રૂટ નંબર કે મુલાંક જાણવા માટે તમારે તમારી જન્મ તારીખ ને એકી સંખ્યા માં ફેરવાની હોય છે.રૂટ નંબર 1 થી 9 ની વચ્ચે કોઈપણ હોઈ શકે છે.ઉદાહરણ તરીકે વાત કરીએ તો તમારો જન્મ કોઈપણ મહિનાની 12 તારીખે થયો છે તો તમારો મુલાંક 1+2 એટલે કે 3 થશે.આ રીતે તમે તમારો મુલાંક જાણી શકો છો અને મુલાંક આધારિત રાશિફળ થી પોતાનું સાપ્તાહિક રાશિફળ જાણી શકો છો.
આજ રીતે કોઈપણ મહિનાની 1 તારીખ થી લઈને 31 તારીખ સુધી જન્મેલા લોકો માટે 1 થી 9 સુધી ના મુલાંક ની ગણતરી કરવામાં આવે છે.આજ રીતે બધાજ લોકો પોતાનો મુલાંક જાણીને એના આધાર પર સાપ્તાહિક રાશિફળ જાણી શકે છે.
વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો પોતાના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકારી
અંક જ્યોતિષ નો અમારા જીવન માં ગહેરો પ્રભાવ પડે છે કારણકે અંકો નો અમારી જાણ તારીખ સાથે સીધો સબંધ હોય છે.જેમકે અમે તમને પહેલાજ જણાવી ચુક્યા છીએ કે કોઈપણ વ્યક્તિ નો મુલાંક એમની જન્મ તારીખ નો એકી સંખ્યા હોય છે.આ અંક અલગ-અલગ ગ્રહોના પ્રભાવ માં આવે છે.
જેમકે અંક 1 પર સુર્ય નું આધિપત્ય હોય છે,2 પર ચંદ્રમા નું,3 પર ગુરુ નું,4 પર રાહુ નું,5 પર બુધ નું,6 પર શુક્ર નું,7 પર કેતુ નું,8 પર શનિ નું અને 9 પર મંગળ નું શાસન હોય છે.આ ગ્રહો ની ચાલ થી વ્યક્તિના જીવનમાં ઘણા ઉતાર-ચડાવ અને પરિવર્તન આવે છે.
हिंदी में पढ़े : राशिफल २०२५
તો ચાલો આગળ વધીએ અને જાણી લઈએ કે મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ (23 ફેબ્રુઆરી થી 01 માર્ચ 2025) તમારા માટે શું ભવિષ્યવાણી લઈને આવ્યું છે.
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19, 28 તારીખે થયો છે)
મુલાંક 1 વાળા લોકો માટે આ સમય પોતાની વાણી અને વાતો થી થયેલા નુકશાન ને ભરપાઈ કરવા માટે અનુકુળ છે.પાછળ ના ઘણા અઠવાડિયામાં જે ગલતફેમી ઉભી થયેલી છે એને તમે પોતાની સમજદારી અને સંચાર કૌશલ થી સુલજાવી શકો છો.
પ્રેમ જીવન : તમારા સબંધ માં જે ગલતફેમી હતી,હવે એ દુર થઇ જશે અને તમારા સબંધ માં પ્યાર કે રોમાન્સ વધશે.ખુલીને વાત કરવા અને સ્પષ્ટતા ના કારણે તમારી અને તમારા પાર્ટનર ના સબંધ મજબુત હશે.
શિક્ષણ : મુલાંક 1 વાળા વિદ્યાર્થી જે ચુનોતીઓ નો સામનો કરી રહ્યા છે હવે એ દુર થઇ જશે.શિક્ષણ માં પ્રગતિ કરવા માટે વિદ્યાર્થી અનુકુળ પરિસ્થિતિઓ નો લાભ ઉઠાવી શકે છે.જે વિદ્યાર્થી લેખન પત્રકારિતા કે કોઈ ભાષા શીખી રહ્યા છે,તો એમના માટે આ ભવિષ્યવાણી એકદમ સટીક બેસે છે.
વ્યાવસાયિક જીવન: આ મુલાંક વાળા લોકો માટે કારકિર્દી ના હિસાબ થી આ અઠવાડિયું સારું રહેવાનું છે.તમારું ઉત્કૃષ્ટ નેતૃત્વ અને સંચાર કૌશલ ના કારણે તમને ઉચ્ચ અધિકારીઓ અને સહકર્મીઓ પાસેથી માન્યતા મળશે.
આરોગ્ય : આ અઠવાડિયું તમારા આરોગ્ય માટે અનુકુળ નજર આવી રહ્યું છે.આરોગ્યમાં સુધારો માટે તમારે ધ્યાન કરવું,સારું ભોજન લેવું અને કસરત કરવાની સલાહ દેવામાં આવે છે.
ઉપાય : તમે દરરોજ તુલસી ના છોડ માં પાણી ચડાવો અને નિયમિત રૂપથી એક તુલસી નું પાંદડું ખવડાવો.
Read in English : Horoscope 2025
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20, 29 તારીખે થાય છે)
આ અઠવાડિયે તમે ભાવનાત્મક રૂપથી ઉર્જાથી ભરપુર મહેસુસ કરશે.એની સાથેજ તમે જે લોકોની પરવાહ કરો છો એની સાથે,તમારો સબંધ મજબુત હશે.કારણકે,કવિતા કે વાતચીત થી તમને સુરક્ષા નો અહેસાસ થાય છે એટલે તમે તમારી ભાવનાઓ ને વ્યક્ત કરવા માટે ઉપયોગ કરી શકો છો.એના સિવાય તમે પોતાના ઘર કે ઇલેક્ટ્રિક સાધનો ને બદલવા નો વિચાર પણ કરી શકો છો.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે પોતાના સબંધ માં પ્યાર અને રોમાન્સ નો અનુભવ કરશો.આ સમયે તમારું જીવન અનુકુળ રહેવાનું છે.ત્યાં વિવાહિત લોકો સંતુષ્ટ મહેસુસ કરશે.
શિક્ષણ : જે વિદ્યાર્થી પ્રિન્ટ મીડિયા,સાહિત્ય કે કવિતા માં જોડાયેલા છે,એ સફળતા મેળવશે અને એમની પાસે ઘણા નવા વિચાર હશે.
વ્યાવસાયિક જીવન: તમે કારકિર્દી માં પ્રગતિ કરશો અને તમારી નોકરી બદલવાના લઈને થોડા સારા પ્રસ્તાવ મળી શકે છે.જે લોકો લેખન,બેન્કિંગ,શિક્ષણ માં સલાહ દેવાનું કામ કરે છે,એમને પોતાની કારકિર્દી માં ઉન્નતિ મળવાની સંભાવના છે.
આરોગ્ય : આ અઠવાડિયે તમારું આરોગ્ય સ્વસ્થ રહેવાનું છે.તમને કોઈ મોટી આરોગ્ય સમસ્યા પરેશાન નહિ કરે પરંતુ ભાવનાત્મક ઉતાર-ચડાવ ના કારણે તમારી ઉર્જામાં કમી મહેસુસ થઇ શકે છે.તમને તમારી ભાવનાઓ ને નિયંત્રણ માં રાખવાની સલાહ આપવામાં આવે છે.
ઉપાય : તમે દરરોજ 108 વાર “ઓમ નમો ભગવતે વાસુદેવાય” મંત્ર નો જાપ કરો.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડરે કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21, 30 તારીખે થાય છે)
આ અઠવાડિયે તમે અધિયાત્મિક રસ્તા તરફ આકર્ષિત થઇ શકો છો.તમે તીર્થયાત્રા ઉપર જવાનો નિર્ણય પણ લઇ શકો છો.તમને તમારા પિતા ગુરુ કે પિતા સમાન વ્યક્તિ પાસેથી આર્શિવાદ લેવાની સલાહ દેવામાં આવે છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે વિવાહિત લોકો પોતાના પાર્ટનર ની સાથે પોતાની કોઈ પસંદ વાળી જગ્યા ઉપર રજાઓ મનાવા જાય છે.પોતાના પાર્ટનર ને માતા પિતા સાથે ભેગા કરવા માટે આ સમય અનુકુળ સમય છે.
શિક્ષણ : ઉચ્ચ શિક્ષણ મેળવી રહેલા વિદ્યાર્થી માટે આ સમય ઉત્તમ છે.જો તમે કોઈ વિદેશી વિશ્વવિદ્યાલય માં પીએચડી કે માસ્ટર ડિગ્રી માં દાખલો કરવા ની રાહ જોઈ રહ્યા છો તો પરિણામ તમારા પક્ષ માં આવી શકે છે.
વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે તમે તમારા વેવસાયિક જગ્યા માં પોતાના કામમાં સુધાર લાવવાનો પ્રયાસ કરશો.તમે કોઈ જુના કામને પુરા કરવા માટે પોતાની પુરી તાકાત લગાડી શકો છો અને એના પરિણામસ્વરૂપ,તમને તમારા સુપરવાઈઝર કે ઉચ્ચ અધિકારી સાથે વખાણ કે માન્યતા મળી શકે છે.ત્યાં જે લોકો લાઈફ કોચ,માર્ગદર્શન અને શિક્ષક નું કામ કરે છે એને પોતાના વિચારો ને સાજા કરવા માં આનંદ મળશે.
આરોગ્ય : તમારે સાફ-સફાઈ નું ધ્યાન રાખવા અને પોતાના આરોગ્ય ને લઈને સતર્ક રેહવાની સલાહ દેવામાં આવે છે.તમે વધારે મીઠી અને ચીકણી વસ્તુઓ નો પરહેજ કરો.એના સિવાય તમારે તમારા વ્યક્તિત્વ ને વિકસિત કરવા ઉપર ધ્યાન આપવું જોઈએ.
ઉપાય : તમે ભગવાન ગણેશ ની પુજા કરો અને એને લીલું ઘાસ ચડાવો.
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22, 31 તારીખે થયો છે)
આ અઠવાડિયે મુલાંક 4 વાળા લોકો પોતાની વાતચીત થી બીજા ને પ્રભાવિત કરવા અને પ્રરિત કરવા માં સક્ષમ હશે.એનાથી તમને વધારેમાં વધારે પ્રભાવશાળી લોકોની સાથે સંપર્ક બનાવામાં મદદ મળશે.પરંતુ,સોચ-વિચાર કરીને બોલવાની સલાહ દેવામાં આવે છે કારણકે જે લોકો વિચારો ની ગહેરાઈ થી સમજી નથી શકતા એને તમારા વિચાર મૂર્ખતાપુર્ણ લાગી શકે છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમને પોતાના પાર્ટનર સાથે બહેસ કરવા કે પછી એની ઉપર દબાવ બનાવા કરતા અને એની પરિસ્થિતિ ને સમજવાની કોશિશ કરવી જોઈએ.તમે તમારા જીવનસાથી ની ઇમનદારી ઉપર સવાલ નહિ કરો અને એકબીજા ને થોડી આઝાદી દેવાનો પ્રયાસ કરો.
શિક્ષણ : આ અઠવાડિયે વિદ્યાર્થી ને ઉચ્ચ શિક્ષણ મેળવા કે વિદેશ જઈને અભ્યાસ કરવાનું સપનું પુરુ થઇ શકે છે.થિયેટર માં અભિનય કરવાવાળા અને પત્રકારિતા કે કોમ્પ્યુટર સાઇન્સ નો અભ્યાસ કરવાવાળા વિદ્યાર્થી ને આ અઠવાડિયે લાભ થવાના આસાર છે.
વ્યાવસાયિક જીવન: જે લોકો મલ્ટીનેશનલ કોર્પોરેશન કે આયાત-નિકાશ ની કંપની માં કામ કરે છે,એના માટે આ સારો સમય છે અને એ મોટો નફો કરી શકશે.એના સિવાય મનોરંજન માટે સ્ત્રોત કે વિદેશી મીડિયા થી પ્રરિત થઈને તમે કંઈક નવું કરવા વિશે વિચારી કરી શકો છો.
આરોગ્ય : આ અઠવાડિયે તમારું આરોગ્ય તમારા હાથ માં રહેવાનું છે એટલે તમે કસરત કરો,સ્વસ્થ રહો અને ધ્યાન કરો અને મીઠી કે ચીકણી વસ્તુઓ નહિ ખાવ.
ઉપાય : તમે આ અઠવાડિયે થોડા છોડ લગાવો.
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14, 23 તારીખે થાય છે)
આ અઠવાડિયે તમારી બુદ્ધિ બહુ તેજ રહેશે અને એવા માં તમે પોતાની બુદ્ધિ ના બળ ઉપર વેપારમાં મળવાવાળા મોકા નો લાભ ઉઠાવામાં સક્ષમ હશે.એના સિવાય તમે બીજા ને પ્રભાવિત કરી શકો છો.
પ્રેમ જીવન : મુલાંક 5 વાળા લોકોને પોતાના પાર્ટનર ની સાથે વધારે સમય પસાર કરવાનો મોકો મળશે એટલે આ અઠવાડિયે તમારા માટે બહુ મહત્વપુર્ણ અને લાભકારી રહેવાનું છે.પરંતુ,મજાક ઉડાડવાવાળા સ્વભાવ ના કારણે તમારી અને તમારા પાર્ટનર ની વચ્ચે થોડી ગલતફેમી હોય શકે છે.
શિક્ષણ : આ અઠવાડિયે શિક્ષણ માં વિદ્યાર્થી પોતાના પ્રદશન ને સુધારવાનું કામ કરી શકે છે.લેખન,પત્રકારિતા અને કોઈ ભાષા નો કોર્ષ કરી રહેલા લોકો માટે ખાસ કરીને આ અઠવાડિયું અનુકુળ રહેવાનું છે.
વ્યાવસાયિક જીવન: જે લોકો ડેટા વિજ્ઞાન,આયાત-નિકાશ,મોલ-ભાવ કરવાવાળા અને બેંકર ના રૂપમાં કામ કરે છે,એમની કારકિર્દી માટે આ સમય શાનદાર છે.
આરોગ્ય : આ અઠવાડિયે તમે પોતાના શરીર કે આરોગ્ય ને સમય આપો,એનાથી તમને સકારાત્મક પરિણામ મળશે.તમે તમારા આરોગ્ય,ફિટનેસ અને ઉર્જા ના સ્તરે સુધારો લાવવા માટે આ અઠવાડિયે નો ભરપુર લાભ ઉઠાવી શકો છો.
ઉપાય : તમે વધારેમાં વધારે લીલા કલર ના કપડાં પહેરવાની કોશિશ કરો.જો તમે આવું નથી કરી શકતા,તો તમારા પાકીટ માં લીલા કલર નું કપડું રાખો.
તમારી કુંડળી માં પણ છે રાજયોગ? જાણો તમારી રાજયોગ રિપોર્ટ
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15, 24 તારીખે થયો છે)
આ અઠવાડિયે તમને આર્થિક લાભ થવાની આસાર છે.આ સમયે તમે પોતાના બળ ઉપર સફળતા મેળવા ની ઈચ્છા રાખી શકો છો.તમે નૃત્ય,સંગીત,મેકઅપ અને પોતાને નિખારવા ઉપર પૈસા ખર્ચ કરી શકો છો.
પ્રેમ જીવન : રોમાન્સ અને પ્યાર ના મામલો માં આ અઠવાડિયું શાનદાર રહેવાનું છે.તમે કોઈની સાથે પોતાના દિલ ની વાત કહી શકો છો.જે લોકો પ્રેમ સબંધ માં છે એને પોતાના પાર્ટનર ની સાથે સમય પસાર કરીને ખુશી મહેસુસ થશે.
શિક્ષણ : આ અઠવાડિયે વિદ્યાર્થી ને ઉચ્ચ શિક્ષણ મેળવા કે વિદેશ માં જઈને અભ્યાસ કરવાનું સપનું પુરુ થઇ શકે છે.થિયેટર માં અભિનય કરવાવાળા,ઇન્ટિરિયર ડિજાઇન,ફેશન કે ડિઝાઇનિંગ માં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થી ને આ અઠવાડિયે લાભ થવાની સંભાવના છે.
વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે તમારી ઉપર કામનો બોજ વધી શકે છે.સારું પ્રદશન કરવાના મામલો માં આ સમય તમારા માટે પરીક્ષા વાળો સાબિત થઇ શકે છે કે તમારી ઉપર નવી જીમ્મેદારીઓ આવી શકે છે.પોતાના વિચારો ને વેવસ્થિત કરવા,પોતાના સંચાર કૌશલ માં સુધારો કરવા અને બીજાને પોતાની બુદ્ધિમાની દેખાડવા માટે અનુકુળ સમય છે.
આરોગ્ય : આ અઠવાડિયે મુલાંક 6 વાળા લોકો સ્વસ્થ અને ફિટ મહેસુસ કરશે.તમે તમારું ધ્યાન રાખો,સ્વસ્થ ખાવાનું ખાવ અને કસરત કરો.
ઉપાય : તમે પોતાના ઘર માં સફેદ ફુલ લગાવો અને એની દેખભાળ કરો.
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16, 25 તારીખે થયો છે)
આ અઠવાડિયે મુલાંક 7 વાળા લોકોને ઓછું બોલવા અને વાત કરતી વખતે શાંત કે સાવધાન રેહવાની સલાહ દેવામાં આવે છે.જો તમે આવું નથી કરતા તો તમને ગુસ્સાવાળો અને આક્રમક વેવહાર ના કારણે ગલતફેમીઓ ઉભી થઇ શકે છે અને તમારા પ્રિયજનો ને લાગી શકે છે.
પ્રેમ જીવન : તમે તમારા મિત્રો થી દૂરી બનાવીને રાખો અને શાંત રહો.જો તમે બહેસ કે મતભેદ થી બચવા માટે પોતાની વાણી ઉપર નિયંત્રણ રાખો,તો તમારું લગ્ન અને પ્રેમ જીવન સુખમય રહી શકે છે.
શિક્ષણ : મુલાંક 7 વાળા જે વિદ્યાર્થી લેખન,પત્રકારિતા અને કોઈ બીજી ભાષા શીખી રહ્યા છો એના માટે આ અઠવાડિયું લાભકારી રહેવાનું છે.
વ્યાવસાયિક જીવન: તમે આ અઠવાડિયે પોતાના કાર્યક્ષેત્ર માં પોતાના લક્ષ્યો અને આકાંશાઓ નું આંકલન કરો અને એના પરિણામ મુજબ તમે તમારા ભવિષ્ય માટે યોજનાઓ બનાવી શકો છો.વેપારીઓ કોઈ નવું કૌશલ શીખી શકે છે.એની સાથે બિઝનેસ ને લઈને એના દ્રષ્ટિકોણ સકારાત્મક રહેવાનો છે અને એ ટિમ ની સાથે કામ કરશે અને લોકો ની સાથે પોતાના સબંધો ને સારા કરશે.
આરોગ્ય : આ સમયે તમે પોતાના આરોગ્ય ને લઈને થોડા ચિંતામાં રહી શકો છો એટલે તમારે ખાવા-પીવા અને સાફ-સફાઈ ને લઈને સાવધાન રેહવું જોઈએ.તમે તમારા શરીર ને સારી રીતે ધ્યાન રાખો અને જરૂરી ઊંઘ લો.
ઉપાય : તમે પોતાના ઘર ઉપર મની પ્લાન્ટ કે લીલા છોડ લગાવો.
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17, 26 તારીખે થયો છે)
આ અઠવાડિયે તમે જોશ થી ભરેલા રેહશો અને પ્રભાવશાળી રીતે વાત કરશો.તમે તમારા મિત્રો ની વચ્ચે લોકપ્રિય રહેવાના છો.બીજા ને મનાવા અને સમજાવામાં માહિર હોવાના કારણે તમે તમારા કામને પુરા કરશો.
પ્રેમ જીવન : જો તમે સિંગલ છો અને કોઈને પસંદ કરો છો તો આ અઠવાડિયે તમે એને પોતાના દિલ ની વાત કહી શકો છો.મુમકીન છે કે તમને એમની તરફ થી સકારાત્મક પ્રતિક્રિયા કે જવાબ મળે.આ અઠવાડિયે તમે પોતાના પાર્ટનર ની સાથે ફરવા જવાનો નિર્ણય કરી શકો છો.
શિક્ષણ : મુલાંક 8 વાળા વિદ્યાર્થી માટે આ અઠવાડિયું શાનદાર રહેવાનું છે.તમને તમારા પ્રયાસો અને કડી મેહનત નું ફળ મળશે.તમે સફળતા કે સકારાત્મક પરિણામ મેળવશો.થોડા વિદ્યાર્થીઓ ની પાસે કાનુની શિક્ષણ લેવા નો વિકલ્પ પણ હોય શકે છે.
વ્યાવસાયિક જીવન: જે લોકો માર્કેટિંગ,કાનુન અને ચાર્ટેડ એકાઉન્ટિંગ જેવી જગ્યા માં કામ કરે છે એના માટે આ અઠવાડિયું નસીબ વાળું રહેવાનું છે.તમારે તમારા નફા ને વધારવા અને સારા ગ્રાહક બનાવાના મોકા મળશે.
આરોગ્ય : જો તમે તમારું આરોગ્ય અને સાફ-સફાઈ નું ધ્યાન નહિ રાખો તો તમને ચામડીને લગતી સમસ્યા પરેશાન કરી શકે છે.
ઉપાય : તમે સામાન્ય રીતે તુલસી ના છોડ લગાવો અને એની દેખભાળ કરો.
મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18, 27 તારીખે થાય છે)
તમે તમારી કડી મેહનત અને પ્રબંધન કે કૌશલ ની મદદ થી કાર્યક્ષેત્ર માં વસ્તુઓ ને વેવ્સથીત કરવામાં સક્ષમ હશે.એનાથી તમારું પ્રદશન અને ઉત્પાદકતા માં સુધારો આવવાની ઉમ્મીદ છે.તમને પોતાની સ્પર્ધા કરવા ના કારણે પોતાના સાથીઓ અને વિરોધીઓ ઉપર જીત મેળવા માં મદદ મળી શકે છે.
પ્રેમ જીવન : જો સિંગલ લોકો સાચા પ્રેમ ની રાહ જોઈ રહ્યા છે એના માટે આ અઠવાડિયું શાનદાર રહેવાનું છે.તમે તમારા આકર્ષણ અને વાતચીત કરવાની રીત થી બીજા ને પ્રભાવિત કરવામાં સફળ રેહશો.પરંતુ,તમારા ઊંચા અવાજ ને તમારા આક્રમક અને બીજાની ઉપર હાવી થવાના વેવહાર ના રૂપમાં લઇ શકાય છે એટલે તમારે ધીરે બોલવા અને પોતાની ઉર્જા ને નિયંત્રણ માં રાખવા ની સલાહ દેવામાં આવે છે.
શિક્ષણ : પ્રતિયોગી પરીક્ષા ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થી ને સફળતા મળવાની સંભાવના છે.એ પરીક્ષા માં સારા નંબર ની સાથે સફળતા મેળવી શકશે.એના સિવાય એ લેખન,પત્રકારિતા અને કોઈ બીજી ભાષા ને શીખવામાં સારું પ્રદશન કરી શકે છે.
વ્યાવસાયિક જીવન: જે લોકો પોતાની કંપની ચાલુ કરવાનું વિચારી રહ્યા છે કે જે પોતાની આવક વધારવા માટે આવક નો સ્ત્રોત બનાવા માંગે છે એના માટે આ અઠવાડિયું ઉત્કૃષ્ટ સાબિત થશે.આ અઠવાડિયે તમને ઘણા લાભકારી મોકા મળવાની સંભાવના છે.
આરોગ્ય : આ અઠવાડિયે મુલાંક 9 વાળા લોકોને ઉચિત દેખભાળ અને આરોગ્ય ઉપર ધ્યાન દેવાની જરૂરત છે.તમે તમારી ખાવા પીવા ની આદતો ઉપર નિયંત્રણ રાખો અને પોતાની દિનચર્યા માં કસરત કે ધ્યાન ને શામિલ કરો.
ઉપાય : તમે દરરોજ ગાય ને લીલું ઘાસ ખવડાવો.
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
તમને પણ આ લેખ ગમ્યો હશે એવી આશા સાથે, એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર.।
1. મુલાંક 6 નો સ્વામી ગ્રહ કોણ છે?
આ મુલાંક નો સ્વામી ગ્રહ શુક્ર છે.
2. મુલાંક 6 વાળા લોકોને શું પસંદ છે?
આને લગજરી વસ્તુઓ વધારે આકર્ષિત કરે છે.
3. શું મુલાંક 9 વાળા લોકો વધારે ગુસ્સાવાળા હોય છે?
આ અંક નો સ્વામી મંગળ છે એટલે એના સ્વભાવમાં આક્રમકતા દેખાઈ છે.