દશાફળ દાખલો : જ્યોતિષ શીખો (ભાગ - 20)

ગયી વખતે અમે દશા વિશે જણાવ્યું હતું આજે એક દાખલા થી સમજીએ કે દશા કઈ રીતે જોવાય. ધારો કે દાખલા કુંડળી માં આ જોવું છે કે આ વ્યક્તિ નું વિવાહ ક્યારે થશે.

પહેલા તો આ જોવું પડશે કે લગન થશે કે નહિ. ભાવ કારક લેખ થી અમે જાણીયે છે કે સાતમું ભાવ લગન નું હોય છે. ગ્રહ કારકત્વ વાળા લેખ થી અમે આ પણ જાણીયે છે કે શુક્ર વિવાહ નું કારક ગ્રહ છે. તેથી અમને સાતમું ભાવ, સાતમા ભાવ નો સ્વામી અને શુક્ર ની કુંડળી માં સ્થિતિ જોવી પડશે. જો આ ગ્રહ કુંડળી માં સારી સ્થિતિ માં બેઠેલા છે તો વિવાહ સારા સમયે થશે અને વિવાહિક જીવન સુખમય રહેશે.

આ જાણવા માટે કે લગન ક્યારે થશે અમને એ ગ્રહ શોધવા પડશે જેમની મહાદશા, અંતર્દશા અને પ્રત્યાંતર્દશા માં લગન થયી શકે છે. જે ગ્રહો નું સાતમા ભાવ અને શુક્ર થી સંબંધ હશે તે ગ્રહ પોતાની દશા, અંતર્દશા માં લગન આપશે. સાથેજ જેમ કે ગયા લેખ માં જણાવ્યું હતું કે તે ગ્રહ જે સાતમા ભાવ થી જોડાયેલા ગ્રહો ના નક્ષત્ર માં હોય તે પણ સાતમા ભાવ નું ફળ આપે છે.

આપણી દાખલા કુંડળી માં જોઈએ છે -


સૂર્ય સાતમા ભાવ નો સ્વામી પણ છે અને ત્યાં સ્થિત પણ છે એટલે સાતમા ભાવ નો ફળ દેવા માં તે સૌથી બળવાન છે. સૂર્ય ની સાથે બુધ બેઠું છે અને અમે જાણીયે છે કે બુધ, રાહુ અને કેતુ જે ગ્રહો સાથે બેઠેલા હોય છે તેમનું ફળ આપે છે. આના લીધે બુધ પણ સાતમા ભાવ નું ફળ દેવા માં બળવાન છે. રાહુ વિવાહ ના કારક શુક્ર સાથે બેસેલો છે તેથી તે પણ સાતમા ભાવ નું ફળ એટલે કે વિવાહ આપી શકે છે. તે ગ્રહ જે સૂર્ય, બુધ અને રાહુ ના નક્ષત્ર માં હોય તો તે પણ સાતમા ભાવ નું ફળ આપવા માં સક્ષમ હશે.એટલે જયારે પણ લગન ની વાય ની આજુ બાજુ સૂર્ય, બુધ, રાહુ અને તેમના નક્ષત્ર માં સ્થિત ગ્રહો ની મહાદશા, અંતર્દશા, પ્રત્યાંતર્દશા વગેરે આવશે ત્યારે લગન થશે.

Talk to Astrologer Chat with Astrologer