ગુરુ ગોચર 2024 (Guru Gochar 2024)

Author: Sanghani Jasmin | Updated Mon, 01 Jan 2024 02:40 PM IST

ગુરુ ગોચર 2024: ગોચર બીજા શબ્દો માં ગ્રહો નું પરિવર્તન.જ્યોતિષ માં ગ્રહોના ગોચર નું ખાસ મહત્વ આપવામાં આવે છે.માનવામાં આવે છે કે જયારે પણ કોઈ ગ્રહ પરિવર્તન કરે છે પછી એ રાશિ પરિવર્તન હોય કે નક્ષત્ર પરિવર્તન હોય કે ગતિ પરિવર્તન હોય આનાથી માણસ ના જીવન પર શુભ અશુભ બંને પ્રકારના પ્રભાવ જોવા મળે છે.

વૈદિક જ્યોતિષ માં બધાજ ગ્રહો નો ગોચર સમયગાળો અલગ અલગ બતાવામાં આવ્યો છે.એમ તો બધાજ ગ્રહો નું પરિવર્તન મહત્વપૂર્ણ હોય છે પરંતુ જયારે વાત ગુરુ ગોચર ની આવે તો આનાથી વધારે મહત્વ આપવામાં આવે છે.આના કારણ ઘણા છે.હકિકતમાં ગુરુ ને દેવગુરુ નો દરજ્જો આપવામાં આવ્યો છે અને આ એક શુભ ગ્રહ હોય છે.માનવામાં આવે છે કે જયારે પણ ગુરુ નો ગોચર થાય છે તો જે પણ ભાવ પર ગુરુ ની નજર પડે છે ત્યાં અમૃત ની જેમ શુભફળ વ્યક્તિના જીવનમાં પ્રાપ્ત થવાની સંભાવના વધી જાય છે.

વર્ષ 2024 તમારા અને તમારા પરિવાર માટે કેવું રહેશે? વિદ્વાન જ્યોતિષીઓ પાસેથી જાણો જવાબ

આના સિવાય શનિ પછી ગરુજ બીજો ગ્રહ છે જે બહુ ધીરી ગતિ થી ચાલે છે.આ એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરવા માટે કરીબ 13 મહિનાનો સમય લ્યે છે.પાછળ ના વર્ષ 2023 માં 22 એપ્રિલે ગુરુ નો ગોચર થયો હતો જયારે એ પોતાની રાશિ બીજા શબ્દોમાં મીન માંથી નીકળીને મેષ રાશિમાં પ્રવેશ કરી ગઈ હતી.

ત્યાં આ વર્ષે હવે ગુરુ દૈત્ય ગુરુ શુક્ર ની રાશિમાં બીજા શબ્દો માં વૃષભ રાશિમાં 1 મે 2024 ના દિવસે ગોચર કરવાનો છે.એવા માં સ્વાભાવિક છે કે ગુરુ નો આ ગોચર ઘણા મહિનામાં ખાસ,મહત્વપૂર્ણ અને વિશેષ રહેવાનો છે.આજે આપણે આ લેખ ના માધ્યમ થી અમે એજ જાણવાનો પ્રયન્ત કરીશું કે આ ગોચર બધીજ 12 રાશિઓ પર કેવી રીતે પ્રભાવ નાખશે અને શું ઉપાય કરીને તમે ગોચર થી મળવા વાળા નકારાત્મક પરિણામો ને શુભ પરિણામ માં ફેરવી શકો છો.

ગુરુ ગોચર 2024: સમય અને તારીખ

ગોચરફળ જાણીયા પેહલા સૌથી પેહલા જાણી લઈએ કે આ ગોચર ક્યારે અને કયાં સમય પર થવાનું છે.એવા માં તારીખ ની વાત કરીએ તો આ ગોચર 1 મે 2024 ના દિવસે થશે અને સમય ની વાત કરીએ તો આ બપોરે 2 વાગીને 29 મિનિટ ઉપર થશે જયારે દેવગુરુ મેષ રાશિમાંથી નીકળીને વૃષભ રાશિમાં પ્રવેશ કરી જશે.

ગુરુ નું આ પરિવર્તન પણ રહેશે ખાસ: ખાલી આટલુંજ નહિ આ ગોચર ના માત્ર 2 દિવસ પછી એટલે કે 3 મે એ મોડી રાતે 12 વાગીને 08 મિનિટ પર ગુરુ અસ્ત થવાનો છે.આના પછી 1 મહિના પછી બીજા શબ્દો માં કહીએ તો 3 જૂન ના દિવસે સવારે 3 વાગીને 21 મિનિટ થી ગુરુ ઉદય થઇ જશે.

અહીંયા એ જાણવું બહુ ખાસ છે કે સનાતન ધર્મ માં જયારે પણ ગુરુ અસ્ત થાય છે ત્યારે આ દરમિયાન કોઈપણ પ્રકારના શુભ કે માંગલિક કામો જેવા કે લગ્ન વગેરે નથી કરવામાં આવતા.એવા માં જયારે 3 જૂન થી ગુરુ ઉદય થઇ જશે ત્યારે માંગલિક કામો ફરીથી ચાલુ કરવામાં આવશે.

વર્ષ 2024 ની સૌથી સટીક અને વિસ્તારપૂર્વક ભવિષ્યવાણી માટે વાંચો રાશિફળ 2024 

આના પછી વર્ષ 2024 માં 9 ઓક્ટોમ્બરે 2024 ની સવારે 10 વાગીને 01 મિનિટ પર ગુરુ વક્રી થઇ જશે અને એની આ ચાલ બીજા શબ્દો માં કહીએ તો ઉંધી ચાલ આગળના વર્ષમાં 4 ફેબ્રુઆરી 2025 સુધી 13 વાગીને 46 મિનિટ સુધી રેહવાની છે.

આવા માં ગુરુ ગોચર જ નહિ વર્ષ 2024 માં ગુરુના બધાજ પરિવર્તન થવાના છે જેનાથી મનુષ્ય જીવન નિશ્ચિત રીતે પ્રભાવિત થશે.વૈદિક જ્યોતિષ માં ગુરુ બીજા શબ્દમાં કહીએ તો ગુરુ ને શુભ અને વૃદ્ધિ નો કારક ગ્રહ પણ માનવામાં આવે છે.તો આવો હવે આગળ વધીએ અને જાણી લઈએ કે ગુરુ ગોચર 2024 તમારી રાશિ માટે કેવા પ્રકારના પરિણામ લઈને આવવાની છે.

ગુરુ ગોચર 2024: રાશિફળ અને ઉપાય

મેષ રાશિ

દેવ ગુરુ ગુરુ તમારી રાશિ માટે મહત્વપૂર્ણ ગ્રહ છે કારણકે આ તમારા ભાગ્ય ભાવ નો સ્વામી છે અને જીવનમાં નસીબ પ્રબળ નહિ હોય તો વ્યક્તિ બધીજ જગ્યાએ સંઘર્ષ કરે છે.નવમ ભાવની સાથે સાથે આ તમારા દ્રાદશ ભાવ નો સ્વામી પણ છે અને વૃષભ રાશિમાં ગુરુ ગોચર થવાથી તમારી ઉપર ખાસ પ્રભાવ પડવાનો છે કારણકે દેવ ગુરુ ગુરુ જો કે તમારા નવમ ભાવના સ્વામી છે,આ પોતાની ગોચર અવસ્થામાં તમારા બીજા ભાવમાં જઈને ધન યોગ નિર્મિત કરશે અને આનાથી તમને ઉત્તમ આર્થિક લાભ ની પ્રાપ્તિ થશે.તમારું બેન્ક બેલેન્સ વધશે,પૈસા બચાવામાં તમે સફળ થશો.તમારી અવાજમાં ગંભીરતા આવશે.લોકો તમારી વાત ને બહુ પ્યાર થી સંભાળશે અને સમજશે.આ સ્થિત ગુરુ તમને પારિવારિક સભ્યો સાથે જોડીને રાખશે.જો તમે કોઈ પિતૃ નો વેપાર કરો છો તો આ ગોચર નો બહુ લાભ તમને તમારા વેપારમાં જોવા મળશે.પરિવારના વૃદ્ધ સદસ્ય પાસેથી પણ તમને સુખ અને આર્શિવાદ મળશે.…. વિસ્તારપૂર્વક વાંચો અને જાણો ઉપાય

ઉપાય:

તમારે ગુરુવાર ના દિવસે લાલ ગાય ને લોટ માં હળદર મેળવીને ખવડાવી જોઈએ અને એ ગાય ના દૂધ થી ઘરમાં કોઈ મીઠાઈ બનાવીને ભગવાન વિષ્ણુ ને ચડાવીને પોતાએ પ્રસાદ તરીકે ખાવી જોઈએ.

વૃષભ રાશિ

દેવગુરુ ગુરુ તમારી રાશિ માટે અષ્ટમ ભાવ અને એકાદશ ભાવ નો સ્વામી છે.પોતાના આ ગોચરકાળ માં દેવ ગુરુ ગુરુ તમારા પેહલા ભાવમાં એટલે કે તમારીજ રાશિમાં બિરાજમાન હશે.ગુરુ દેવ નું આ ગુરુ ગોચર 2024 વૃષભ રાશિમાંજ હોવાના કારણે તમારા માટે ખાસ પ્રભાવશાળી સાબિત થઇ શકે છે.તમને બે અકારક ભાવના સ્વામી હોવાના કારણે દેવ ગુરુ ગુરુ શુક્ર ની રાશિમાં વધારે અનુકૂળ પરિણામ નથી આપતા.અષ્ટમ ભાવના સ્વામીનો તમારી રાશિમાં ગોચર કરવો તમને ગુપ્ત વિદ્યાઓ અને જ્ઞાન આપવામાં મદદ કરશે.તમે જ્યોતિષ,રિસેર્ચ વગેરે વિષયો માં અને કોઈ ગુપ્તચર જગ્યાએ સારું પ્રદશન કરી શકો છો અને એમાં તમને સફળતા મળી શકે છે.તમે દાન,ધર્મ,તંત્ર,મંત્ર,જેવા કામો પણ કરી શકો છો.એકાદશ ભાવના સ્વામીના તમારી રાશિમાં જવું આર્થિક લાભ યોગ બનાવશે.તમે ધન પ્રાપ્ત કરવાની દિશા માં જતા નજર આવશો અને એના માટે જેટલું થઇ શકશે એટલી મેહનત કરશો.આનાથી તમારી આર્થિક સ્થિતિ માં સુધારો આવશે પરંતુ આ ભાવો ના સ્વામીના તમારી રાશિમાં હોવાથી આરોગ્ય માટે વધારે અનુકુળ નથી કહેવામાં આવતું.તમે હૃદય રોગ અને મેટાબોલિઝમ સંબંધિત સમસ્યાઓથી પરેશાન થઈ શકો છો.આ સ્થિત દેવ ગુરુ ગુરુ તમારા પંચમ ભાવ ઉપર નજર નાખશે,જ્યાં કેતુ બિરાજમાન છે.આ તમારી સંતાન માટે સારું રહેશે.એમનામાં સંસ્કારો ની વૃદ્ધિ થશે અને એ લોકો એમના જીવનમાં ઉન્નતિ કરશે..... વિસ્તારપૂર્વક વાંચો અને જાણો ઉપાય

ઉપાય:

તમારે ગુરુવાર ના દિવસે ચાલુ કરીને ગુરુ ગુરુ ના બીજ મંત્ર ઓમ ગ્રા ગ્રી ગ્રા સ:ગુરવે નમઃ નો નિયમિત જાપ કરો.

મિથુન રાશિ

ગુરુ મહારાજ તમારી મિથુન રાશિ માટે સપ્તમ અને દસમ ભાવ ના સ્વામી થઈને એક મહત્વપૂર્ણ ગ્રહ છે અને પોતાના આ ગોચરકાળ માં એ તમારા દ્રાદશ ભાવમાં પ્રવેશ કરવાનો છે.દેવ ગુરુ ગુરુ ના આ ગોચર ના પ્રભાવ થી મુખ્ય રૂપથી તમારા દ્રાદશ ભાવ પ્રભાવિત થશે.જેના પરિણામસ્વરૂપ તમારા ખર્ચમાં વધારે થવાની સંભાવના છે.તમે ધાર્મિક અને સારા કામોમાં ખર્ચ કરશો.આનાથી તમને સમાજ માં માં સમ્માન મળશે અને તમે સંતુષ્ટિ ભરેલું જીવન જીવશો કારણકે તમારા ખર્ચ નકામી વસ્તુઓ ઉપર નહિ થાય પરંતુ આનાથી તમારી ઉપર આર્થિક બોજ વધી શકે છે કારણકે ખર્ચ વધી શકે છે.ગુરુ ને વૃદ્ધિ કારક ગ્રહ હોવાના કારણે ખર્ચ ને વધારા તરફ લઈને જશે.આ સ્થિત ગુરુ મહારાજ પોતાની પંચમ દ્રષ્ટિ થી તમારા છથા ભાવને અને સપ્તમ દ્રષ્ટિ થી તમારા છથા ભાવને અને નવમ દ્રષ્ટિ થી તમારા આઠમા ભાવને જોશે.ગુરુ ની દ્રષ્ટિ ચોથા ભાવ ઉપર હોવાથી તમે તમારી સુખ પ્રાપ્તિ માટે ખર્ચ કરશો અને એ ખર્ચો ને કાર્ય પછીતમને સંતુષ્ટિ અને સુખ પ્રાપ્તિ થશે.ઘરેલુ ખર્ચા માં વધારો થવાના યોગ બનશે.માતાજીના આરોગ્યમાં સુધારો આવશે અને ગુરુ મહારાજ ની કૃપાથી એમની અંદર ધાર્મિક પ્રવૃત્તિ નો વધારો થશે છતાં ઘરમાં પણ શુભ કામો થશે જેનાથી ઘરનો માહોલ પણ ભક્તિપૂર્ણ અને ધાર્મિક થઇ શકે છે.તમે ઘર ની જરૂરત ઉપર ધ્યાન આપશો અને એને પુરા કરશો. .... વિસ્તારપૂર્વક વાંચો અને જાણો ઉપાય

ઉપાય:

તમારે ગુરુ મહારાજ ની કૃપા મેળવા માટે વિદ્યાર્થીઓ અથવા બ્રાહ્મણો ને ગુરુવાર ના દિવસે પઠન-પાઠન ની વસ્તુઓ દાન આપવી જોઈએ.

કર્ક રાશિ

દેવ ગુરુ ગુરુ નો આ વૃષભ રાશિમાં થવાવાળો ગોચર તમારી કર્ક રાશિ માંથી એકાદશ ભાવમાં થવા જઈ રહ્યો છે.દેવ ગુરુ ગુરુ તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ ગ્રહ છે.આ તામારા છઠ્ઠું ભાવ ના સ્વામી હોવાના સાથે સાથે તમારું નસીબ સ્નાન એટલે કે નવમ ભાવના સ્વામી પણ છે અને નવમ ભાવના સ્વામીના એકાદશ ભાવમાં જવાથી તમારું નસીબ વૃદ્ધિ કરવાવાળું સાબિત થશે.દેવ ગુરુ ગુરુ ના આ ગોચર ના પરિણામસ્વરૂપ તમારી મહત્વકાંક્ષાઓ માં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થશે.તમારી વેવસાયિક યોજનાઓ સફળ થશે.જો ઉચ્ચ શિક્ષણ લેવાની ઈચ્છા રાખો છો તો એમાં આવી રહેલી બાધાઓ માં કમી આવશે અને તમને સારી શિક્ષા મળવાના મોકા મળશે.દેવ ગુરુ ગુરુ તમારા જીવનના અલગ અલગ ક્ષેત્ર માં સારા પરિણામ આપશે.તમારી આવક માં વધારો જોવા મળશે. ….. વિસ્તારપૂર્વક વાંચો અને જાણો ઉપાય

ઉપાય:

તમારા સારી ગુણવતા વાળા પુખરાજ પથ્થર સોનાની વીંટી માં બનાવીને શુક્લ પક્ષ ના ગુરુવાર ના દિવસે તમારી તર્જની આંગળીમાં પહેરવી જોઈએ.

સિંહ રાશિ

દેવ ગુરુ ગુરુ સિંહ રાશિના લોકો માટે પંચમ ભાવ અને અષ્ટમ ભાવ નો સ્વામી છે.ત્રિકોણ ભાવના સ્વામી હોવાના કારણે આ તમારા માટે એક શુભ ગ્રહ છે અને તમારી રાશિ સ્વામી સૂર્ય દેવ નો ખાસ મિત્ર પણ છે એટલા માટે દેવ ગુરુ ગુરુ નો આ ગોચર તમારા માટે ખાસ પરિણામ દેવવાળો સાબિત થઇ શકે છે.ગુરુ મહારાજ નો આ ગોચર તમારી રાશિ થી દસમ ભાવમાં હશે.આ ગોચર ના પ્રભાવ થી તમે તમારી બુદ્ધિ નો ઉપયોગ કરીને તમારા કાર્યક્ષેત્ર માં અનુકુળ પરિણામ મેળવાનો પ્રયાસ કરશો.અષ્ટમ ભાવના સ્વામીના દસમ ભાવમાં જવુંકાર્યક્ષેત્ર માં ઉથલ પુથલ ના સંકેત આપે છે.આ દરમિયાન તમે નોકરીમાં બદલાવ કરવા માટે પણ વિચાર કરી શકો છો.જો પહેલાથીજ તમે આવેદન કરેલું છે તો આ ગોચર સમયગાળા માં તમને એક બીજી નોકરી મળવાના પ્રબળ યોગ છે.આ ગોચર તમને એ સમજાવે છે કે તમારે તમારા કાર્યક્ષેત્ર માં કોઈપણ પ્રકારના અભિમાન થી કે બીજા ને નીચા દેખાડવાની પ્રવૃત્તિ થી બચવું પડશે,નહિ તો તમે મુસીબત માં આવી શકો છો.તમારો અનુભવ બહુ સારો છે અને લોકો તમારા વખાણ પણ કરશે પરંતુ તમારે આ વાત ને લઈને અભિમાન થી બચવું જોઈએ.તમારા વરિષ્ઠ અધિકારીઓ ને સમ્માન આપો અને કાર્યક્ષેત્ર માં એક સારું વાતાવરણ તૈયાર કરો જેનાથી તમને નોકરીમાં પણ આસાની થશે..... વિસ્તારપૂર્વક વાંચો અને જાણો ઉપાય

ઉપાય:

તમારે ગુરુવાર ના દિવસ થી ચાલુ કરીને દેવ ગુરુ ગુરુ ના મંત્ર ઓમ બૃહસ્પતેય નમઃ નો જાપ કરવો જોઈએ.

કન્યા રાશિ

દેવ ગુરુ ગુરુ નો ગોચર કન્યા રાશિમાંથી નવમા ભાવમાં થવા જઈ રહ્યો છે.તમારી રાશિ માટે આ તમારા ચોથો ભાવ એટલે કે સુખ ભાવ અને સપ્તમ ભાવ એટલે કે વેપાર અને ભાગીદારી નો ભાવ સ્વામી થઈને નવમ ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.આ ગોચર ઘણી રીતે તમારા માટે બહુ અનુકુળ રહેશે અને ઘણા મામલો માં તમારે ચુનોતીઓ નો સામનો પણ કરવો પડી શકે છે.દેવ ગુરુ ગુરુ નવમ ભાવમાં જવું ધર્મ-કર્મ ના વિષય માં તમે વધારો કરશો.તમે પરિવાર સાથે તીર્થસ્થળ પર જવાનું પસંદ કરશો.મંદિરો અને તીર્થસ્થળ ના દર્શન કરવા તમને સુખ અને શાંતિ આપશે.આ દરમિયાન મોટી મિલકત ખરીદવાના યોગ પણ બની રહ્યા છે.ખાલી આટલુંજ નહિ જો તમે કોઈ મોટી ગાડી ખરીદવા માંગો છો તો એ પણ ખરીદી શકો છો.તમારા વિદેશ યાત્રા ના યોગ બનશે.જો તમે પેહલાથી વિઝા ની તૈયારી કરી ચુક્યા છો તો તમને વિઝા પણ મળી જશે.ઉચ્ચ શિક્ષણ માટે આ ગોચર અનુકુળ રહેશે.તમને તમારા પ્રયાસો માં સફળતા મળશે.તમે તમારા જીવનસાથી સાથે મળીને યાત્રાઓ કરશો.લાંબી યાત્રાઓ ની વચ્ચે તમારો પ્યાર વધશે..... વિસ્તારપૂર્વક વાંચો અને જાણો ઉપાય

ઉપાય:

તમારે ગુરુવાર ના દિવસ થી ચાલુ કરીને શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોત નો નિયમિત પાઠ કરવો જોઈએ.

તુલા રાશિ

દેવ ગુરુ ગુરુ તમારી તુલા રાશિમાં અષ્ટમ ભાવમાં વૃષભ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે.તમારી રાશિ માટે આ ત્રીજા ભાવ અને છથા ભાવના સ્વામી થઈને અકારક ગ્રહ છે અને શુક્ર ની રાશિમાં વધારે અનુકુળ નથી માનવામાં આવતો.ઉપર થી આમનો ગોચર અશુભ ભાવમાં હોવાના કારણે આ ગોચર તમારા માટે સાવધાની વાળો રેહવાની સંભાવના રહેશે એટલા માટે તમારે તમારી ગતિવિધિઓ ને નિયંત્રણ માં રાખીને આગળ વધવાનો પ્રયાસ કરવો જોઈએ.અષ્ટમ ભાવમાં હાજર થઈને દેવ ગુરુ ગુરુ તમને ભાઈ-બહેનો સાથે સબંધ માં નિરાશા આપી શકે છે.કાર્યક્ષેત્ર માં તમારા સહકર્મીઓ સાથે તમારા વિવાદ થઇ શકે છે.એમની સાથે કરેલી વાત તમારા માટે પરેશાની નું કારણ બની શકે છે.તમે ભલે પ્રયન્ત કરી રહ્યા હોય પરંતુ આ સમયે દેણું વધવાની સંભાવના રહેશે.પ્રયત્ન એજ કરો કે કોઈપણ પ્રકાર ની ઉધારી નહિ કરો,નહિ તો તમારે લાંબા સમય સુધી ભરવા પડશે.આર્થિક રીતે આ ગોચર થોડો કમજોર રહી શકે છે અને તમારે આર્થિક ચુનોતીઓ નો સામનો કરવો પડી શકે છે.ખર્ચો માં વધારો રહેશે.હા તમે એક લાભ જરૂર થશે કે તમે ધાર્મિક રીતે ઉન્નતીવાન બનશો.તમારી રુચિ જ્યોતિષ,અજ્ઞાત અને ધર્મો ના વિષય માં વધશે.તમે પઠન-પાઠન ના કામોમાં સારી સફળતા મેળવી શકો છો.અષ્ટમ ભાવ થી દેવ ગુરુ ગુરુ તમારા દ્રાદશ ભાવ,તમારા બીજા ભાવ અને ચોથા ભાવ ઉપર નજર રાખશે.દ્રાદશ ભાવ પર દેવ ગુરુ ગુરુ ની દ્રષ્ટિ ના કારણે તમારી બહાર જવાની સંભાવના વધી શકે છે.પરંતુ આમાં ઘણો ખર્ચ પણ તમારે કરવો પડશે પરંતુ બહાર જવામાં તમે સફળ થશો.તમારા ખર્ચા તાઓ વધશેજ આ દરમિયાન તમારે આરોગ્ય સમસ્યા નો સામનો પણ કરવો પડી શકે છે.તમને ગળા માં સમસ્યા થઇ શકે છે અથવા પેટ સાથે જોડાયેલી સમસ્યા જેમ કે લિવર અને ચયાપચય જેવી સમસ્યા પરેસાનકારી શકે છે.ગુરુ મહારાજ ની દ્રષ્ટિ તમારા બીજા ભાવ ઉપર હોવાથી અચાનક થી ધન લાભ થવાના યોગ બની શકે છે.વાદ-વિવાદ અને કોર્ટ અથવા કચેરી ના મામલો માં તમને ધન પ્રાપ્તિ નો યાગ બની શકે છે. ... વિસ્તારપૂર્વક વાંચો અને જાણો ઉપાય

ઉપાય:

તમારે ગુરુવાર ના દિવસે કાચા બટાકા,ચણા ની દાળ,દેશી ઘી,કપુર અને હળદર નું દાન કોઈ ગૌશાળા માં કરવું જોઈએ.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ વાળા માટે ગુરુ નો ગોચર સપ્તમ ભાવમાં થવા જઈ રહ્યો છે.તમારી રાશિના સ્વામી મંગળ માટે દેવ ગુરુ ગુરુ મિત્ર ની ભૂમિકા માં છે પરંતુ એ શુક્ર ની રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે.ગુરુ તમારા માટે બીજા અને પાંચમા ભાવ નો સ્વામી છે છતાં પંચમ ભાવના સ્વામી થઈને સપ્તમ ભાવમાં જઈને કેદ્ર-ત્રિકોણ નો સબંધ બનાવશે જે તમારા માટે રાજયોગ પરિણામ આપી શકે છે.દેવ ગુરુ ગુરુ ના સાતમા ભાવમાં જઈને બિરાજમાન થવાથી તમારા વેપાર માં વધારાના સ્પષ્ટ સંકેત મળે છે.જો પેહલાથી તમારા વેપાર માં કોઈ સમસ્યા ચાલી રહી છે તો હવે એ ઓછી થઇ જશે.એક સ્થિરતા નો ભાવ રહેશે જે તમારા વેપાર ને ગતિશીલતા પ્રદાન કરશે.તમે તમારા થોડા પૈસા પણ વેપાર માં લગાડી શકો છો જેનાથી વેપાર ને નવી દિશા મળશે.કોઈ નવા અને અનુભવી વ્યક્તિ સાથે મળીને અને પોતાની સાથે શામિલ કરીને એની સાથે કામ કરીને તમારા વેપાર માં ઉન્નતિ નો યોગ બનશે.તમને તમારા બાળક પાસેથી સુખ ની પ્રાપ્તિ થશે.પ્રેમ સબંધો માં વધારો થશે.પ્રેમ લગ્ન ના પ્રબળ યોગ બનશે અને તમે તમારી વૃદ્ધિ નો ઉપયોગ કરીને પોતાના વેપાર ના ઉન્નતિ ના રસ્તે લઇ જશો.જીવનસાથી સાથે સબંધ માં શુદ્ધતા આવશે અને તમારા સબંધો ખુબસુરત તરીકે થી વ્યતીત થવા લાગશે.અહીંયા સ્થિત ગુરુ તમારા એકાદશ ભાવ,તમારો પેહલો ભાવ અને તમારા બીજા ભાવને જોશે. .... વિસ્તારપૂર્વક વાંચો અને જાણો ઉપાય

ઉપાય:

તમારે સારી ગુણવતા વાળો પુખરાજ પથ્થર પેહરવો જોઈએ.

ધનુ રાશિ

ગુરુ ગુરુ તમારી ધનુ રાશિના સ્વામી ગ્રહ હોવાની સાથે સાથે તમારા ચતુર્થ ભાવનો સ્વામી પણ છે.ગુરુ નો ગોચર 2024 તમારી રાશિ માંથી છથા ભાવમાં થવા જઈ રહ્યો છે.અહીંયા સ્થિત થઈને દેવ ગુરુ ગુરુ તમારા ખર્ચા માં વધારાનો સંકેત આપી રહ્યો છે.તમારે તમારા આરોગ્ય પ્રત્ય સાવધાની રાખવી પડશે કારણકે આ દરમિયાન તમારા બીમાર થવાના યોગ બની રહ્યા છે.રાશિ સ્વામીના છથા ભાવમાં જવું કોર્ટ અને કચેરી ના મામલો માં વ્યસ્તતા દેખાડે છે.આવા કોઈ મામલા સાથે તમે પેહલાથી જ જોડાયેલા છો તો આ સમયે તમારે વધારે ધ્યાન આપવાની જરૂરત છે અને એની ઉપર પૈસા પણ ખર્ચ કરવા પડશે.તમે કોઈ બેંક માંથી લોન લેવા માંગો છો તો આ સમયે તમને લોન મળી શકે છે.ગુરુ તમારી નોકરી માં સારી સ્થિતિઓ ને નિર્મિત કરશે પરંતુ વિરોધીઓ ને લઈને તમેથોડા પરેશાન રહી શકો છો અને તમારે નિરંતર પ્રયાસ કરવા પડશે કે પોતાના વિરોધીઓ થી બે કદમ આગળ વિચારી શકો.છથા ભાવમાં સ્થિત થઈને દેવ ગુરુ ગુરુ પોતાની પંચમ દ્રષ્ટિ થી તમારા દસમ ભાવને અને સપ્તમ દ્રષ્ટિ થી તમારા દદાસ ભાવને અને નવમ દ્રષ્ટિ થી તમારા બીજા ભાવને જોશે..... વિસ્તારપૂર્વક વાંચો અને જાણો ઉપાય

ઉપાય:

તમારે ગુરુના મંત્ર ઓમ ગુ ગુરુવે નમઃ નો દરરોજ 108 વાર જાપ કરો.

મકર રાશિ

મકર રાશિ માટે દેવ ગુરુ ગુરુ ત્રીજા અને દ્રાદશ ભાવનો સ્વામી થઈને કારક ગ્રહ બને છે.વર્તમાન ગોચર માં એ તમારા પંચમ ભાવમાં પ્રવેશ કરશે.દેવ ગુરુ ગુરુ ના આ ગોચર ના પરિણામ સ્વરૂપ તમને શિક્ષણ માં ઉત્તમ પરિણામો મળશે.તમારી અંદર સાચા વિચારો નો જન્મ થશે.ધર્મ-કર્મ,અધિયતમાં અને ચિંતન છતાં સામાજિક રીતે ઉત્તમ વિચારો નો જન્મ તમારી અંદર થશે જેનાથી તમે તમારી અંદર કરેલા ખોટા કામો માં ગ્લાનિ પણ થશે અને તમે એનો અફસોસ કરવાનું પસંદ કરશો.તમારા મન,મગજ અને માથા ના જ્ઞાન નો વિસ્તાર થશે.સારા લોકો સાથે તમારી વાતચીત થશે અને એનાથી તમને લાભ પણ થશે.તમને તમારા બાળકો થી સુખ મળશે.તમારા બાળક અજ્ઞાનકરી બનશે અને એનાથી તમને સુખ ની પ્રાપ્તિ થશે.દેવ ગુરુ ગુરુ ના આ ગોચર થી જો તમે શાદીશુદા છો તો તમારા સંતાન પ્રાપ્તિ ના સુખદ સમાચાર મળી શકે છે.સંતાન પ્રાપતિ ની ઈચ્છા પુરી થઇ શકે છે.પ્રેમ સબંધો માં આ ગોચર અનુકુળ પરિણામ આપશે અને તમારા સબંધ ને પરિપક્વ બનાવશે .... વિસ્તારપૂર્વક વાંચો અને જાણો ઉપાય

ઉપાય:

દરરોજ સ્નાન પછી તમારા માથા ઉપર કેસર નો ચાંદલો જરૂર કરો.

કુંભ રાશિ

કુંભ રાશિના લોકો માટે ગુરુ બીજા અને એકાદશ ભાવનો સ્વામી થઈને ધન ભાવનો સ્વામી બને છે અને તમારા માટે બહુ મહત્વપૂર્ણ છે કારણકે કુંડળી માં આમની સ્થિતિ તમારી આર્થિક સ્થિરતા માટે મહત્વપૂર્ણ છે.વર્તમાન ગોચર માં દેવ ગુરુ ગુરુ તમારી રાશિમાંથી ચોથા ભાવમાં ગોચર કરશે.વૃષભ રાશિમાં ગુરુ નો આ ગોચર તમારા માટે મધ્યમ રૂપથી ફળદાયક રહેવાનો છે.તમે તમારા ધન નો ઉપયોગ તમારા ઘર ને શણગારવા માટે,ઘરમાં જરૂરી વસ્તુઓ ની પૂરતી માં,પોતાની જીમ્મેદારીઓ ના નિર્વહન માં અને માતાજી ના આરોગ્ય ઉપર કઈ શકો છો.ગુરુ યહ સ્થિત થઈને પંચમ દ્રષ્ટિ માંથી તમારા અષ્ટમ ભાવને અને નવમ દ્રષ્ટિ થી તમારા દ્રદાસ ભાવ ને જોશે..... વિસ્તારપૂર્વક વાંચો અને જાણો ઉપાય

ઉપાય:

તમારે તમારા ખીચામાં એક પીળા કલર નો રૂમાલ રાખવો જોઈએ.

મીન રાશિ

દેવ ગુરુ ગુરુ મીન રાશિનો સ્વામી છે એટલા માટે તમારા માટે બહુ મહત્વપૂર્ણ છે.તમારી રાશિના સ્વામી હોવાની સાથે સાથે આ તમારા કર્મ ભાવ એટલે કે દસમ ભાવ નો સ્વામી પણ છે અને વર્તમાન ગોચર દરમિયાન આ તમારી રાશિ માંથી ત્રીજા ભાવમાં પ્રવેશ કરશે.ત્રીજા ભાવમાં ગુરુ નું બિરાજમાન થવું તમારી અંદર આળસ વધારી શકે છે.તમે કામો ને કાલ પર નાખવાવાળા બની શકો છો અને આનાથી તમે મહત્વપૂર્ણ મોકા તમારા હાથ માંથી ખોઈ શકો છો એટલા માટે તમારે સાવધાન રેહવું પડશે અને કોઈપણ મોકા ને હાથમાંથી જાય નહિ એના માટે કોશિશ કરવી પડશે.મેહનત કરવા ઉપર ધ્યાન દેવાથી સફળતા મળશે.મિત્રો નો સહયોગ તમારા કામમાં રહેશે.વેપાર માં એ લોકો તમારી મદદ કરશે.મિત્રો ની મદદ થી લગ્ન જીવન માં પણ જે સમસ્યા છે એને દૂર કરવાનો મોકો મળશે.નાની યાત્રાઓ થશે.ભાઈ-બહેનના ભરપૂર સહયોગ તમને મળશે.તમે તમારી કઈ રુચિ ને મહત્વ આપશો અને એને નિખારવા ઉપર તમારું ધ્યાન રહેશે.પડોસીઓ સાથે તમારા સબંધ સુધરશે અને સબંધીઓ ને ત્યાં આવવાનું જવાનું થશે. .... વિસ્તારપૂર્વક વાંચો અને જાણો ઉપાય

ઉપાય:

તમારે તમારો રાશિ પથ્થર પીળો પુખરાજ ગુરુવાર ના દિવસે તર્જની આંગળીમાં સોનાની વીંટીમાં પહેરવી જોઈએ.

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો: એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે વર્ષ 2024 તમારા માટે શુભ અને સમૃદ્ધિભર્યું રહે. એસ્ટ્રોસેજ તરફથી નવા વર્ષની શુભેચ્છાઓ!

Talk to Astrologer Chat with Astrologer