પુષ્ય નક્ષત્ર ભવિષ્યકથન

તમે સ્વભાવથી દયાળુ, કરૂણાસભર અને ખાસ્સા ઉદાર હશો. આ નક્ષત્રના સ્વામી ગુરૂ છે, જેને કારણે તમારી પ્રકૃતિ ગંભીર, સમર્પિત, ઈમાનદાર તથા ઈશ્વરની જેમ સદગુણી હશે. તમારૂં શરીર સ્નાયુબદ્ધ તથા વિશાળ હશે. તમારો ચહેરો ગોળાકાર તથા તેજસ્વી હશે. તમારામાં અહંનો છાંટો ય નહીં હોય. જીવનમાં શાંતિ, આનંદ તથા પરમ સુખ પામવું એ જ તમારો મુખ્ય ધ્યેય હશે. તમે સમર્પિત, વિશ્વાસપાત્ર, સામાજિક, તથા લોકોને તેમના ખરાબ સમયમાં મદદ કરનારા હશો. સ્વાદિષ્ટ ભોજન તમને તરત લાલચમાં નાખી દેશે તથા તમને ભૌતિક જીવનનો આનંદ માણવાનું ગમતું હશે. ખુશામત તમને ખુશ કરી નાખે છે, પણ તમે ટીકાનો સામનો નહીં કરી શકો. આથી, તમે જે કંઈ પણ કરવા માગો છો તે મીઠા શબ્દોથી જ કરવામાં માનો છો. તમને દરેક પ્રકારની સુખ-સગવડો એકઠી કરવી ગમે છે. તમે ઈશ્વરમાં દૃઢ શ્રદ્ધા ધરાવો છો. આ બધા ગુણોને કારણે, જો તમે લોકોમાં અત્યંત લોકપ્રિય હો તો તેમાં આશ્ચર્ય પામવા જેવું કશું જ નથી. તમે સ્વભાવે દયાળુ તથા ધર્મમાં નિષ્ઠા ધરાવનારા છો. વળી, તમને ધાર્મિક યાત્રાઓ પર જવાનું ગમતું હશે. યોગ, તંત્ર-મંત્ર, જ્યોતિષશાસ્ત્ર વગેરેમાં પણ તમને સારો એવો રસ હશે. તમને તમારી માતા તથા તેમનાં જેવી સ્ત્રીઓ પ્રત્યે ખૂબ જ આદરભાવ હશે. તમારી કામ કરવાની શૈલી ખૂબ જ રચનાત્મક છે અને તમે જન્મજાત પ્રતિભાસંપન્ન હશો. તમને જો કોઈ કામ સોંપવામાં આવ્યું હોય, તો એવું સ્પષ્ટપણે કહી શકાય કે એ કામ ચોક્કસપણે પરિપૂર્ણ થશે, કેમ કે તમે બધું જ અત્યંત ઈમાનદારી તથા કુનેહપૂર્વક કરો છો. કામને કારણે તમને અવારનવાર તમારા જીવનસાથી તથા સંતાનોથી દૂર રહેવાનો વારો આવશે. પણ તેને કારણે પરિવાર સાથેના સંબંધોમાં કોઈ જ સમસ્યા આવશે નહીં. વૈભવશાળી જીવન મેળવવા માટે તમે હંમેશા વધારાના પ્રયાસો હાથ ધરશો. તમારૂં વર્તન શાંતિભર્યું તથા ગરિમાપૂર્ણ હશે તથા તેની સાથે અનન્યભાવ પણ તમારામાં હશે. અન્યોના ખરાબ વર્તનના તમે આસાનીથી શિકાર થઈ જશો. તમારા મનમાં શું ચાલી રહ્યું છે, તેંની અભિવ્યક્તિ કરવાનું તમારી માટે ખૂબ જ મુશ્કેલ હશે. તમે ઈશ્વરના ભક્ત છો તથા અન્યોને મદદ કરવા સદા તત્પર રહો છો. લગ્નજીવનમાં પણ તમે તમારા જીવનસાથી સાથે બધી જ વાતો વહેંચવામાં મુશ્કેલી અનુભવશો, જે ક્યારેક તમારી વચ્ચે ગેરસમજ સર્જી શકે છે. આના પરિણામે, તમે તમારી જાતને પ્રચંડ આંતરિક પીડા આપશો.

શિક્ષા ઔર આવક

તમે રંગભૂમિ, કળા તથા લે-વેચને લગતા વેપારમાં સફળ થઈ શકો છો. આની સાથે, ડૅરી, ખેતી, બાગકામ, પશુપાલન, ખાણી-પીણીની ચીજો બનાવવી તથા તેનું વિતરણ કરવું, રાજકારણ, સંસદ, વિધાનસભા, ધર્મોપદેશક, સલાહકાર, માનસશાસ્ત્રી, ધાર્મિક કે સખાવતી સંસ્થાના સ્વયંસેવક, શિક્ષક, ટ્રેનર, બાળ સંભાળ, ઘરનું બાંધકામ તથા ટાઉનશિપ કે સોસાયટીનું બાંધકામ, ધાર્મિક અથવા સામાજિક કાર્યક્રમોનું સંચાલન, શૅરબજાર, આર્થિક લેવડદેવડ, પાણીને લગતાં કાર્યો, સમાજસેવા, માલની હેરફેર, તથા તેને લગતા અન્ય સખત મહેનત માગી લેતાં કાર્યો પણ તમારી માટે સારાં પુરવાર થઈ શકે છે.

પારિવારિક જીવન

તમને તમારા જીવનસાથી તથા સંતાનો સાથે જીવવાનું ગમશે. પણ, નોકરી કે ધંધાના કારણોસર તમારે તેમનાથી દૂર રહેવું પડી શકે છે. આને કારણ તમારૂં પારિવારિક જીવન થોડી મુશ્કેલીભર્યું રહી શકે છે. આમ છતાં, તમારા જીવનસાથી ખૂબ જ સમર્પિત હોવાને કારણે તમારી ગેરહાજરીમાં તેઓ પરિવારની સારી રીતે કાળજી લેશે. 33 વર્ષ સુધીના સમયગાળામાં તમારા જીવનમાં કેટલાક સંઘર્ષો જોવાય છે, પણ ત્યારબાદ, તમે દરેક દિશામાં વિકસશો-પ્રગતિ કરશો.

Talk to Astrologer Chat with Astrologer