ગુરુ મેષ રાશિ માં માર્ગી (31 ડિસેમ્બર 2023)

Author: Sanghani Jasmin | Updated Fri, 08 Dec 2023 09:42 AM IST

ગુરુ મેષ રાશિ માં માર્ગી: જ્યોતિષમાં વક્રી અને માર્ગી બંને સ્થિતિઓ ને મહત્વની માનવામાં આવે છે.આ વર્ષ ના છેલ્લા દિવસે 31 ડિસેમ્બર 2023 ની સવારે 7 વાગીને 8 મિનિટ ઉપર દેવતાઓ નો ગુરુ કહેવામાં આવતા ગુરુ માર્ગી થવા જઈ રહ્યો છે.ગુરુ ગ્રહ ની આ સ્થિતિ તમને એ બધીજ સમસ્યા અને બાધાઓ થી મુક્તિ મેળવા માટે કામ કરશે જેનો સામનો તમારે એની વક્રી અવસ્થા દ્વારા કરવો પડ્યો હતો.એસ્ટ્રોસેજ નો આ લેખ તમને ગુરુ મેષ રાશિ માં માર્ગી થવાથી બધીજ 12 રાશિઓ ઉપર પડતા પ્રભાવ વિશે જાણકારી આપશે.પરંતુ,આના વિશે જાણતા પેહલા અમે તમને ગુરુ ગ્રહ અને મેષ રાશિની વિષેસતાઓ છતાં એની માર્ગી ચાલ વિશે તમને જણાવીશું.


વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાત કરો અને જાણો ગુરુ માર્ગી નો અમારા જીવન ઉપર પ્રભાવ

જ્યોતિષ માં ગુરુ ગ્રહ અને મેષ રાશિ

ગુરુ સૌરમંડળ નો સૌથી મોટો ગ્રહ છે જેનો વ્યાસ 88000 મિલ સુધી ફેલાયેલો છે.ગુરુ ગ્રહ ને પોતાનો રાશિચક્ર પુરો કરવા માટે 12 વર્ષ નો સમય લાગે છે.વૈદિક જ્યોતિષ મુજબ,ગુરુ ગ્રહને સતગુણ આપવાવાળો માનવામાં આવે છે અને આ વ્યકતિના નસીબને નિર્ધારિત પણ કરે છે.પરંતુ,ગુરુ ગ્રહ નો સ્વભાવ ઉગ્ર,મહાન,દયાળુ,ફળ આપવાવાળો,સકારાત્મક અને સમ્માનિત માનવામાં આવ્યો છે.આ મનુષ્ય શરીર માં લોહી,યુકૃત નસો,ધમનિયા,પગો અને વસા વગેરે ને નિયંત્રણ કરે છે.આના સિવાય,ગુરુ ગ્રહ ઉચ્ચ શિક્ષા ની સાથે સાથે ન્યાયાધીશો, સલાહકારો, બેંકર્સ, ધાર્મિક ગુરુઓ અને ફિલ્મ વગેરે નું પ્રતિનિધિત્વ કરે છે.એની સાથે,આ પૈસા સાથે જોડાયેલી લેણદેણ,આશા,ન્યાય,ઈમાનદારી,અધિયાત્મિક્તા અને સામાજિક મેલજોલ ને પણ દાર્શવે છે.

ખાલી આટલુંજ નહિ,ગુરુ મહારાજ ને કુંડળી માં બાળકો નો કારક ગ્રહ માનવામાં આવે છે જો કે મીન અને ધનુ રાશિ નો સ્વામી છે.આ કર્ક રાશિમાં ઉચ્ચ અને મકર રાશિમાં નીચ નો હોય છે.આની મૂળત્રિકોણ રાશિ ધનુ છે.પરંતુ,ગુરુ નો સબંધ સુર્ય,ચંદ્ર અને મંગળ સાથે મિત્રવત છે.જેમકે બુધ અને શુક્ર સાથે દુશ્મન નો ભાવ રાખે છે.અઠવાડિયા ના સાત દિવસમાં ગુરુવાર નો દિવસ ગુરુ ને સમર્પિત હોય છે,તો ધાતુ માં સોનુ,રંગો માં પીળો એને પ્રિય છે.ગુરુ થી શુભ પરિણામ ની પ્રાપ્તિ માટે પુખરાજ અને પીળો નીલમ પેહરવો ફળદાયક હોય છે.

હવે અમે વાત કરીશું મેષ રાશિ ની,આ રાશિચક્ર ની પેહલી રાશિ છે.જેનો અધિપતિ દેવ મંગળ છે.મેષ એક ઉગ્ર અને સ્વભાવ થી પુરુષ રાશિ છે.આ રાશિ વ્યક્તિ ને સાહસી અને બહાદુર બનાવે છે છતાં આ એક નવી શુરુઆત ને દાર્શવે છે.ગુરુ ગ્રહ માટે મેષ મિત્ર રાશિ છે કારણકે આ રાશિનો સ્વામી મંગળ અને ગુરુ એકબીજા ના મિત્ર છે.

મેષ અને ગુરુ ગ્રહ વિશે જાણીયા પછી હવે અમે તમને જણાવીશું કે કોઈ ગ્રહ નું માર્ગી થવું શું છે.

જ્યોતિષ માં માર્ગી એ અવસ્થા હોય છે જયારે કોઈ ગ્રહ વક્રી અવસ્થા માંથી બહાર આવતી વખતે ફરીથી સીધી ચાલ (આગળ વધવું) ચાલવા લાગે છે.જયારે કોઈ ગ્રહ માર્ગી થાય છે તો,એ ગ્રહ સકારાત્મક પરિણામ આપવા લાગે છે.એજ પ્રકારે જયારે કોઈ ગ્રહ વક્રી માંથી માર્ગી અવસ્થા માં આવે છે,તો થોડા સમય માટે પોતાની ગતિ ને રોકી લ્યે છે.

To Read in English Click Here: Jupiter Direct In Aries (31 Dec 2023)

આ રાશિફળ તમારી ચંદ્ર રાશિ પર આધારિત છે.પોતાની વ્યક્તિગત ચંદ્ર રાશિ હમણાંજ જાણવા માટે ચંદ્ર રાશિ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરો.

ગુરુ મેષ રાશિ માં માર્ગી: રાશિ પ્રમાણે પ્રભાવ અને ઉપાય

મેષ રાશિ

મેષ રાશિના લોકો માટે ગુરુ ગ્રહ તમારા નવમા અને બારમા ભાવ નો સ્વામી છે અને હવે આ 31 ડિસેમ્બર 2023 ના રોજ મેષ રાશિમાં અને તમારા લગ્ન ભાવમાં માર્ગી થવા જઈ રહ્યો છે.મેષ રાશિ વાળા ની કુંડળી માં લગ્ન ભાવમાં ગુરુ ની હાજરી તમને આત્મસંદેહ અને મૂંઝવણ જેવી પરિસ્થિતિઓ માંથી બહાર કાઢવાનું કામ કરશે જેનો સામનો તમારે કરવો પડી રહ્યો હતો.એવા માં, ગુરુ મેષ રાશિ માં માર્ગી અવસ્થા દરમિયાન તમારી પોતાની તરફ થી નિર્ણય લે માટે સક્ષમ હશે.એની સાથે,તમને જ્ઞાન અને સમૃદ્ધિ આપશે.ગુરુ ગ્રહ ની માર્ગી ચાલ ના પ્રભાવ ના કારણે તમે પરિપક્વ થશો અને તમને એવું મહેસુસ થઇ શકે છે કે નસીબ તમારી સાથે છે.આ દરમિયાન તમારી ઝુકાવ અધીયાત્મ તરફ હશે અને તમે અધિયાત્મિક રૂપથી પ્રગતિ મેળવશો.પરંતુ,તમને જણાવી દઈએ કે ગુરુ તમારા બારમા ભાવ નો સ્વામી પણ છે જે તમને આરોગ્ય સમસ્યા દેવાનું કામ કરી શકે છે.આ સમયે તમે તમારા આરોગ્ય ને લઈને લાપરવાહ રેહશો,તો તમારા વજન માં વધારો થઇ શકે છે.આના પરિણામસ્વરૂપ,તમને સલાહ આપવામાં આવે છે કે તમારા આરોગ્ય પ્રત્ય સાવધાન રહે અને આ સમય નો ઉપયોગ તમારા આરોગ્ય ને સારું બનાવા માટે કરો.

ત્યાં લગ્ન/પેહલા ભાવ માં બેઠેલા ગુરુ ની દ્રષ્ટિ તમારા પાંચમા ભાવમાં,નવમો ભાવ અને સાતમા ભાવ ઉપર પડી રહી હશે.આના ફળસ્વરૂપ,પાંચમા ભાવ ઉપર ગુરુ મેષ રાશિ માં માર્ગી ની દ્રષ્ટિ મેષ રાશિના એ વિદ્યાર્થીઓ માટે ફળદાયક રહેશે જે ઉચ્ચ શિક્ષણ અને માસ્ટર નો અભ્યાસ કરવા માંગે છે.શાદીશુદા લોકોના જીવનમાં ચાલી રહેલી પરેશાનીઓ નો હવે અંત થશે.સાતમા ભાવ ઉપર આની દ્રષ્ટિ હોવાથી શાદીશુદા લોકો પોતાના પરિવાર ને વધારવાનું વિચારી શકે છે.ગુરુ પોતાની નવમી દ્રષ્ટિ થી તમારા નવમા ભાવને પણ જોઈ રહ્યો હશે અને એવા માં,આ લોકોને એમના પિતા,મેન્ટર અને ગુરુ વગેરે નો સાથ મળશે અને જો તમે આ લોકો સાથે કોઈપણ પ્રકારના વિવાદ કે સમસ્યા નો સામનો કરી રહ્યા હતા તો,હવે એ દુર થઇ જશે.

ઉપાય : નિયમિત રૂપથી પિતા અને ગુરુ ના આર્શિવાદ લો.

મેષ રાશિફળ 2024

વૃષભ રાશિ

વૃષભ રાશિવાળા ની કુંડળી માં ગુરુ મહારાજ ને આઠમા અને અગિયારમા ભાવનું સ્વામિત્વ મળેલું છે જે હવે 31 ડિસેમ્બર 2023 ના રોજ મેષ રાશિમાં અને તમારા અગિયારમા ભાવમાં માર્ગી થઇ જશે.બારમો ભાવ વિદેશ,અલગામ,હોસ્પિટલ અને વિદેશી કંપનીઓ જેમકે એમએનસી વગેરે નું પ્રતિનિધિત્વ કરે છે.વૃષભ રાશિના લોકો માટે ગુરુ તમારા બારમા ભાવમાં માર્ગી થશે જે તમારા માટે રાહત લઈને આવશે,પરંતુ જે સમસ્યા નો તમે સામનો કરી રહ્યા છો એ પુરી રીતે ખતમ નહિ થાય. ગુરુ મેષ રાશિ માં માર્ગી ના સમયે આ રાશિના લોકોનું લીવર,ડાયાબિટીઝ અને મહિલાઓ ને હાર્મોન જેવી આરોગ્ય સમસ્યા નો સામનો કરવો પડી શકે છે.અગિયારમા ભાવના સ્વામીના રૂપમાં બારમા ભાવમાં ગોચર તમારા પૈસા સાથે જોડાયેલા વિષયો માં સારો નથી માનવામાં આવતો એટલા માટે તમારે કોઈપણ પ્રકાર નું જોખમ ઉઠાવાથી બચવું જોઈએ.

વાત કરીએ ગુરુ ની દ્રષ્ટિ ની,તો ગુરુદેવ તમારા બારમા ભાવથી ચોથા ભાવ,છથા ભાવ અને આઠમા ભાવને જોઈ રહ્યો હશે.એવા માં,ચોથા ભાવ ઉપર ગુરુ ની દ્રષ્ટિ એ લોકો માટે ફળદાયક રહેશે જે નવું ઘર અથવા કોઈ મિલકત ખરીદવા માંગે છે કે પછી કોઈ ડીલ કરવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવા માંગે છે.આ સમયગાળા માં તમારા ઘર પરિવાર ના માહોલ માં પણ સુધારો જોવા મળશે.

ઉપાય : ગુરુવાર ના દિવસે ભગવાન વિષ્ણુ ની પુજા કરો અને એમને પીળા કલર ના ફુલ ચડાવો.

વૃષભ રાશિફળ 2024

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન!અત્યારેજ ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

મિથુન રાશિ

મિથુન રાશિના લોકો માટે ગુરુ દેવ તમારા દસમા અને સાતમા ભાવ નો સ્વામી છે અને આ હવે 31 ડિસેમ્બર 2023 ના રોજ મેષ રાશિમાં અને તમારા અગિયારમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.કુંડળી માં અગિયારમો ભાવ ઘન લાભ,ઈચ્છઓ,મોટા ભાઈ-બહેનો અને મામા ના ભાવ નું પ્રતિનિધિત્વ કરે છે. ગુરુ મેષ રાશિ માં માર્ગી થઇ ને એ સમસ્યા નો અંત કરશે જેનો સામનો તમારે તમારા વૈવાહિક જીવન ની સાથે સાથે વેવસાયિક જીવનમાં કરવો પડી રહ્યો હતો.બિઝનેશ માં નિવેશ અને નફા ના કારણે તમારી પાર્ટનર સાથે જે પણ ગલતફેમી અને અસેહમતી નો સામનો કરવો પડી રહ્યો હતો,એ ગુરુ મેષ રાશિ માં માર્ગી થવાથી દુર થઇ જશે.મિથુન રાશિના જે લોકોનું પ્રમોશન અને પગાર વધારો બાકી છે,તો એ લોકો એની ઉમ્મીદ રાખી શકે છે.એની સાથે,તમે મોટા ભાઈ-બહેન અને કાકા સાથે સબંધ માં પરેશાનીઓ થી ગુજરી રહ્યા હતા,એનાથી પણ તમને મુક્તિ મળશે.

વાત કરીએ ગુરુ ની દ્રષ્ટિ ની તો,ગુરુ માર્ગી દરમિયાન અગિયારમા ભાવમાં બેસીને તમારા ત્રીજા ભા,પાંચમો ભાવ અને સાતમા ભાવને જોઈ રહ્યો હશે.ગુરુ ગ્રહ ની પાંચમી દ્રષ્ટિ તમારા ત્રીજા ભાવ ઉપર પડી રહી હશે જેના પ્રભાવથી તમારું સંચાર કૌશલ પ્રભાવશાળી બનશે.એની સાથે,આ નાના ભાઈ-બહેનો સાથે મીઠાસ મેળવાનું કામ કરશે.ત્યાં,ગુરુ ની સાતમી દ્રષ્ટિ તમારા પાંચમા ભાવ ઉપર રહેશે અને એનું પ્રદશન શિક્ષા માં સારું રહેશે.

ઉપાય : ગુરુવાર ના દિવસે ગાય ને ચણા ની દાળ અને ગોળ ના લોટ ની લોયી ખવડાવો.

મિથુન રાશિફળ 2024

કર્ક રાશિ

કર્ક રાશિવાળા લોકો માટે ગુરુ ગ્રહ તમારા છથા અને નવમા ભાવનો સ્વામી છે.હવે આ 31 ડિસેમ્બર 2023 ના રોજ મેષ રાશિમાં અને તમારું નામ,પ્રસિદ્ધિ,સમાજમાં ઓળખ અને કારકિર્દી નો ભાવ એટલે કે દસમ ભાવમાં માર્ગી થઇ જશે.આના પરિણામસ્વરૂપ,કર્ક રાશિવાળા માટે ગુરુ મેષ રાશિ માં માર્ગી થઈને વેવસાયિક જીવનમાં ચાલી રહેલી બધીજ સમસ્યા ને દુર કરશે.આ રાશિના જે લોકો નોકરીમાં બદલાવ કરવા માંગે છે કે નોકરી બદલવા માટે વિચાર કરી રહ્યા છે,પરંતુ મૂંઝવણ અને સાચો મોકો નહિ મળવાને કારણ આ દિશા માં આગળ નથી વધી રહ્યા,હવે એ લોકો સાચા નિર્ણય લેવામાં સક્ષમ હશે.જો તમારા પિતા,ગુરુ અથવા મેન્ટર સાથે સબંધ માં ઉતાર ચડાવ નો સામનો કરવો પડી રહ્યો છે,તો હવે એ પણ દુર થઇ જશે.એની સાથે,તમને એમના આર્શીવાદ અને બધીજ જગ્યાએ મદદ પણ મળશે જે વેવસાયિક જીવનમાં આગળ વધવામાં તમારી મદદ કરશે.

હવે આગળ વધીએ અને વાત કરીએ ગુરુ ગ્રહ ની દ્રષ્ટિ ની,તો ગુરુ મેષ રાશિ માં માર્ગી થઈને તમારા દસમા ભાવમાં બેસીને બીજા ભાવ,ચોથા ભાવ અને છથા ભાવને જોઈ રહ્યો હશે.એવા માં,બીજા ભાવમાં એની દ્રષ્ટિ ના પ્રભાવથી ઘર પરિવાર ના સદસ્ય સાથે ચાલી રહેલી સમસ્યા થી તમને છુટકારો મળશે,એની સાથે,તમારી બચત અને બેન્ક બેલેન્સ બંને માં વધારો થતો જોવા મળશે.

ઉપાય : દરરોજ ભગવાન શંકર ની પુજા કરો.

કર્ક રાશિફળ 2024

સિંહ રાશિ

સિંહ રાશિના લોકોની કુંડળી માં ગુરુ મહારાજ ને પાંચમા અને આઠમા ભાવનો આધિપત્ય મેળેલું છે.31 ડિસેમ્બર 2023 ના રોજ હવે આ મેષ રાશિમાં અને તમારા નવમા ભાવમાં માર્ગી થઇ રહ્યો છે.તમને જણાવી દઈએ કે કુંડળી માં નવમો ભાવ ધર્મ,પિતા,ગુરુ,લાંબી દૂરી ની યાત્રા,અને તીર્થ સ્થળ વગેરે નું પ્રતિનિધિત્વ કરે છે. ગુરુ મેષ રાશિ માં માર્ગી થઈને સિંહ રાશિવાળા લોકોના જીવનમાં રાહત લઈને આવવાનું કામ કરે છે.જે અનિશ્ચિતાઓ થી તમે પરેશાન હતા,હવે એનો અંત થશે.જો તમે પ્રેમ જીવન,શિક્ષા કે બાળકો ને લઈને કોઈ સમસ્યા નો સામનો કરી રહ્યા છો,તો આ સમસ્યા હવે તમને પરેશાન નહિ કરે.પિતા,મેન્ટર અને ગુરુ સાથે ચાલી રહેલી સમસ્યા નું પણ હવે સમાધાન થઇ જશે અને એમના આરોગ્ય માં પણ સુધારો જોવા મળશે.પાછળ ના કેટલા સમય થી જો તમે ધાર્મિક માન્યતાઓ ના કારણે કોઈ સમસ્યા નો સામનો કરી રહ્યા છો,તો હવે એ દુર થઇ જશે.એની સાથે,અધ્યાત્મા ને પ્રતિ તમારો ઝુકાવ વધશે અને ધાર્મિક ગતિવિધિઓ માં તમે ભાગ લેતા નજર આવી શકો છો.

આનાથી ઉલટું,ગુરુદેવ તમારા નવમા ભાવમાં હાજર હશે અને એની દ્રષ્ટિ તમારા લગ્ન ભાવ,ત્રીજા ભાવ અને પાંચમા ભાવ ઉપર હશે.આના પરિણામસ્વરૂપ,તમારા લગ્ન ભાવ ઉપર ગુરુ ની પાંચમી દ્રષ્ટિ પડી રહી હશે અને એવા માં,ગુરુ માર્ગી થઈને તમારા વ્યક્તિત્વ માં પરિપક્વતા અને સકારાત્મકતા દેવાનું કામ કરશે.

ઉપાય : જરૂરતમંદ વિદ્યાર્થીઓ ને સ્ટેશનરી ના સામાન નું દાન કરો.

સિંહ રાશિફળ 2024

કન્યા રાશિ

કન્યા રાશિના લોકો માટે ગુરુ ગ્રહ તમારા ચોથા ભાવ અને સાતમા ભાવ નો સ્વામી છે જે હવે 31 ડિસેમ્બર 2023 ના રોજ મેષ રાશિમાં અને તમારા આઠમા ભાવમાં માર્ગી થવા જઈ રહ્યો છે.કુંડળી માં આઠમો ભાવ લાંબી ઉંમર,અચાનક થવાવાળી ઘટનાઓ અને ગૂઢ વિજ્ઞાન નો ભાવ હોય છે.આના પરિણામસ્વરૂપે,ગુરુ મેષ રાશિ માં માર્ગી થઈને કન્યા રાશિના એ લોકોને રાહત આપશે જેને પોતાના ઘરેલુ અને શાદીશુદા જીવનમાં પરેશાનીઓ નો સામનો કરવો પડી રહ્યો છે.કન્યા રાશિના પુરુષો ને પોતાની માતા અને પત્ની ની વચ્ચે ચાલી રહેલા વિવાદો થી મુક્તિ મળશે.જો તમારી માતા અથવા પત્ની નું આરોગ્ય ખરાબ છે,તો ગુરુ નો માર્ગી અવસ્થા માં આવવાના કારણે એમના આરોગ્ય માં પણ સુધારો જોવા મળશે.કન્યા રાશિના લોકો જે લગ્નના બંધન માં બંધાવા માટે યોગ્ય જીવનસાથી ને શોધી રહ્યા છે,એમને આ સમયે સારો પાર્ટનર તો મળી જશે પરંતુ,બની શકે કે એ તમને લઈને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાની સ્થિતિ માં નહિ હોય એટલા માટે તમારા મારે સારું રહેશે કે આ વાત ને ખાલી તમારા સુધીજ રાખો.આઠમા ભાવમાં ગુરુ ગ્રહ ની હાજરી તમારા જીવનમાં અનિશ્ચિતાઓ ને વધારવાનું કામ કરી શકે છે.પરંતુ,સકારાત્મક પક્ષ ની વાત કરીએ,તો આ સમય એમના માટે અનુકૂળ રહેશે જેની રુચિ ગૂઢ વિજ્ઞાન માં છે.

ત્યાં,ગુરુ દેવ ની દ્રષ્ટિ આઠમા ભાથી તમારા બારમા ભા,બીજા ભાવ અને ચોથા ભાવ ઉપર પડી રહી હશે.ગુરુ ગ્રહ ની પાંચમી દ્રષ્ટિ તમારા બારમા ભાવ ઉપર હશે જે દાર્શવે છે કે તમારે કે પછી પરિવાર માં કોઈને આરોગ્ય સમસ્યા નો સામનો કરવો પડી શકે છે જેના કારણે તમારા મેડિકલ ખર્ચ માં વધારો થઇ શકે છે.એવા માં,તમને સલાહ આપવામાં આવે છે કે ગુરુ મેષ રાશિ માં માર્ગી દરમિયાન આ લોકોને પોતાના આરોગ્ય ની સાથે સાથે પરિવાર ના સભ્યો નું પણ ધય્ન રાખવું પડશે અને એમના આરોગ્ય પ્રત્ય સાવધાન રેહવું પડશે.

ઉપાય : ઘર માં સત્યનારાયણ ની પુજા કરો કે પછી કોઈ ધાર્મિક કામ કરો.

કન્યા રાશિફળ 2024

કુંડળી માં હાજર રાજ યોગ ની બધીજ જાણકારી મેળવો.

તુલા રાશિ

તુલા રાશિના લોકો માટે ગુરુ ગ્રહ ને તમારું ત્રીજા અને છથા ભાવ નું સ્વામિત્વ મળેલું છે.હવે આ 31 ડિસેમ્બર 2023 ના રોજ મેષ રાશિમાં અને તમારા સાતમા ભાવ માં માર્ગી થઇ જશે.કુંડળી માં સાતમો ભાવ લગ્ન અને પાર્ટ્નરશિપ વગેરે ને દાર્શવે છે.પરંતુ,તુલા રાશિવાળા માટે ગુરુ ગ્રહ ને મિત્ર ગ્રહ નથી કહેવામાં આવતો કારણકે આ તમારા લગ્ન ભાવ ના સ્વામી શુક્ર પ્રત્ય દુશ્મની નો ભાવ રાખે છે.એવા માં, ગુરુ મેષ રાશિ માં માર્ગી થઇ રહ્યો છે જો કે તમારા માટે ફળદાયક નહિ રેહવાની આશંકા છે.પરંતુ,તો પણ ગુરુ ગ્રહ ની માર્ગી ચાલ ને એટલી બુરી પણ નથી કહેવામાં આવતી કારણકે આ તમને એ સમસ્યાઓ થી રાહત અપાવશે જેનો સામનો તમારે વૈવાહિક જીવનમાં અને બિઝનેશ પાર્ટ્નરશિપ માં કરવો પડી રહ્યો હતો.આ રાશિના જે લોકોના છૂટાછેડા નો કેશ ચાલી રહ્યો છે,પરંતુ ગુરુ ના વક્રી હોવાના કારણે એમના કેશ માં કોઈ નિર્ણય નથી આવી રહ્યો હતો,તો હવે તમે સબંધ ને લઈને સાચા નિર્ણય લેવામાં સક્ષમ હશો.એની સાથે,સંચાર,કૌશલ અને આત્મવિશ્વાસ સાથે જોડાયેલી બધીજ સમસ્યા હવે દુર થશે.

હવે વાત કરીએ ગુરુ ની દ્રષ્ટિ ની,તો તમારા સાતમા ભાવમાંથી અગિયારમા ભાવ,પેહલા ભાવ અને ત્રીજા ભાવ ઉપર પડી રહી હશે.પરંતુ,ગુરુ ની દ્રષ્ટિ તમારા અગિયારમા ભાવ ઉપર હશે જે પૈસા સાથે જોડાયેલા વિષયો અને નિવેશ માટે સારી રહેશે.પરંતુ,ગુરુ હશે અને એવા માં,તમારે પૈસા ઉધાર દેવા-લેવામાં કે પૈસા સાથે જોડાયેલા કોઈપણ જોખમ ઉઠાવાથી બચવું જોઈએ કારણકે આ તમારા છથા ભાવનો સ્વામી પણ છે.આ ક્રમ માં,લગ્ન ભાવ ઉપર ગુરુ ની દ્રષ્ટિ તમારા આરોગ્ય માટે અનુકુળ નથી રેહવાની સંભાવના છે.

ઉપાય : ગુરુવાર ના દિવસે પુજારી ને બુન્દી ના લાડવા આપો.

તુલા રાશિફળ 202

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકોની કુંડળી માં ગુરુ દેવ બીજા અને પાંચમા ભાવ નો સ્વામી છે જે 31 ડિસેમ્બર 2023 ના રોજ મેષ રાશિમાં અને તમારા દુશ્મન,સ્વાસ્થ્ય અને મામા નો ભાવ એટલે કે છથા ભાવમાં માર્ગી થવા જઈ રહ્યો છે.આના પરિણામસ્વરૂપ, ગુરુ મેષ રાશિ માં માર્ગી થઈને વૃશ્ચિક રાશિવાળા ને મિશ્રણ પરિણામ આપી શકે છે.જો તમે પૈસા અને પરિવાર ની સમસ્યા નો સામનો કરી રહ્યા છો,તો ગુરુ મેષ રાશિ માં માર્ગી ચાલ તમને એનાથી રાહત અપાવશે.વૃશ્ચિક રાશિના એ વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ફળદાયક સાબિત થશે જેમને અભ્યાસ ની સમસ્યા માં બે ચાર થવું પડી રહ્યું હતું.આનાથી ઉલટું,જે વિદ્યાર્થીઓ પ્રતિયોગી પરીક્ષા ની તૈયારી કરી રહ્યા છે એમના માટે ગુરુ નો મેષ રાશિમાં માર્ગી નો સમયગાળો ખાસ રૂપથી સારો માનવામાં આવે છે.

વાત કરીએ ગુરુ ની દ્રષ્ટિ ની,તો ગુરુ ગ્રહ તમારા છથા ભાવમાં બેસીને તમારા બારમા ભાવ અને બીજા ભાવને જોઈ રહ્યા હશે.ગુરુ ની પાંચમી દ્રષ્ટિ તમારા દસમા ભાવ ઉપર પડી રહી હશે જો કે વેવસાયિક જીવન માટે સારી રહેશે,ખાસ રૂપે એમના માટે જેનો સબંધ સેવા સાથે જોડાયેલો છે.ત્યાં,ગુરુ ગ્રહ ની સાતમી દ્રષ્ટિ તમારા બારમા ભાવ ઉપર હશે અને આ તમારા મેડિકલ માં થવાવાળા ખર્ચા ઉપર વધારો કરી શકે છે કે પછી કામકાજ માટે તમને વિદેશ જવાનો મોકો પણ મળી શકે છે.એની સાથે,તમારા બીજા ભાવ ઉપર ગુરુ ની નવમી દ્રષ્ટિ બચત અને બેન્ક બેલેન્સ માં વધારો કરવાનું કામ કરશે.એના સિવાય,પરિવાર ના સભ્યો સાથે પણ તમારા સબંધ પ્રેમપુર્ણ બનશે.

ઉપાય : દરરોજ 108 વાર ગુરુ ગ્રહ ના બીજ મંત્ર નો જાપ કરો.

વૃશ્ચિક રાશિફળ 2024

બૃહત કુંડળી : જાણો ગ્રહો નો તમારા જીવન ઉપર પ્રભાવ અને ઉપાય

ધનુ રાશિ

ધનુ રાશિવાળા માટે ગુરુ ગ્રહ તમારા લગ્ન ભાવ અને ચોથા ભાવ નો સ્વામી છે અને હવે આ 31 ડિસેમ્બર 2023 ના રોજ મેષ રાશિમાં અને તમારી શિક્ષા,પ્રેમ સબંધ,અને બાળકો નો ભાવ એટલે પાંચમા ભાવમાં માર્ગી થઇ રહ્યો છે.ધનુ રાશિના લોકોના જીવનમાં ગુરુ મેષ રાશિ માં માર્ગી થઈને રાહત આપશે.જો તમે આરોગ્ય,આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વ સબંધિત સમસ્યા નો સામનો કરી રહ્યા હતા,તો હવે એનો અંત થઇ જશે.એની સાથે,પારિવારિક જીવનમાં કોઈ વિવાદ કે માતા સાથે ચાલી રહેલા મતભેદો દુર થઇ જશે.ધનુ રાશિના જે વિદ્યાર્થીઓ અભ્યાસમાં પરેશાની નો અનુભવ કરી રહ્યા હટ્ટ,ગુરુ ના માર્ગી થવાથી એમનું પ્રદશન અભ્યાસમાં સારું થશે.આના સિવાય,પ્રેમ જીવનમાં પણ પ્રેમ વધશે અને જે માતા પિતા ને બાળકો ના કારણે સમસ્યા થઇ રહી હતી એનો પણ હવે અંત થશે.

ગુરુ મેષ રાશિ માં માર્ગી દરમિયાન ગુરુ ગ્રહ ની દ્રષ્ટિ પાંચમા ભાવ થી તમારા નવમા ભાવમાં,અગિયારમા ભાવ અને લગ્ન ભાવ ઉપર પડી રહી હશે.એવા માં,ગુરુ ની પાંચમી દ્રષ્ટિ તમારા નવમા ભાવ ઉપર રહેશે અને આના કારણે તમને પિતા અથવા પિતા સમાન વ્યક્તિ નો પ્યાર મળશે.આ સમયગાળા માં તમારી ઝુકાવ અધિયતમાં પ્રત્ય રહેશે અને તમે ધર્મ-કર્મ ના કામોમાં ભાગ લેતા નજર આવશો.

ઉપાય : ગુરુવાર ના દિવસે પોતાની તર્જની આંગળીમાં સોનાની વીંટી માં પુખરાજ પથ્થર ને બનાવીને પહેરો.

ધનુ રાશિફળ 2024

મકર રાશિ

મકર રાશિવાળા ની કુંડળી માં ગુરુ દેવ ને બારમો ભાવ અને ત્રીજા ભાવ નું સ્વામિત્વ મળેલું છે.હવે 31 ડિસેમ્બર 2023 ના રોજ આ મેષ રાશિમાં અને તમારા ચોથા ભાવમાં માર્ગી થવા જઈ રહ્યો છે.કુંડળી માં ચોથો ભાવ પારિવારિક માહોલ,માતા,જમીન,ઘર અને વાહન વગેરે નું પ્રતિનિધિત્વ કરે છે.તમને જણાવી દઈએ કે ગુરુ માર્ગી થઈને મકર રાશિવાળા ને મિશ્રણ પરિણામ આપશે.એવા માં,આ તમને ખર્ચા વધારવા કે પછી તમને નુકસાન કરવાનું કામ કરે છે.પરંતુ,જેમકે અમે જાણીયે છીએ કે ગુરુ એક લાભકારી ગ્રહ છે અને આ સ્થિતિ માં આ તમારા ખર્ચા ને વધારી શકે છે જેમકે ઘર બનાવું,વાહન લેવું કે મિલકત ખરીદવી વગેરે.એની સાથે,તમે નાની દુરી ની યાત્રા કે પછી વિદેશ યાત્રા માં પૈસા ખર્ચ કરતા નજર આવશો.આ સમયે તમે તમારી રુચિઓ માં પૈસા ખર્ચ કરતા નજર આવી શકો છો કે પછી તમારી આવડત માં નિખાર લાવવાનું કામ કરી શકો છો.જો નાના ભાઈ-બહેન સાથે તમારો કોઈ વિવાદ ચાલી રહ્યો હતો તો, ગુરુ મેષ રાશિ માં માર્ગી અવસ્થા માં દૂર થઇ જશે.

વાત કરીએ ગુરુ ગ્રહ ની દ્રષ્ટિ ની,તો ચોથા ભાવ માં બેસીને ગુરુ ની દ્રષ્ટિ તમારા આઠમા ભાવ,દસમા ભાવ અને બારમા ભાવ ઉપર પડી રહી હશે.એવા માં,મકર રાશિના લોકો માટે ગુરુ ની પાંચમી દ્રષ્ટિ આઠમા ભાવ ઉપર હોવાથી આ તમારા જીવનમાં અનિશ્ચિતા લાવવાનું કામ કરી શકે છે એટલા માટે તમને બહાર આવતી જાતિ વખતે સમય કે વાહન ચલાવતી વખતે સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે.

ઉપાય : ગુરુવાર ના દિવસે કેળા ના ઝાડ ની પુજા કરો અને એની ઉપર પાણી ચડાવો.

મકર રાશિફળ 2024

કુંભ રાશિ

કુંભ રાશિવાળા માટે ગુરુ મહારાજ તમારા અગિયારમા ભાવ અને બીજા ભાવ નો સ્વામી છે જે 31 ડિસેમ્બર 2023 ના રોજ મેષ રાશિમાં અને તમારા ત્રીજા ભાવમાં માર્ગી થવા જઈ રહ્યો છે.કુંડળી માં ત્રીજો ભાવ સાહસ,ભાઈ-બહેન અને નન્હૈ દુરી ની યાત્રાઓ વગેરે નું પ્રતીક માનવામાં આવે છે.એવા માં,કુંભ રાશિના લોકો માટે ગુરુ મેષ રાશિ માં માર્ગી થઈને તમને આર્થિક રૂપે ફાયદો પોહ્ચાડવાનું કામ કરી શકે છે.બીજા શબ્દ માં,તમારી આર્થિક સ્થિતિ માટે ગુરુ ગ્રહ ની માર્ગી ચાલ ફળદાયક કહેવામાં આવશે કારણકે ગુરુ તમારા નાણાકીય ભાવને નિયંત્રણ કરે છે એટલા માટે પૈસા સાથે જોડાયેલ વિષયો ગુરુ ગ્રહ ના હાથ માં હોય છે.આના પરિણામસ્વરૂપ,તમે પૈસા સાથે સબંધિત કોઈપણ સમસ્યા જેમકે તંગી,ખર્ચા માં વધારો કે નુકસાન વગેરે નો સામનો કરી રહ્યો છે,તો હવે તમને એનાથી મુક્તિ મળી જશે.આ સમયમાં તમે આર્થિક પ્રવાહમાં સકારાત્મક રૂપથી વધારા ની ઉમ્મીદ કરી શકો છો.જો પૈસા ના વિષય માં તમારા નાના ભાઈ-બહેન કે ચચેરા ભાઈ સાથે કોઈ મતભેદ ચાલી રહ્યો હતો,તો હવે એ દુર થઇ જશે.કુંભ રાશિવાળા પોતાની આવડત અને કૌશલ માં સિધારો લાવવાની દ્રષ્ટિ થી જે પૈસા ઈન્વેસ્ટ કાર્ય હતા,તો ગુરુ માર્ગી દરમિયાન તમને એનાથી સારો લાભ પ્રાપ્ત થશે.

ત્રીજા ભાવમાંથી ગુરુ દેવ ની દ્રષ્ટિ તમારા સાતમા ભાવ,નવમા ભાવ અને અગિયારમા ભાવ ઉપર પડી રહી હશે.પરંતુ,ગુરુ ગ્રહ ની પાંચમી દ્રષ્ટિ તમારા સાતમા ભાવ ઉપર હશે અને આ તમારા લગ્ન જીવન માટે અનુકુળ રેહવાની સંભાવના છે.આ રાશિના અવિવાહિત લોકોના લગ્ન નો યોગ બનશે.ગુરુ ની સાતમી દ્રષ્ટિ નવમા ભાવ ઉપર હોવાથી તમારી રુચિ અધીયાત્મ કે પ્રતિ વધશે અને ધાર્મિક ગતિવિધિઓ માં તમે ભાગ લઇ શકો છો.

ઉપાય : જો સંભવ હોય,તો ગુરુવાર નું વ્રત કરો.

કુંભ રાશિફળ 2024

મીન રાશિ

મીન રાશિ વાળા માટે ગુરુ ગ્રહ તમારા દસમા ભાવ અને લગ્ન ભાવ નો સ્વામી છે.હવે ગુરુ મહારાજ 31 ડિસેમ્બર 2023 ના રોજ મેષ રાશિમાં અને તમારો બીજો ભાવ એટલે વાણી,બચત અને પરિવાર વગેરે ના ભાવમાં માર્ગી થઇ રહ્યો છે.આના પરિણામસ્વરૂપ,મીન રાશિના લોકો માટે ગુરુ મેષ રાશિ માં માર્ગી ની સ્થિતિ સારી કહેવાય છે કારણકે એ તમારા લગ્ન ભાવ નો સ્વામી છે જો કે તમારા આરોગ્ય ની સારું બનાવાનું કામ કરશે.આ ખાવા પીવા ની ખોટી આદતો ના કારણે થવાવાળી સમસ્યાઓ જેમકે વજન માં વધારો,ખાવાપીવા વાળી સમસ્યા વગેરે ને દૂર કરવામાં તમારી મદદ કરશે.એની સાથે,દસમા ભાવના સ્વામી હોવાના કારણે તમારા વેવસાયિક જીવનમાં ચાલી રહેલી બાધાઓ ને દૂર કરશે અને તમને બધાજ પ્રકારના કષ્ટો થી છુટકારો દેવડાવશે જેનો સામનો તમારે સંચાર કૌશલ ના કારણે કરવો પડી રહ્યો હતો.એની સાથે,ઘર-પરિવાર માં ચાલી રહેલી સમસ્યા નો પણ સમાધાન થશે અને તમારા બેન્ક બેલેન્સ ની સાથે સાથે બચત માં પણ વધારો થશે.

ગુરુ મેષ રાશિ માં માર્ગી ત્યાં,બીજા ભાવ માં બેઠેલા ગુરુ ની દ્રષ્ટિ તમારા છથા ભાવ,આઠમા ભાવ અને દસમા ભાવ ઉપર થશે.સકારાત્મક પક્ષ ની વાત કરીએ તો,ગુરુ ની પાંચમી દ્રષ્ટિ તમારા છથા ભાવ ઉપર હશે જો કે અનુકુળ સાબિત થશે.ખાસ કરીને એ લોકો માટે જે સરકારી નોકરી અથવા સર્વિસ સેક્ટર ની તૈયારી કરી રહ્યા છે.પરંતુ,આ સમયે આ તમને ફેટી લીવર,ડાયાબિટીઝ કે પછી હાર્મોન સાથે જોડાયેલા રોગ વગેરે સમસ્યા દેવાનું કામ કરી શકે છે એટલા માટે તમને તમારા આરોગ્ય નું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે.ગુરુ પોતાની સાતમી દ્રષ્ટિ થી તમારા આઠમા ભાવને જોશે આના પરિણામસ્વરૂપ,તમારા જીવનમાં અનિશ્ચિતાઓ માં વધારો જોવા મળશે.

ઉપાય : પીળા કલર ના કપડાં વધારે પેહરવાનો પ્રયાસ કરો.જો આ સંભવ નહિ હોય,તો પીળા કલર નો રૂમાલ તમારી પાસે રાખો.

મીન રાશિફળ 2024

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો: એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સેંટર

અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. એસ્ટ્રોસેજ સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!

Talk to Astrologer Chat with Astrologer