રૂટ નંબર કે મુલાંક જાણવા માટે તમારે તમારી જન્મ તારીખ ને એકી સંખ્યા માં ફેરવાની હોય છે.રૂટ નંબર 1 થી 9 ની વચ્ચે કોઈપણ હોઈ શકે છે.ઉદાહરણ તરીકે વાત કરીએ તો તમારો જન્મ કોઈપણ મહિનાની 12 તારીખે થયો છે તો તમારો મુલાંક 1+2 એટલે કે 3 થશે.આ રીતે તમે તમારો મુલાંક જાણી શકો છો અને મુલાંક આધારિત રાશિફળ થી પોતાનું સાપ્તાહિક રાશિફળ જાણી શકો છો.
આજ રીતે કોઈપણ મહિનાની 1 તારીખ થી લઈને 31 તારીખ સુધી જન્મેલા લોકો માટે 1 થી 9 સુધી ના મુલાંક ની ગણતરી કરવામાં આવે છે.આજ રીતે બધાજ લોકો પોતાનો મુલાંક જાણીને એના આધાર પર સાપ્તાહિક રાશિફળ જાણી શકે છે.
વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો પોતાના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકારી
અંક જ્યોતિષ નો અમારા જીવન માં ગહેરો પ્રભાવ પડે છે કારણકે અંકો નો અમારી જાણ તારીખ સાથે સીધો સબંધ હોય છે.જેમકે અમે તમને પહેલાજ જણાવી ચુક્યા છીએ કે કોઈપણ વ્યક્તિ નો મુલાંક એમની જન્મ તારીખ નો એકી સંખ્યા હોય છે.આ અંક અલગ-અલગ ગ્રહોના પ્રભાવ માં આવે છે.
જેમકે અંક 1 પર સુર્ય નું આધિપત્ય હોય છે,2 પર ચંદ્રમા નું,3 પર ગુરુ નું,4 પર રાહુ નું,5 પર બુધ નું,6 પર શુક્ર નું,7 પર કેતુ નું,8 પર શનિ નું અને 9 પર મંગળ નું શાસન હોય છે.આ ગ્રહો ની ચાલ થી વ્યક્તિના જીવનમાં ઘણા ઉતાર-ચડાવ અને પરિવર્તન આવે છે.
हिंदी में पढ़े : राशिफल २०२५
તો ચાલો આગળ વધીએ અને જાણી લઈએ કે મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ (06 જુલાઈ થી 12 જુલાઈ 2025) તમારા માટે શું ભવિષ્યવાણી લઈને આવ્યું છે.
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19, 28 તારીખે થયો છે)
મુલાંક 1 વાળા લોકો સમય ના પાબંદ હોય છે અને એ મુજબ કામ કરવા માટે તત્પર રહે છે.આ લોકો કામમાં બહુ તેજ ગતિથી આગળ વધે છે.એના સિવાય આ લોકો વધારે ખુલ્લા વિચાર વાળા હોય છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારી અને તમારા જીવનસાથી ની વચ્ચે ખુશીઓ માં કમી આવી શકે છે જેનાથી બચવાના કારણે તમારે તાલમેલ બેસાડીને ચાલવાની જરૂરત છે.
શિક્ષણ : આ સમય વિદ્યાર્થી ને અભ્યાસ કરતી વખતે એકાગ્રતા ઓછી થઇ શકે છે જેના કારણે એ શિક્ષણ માં સારું પ્રદશન નહિ કરી શકે.એના કારણે વિદ્યાર્થી પરેશાન રહી શકે છે.
વેવસાયિક જીવન : નોકરિયાત લોકોને મુશ્કિલ સમય ઉપર કામ પુરુ કરવું પડે છે અને એના કારણે એમને કારકિર્દી માં સફળતા નહિ મળવાના સંકેત છે.ત્યાં વેપારીઓ ને નફો કમાવા ના મામલો માં પોતાના વિરોધીઓ પાસેથી અડચણો નો સામનો કરવો પડી શકે છે.
આરોગ્ય : આ અઠવાડિયે તમે ફિટ મહેસુસ નહિ કરો.તમને આ સમયે ચામડી માં ખુજલી થવાની આશંકા છે.એના કારણે તમે પરેશાન રહી શકો છો.
ઉપાય : રવિવાર ના દિવસે સૂર્ય દેવ માટે યજ્ઞ-હવન કરો.
Read in English : Horoscope 2025
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20, 29 તારીખે થયો છે તો)
આ અઠવાડિયે મુલાંક 2 વાળા લોકો ને અલગ અલગ રીત ના ખાવા પીવા અને હરવા-ફરવા માં વધારે રુચિ રહે છે.આ દરમિયાન એમના મુડ માં વારંવાર બદલાવ જોવા મળી શકે છે.
પ્રેમ જીવન : આ સમય ગલતફેમીઓ ના કારણે તમારી અને તમારા પાર્ટનર વચ્ચે દુરીઓ આવી શકે છે અને એના કારણે તમારા બંને ના સબંધ માં ખટાસ આવવાની આશંકા છે.
શિક્ષણ : પ્રોફેશનલ અભ્યાસજેવા કે મેકેનિકલ એન્જીન્યરીંગ અને કેમિકલ એન્જીન્યરીંગ વગેરે માં તમે લક્ષ્ય મુજબ ઉચ્ચ અંક મેળવા માં અસફળ થઇ શકો છો.તમારે અભ્યાસ ઉપર વધારે ધ્યાન દેવાની જરૂરત છે.
વેવસાયિક જીવન : નોકરિયાત લોકોને કામના મામલો માં સામાન્ય સફળતા મળવાના યોગ છે અને એના કારણે તમારા હાથ માંથી નોકરી ના વધારે નવા મોકા છૂટી શકે છે.ત્યાં વેપારીઓ ને પણ વધારે નુકશાન થવાની આશંકા છે.
આરોગ્ય : આ અઠવાડિયે તમારું આરોગ્ય વધારે સારું નથી રહેવાનું,તમારે આ સમયે તેજ તાવ થવાના સંકેત છે.તમારે ઠંડી વસ્તુઓ નું સેવન કરવાથી બચવું જોઈએ.
ઉપાય : તમે નિયમિત રૂપથી 11 વાર “ઓમ ચંદ્રાય નમઃ” મંત્ર નો જાપ કરો.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન ! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21, 30 તારીખે થયો છે)
મુલાંક 3 વાળા લોકો ધાર્મિક પ્રવૃત્તિ વાળા હોય છે.આ લોકો મંદિર માં વધારે સમય પસાર કરે છે અને ભગવાન ના આર્શિવાદ લે છે.આ અઠવાડિયે આ લોકો વધારે વાર મંદિર માં દર્શન કરવા જઈ શકે છે.
પ્રેમ જીવન : તમારી અને તમારા પાર્ટનર ની વચ્ચે શાંતિ ની કમી હોવાના કારણે તમે પોતાના જીવનસાથી ની સાથે સબંધ માં આગળ નહિ વધી શકો.
શિક્ષણ : આ અઠવાડિયે તમે શિક્ષણ માં સારું પ્રદશન કરવા માટે દ્રઢ નિશ્ચયી રેહશો.સંભવ છે કે તમારે પોતાની અપેક્ષા મુજબ વધારે અંક નહિ મળી શકે.પરિણામ તમાંરી અપેક્ષા વિરુદ્ધ થઇ શકે છે.
વેવસાયિક જીવન : નોકરિયાત લોકોને પોતાના કામ ઉપર ધ્યાન દેવા અને સફળતા તરફ આગળ વધવાની જરૂરત છે નહીતો મનપસંદ પરિણામ મેળવા માં પાછળ રહી શકો છો.વેપારીઓ ને પોતાના વિરોધીઓ સાથે કડી ટક્કર મળી શકે છે જેનાથી એને નુકશાન થવાની સંભાવના છે.
આરોગ્ય : આ અઠવાડિયે રોગ પ્રતિરોધક આવડત કમજોર થવાના કારણે તમને બહુ જોર થી તાવ આવવાની સંભાવના છે.તમને કમજોરી આવી શકે છે.
ઉપાય : ગુરુવાર ના દિવસે વૃદ્ધ બ્રાહ્મણ ને અનાજ નું દાન કરો.
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22, 31 તારીખે થયો છે તો)
આ મુલાંક વાળા લોકો પોતાની જીવનશૈલી માં વિવિધતા લાવવા માટે વધારે ઉત્સુક રહે છે અને એના મુજબ કામ કરે છે.એના સિવાય આ લોકો પુર્ણ જીવનશૈલી અપનાવી શકે છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે તમારા પાર્ટનર ની સાથે કોઈ જગ્યા એ બહાર ફરવા જઈ શકો છો જેનાથી તમે તમારા સબંધ માં પોતાના જીવનસાથી ની સાથે વધારે ખુશ મહેસુસ કરશો.તમારું આકર્ષણ વધી શકે છે.
શિક્ષણ : તમે અભ્યાસ માં આગળ વધવામાં સમર્થ રેહશો.તમે આ સમયે શિક્ષણ માં જે ચૂનૌતીપુર્ણ સમસ્યા નો સામનો કરી રહ્યા છો એની સાથે નિપટવા માં સક્ષમ હશો.
વેવસાયિક જીવન : નોકરિયાત લોકો શાનદાર પ્રદશન કરી શકે છે.તમે પોતાના સહકર્મીઓ સાથે આગળ નીકળી શકો છો.જો તમે વેપાર કરો છો તો તમારે બિઝનેસ માટે નવા ઓર્ડર મળવાના સંકેત છે.અને નવો વેપાર પણ ચાલુ કરી શકો છો.
આરોગ્ય : આ અઠવાડિયે તમારું આરોગ્ય સારું રહેવાનું છે.તમારી ઇમ્યુનીટી અને ઇચ્છાશક્તિ મજબુત રેહવાની છે.એનાથી તમે ફિટ રહેવામાં સક્ષમ હશો.
ઉપાય : તમે શનિવાર ના દિવસે રાહુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14, 23 તારીખે થાય છે તો)
મુલાંક 5 વાળા લોકો પોતાના જ્ઞાન ને વધારવા માટે વધારે સમર્પિત રહે છે અને આની ઉપર ટકી રહે છે.આ લોકો સ્વભાવ થી વધારે સંવેદનશિલ હોય શકે છે જે આ લોકો માટે બાધા બની શકે છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે તમારા જીવનસાથી સાથે પોતાના પ્યાર નો ઇજહાર કરવામાં વધારે આનંદિત મહેસુસ કરશે.આના કારણે તમારા બંને ના સબંધ મજબુત હશે અને આપસી સમજણ પણ વધશે.
શિક્ષણ : આ સમય વિદ્યાર્થી શિક્ષણ માં સારું પ્રદશન કરશે.એના સિવાય તમારા માટે પ્રોફેશનલ અભ્યાસ પણ લાભકારી રહેવાનો છે.તમારે આ અઠવાડિયે પ્રતિયોગી પરીક્ષા માં આસાનીથી સફળતા મળી શકે છે.
વેવસાયિક જીવન : નોકરિયાત લોકોને વિદેશ માંથી નવા મોકા મળવાની સંભાવના છે.આ મોકાને મેળવી ને તમે સંતુષ્ટ મહેસુસ કરશો.જો તમે વેવસાય કરો છો તો તમને આ સમયે કોઈ નવા વેવસાયિક મોકા મળી શકે છે જેનાથી તમને સંતુષ્ટિ મહેસુસ થશે.
આરોગ્ય : જોશ અને સાહસ ના કારણે આ અઠવાડિયે તમારું આરોગ્ય સ્વસ્થ રહેવાનું છે.તમને કોઈ મોટી આરોગ્ય સમસ્યા થવાના સંકેત નથી.
ઉપાય : તમે નિયમિત રૂપથી 41 વાર “ઓમ બુધાય નમઃ” મંત્ર નો જાપ કરો.
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15, 24 તારીખે થાય છે તો)
આ મુલાંક વાળા લોકો જીવન પ્રતિ લાપરવાહ હોય શકે છે.એના સિવાય આને અલગ અલગ રીતે સ્વાદિષ્ટ ભોજન નો શોખ હોય છે.આને બીજા ની સાથે હળવા મળવા માં વધારે ખુશી મળે છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે તમારા પાર્ટનર ની સાથે મજબુત સબંધ નો આનંદ લેશો.તમે બંને એકબીજા ની સાથે મળતા જોવા મળશો.
શિક્ષણ : જો તમે પ્રોફેશનલ અભ્યાસ જેવા કે સોફ્ટવેર એન્જીન્યરીંગ,માસ કોમ્યુનિકેશન અને સોફ્ટવેર ટેસ્ટિંગ વેગેર નો અભ્યાસ કર્યો છે તો તમે આ વિષયો માં બહુ આસાનીથી એને વાંચી શકશો.
વેવસાયિક જીવન : નોકરિયાત લોકોને પોતાના પ્રયાસો માં સફળતા મળવાના યોગ છે.વેપારીઓ ને આ અઠવાડિયે પોતાના વેવસાયિક દ્રષ્ટિકોણ ના કારણે ઉચ્ચ સ્તર નો નફો મળવાની સંભાવના છે.
આરોગ્ય : દ્રઢ ઇચ્છાશક્તિ અને સાહસ ના કારણે આ અઠવાડિયું તમારા આરોગ્ય ને સારું રહેવાનું છે.તમને આ સમયે વધારે આનંદ મહેસુસ થશે.
ઉપાય : તમે દરરોજ 33 વાર “ઓમ શુક્રાય નમઃ” મંત્ર નો જાપ કરો.
નિષ્ણાત જ્યોતિષીઓને સવાલ પૂછો અને મેળવો બધીજ સમસ્યા નું સમાધાન
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16, 25 તારીખે થાય છે તો)
મુલાંક 7 વાળા લોકો આ અઠવાડિયે ભગવાન ની ભક્તિ માં વધારે લીન રહી શકે છે અને આમનો દ્રષ્ટિકોણ વધારે દાર્શનિક હોય છે.આના સિવાય આ લોકો પવિત્ર સ્થળ ની યાત્રા કરવા માટે પ્રતિબદ્ધ રહી શકે છે જે આ અઠવાડિયે એમનો લક્ષ્ય હોય શકે છે.
પ્રેમ જીવન : આ સમય તમારી અને તમારા જીવનસાથી ના સબંધ માં ખુશીઓ માં કમી આવવાના સંકેત છે.તમારા બંને ની વચ્ચે આપસી સમજણ ઓછી હોવાના કારણે આવું થઇ શકે છે.
શિક્ષણ : આ અઠવાડિયે વિદ્યાર્થી અભ્યાસ માં બહુ પાછળ રહી શકે છે અને સફળતા મેળવા માં અસમર્થ રહી શકે છે.તમારે અભ્યાસ સાથે સબંધિત જેમકે પ્રતિયોગી પરીક્ષા ને લઇને કોઈપણ મહત્વપુર્ણ નિર્ણય લેવાથી બચવું જોઈએ.
વેવસાયિક જીવન : કારકિર્દી ની વાત કરીએ તો આ સમય કામના દબાવ વધારે રહેવાના કારણે તમારે તમારા કાર્યસ્થળ માં સફળતા મળવાની સંભાવના બહુ ઓછી છે.ત્યાં વેપારી પણ વધારે નફો કમાવા માં અસફળ હોય શકે છે.
આરોગ્ય : આ અઠવાડિયે તમને પાચન ને લગતી સમસ્યા થવાની આશંકા છે.આવી ઇમ્યુનીટી કમજોર હોવાના કારણે આવું થઇ શકે છે.આ રીતે તમારું આરોગ્ય ખરાબ થઇ શકે છે.
ઉપાય : તમે મંગળવાર ના દિવસે ભગવાન ગણેશ માટે યજ્ઞ-હવન કરો.
ઓનલાઇન સોફ્ટવેર થી મફત જન્મ કુંડળી મેળવો
(જો તમારો જન્મ કોઇપણ મહિનાની 8, 17, 26 તારીખે થાય છે તો)
આ મુલાંક વાળા લોકો કામ પ્રતિ પોતાની પ્રતિબદ્ધતા અને જુનુન માટે ઓળખવામાં આવે છે.આ લોકો જે કામ કરે છે,એના માટે પુરી રીતે સમર્પિત રહે છે અને કામમાં ડુબેલા રહે છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે તમારા જીવનસાથી પ્રત્ય પ્રતિબદ્ધ રહી શકો છો.તમે તમારા પાર્ટનર સાથે ઈમાનદાર રહી શકો છો અને તમારા માટે એની સાથે સમય પસાર કરવો બહુ સુખદ રહેશે.
શિક્ષણ : અભ્યાસ ના મામલો માં તમારી યાદશક્તિ સારી રહેશે.એના સિવાય તમારા શિક્ષકો વચ્ચે પણ પણ તમારી છબી સારી બનેલી રહેશે.
વેવસાયિક જીવન : નોકરિયાત લોકોને આ સમય માં વધારે કામનું દબાવ જોવા મળી શકે છે અને આના કારણે કામમાં કાર્યક્ષમતા પ્રભાવિત થઇ શકે છે.તયે વેપારીઓ ને આ સમય સામાન્ય નફા થી સંતુષ્ટ કરવું પડશે.
આરોગ્ય : આ અઠવાડિયે તમારી ઇમ્યુનીટી તમને સારું આરોગ્ય મેળવા અને માનસિક રૂપથી ઉર્જાવાન મહેસુસ કરવામાં મદદ કરી શકો છો.
ઉપાય : તમે શનિવાર ના દિવસે શનિ દેવ માટે યજ્ઞ-હવન કરો.
મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18, 27 તારીખે થાય છે તો)
મુલાંક 9 વાળા લોકો પોતાના જીવનમાં મુલ્યો ને વધારે પ્રાથમિકતા આપી શકે છે.આના સિવાય આ લોકો વધારે સાહસી હોય શકે છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારી અને તમારા જીવનસાથી ના સબંધ માં મધુરતા બની રહેશે.આ સમય તમારા સબંધ માં સમજદારી જોવા મળી શકે છે.
શિક્ષણ : તમે સારી રીતે અભ્યાસ કરશો અને પુરા જોશ ની સાથે પ્રગતિ કરશો.તમે વેવસાયિક રીતે અભ્યાસ કરી શકશો.
વેવસાયિક જીવન : નોકરિયાત લોકો કામના મામલા માં સારું પ્રદશન કરીને પોતાની યોગ્યતા દેખાડી શકે છે.આ સમય તમે પોતાના કાર્યક્ષેત્ર માં એક ટિમ લીડર ના રૂપમાં ઉભરી શકો છો.ત્યાં વેવસાયી આ અઠવાડિયે એક સફળ ઉધમી ના રૂપમાં સામે આવશે.
આરોગ્ય : આ અઠવાડિયે પોતાના આત્મબળે અને સાહસ ના કારણે તમારું આરોગ્ય સારું રહેવાનું છે.તમે વધારે ફિટ મહેસુસ કરશો.
ઉપાય : તમે દરરોજ 27 વાર “ઓમ ભૌમાય નમઃ” મંત્ર નો જાપ કરો.
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
તમને પણ આ લેખ ગમ્યો હશે તેવી આશા સાથે, એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
1. મુલાંક 1 નો સ્વામી કોણ છે?
આ મુલાંક નો સ્વામી સુર્ય છે.
2. મુલાંક 4 કોનો હોય છે?
આ મુલાંક રાહુ નો હોય છે.
3. દુનિયા નો સૌથી શક્તિશાળી નંબર કયો છે?
1 અંક ને સૌથી શક્તિશાળી નંબર કહેવામાં આવે છે.