Learn Astrology in Gujarati : Nature and Factor - સ્વભાવ અને કારકત્વ (ભાગ - બે): જ્યોતિષ શીખો (ભાગ - 4)

નમસ્કાર. જ્યોતિષ શીખોન કોર્સ માં ફરી થી તમારો સ્વાગત છે. સૂર્ય અને ચંદ્ર પછી ના બીજા ગ્રહો ને આ લેખ માં સમજીયે છે.

ક્રૂર, આક્રામક, પુરુષ, ક્ષત્રિય, પાપ, તમોગુણી, અગ્નિતત્વ, પિત્ત પ્રકૃતિ વગેરે મંગલ ના સ્વભાવ છે.

લાલ રંગ, ભાઈ બહેન, યુદ્ધ, હથિયાર, ચોર, ઘાવ, રક્ત, માંસપેશી, ઓપરેશન(સર્જરી) વગેરે નું કારક મંગલ છે.

મંગલ ખરાબ હશે તો મંગલ ના કારકત્વ ને નુકસાન પહુંચશે. જેમ કે ચોરીઓ વધારે થશે, વારંવાર ઇજા થશે વગેરે.

નપુંસક, વૈશ્ય જાતિ, રજો ગુણી, ત્રિદોષ (વાત, પિત્ત, કફ) પ્રકૃતિ બુધ નો સ્વભાવ છે.

લીલું રંગ, મામા, ગણિત, વેપાર, બોલવું વગેરે બુધ નું કારક છે.

બુધ સારું હશે તો વ્યક્તિ ની ગણિત ની સમાજ સારી હશે. આના થી વિરુદ્ધ બુધ ખરાબ હશે તો ગણિત સમજવા માં મુશ્કેલી થાય છે અને આવા માં સારું હોય છે કે વિજ્ઞાન ની જગ્યા કળા ની શિક્ષા ગ્રહણ કરાય.

જાડું શરીર, પુરુષ, બ્રાહ્મણ, સૌમ્ય, સત્વગુણી, કફ પ્રકૃતિ ગુરુ ની સ્વભાવ છે.

પીળો રંગ, વેદ, ધર્મ, ભક્તિ, સ્વર્ણ, જ્ઞાની, ગુરુ, ચરબી, કફ, વિદ્યા, પુત્ર, પૌત્ર, વિવાહ વગેરે ગુરુ નું પ્રતિનિધિત્વ કરે છે.

સુંદર શરીર, સ્ત્રી, બ્રાહ્મણ, સૌમ્ય, કફ પ્રકૃતિ શુક્ર નો સ્વભાવ છે.

સફેદ રંગ, સુંદર વસ્ત્રો, સુંદરતા, પત્ની, પ્રેમ સંબંધ, વીર્ય, કામ-શક્તિ, વૈવાહિક સુખ, કાવ્ય, સ્ત્રી નો પ્રતિનિધિ શુક્ર છે.

શુક્ર ના કારકત્વ ને જોતા આ સમજવું મુશ્કેલ નથી કે શુક્ર નું કુંડળી માં સારું હોવું વૈવાહિક જીવન માટે ઉત્તમ છે.

દબાયેલી આંખો, પાતળું શરીર, ક્રૂર, નપુંસક, શુદ્ર વર્ણ, પાપ, તમોગુણી, વાત કફ પ્રકૃતિ શનિ ની છે.

કાળો રંગ, કાકા, સેવક (નોકર), આયુ (ઉમર), વૈરાગ્ય વગેરે નું પ્રતિનિધિ શનિ છે.

શનિ ખરાબ હોય તો નોકરો થી મુશ્કેલીઓ થાય છે. કાકા થી તાણ રહે છે.

પાપ, ચાંડાલ, તમોગુણી, વાત પિત્ત પ્રકૃતિ રાહુ કેતુ નો સ્વભાવ છે.

કાળો ધુમાડા જેવો રંગ, દાદા, દગો, જુગાર સટ્ટો, વિદેશ, સાંપ, વિધવા વગેરે રાહુ ના કારકત્વ છે.

તંત્ર મંત્ર, મોક્ષ, દુર્ઘટના, નાના, ઝગડા, ચોરી, ચર્મ રોગ, કૂતરો, ભૂખ નો પ્રતિનિધિ કેતુ છે.

આ લેખ માં માત્ર આટલુંજ. નમસ્કાર.

Talk to Astrologer Chat with Astrologer