ખાસ કરીને ખાસ પરિસ્થતિઓ માં શુભ રહી શકે છે.પરંતુ,પ્રેમ જીવનમાં સબંધ ને લઈને થોડી પણ લાપરવાહી પરિણામો ને કમજોર કરી શકે છે.જણાવી દઈએ કે પાંચમા ભાવ માં શનિ દેવ મદદ કરશે.ત્યાં,જે લોકો સબંધ ને લઈને ગંભીર નથી એમના સબન્ધ માં શનિ ગ્રહ સમસ્યા ઉભી કરીને તૂટવા ની કગાર ઉપર લઇ ને જાય છે.પરંતુ,પાંચમા ભાવ નો સ્વામી ગુરુ દેવ ની સ્થિતિ વર્ષ 2026 માં 5-6 મહિના અનુકુળ રહેશે.આ 02 જૂન થી 31ઓક્ટોબર ના સમયગાળા માં ઉચ્ચ અવસ્થા માં ભાગ્ય ભાવમાં રહેશે.
તમને જણાવી દઈએ કે ભાગ્ય ભાવ પાંચમા ભાવમાંથી પાંચમું ભાવ છે. જ્યોતિષશાસ્ત્રના એક સૂત્ર "ભાવત ભાવ" અનુસાર, ભાગ્ય ભાવ પણ પ્રેમ સંબંધોનું પ્રતિનિધિત્વ કરે છે. પરિણામે, 02 જૂનથી 31 ઓક્ટોબર સુધીનો સમય પ્રેમ જીવનમાં ઉદ્ભવતી સમસ્યાઓને દૂર કરવાનું કામ કરશે. ફક્ત ધ્યાનમાં રાખો કે તમારો પ્રેમ સાચો હોવો જોઈએ, નહીં તો પાંચમા ભાવમાં બેઠેલા શનિ સંબંધ તોડી શકે છે અને તે સમયે ગુરુ દેવ પણ તમારી મદદ કરી શકશે નહીં. તે જ સમયે, 31 ઓક્ટોબર પછી, નોકરીમાં વ્યસ્ત રહેવાને કારણે અથવા અન્ય કારણોસર તમારા જીવનસાથી માટે સમય કાઢવો તમારા માટે મુશ્કેલ બનશે. બીજી તરફ, વર્ષની શરૂઆતથી 02 જૂન સુધી, તમારે પ્રેમ જીવનમાં સાવચેત રહેવું પડશે. આમ, આ આખા વર્ષમાં, તમારે પ્રેમ સંબંધોને પ્રેમથી સંભાળવા પડશે.
વૃશ્ચિક રાશિફળ જણાવી રહ્યું છે કે વર્ષ ની શુરુઆત થી 02 જૂન સુધી નો સમય પ્રેમ જીવન માટે કમજોર રહેશે.પરંતુ એના પછી 02 જૂન થી 31 ઓક્ટોબર નો સમય સારો રહેશે અને પછી 31 ઓક્ટોબર થી વર્ષ ના છેલ્લે સુધી સમય સામાન્ય રહેશે.પરંતુ,આ લોકોના પ્રેમ જીવનમાં મળવાવાળા પરિણામ તમારા પ્રયાન્તો,કર્મો,નીસ્થા અને પવિત્રતા ઉપર નિર્ભર કરે છે.
હવે ઘરે બેસીને વિષેયજ્ઞ જ્યોતિષ પાસેથી કરાવો ઈચ્છામુજબ ઓનલાઇન પુજા અને મેળવો ઉત્તમ પરિણામ!
વૃશ્ચિક રાશિફળ 2026 મુજબ,વૃશ્ચિક રાશિના લગ્ન યોગ્ય લોકો માટે વર્ષ 2026 ઠીક રહેશે.બની શકે છે કે તમને લગ્ન નો પ્રસ્તાવ મળે,પરંતુ આસાનીથી વાત નહિ મળે.ખાસ રૂપથી વર્ષ ની શુરુઆત થી લઈને 02 જૂન સુધી મનમુજબ સબંધ તમને નહિ મળે.પરંતુ 02 જૂન થી 31 ઓક્ટોબર દરમિયાન તમારે કંઈક એવા પ્રસ્તાવ મળી શકે છે જેને તમે સગાઇ કે લગ્ન માં બદલી શકો છો.
જણાવી દઈએ કે 31 ઓક્ટોબર થી લઈને વર્ષ ના છેલ્લા સમય માં પરિણામ સામાન્ય રહી શકે છે કારણકે આ દરમિયાન સાતમા કે પાંચમા ભાવ નો ગુરુ નો કોઈ સબંધ નહિ રહે.પરંતુ,બીજા ભાવમાં હશે જે પરિવાર ની વૃદ્ધિ ને દર્શાવે છે.એવા માં,તમે લગ્ન ની ઉમ્મીદ રાખી શકો છો.સારા શબ્દો માં કહીએ તો લગ્ન સાથે જોડાયેલી વાતો ને આગળ વધારવા માટે જાન્યુઆરી થી લઈને 2 જૂન સુધી સમય થોડો કમજોર રહેશે.ત્યાં,02 જૂન થી 31 ઓક્ટોબર નો સમય બહુ સારો અને એના પછી કમજોર રહી શકે છે.આ દરમિયાન તમારે તમારા પ્રયાસો ને વધારવા જોઈએ,ત્યારે તમને સારા સબંધ મળી શકશે.
લગ્ન જીવન ની વાત કરીએ તો વર્ષ 2026 માં તમારે શાદીશુદા જીવનમાં સાવધાની રાખવી પડશે એટલે તમે સંતુલિત પરિણામ મેળવી શકશો.બીજા ભાવ નો સ્વામી શુક્ર વર્ષ ના અધિકાંશ સમય તમારા પક્ષમાં રહેશે,પરંતુ ચોથા ભાવમાં રાહુ અને પાંચમા ભાવ નો શનિ વારંવાર તમારું મૂળ બદલવાનું કામ કરે છે.એની સાથે,તમારી સાથી સાથે બહેસ થઇ શકે છે.પરંતુ,શનિ ની ત્રીજી નજર સાતમા ભાવ ઉપર હોવાથી તમારા સબંધ માં ક્યારેક-ક્યારેક બેરુખી જોવા મળી શકે છે.
પરંતુ,ગુરુ ગ્રહ ઘણી હદ સુધી તમારી મદદ કરવા માંગશે.એવા માં,આ સબંધ થી સમસ્યાઓ ને દૂર કરશે.આ સમયગાળા માં સમસ્યાઓ વધારે દૂર થઇ જશે.વૃશ્ચિક રાશિફળ 2026 કહે છે કે વૃશ્ચિક રાશિ વાળા લગ્ન જીવનમાં પ્રયન્ત કરીને વિવાદો ને પુરા કરવાથી રોકવામાં સક્ષમ હોય છે.કુલ મળીને,થોડી સાવધાનીઓ અપનાવીને તમે લગ્ન જીવનને સંતુલિત બનાવી રાખી શકશો.
વૃશ્ચિક રાશિફળ જણાવી રહ્યું છે કે વૃશ્ચિક રાશિના લોકોને પારિવારિક જીવન વર્ષ 2026 માં અનુકુળ રહી શકે છે.વૃશ્ચિક રાશિફળ 2026 કહે છે કે વૃશ્ચિક રાશિના લોકોનું પારિવારિક જીવન વર્ષ 2026 માં અનુકુળ રહી શકે છે.પરંતુ તમારે પરિવારના સદસ્ય ની સાથે સબંધો ને લઈને જાગરૂક રેહવું પડશે.ત્યાં,બીજા ભાવ ઉપર શનિ ગ્રહ ની નજર પરિવારમાં નાના-મોટા વિવાદ ઉભા કરી શકે છે અને ક્યારેક-ક્યારેક સદસ્ય રૂઠી જાય છે.એવા માં,તમારે તમારી ભૂલ નહિ હોવા છતાં સામે વાળી વ્યક્તિને મનાવાની કોશિશ કરવું ઈ પડશે કારણકે આનેજ સમજદારી કહેવામાં આવે છે જેનું સમર્થન દેવગુરુ ગુરુ કરશે.
જયારે ગુરુ દેવ બીજા ભાવ ના સ્વામી ના રૂપમાં વર્ષ ની શૃરૂઆત થી લઈને 02 જૂન સુધી તમારા બીજા ભાવને જોશે,ત્યારે તમે સમજદાર બનીને પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓ ને દૂર કરવામાં સક્ષમ હસો.આ સમયગાળા માં પરિવારમાં કોઈ મોટી સમસ્યા નહિ આવે અને પારિવારિક જીવનમાં અનુકૂળતા બની રહેશે.જણાવી દઈએ કે 31 ઓક્ટોબર પછી ગુરુ ગ્રહ પોતાની પાંચમી નજફર થી તમારા બીજા ભાવને જોશે,એ સમયે જો તમે સાવધાની રાખશો,તો ઘર પરિવારની સમસ્યાઓ પુરી થઇ જશે.સાદી ભાષા માં,આ વર્ષ પારિવારિક જીવનમાં સમસ્યા આવશે,પરંતુ કોઈ મોટી પરેશાની નહિ આવે.
ગૃહસ્થ જીવન ની વાત કરીએ તો આ વર્ષ થોડું કમજોર રહી શકે છે.ખાસ રૂપથી વર્ષ ની શુરુઆત થી લઇને 5 ડિસેમ્બર સુધી રાહુ ગ્રહ નું ચોથા ભાવમાં હાજરી ગૃહસ્થ જીવનમાં કોઈ સમસ્યા નહિ બની રહેવાના સંકેત આપે છે.પરંતુ,જાન્યુઆરી થી 02 જૂન દરમિયાન ગુરુ ગ્રહ ની નવમી નજર ચોથા ભાવ ઉપર રહેશે.એવા માં,આ ગૃહસ્થ જીવન ની સમસ્યાઓ ને નિયંત્રણ કરવાનું કામ કરશે.વૃશ્ચિક રાશિફળ 2026 મુજબ,02 જૂન થી 31 ઓક્ટોબર ની વચ્ચે ગુરુ નો સબંધ ચોથા ભાવ સાથે દરેક રૂપમાં નહિ હશે,પરંતુ સમજદારી થી કામ લેવાથી તમે ગૃહસ્થ જીવન સાથે જોડાયેલી સમસ્યા ને પુરી કરી શકશો.
31 ઓક્ટોબર થી લઈને બાકી ના સમય માં ગુરુ સાતમી નજર થી ચોથા ભાવને જોશે અને પરેશાનીઓ થી રાહત મેળવા માં મદદ કરશે.કુલ મળીને વર્ષ 2026 માં વધારે પડતો સમય સમસ્યાઓ બની રહેશે,પરંતુ તમે સમજદારી થી આને હલ કરી શકશો.આ વર્ષે પારિવારિક જીવન અનુકુળ અને ગૃહસ્થ જીવન થોડું કમજોર રહેશે.
વૃશ્ચિક રાશિફળ મુજબ,વૃશ્ચિક રાશિ વાળા ને વર્ષ 2026 જમીન-ભવન સાથે જોડાયેલા મામલો માં કમજોર પરિણામ આપી શકે છે.જણાવી દઈએ કે તમારા ચોથા ભાવ નો સ્વામી શનિ દેવ પાંચમા ભાવમાં બિરાજમાન છે.શનિ ગ્રહ ની પાંચમા ભાવમાં હાજરી ને સારી નથી માનવામાં આવતી.એના સિવાય,ચોથા ભાવ ઉપર રાહુ-કેતુ નો પ્રભાવ પણ રહેશે.એવા માં,ગ્રહોની સ્થિતિ જમીન-ભવન સાથે સબંધિત મામલો માં પરેશાનીઓ તરફ સંકેત કરે છે.
એના ફળસ્વરૂપ,તમારે જમીન મિલકત સાથે જોડાયેલા કાગળિયા ને સાવધાની થી રાખવાની સલાહ દેવામાં આવે છે.એની સાથે,તમારે એવા લોકો થી સતર્ક રેહવું જોઈએ જેના પાડોશી કે મિલકત ના દાવેદાર ગુસ્સા વાળા સ્વભાવ ના હોય કે સાજિસ કરવાવાળા હોય.એવા માં,તમારે દરેક પ્રકારની પરિસ્થિતિ નો સામનો કરવા માટે તૈયાર રેહવું જોઈએ પછી ભલે એ કાનૂની કે માનસિક રૂપથી હોય.પરંતુ,ગુરુ ગ્રહ વચ્ચે વચ્ચે તમારી મદદ કરશે અને તમને કોઈપણ રીત નું નુકશાન નહિ થવા દે.પરંતુ,થોડી પરેશાની થઇ શકે છે.
વૃશ્ચિક રાશિફળ 2026 કહે છે કે આ લોકોને વાહન સાથે જોડાયેલા મામલો માં પણ સમસ્યાઓ થી બે-ચાર થવું પડી શકે છે.એવા માં,તમારા માટે સારું હશે કે આ વર્ષે કોઈ નવું વાહન ખરીદવાથી બચો.જો નવું વાહન ખરીદવું બહુ જરૂરી છે તો જ્યોતીષયો ની સલાહ લઈને ખરીદો.ત્યાં,જુના વાહન ખરીદવાની ઈચ્છા રાખવાવાળા વ્યકક્તિ વાહન ના કાગળિયા નું ધ્યાન રાખીને ખરીદો.કુલ મળીને,જમીન-ભવન અને વાહન સાથે જોડાયેલા મામલો માં આ વર્ષે તમારે સાવધાની રાખવી પડશે.
શરીર ના ઉપર ના ભાગ માં ચાંદી પહેરો.
શનિવાર ના દિવસે મંદિર માં બદામ ચડાવો.
વર્ષ ના પેહલા ભાગ માં ગુરુવાર ના દિવસે મંદિર માં ઘી અને કપૂર નું દાન કરો.
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમને આશા છે કે તમને અમારો લેખ ગમ્યો હશે. જો હા, તો તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરો. આભાર!
1. વર્ષ 2026 માં વૃશ્ચિક રાશિ વાળા નું પ્રેમ જીવન કેવું રહેશે/
વૃશ્ચિક રાશિના જે લોકો સબંધ ને લઈને ગંભીર રહેશે,એના માટે આ વર્ષ સારું રહેશે.
2. વૃશ્ચિક રાશિ નો સ્વામી કોણ છે?
રાશિ ચક્ર ની આઠમી રાશિ વૃશ્ચિક રાશિ નો અધિપતિ મંગળ ગ્રહ છે.
3. વર્ષ 2026 માં વૃશ્ચિક રાશિ વાળા નો વેપાર કેવો રહેશે?
વૃશ્ચિક રાશિફળ 2026 મુજબ,આ વર્ષ વૃશ્ચિક રાશિના વેપાર કરતા લોકો માટે અનુકુળ રહેશે,પરંતુ તો પણ તમારે સાવધાની રાખવી પડશે.