શુક્ર નું મીન રાશિ માં ગોચર આપશે ઉચ્ચ રાશિ ના પ્રભાવ (3 ફેબ્રુઆરી, 2020)

મેષ રાશિ

તમારા માટે શુક્ર બીજા અને સાતમા ભાવ નો સ્વામી છે અને આ ગોચર દરમિયાન તે તમારા બારમા ભાવ માં વિરાજમાન રહેશે. આના પરિણામસ્વરૂપ તમારા ખર્ચ વધશે, જેનું પ્રભાવ તમારી નાણાકીય સ્થિતિ ઉપર પડશે, પરંતુ આ ખર્ચ તમારી સુખ સુવિધાઓ ને વધારનાર હશે અને તમને ખુશી આપશે, જેથી તમે સરળતા થી આ ખર્ચ નું વાહન કરી શકશો. તમારી આવક પણ વધશે તમારા વેપાર માં વિદેશી સંપર્કો થી યમને લાભ મળશે અને ધન નિવેશ માટે પણ આ સમય ઘણું ઉન્નતિદાયક રહેશે. તમારે વ્યસનો થી બચવા નું પ્રયાસ કરવું જોઈએ. અમુક લોકો ને વેપાર ની બાબત માં વિદેશ જવા ની તક મળી શકે છે. આના થી અલગ અમુક એવા લોકો જેમનું વિવાહ થવા નું છે, તેમના વૈવાહ પછી વિદેશ જવાની તક મળશે. આ દરમિયાન તમારે આરોગ્ય નું ધ્યાન રાખવું હશે કેમકે વ્યસ્ત દિનચર્યા અને અનિયમિત ખોરાક ના લીધે તમને આરોગ્ય કષ્ટ હોઈ શકે છે. આ સમય ધન નિવેશ માટે અનુકૂળ રહેશે.

ઉપાય: દરેક શુક્રવારે કોઈ ધાર્મિક સ્થાન પર મિશ્રી નું દાન કરો.

મેષ સાપ્તાહિક રાશિફળ

વૃષભ રાશિ

શુક્ર દેવ તમારી રાશિ ના સ્વામી છે એટલે કે તમારા પહેલા ભાવ ના સ્વામી હોવા ની સાથે તમારા છઠ્ઠા ભાવ ના સ્વામી પણ છે. મીન રાશિ માં શુક્રદેવ નું ગોચર તમારા અગિયારમા ભાવ માં થશે, જેના લીધે તમારી આવક માં જબરદસ્ત વધારો થશે. તમારી ઈચ્છાઓ પુરી થશે અને તમને ખુશી મળશે. આરોગ્ય માં સુધાર થશે અને જૂની બીમારી થી મુક્તિ મળશે. આ દરમિયાન તમારા મિત્રમંડળ માં વધારો થશે. પ્રેમ સંબંધો માટે આ ગોચર ઘણું અનુકૂળ રહેશે અને પ્રેમ જીવન માં પ્રેમ નો વરસાદ થશે. તમે પોતાના પ્રિયતમ ની સાથે સારા ક્ષણો પસાર કરશો અને તમને ખુશી ની અનુભૂતિ થશે. તમારી શકિશાન માં વધારો થશે અને નોકરિયાત ક્ષેત્ર માં પણ આ સમય તમને સારા પરિણામ મળશે. વેપાર માં લાભ થવા થી તમે આ સમય ઘણા પ્રસન્ન થશો.

ઉપાય: તમારે શુક્રવાર ના દિવસે એરંડ મૂળ ધારણ કરવું જોઈએ.

વૃષભ સાપ્તાહિક રાશિફળ

મિથુન રાશિ

મિથુન રાશિ ના સ્વામી બુધ ગ્રહ શુક્ર ના પરમ મિત્ર છે. તમારી રાશિ માટે શુક્ર દેવ પાંચમા અને બારમા ભાવ ના સ્વામી છે અને આ ગોચર અવધિ માં દસમા ભાવ માં પ્રવેશ કરશે. આ ગોચર ના પ્રભાવ થી તમારા પરિવાર માં સુખ શાંતિ ની બહાર રહેશે. પરિવાર માં ખુશીઓ આવશે. પરિવાર ના લોકો કોઈ નવું વાહન ખરીદવા નું વિચાર કરશે, જેમાં તેમને સફળતા મળશે. લોકો ની વચ્ચે પ્રેમ વધશે. જો કાર્યક્ષેત્ર ની વાત કરીએ તો તેમાં તમને સારા પરિણામ મળશે, પરંતુ તમે વધારે પડતા આત્મ વિશ્વાસ ના ભોગ બની શકો છો, જેના લીધે તમારું કામ બગડી શકે છે, તેથી આના થી બચવા નું પ્રયાસ કરો. તમારી વાણી માં મીઠાસ વધશે અને લોકો તમારા પ્રતિ આકર્ષિત થશે, જેથી તમારું રુઆબ વધશે. પોતાની વિદ્યા ના દમ પર તમે પોતાના કાર્યક્ષેત્ર માં સારું પ્રદર્શન કરશો અને આ બાબત માં તમારી ઘણી યાત્રાઓ પામ ફાયદાકારક રહેશે. નકામી વાતો થી પોતાનું મન દૂર રાખો નહીંતર કામ માં સમસ્યા નું સામનો કરવો પડી શકે છે.

ઉપાય: શ્રી દુર્ગા સપ્તશતી નું નિયમિત પાઠ કરો.

મિથુન સાપ્તાહિક રાશિફળ

કર્ક રાશિ

તમારી રાશિ માટે શુક્રદેવ ચોથા અને અગિયારમા ભાવ ના સ્વામી હોઈ આ ગોચર દરમિયાન તમારા નવમાં ભાવ માં પ્રવેશ કરશે. આ ગોચર ના પરિણામસ્વરૂપ તમારે લાંબી યાત્રાઓ પર જવા ની તક મળશે. આ યાત્રાઓ તમારા સુખ અને આનંદ માં વધારો કરશે. તમે પરિવાર ના લોકો ની સાથે અથવા ઓફિસ ના સહકર્મીઓ ની સાથે કોઈ પીકનીક પર સારા રમણીક સ્થાન પર ફરવા જાયી શકો છો. તમારા માન સમ્માન માં વધારો થશે. તમારી આવક પણ વધશે અને લોકો ની વચ્ચે તમારી ચર્ચા વધશે. અમુક લોકો ને આ દરમિયાન સુદૂર સ્થાન ઉપર જયી પ્રોપર્ટી નું લાભ મળશે, એટલે કે તમે પોતાના જન્મ સ્થાન થી દૂર પ્રોપર્ટી બનાવી શકશો. આના સિવાય વેપાર ની બાબત માં તમને જબરદસ્ત લાભ થવા ના યોગ પણ બનશે.

ઉપાય: શુક્રવારે ખાંડ દાન માં આપો.

કર્ક સાપ્તાહિક રાશિફળ

સિંહ રાશિ

તમારી રાશિ માટે શુક્ર ત્રીજા અને દસમા ભાવ ના સ્વામી છે અને મીન રાશિ માં ગોચર કરતા તે તમારા આઠમા ભાવ માં પ્રવેશ કરશે, જેના લીધે તમે કાર્યક્ષેત્ર માં વધઘટ નું સામનો કરવો પડી શકે છે. તમને પોતાની સાથે કામ કરવા વાળા લોકો સાથે સારું વર્તન કરવું હશે, નહીંતર તમને પોતાના પદ થી વિમુક્ત કરી શકાય છે. આ દરમિયાન અનિચ્છીત ટ્રાન્સફર ના યોગ પણ બની રહ્યા છે. ગુપ્ત સુખો ભોગવવા ની લાલસા જાગશે, જેના લીધે તમે ઘણું ધન પણ ખર્ચ કરશો. જોકે માર્યાદિત આચરણ કરવુંજ સારું રહેશે. ભાઈ બહેનો ને અમુક સમસ્યાઓ નું સામનો કરવો પડી શકે છે અને યાત્રાઓ માં નકામું તણાવ અને ખર્ચ તમને હેરાન કરશે. પોતાના આરોગ્ય નું વિશેષ ધ્યાન તમારે આ સમય રાખવું જોઈએ.

ઉપાય: તમારે શુક્રવારે ગાય માતા ને બાંધેલું લોટ પોતાના હાથે ખવડાવું જોઈએ.

સિંહ સાપ્તાહિક રાશિફળ

કન્યા રાશિ

કન્યા રાશિ ના જાતકો માટે શુક્રદેવ તમારા બીજા અને નવમાં ભાવ ના સ્વામી હોવા ની સાથે આ અવધિ માં તમારા સાતમા ભાવ માં પ્રવેશ કરશે. આ ગોચર ના પરિણામ સ્વરૂપ તમને દામ્પત્ય જીવન માં ઘણા સુખો નું લાભ મળશે તમે ઉત્તમ દામ્પત્ય જીવન ભોગવશો. તમારું જીવન સાથી તમારા માટે લાભ નું માધ્યમ પણ બનશે અને તમને ઈચ્છીત સુખ પ્રદાન કરશે. તમારા બંને ની વચ્ચે સંબંધો સારા બનશે અને પરિવાર ને આગળ વધારવા ની બાજુ પ્રયાસ કરશો. વેપાર ની બાબત માં આ દરમિયાન જબરદસ્ત લાભ થવા ના યોગ બની રહ્યા છે, તેથી આ તક નું પૂરું લાભ ઉપાડો. યાત્રાઓ થી તમને લાભ મળશે. માન અને સમ્માન માં વધારો થશે અને જાણતા ની નજર માં તમારી છવિ સારી બનશે. પોતાના સંચિત ધન ને વેપાર માં નિવેશ કરી શકો છો. માનસિક રૂપ થી ઘણા મજબૂત રહેશો અને લોકો ના પ્રતિ સ્નેહ ની લાગણી તમારા મન માં રહેશે, જેથી તમે લોકો ના પ્રિય બનશો.

ઉપાય: શુક્રવારે માતા મહાલક્ષ્મી ની ઉપાસના કરવું જોઈએ.

કન્યા સાપ્તાહિક રાશિફળ

તુલા રાશિ

તમારી રાશિ ના સ્વામી શુક્ર દેવ છે. એટલે કે તમારા પ્રથમ ભાવ ની સાથે આઠમા ભાવ ના સ્વામી શુક્ર દેવ પોતાના મીન રાશ ના ગોચર સમય માં તમારા છઠ્ઠા ભાવ માં પ્રવેશ કરશે, જેના લીધે તમારા ખર્ચ માં અચાનક વધારો થશે અને આ તમારા ખિસ્સા ઉપર ભારે પડી શકે છે, તેથી તમને ઘણું સોચી વિચારી ને બજેટ પ્લાન કરવું પડશે. આરોગ્ય ની બાબત માં આ સમય સારું નહિ રહે અને તમને આરોગ્ય નું પૂરું ધ્યાન આપવું હશે કેમકે આ સમય અનિયમિત દિનચર્યા અને વ્યર્થ ખોરાક ને લીધે આરોગ્ય સમસ્યાઓ હેરાન કરી શકે છે. આ મુશ્કેલીઓ લાંબા સમય સુધી ચાલી શકે છે. ધન હાનિ થવા ની શક્યતા રહેશે પરંતુ આ દરમિયાન જો કોઈ કારજ છે તો તે ચુકવાયી જશે, જેથી તમે આર્થિક રૂપે નબળા થયી જશો પરંતુ રાહત મળશે. કાર્યક્ષેત્ર માં આ સમયે આંખ અને કાન ખોલી ને પોતાના કામ ઉપર ધ્યાન આપવું હશે ત્યારેજ સારા પરિણામ મળશે. આ સમય ને સારું બનાવવા માટે તમારે સખત મહેનત કરવી હશે.

ઉપાય: તમારે ઉત્તમ ગુણવત્તા નું ઓપલ રત્ન શુક્રવારે ચાંદી ની વીંટી માં અનામિકા આંગળી માં ધારણ કરવું જોઈએ.

તુલા સાપ્તાહિક રાશિફળ

વૃશ્ચિક રાશિ

તમારી રાશિ માટે શુક્રદેવ સાતમા અને બારમા ભાવ ના સ્વામી છે અને ગોચર ની આ અવધિ દરમિયાન તમારા પાંચમા ભાવ માં ગોચર કરશે, જેના લીધે તમારા પ્રેમ સંબંધો માં નિખાર આવશે અને તમારું રપેમ જીવન ઘણી મજબૂતી થી આગળ વધશે. તમારા અને તમારા પ્રિયતમ ની વચ્ચે ગેરસમજ દૂર થશે અને તમે ફરી પ્રેમ સંબંધ માં બંધાયી પોતાના જીવન ને એક સારા માર્ગ ઉપર આગળ વધારશો. આ દરમિયાન તમારા શિક્ષણ માં તમને સારા પરિણામ મળશે અને તમારી ગણતરી વિદ્વાનો માં થશે. તમારી રચનાત્મકતા ના લીધે તમને બધા ની પ્રશંસા મળશે અને તમારું ધન વધશે. એટલે કે પ્રચુર ધન લાભ ના યોગ બનશે. મિત્રો અને વિજાતીય લોકો ની વચ્ચે તમે ઘણા લોકપ્રિય થયી જશો અને તમારા સામાજિક વર્તુળ માં વધારો થશે. આ સમય તમે કોઈ ક્રિએટિવ કામ કરશો, જેથી તમને ખ્યાતિ પણ પ્રપાત થશે. અમુક ભાગ્યશાળી લોકો ને આ દરમિયાન સંતાન પ્રાપ્તિ ના યોગ પણ બનશે. વેપાર ની બાબત માં લાભ પ્રાપ્તિ ની તક તમને જરૂર મળશે.

ઉપાય: શુક્રવારે લવિંગ વાળું પાન માતા મહાલક્ષ્મી ને અર્પિત કરો.

વૃશ્ચિક સાપ્તાહિક રાશિફળ

ધનુ રાશિ

ધનુ રાશિ ના જાતકો માટે શુક્ર મહારાજ છઠ્ઠા ભાવ ની સાથે અગિયારમા ભાવ ના સ્વામી પણ હોય છે અને ગોચર ની આ અવધિ દરમિયાન તે તમારા ચોથા ભાવ માં પ્રવેશ કરશે, જેથી પરિવાર માં ખુશીઓ આવશે. કોઈ સમારોહ અથવા કોઈ ફંક્શન અથવા શુભ કાર્ય તમારા ઘરે સંપન્ન થશે, જેમાં અતિથિઓ ના આગમન થી ઘર માં હર્ષોલ્લાસ નું વાતાવરણ રહેશે. મેહમાનો નું આગમન થશે જેના લીધે પરિવાર માં નવી ચેતના અને લોકો માં એકબીજા ના પ્રતિ સ્નેહ ની લાગણી વધશે. કાર્યક્ષેત્ર માં પણ તમને સારા પરિણામ મળશે. તમારા કામો માં તમને પ્રશંસા મળશે અને તમારી સુખ ભોગવવા ની પ્રવૃત્તિ વધી જશે. તમને ઘણા પ્રકાર ના સુખ મળશે. આ દરમિયાન પરિવાર માં કોઈ નવું વાહન આવી શકે છે અને પોતાના ઘર શણગારવા ઉપર પણ તમે ખાસું ધ્યાન આપશો.

ઉપાય: શુક્રવારે કોઈ મહિલા પૂજારી ને શૃંગાર ની સામગ્રી ભેંટ કરો.

ધનુ સાપ્તાહિક રાશિફળ

મકર રાશિ

તમારી રાશિ માટે શુક્ર દેવ પાંચમા અને દસમા ભાવ ના સ્વામી છે અને આ રીતે તમારા માટે આ એક યોગકારક ગ્રહ છે. ગોચર ની આ અવધિ માં આ તમારા ત્રીજા ભાવ માં પ્રવેશ કરશે, જેના લીધે તમને ઘણી સુખદ યાત્રાઓ ઉપર જવું પડશે. ગોચર ની આ અવધિ માં તમે મોજ મસ્તી ના માટે અથવા મિત્રો ની સાથે ફરવા નું પ્લાન બનાવશો, જેથી તમને ઘણી ખુશી નું અનુભવ થશે અને તમે પોતાને ઉર્જાવાન અનુભવ કરશો. આ દરમિયાન યાત્રાઓ થી તમારા અમુક નવા સંપર્ક વધશે, જે ભવિષ્ય માં તમારા કામ આવશે. પ્રેમ જીવન માં વધારો થશે. જો તમે અત્યાર સુધી સિંગલ છો, તો તમારા જીવન માં કોઈ ખાસ વ્યક્તિ આવી શકે છે, જેથી તમને પ્રેમ થયી જશે. જો તમે પરિણીત છો તો તમારી સંતાન ને આ દરમિયાન પ્રગતિ મળશે. શિક્ષણ ના ક્ષેત્ર માં પણ આ ગોચર ઘણું અનુકૂળ રહેશે. કાર્યસ્થળ પર પોતાના સહક્રમીઓ ની સાથે જો તમે સારું વ્યવહાર બનાવશો તો તમને તેમનું સહયોગ સમય સમય પર મળતું રહેશે અને તમે પ્રગતિ ના માર્ગ પર આગળ વધશો.

ઉપાય: ભગવાન શ્રી ગણેશ જી ની પૂજા કરો અને તેમને દુર્વા ઘાસ ચઢાવો.

મકર સાપ્તાહિક રાશિફળ

કુમ્ભ રાશિ

તમારી રાશિ માટે શુક્ર દેવ તમારા ચોથા અને નવમાં ભાવ ના સ્વામી હોઈ યોગકારક ગ્રહ છે અને આ તમારા બીજા ભાવ માં ગોચર અવધિ દરમિયાન હાજર રહેશે. આ ગોચર ના ફળસ્વરૂપ તમને સારા પરિણામ મળશે. તમે સારા ભોજન નું આનંદ લેશો અને સ્વાદિષ્ટ વ્યંજનો આનંદ ઉપાડશો. કોઈ સુખ શાંતિપૂર્ણ કામ થશે, જેથી ઘર માં રોનક પાછી આવી જશે. આ દરમિયાન ભાગ્ય નું તમને પૂર્ણ સાથ મળશે અને તમારી યોજનો તમને ધન આપશે. ધન સંચિત કરવા માં પણ તમને આ દરમિયાન સફળતા મળશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. આ સમય તમને સામાજિક અને નાણાકીય રૂપે ઘણું સમૃદ્ધ બનાવશે. આના સિવાય પરિવાર ના લોકો થી પણ તમને લાભ થશે અને કોઈ પ્રોપર્ટી અથવા વાહન થી તમને ઉત્તમ પ્રકાર ના લાભ ના યોગ બનશે. આ પ્રકાર આ ગોચર તમારા માટે ઘણું અનુકૂળ સાબિત થશે અને તમારી ભાગ્ય વૃદ્ધિ ની સાથે તમારા માન સમ્માન માં પણ વધારો લાવશે.

ઉપાય: તમારે શુક્રવારે ઘર ની સ્ત્રીઓ ને કોઈ સફેદ મિષ્ઠાન ખવાડવું જોઈએ.

કુમ્ભ સાપ્તાહિક રાશિફળ

મીન રાશિ

તમારી રાશિ માટે શુક્રદેવ ત્રીજા અને આઠમા ભાવ ના સ્વામી છે અને ગોચર ની આ અવધિ માં તમારા પહેલા ભાવ માં વિરાજમાન થશે. આ બંને ભાવો ના સ્વામી હોવા થી તમને શારીરિક રૂપે અમુક મુશ્કેલીઓ નું સામનો કરવો પડશે અને તમને પોતાના આરોગ્ય પ્રતિ સાવચેત રહેવું હશે. ત્યાંજ અચાનક થી ધનલાભ ના યોગ પણ બનશે અને તમારું મન કોઈ પ્રકાર ની શોધ અથવા સંતાયેલી વાતો ને જાણવા નું થશે. તમે પોતાની કોઈ પ્રતિભા ને સમાજ ની સામે લયી ને આવશો, જેથી તમને માન સમ્માન મળશે. આ દરમિયાન તમારા ભાઈ બહેનો થી તમને સારા લાભ મળશે અને તે તમારા દરેક કામ માં તમારું સહયોગ કરશે. દામ્પત્ય જીવન માટે સમય ઘણું અનુકૂળ રહેશે. તમારા અને તમારા જીવન સાથી વચ્ચે પ્રેમ વધશે, જેથી તમને દામ્પત્ય સુખ ની પ્રાપ્તિ થશે અને વેપાર ની બાબત માં પણ લાભ મળશે. આનું સૌથી સારું લાભ આ હશે કે તમારા વ્યક્તિત્વ માં આકર્ષણ વધશે અને લોકો તમારી બાજુ આકર્ષિત થશે, જેથી તમને પોતાની જાત ને તેમની સામે સાબિત કરવા ની તક મળશે.

ઉપાય: તમારે દુર્ગા ચાલીસા નું પાઠ કરવું જોઈએ અને માતા દુર્ગા ને લાલ પુષ્પ અર્પિત કરવા જોઈએ.

મીન સાપ્તાહિક રાશિફળ

રત્ન, રુદ્રાક્ષ સમેત બધા જ્યોતિષીય સમાધાન માટે ક્લિક કરો: એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

राशिफल और ज्योतिष 2020

Talk to Astrologer Chat with Astrologer