શુક્ર નો વૃશ્ચિક રાશિ માં ગોચર (25 ડિસેમ્બર,2023)

Author: Sanghani Jasmin | Updated Fri, 08 Dec 2023 09:42 AM IST

એસ્ટ્રોસેજ નું આ ખાસ લેખ તમને શુક્ર નો વૃશ્ચિક રાશિ માં ગોચર વિશે જાણકારી આપશે.શુક્ર ગ્રહ 25 ડિસેમ્બર 2023 ના રોજ સવારે 6 વાગીને 33 મિનિટ પર ગોચર કરવા જઈ રહ્યો છે.આના પરિણામસ્વરૂપે,શુક્ર નો આ ગોચર રાશિચક્ર ની બધીજ રાશિઓ ને કેવી રીતે પ્રભાવિત કરશે.કાળપુરુષ કુંડળી મુજબ,શુક્ર આઠમો ભાવ (વૃશ્ચિક રાશિ)માં ગોચર કરશે.શુક્ર ના આ રાશિ પરિવર્તન ની અસર બધાજ વ્યક્તિના જીવન પડશે,તો શુક્ર ગોચર નો પ્રભાવ જાણતા પેહલા અમે વાત કરશું શુક્ર ગ્રહ અને વૃશ્ચિક રાશિની વિષેસતાઓ વિશે.


ખગોળશાસ્ત્ર મુજબ,શુક્ર એક એવો ગ્રહ છે જે પૃથ્વી ની તુલના માં સૂર્ય ની વધારે નજીક આવેલો છે અને આ આકાર માં પૃથ્વી ની બરાબર છે.ત્યાં,શુક્ર નો વ્યાસ 7600 મિલ છે અને આ સૂર્ય થી48° થી વધારે દૂર નથી જઈ શકતો.પરંતુ,સૌરમંડળ માં શુક્ર ગ્રહ સૌથી વધારે ચમકદાર ગ્રહ છે.

વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાત કરો અને જાણો શુક્ર નો વૃશ્ચિક રાશિ માં ગોચર ના તમારા જીવન ઉપર પ્રભાવ

જ્યોતિષ માં શુક્ર ગ્રહ અને વૃશ્ચિક રાશિ નું મહત્વ

વૈદિક જ્યોતિષ મુજબ,શુક્ર ગ્રહ ને પ્રેમ,વિવાહ,સૌંદર્ય અને સુખ સુવિધાઓ વગેરે નો કારક ગ્રહ માનવામાં આવે છે.કુંડળી માં શુક્ર દેવ નો મજબૂત હોવાથી દેવી લક્ષ્મી નો આર્શીવાદ મળે છે.પરંતુ,શુક્ર ને સ્ત્રી ગ્રહ માનવામાં આવે છે અને આ એક વ્યક્તિની કુંડળી માં સુંદરતા,રચનાત્મકતા અને વિલાસતા વગેરે નું પ્રતિનિધિત્વ કરે છે.શુક્ર દેવ સંગીત,કવિતા,પેન્ટિંગ,ગીત,ઓપેરા,અભિનય વગેરે ને નિયંત્રણ કરે છે.

વૃશ્ચિક રાશિ ની વાત કરીએ તો,આ રાશિચક્ર ની આઠમી રાશિ છે જેનો અધિપતિ દેવ મંગળ છે.વૃશ્ચિક જળતત્વ ની રાશિ છે જે શરીર ના તામસિક તત્વ ને નિયંત્રણ કરે છે અને આ બધીજ રાશિઓમાંથી સૌથી વધારે સંવેદનશિલ રાશિ છે.વૃશ્ચિક રાશિ વ્યક્તિના જીવનમાં આવનારા ઉતાર ચડાવ અને પરિવર્તન ને દાર્શવે છે.એની સાથે,જીવનનો ગહન અને છુપાયેલા રાજ નું પણ પ્રતિનિધિત્વ કરે છે.વૃશ્ચિક રાશિને ખનીજ અને જમીન સંશોધન જેમકે પેટ્રોલ,ગેસ અને રત્નો વગેરે નો પણ કારક માનવામાં આવે છે.આ દુર્ઘટનાઓ,ઇજાઓ અને સર્જરી વગેરે નું પણ પ્રતીક માનવામાં આવે છે.

To Read in English Click Here: Venus Transit In Scorpio (25 December 2023)

આ રાશિફળ તમારી ચંદ્ર રાશિ પર આધારિત છે.તમારી વ્યક્તિગત ચંદ્ર રાશિ હમણાંજ જાણવા માટે ચંદ્ર રાશિ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરો.

શુક્ર નો વૃશ્ચિક રાશિ માં ગોચર: રાશિ મુજબ પ્રભાવ અને ઉપાય

મેષ રાશિ

મેષ રાશિ વાળા માટે શુક્ર તમારા બીજા અને સાતમા ભાવ નો સ્વામી છે.હવે આ 25 ડિસેમ્બર 2023 ના રોજ તમારા આઠમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે જો કે અચાનક થવા વાળી ઘટનાઓ,રહસ્યં અને ગૂઢ વિજ્ઞાન વગેરે નો ભાવ છે.મેષ રાશિના લોકો ની કુંડળી માં આઠમા ભાવમાં કોઈપણ ગ્રહ ની હાજરી ને સારી નથી માનવામાં આવતી,પરંતુ,આ ભાવમાં શુક્ર ની હાજરી થોડી ઉત્તમ કહેવામાં આવે છે.એવા માં,શુક્ર નો વૃશ્ચિક રાશિ માં ગોચર એ લોકો માટે અનુકૂળ રહેશે જે લોકો બેન્કિંગ,રેવેન્યુ જનરેશન સાથે જોડાયેલા છે.આ સમય પાર્ટનર સાથે સંયુક્ત સંપત્તિમાં વધારો કરવાની દ્રષ્ટિ થી સારી રહેશે.આ દરમિયાન સસુરાલ પક્ષ સાથે તમારા સબંધ સંપૂર્ણ રહેશે અને બધાજ કદમ પર તમને એમનો પ્રેમ અને સાથ મળશે.

પરંતુ,શુક્ર નો વૃશ્ચિક રાશિ માં ગોચર થવાથી તમારા સ્વભાવમાં બદલાવ જોવા મળશે અને તમારું અચાનક થી મુડ સ્વિંગ થઇ શકે છે.આના કારણે તમારા અને પાર્ટનર વચ્ચે મતભેદ થવાની આશંકા છે.જો અમે વાત કરીએ શુક્ર ની દ્રષ્ટિની,તો આઠમા ભાવમાં બેઠેલા શુક્ર ની હાજરી તમારા બીજા ભાવ અને પોતાનીજ રાશિ વૃષભ પર પડી રહી હશે.આના પરિણામસ્વરૂપે,શુક્ર ની દ્રષ્ટિ પૈસા સાથે જોડાયેલા મામલો માં સારી કહેવાશે.પરંતુ,કુંડળી માં દશા અનુકૂળ નથી ચાલી રહી,તો તમને કોઈપણ પ્રકારના જોખમ ઉઠાવાથી બચવાની સલાહ આપવામાં આવે છે કારણકે શુક્ર આઠમા ભાવ નો સ્વામી છે જો કે અચાનક થવા વાળી ઘટનાઓ નો ભાવ છે.આ દરમિયાન તમને ઘર પરિવાર ની પણ સાથ મળશે અને આ લોકો ની વાણી બહુ મધુર રહેશે.

ઉપાય : દરરોજ મહિષાસુર મર્દની નો પાઠ કરો.

મેષ રાશિફળ 2024

વૃષભ રાશિ

વૃષભ રાશિ વાળા માટે શુક્ર દેવ તમારા લગ્ન ભાવ અને છથા ભાવ નો સ્વામી છે અને 25 ડિસેમ્બર 2023 ના રોજ શુક્ર નો વૃશ્ચિક રાશિ માં ગોચર અને તમારા સાતમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.કુંડળીમાં સાતમો ભાવ લગ્ન,જીવનસાથી અને બિઝનેશ પાર્ટ્નરશિપ વગેરે નું પ્રતિનિધિત્વ કરે છે.એવા માં,વૃષભ રાશિના લોકોનું પુરુ ધ્યાન સાતમા ભાવ થી સબંધિત મામલો પર થશે.શુક્ર નો આ ગોચર એ લોકો માટે ફળદાયક રહેશે જે લોકો ફ્રીલાન્સર,નોકરી કરે છે અથવા વેપાર માટે ભાગીદાર ની તલાશ માં છે.આ સમયગાળા દરમિયાન તમે તમારા બિઝનેશ માટે પાર્ટનર અથવા નિવેશક શોધવામાં સક્ષમ થશો.ત્યાં,વૃષભ રાશિના શાદીશુદા લોકો જીવનમાં પરેશાનીઓ નો સામનો કરી રહ્યા છે,તો હવે એમની પાસે આ સમસ્યાઓ ના નિવારણ માટે નો અવસર અને સમય બંને હશે.એવા માં,તમે સંબંધમાં પ્રેમ અને તાલમેલ બંને વધારવામાં સક્ષમ હશો.

ત્યાં,વૃષભ રાશિના લોકો જો લગ્ન ના બંધન માં બંધાવા માંગે છે,એ શુક્ર ગોચર દરમિયાન ગંભીર રૂપથી યોગ્ય પાર્ટનર ની શોધ કરતા નજર આવશે.પરંતુ,શુક્ર તમારા છથા ભાવ નો સ્વામી પણ છે અને આના પરિણામસ્વરૂપે,તમારે પાર્ટનર ના આરોગ્ય નું ખાસ રૂપે ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે.શુક્ર નો વૃશ્ચિક રાશિ માં ગોચર દરમિયાન તમને દુશ્મન અને વિરોધીઓ તરફ થી સમસ્યાઓ અને ચુનોતીઓ નો સામનો કરવો પડી શકે છે.આના સિવાય,સાતમા ભાવમાં હાજર શુક્ર ની નજર પોતાનીજ રાશિ વૃષભ માં લગ્ન ભાવ ઉપર પડી રહી હશે.એવા માં,તમે તમારો સમય અને ધન નો ઉપયોગ પોતાના સૌંદર્ય માં નિખાર લાવવા માટે કરી શકો છો.

ઉપાય : તમારા બેડરૂમ માં દરરોજ કાર્ટજ પથ્થર રાખો.

વૃષભ રાશિફળ 2024

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારેજ ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

મિથુન રાશિ

મિથુન રાશિના લોકો માટે શુક્ર તમારા બારમા ભાવ અને પાંચમા ભાવ નો સ્વામી છે અને આ 25 ડિસેમ્બર 2023 ના રોજ તમારા છથા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.કુંડળી માં છથો ભાવ દુશ્મન,આરોગ્ય,પ્રતિયોગિતા અને મામા નો માનવામાં આવે છે.આ પ્રકારે મિથુન રાશિ વાળા માટે શુક્ર એક મિત્ર ગ્રહ છે.પરંતુ,શુક્ર નો વૃશ્ચિક રાશિ માં ગોચર બીજી રાશિઓ ની તુલનામાં તમારા માટે થોડો કમજોર થઇ શકે છે.એની સાથે,થોડી સમસ્યાઓ પણ લઈને આવી શકે છે.તમને જણાવી દઈએ કે છથા ભાવમાં શુક્ર ની સ્થિતિ ને વધારે સારી નથી માનવામાં આવતી કારણકે કાળપુરુષ કુંડળી મુજબ,છથા ભાવમાં શુક્ર નીચે નો થઇ જાય છે.એવા માં,આ સમય કોઈપણ વ્યક્તિને પૈસા ઉધાર દેવાથી બચો.

આ લોકોને પોતાના રોજિંદા જીવનમાં અત્યધિક અનુશાસિત થઈને ચાલવું પડશે.શુક્ર નો વૃશ્ચિક રાશિ માં ગોચર ના સમયગાળા માં મિથુન રાશિવાળા ને પોતાના ચરિત્ર ને સ્વચ્છ અને જીવનમાં ઊંચું મૂલ્ય બનાવી રાખવું પડશે કારણકે કોઈપણ પ્રકારના અવૈધ સંબંધમાં પડીને પોતાના માટે મુસીબત ઉભી કરવાનું કામ કરી શકે છે. શુક્ર નો વૃશ્ચિક રાશિ માં ગોચર ના સમયગાળા માં તમારા સ્વભાવ પર નિયંત્રણ રાખો અને ખોટા કામો માં પડવાથી બચો,નહિ તો તમારે બદનામી નો સામનો કરવો પડી શકે છે કારણકે આ સમયગાળા માં તમારા દુશ્મન તમારા વિરુદ્ધ સડયંત્ર રચવાનો પ્લાન કરી શકે છે.પરંતુ,જો સકારાત્મક પક્ષ ની વાત કરીએ તો,શુક્ર ગોચર નો સમય મિથુન રાશિના એ વિદ્યાર્થીઓ માટે અનુકુળ રહેશે જે લોકો પ્રતિયોગિતા પરીક્ષા ની તૈયારીમાં પડેલા છે અથવા વિદેશ જવાની તૈયારી કરી રહ્યા છે.આનાથી ઉલટું,છથા ભાવમાં બેસેલા શુક્ર ની નજર પોતાનીજ રાશિ વૃષભ અને તમારા બારમા ભાવ ઉપર પડી રહી છે.આના પરિણામસ્વરૂપે, આ લોકોના ભવ્ય જીવન જીવવાનું કારણ તમારા ખર્ચા માં વધારો લાવી શકે છે.જો તમારી કુંડળી માં દશા અનુકુળ નહિ થઇ,તો તમારે નુકસાન પણ ઉઠાવું પડી શકે છે.

ઉપાય : અંધ વિદ્યાલયો માં સેવાઓ નું દાન કરો.

મિથુન રાશિફળ 2024

કર્ક રાશિ

કર્ક રાશિ વાળા માટે શુક્ર ગ્રહ તમારા અગિયારમા અને ચોથા ભાવ નો સ્વામી છે જે હવે 25 ડિસેમ્બર 2023 ના રોજ તમારે શિક્ષણ,પ્રેમ સંબંધ અને બાળક નો ભાવ એટલે પાંચમા ભાવ માં ગોચર કરવા જઈ રહ્યો છે.આના પરિણામસ્વરૂપે,કર્ક રાશિના લોકો માટે શુક્ર નો વૃશ્ચિક રાશિ માં ગોચર અનુકુળ રહેશે.આ દરમિયાન તમે રચનાત્મક થી ભરેલા રેહશો અને પ્રેમી જોડા એક બીજા સાથે આનંદમય સમય પસાર કરશે અને એવા માં,તમારા બંને ના સબંધ મજબુત થશે.આ રાશિના જે લોકો સિંગલ છે,તે લોકો આ સમયે નવા સબંધ માં પ્રવેશ કરી શકે છે અને એમની પાર્ટનર સાથે મુલાકાત સોશ્યિલ મીડિયા ના માધ્યમ થી થઇ શકે છે.જે વિદ્યાર્થીઓ નો સબંધ ડિઝાઇનિંગ,કલા અથવા ફેશન વગેરે રચનાત્મક ક્ષેત્ર સાથે છે એમના માટે શુક્ર નો વૃશ્ચિક રાશિ માં ગોચર નો સમય અનુકુળ રહેશે.આ રાશિના જે લોકો પોતાના પરિવાર ને વધારવા માંગે છે,એમને આ સમયે શુભ સમાચાર મળી શકે છે.

કર્ક રાશિના માતા પિતા પોતાના બાળકો સાથે યાદગાર સમય પસાર કરતા નજર આવશે.એવા માં,બાળકો ના કારણે તમે ઘર પરિવાર ના સુખદ વાતાવરણ નો આનંદ લઇ શકશો.એની સાથે,તમે બાળકો ની જરૂરિયાત ને ધ્યાન માં રાખીને કોઈ વાહન જેમ કે સાઈકલ,ટુ વહીલર અથવા ગાડી વગેરે ખરીદવાની યોજના બનાવી શકો છો.વાત કરીએ શુક્ર ની દ્રષ્ટિ ની,તો પાંચમા ભાવમાં બેઠેલા શુક્ર ની દ્રષ્ટિ તમારા અગિયારમા ભાવ ઉપર રહેશે અને ફળસ્વરૂપ,આ લોકો સામાજિક મેલજોલ બનાવીને અને મિત્રો સાથે પાર્ટી કરતા નજર આવશે.કુંડળી માં પાંચમો ભાવ સટ્ટાબાજી ને દાર્શવે છે અને એટલા માટે તમે નિવેશ વગેરે ના માધ્યમ થી સારો નફો કમાઈ શકો છો.પરંતુ,આવું પગલું ઉઠાવતી પેહલા તમારે કોઈ અનુભવી જ્યોતિષ દ્વારા કુંડળી માં ચાલી રહેલી દશા ની વિશ્લેસણ કરવાની સલાહ આપવામાં આવે છે.

ઉપાય : શુક્રવાર ના દિવસે ગુલાબી અથવા ક્રીમ કલર ના કપડાં પહેરો.

કર્ક રાશિફળ 2024

સિંહ રાશિ

સિંહ રાશિવાળા લોકો ની કુંડળી માં શુક્ર ગ્રહ ને દસમા ભાવ અને ત્રીજા ભાવ નું આધિપત્ય મળેલું છે અને હવે આ 25 ડિસેમ્બર 2023 ના રોજ તમારા ચોથા ભાવમાં ગોચર કરશે જો કે માતા,ઘરેલુ જીવન,ઘર,વાહન,સંપત્તિ વગેરે નો ભાવ છે.એવા માં,સિંહ રાશિના લોકો માટે એ કેહવું ખોટું નહિ હોય કે શુક્ર નો વૃશ્ચિક રાશિ માં ગોચર તમારા ઘર પરિવાર ને ખુશીઓ થી ભરી દેશે.આ સમયે તમે ઘરેલુ જીવન થી ઘણા ખુશ જોવા મળશો.શુક્ર ગોચરના સમયગાળા માં તમારા નાના ભાઈ-બહેન અથવા ચચેરા ભાઈ તમને મળવા માટે તમારા ઘરે આવી શકે છે.સિંહ રાશિના બોસ તમારા સહકર્મીઓ ને મોટીવેટ કરવા માટે પોતાના ઘર પર પાર્ટી આપી શકે છે અથવા ફરીથી આ રાશિના કર્મચારી પોતાના બોસ અથવા સહકર્મીઓ ને લંચ અથવા ડિનર માટે પોતાના ઘરે બોલાવી શકે છે.

શુક્ર નો વૃશ્ચિક રાશિ માં ગોચર ઘર પરિવાર માં સુખ સુવિધાઓ ને વધારવા માટે સારો કહેવાય છે અને એવા માં,તમે નવું ઘર,નવું વાહન અથવા કોઈ લગજરી વસ્તુ ખરીદી શકો છો.ત્યાં,ચોથા ભાવમાં હાજર શુક્ર ની નજર તમારા પૈસા નો ભાવ એટલે કે દસમા ભાવ પર પડી રહી હશે.આના પરિણામસ્વરૂપે,આ સમય એ લોકો માટે સારો રહેશે જેના સબંધ વેપાર,થિયટર વગેરે સાથે છે.આના સિવાય,લગઝરી સેવાઓ જેમ કે બ્યુટી,ડેકોર વગેરે સાથે સબંધિત વેપાર કરવાવાળા લોકો માટે શુક્ર ગોચર નો સમયગાળો અનુકૂળ રહેશે કારણકે આ દરમિયાન તમને વેપાર માં લાભ મળશે.સિંહ રાશિ વાળા આ દરમિયાન ઘરે થી કામ કરતા દેખાઈ શકે છે અથવા ફરીથી કોઈ નવો વેપાર કરવાની રુચિ રાખી શકે છે.

ઉપાય : શુક્રવાર ના દિવસે પોતાના ઘરમાં સફેદ કલર નું ફુલ નો છોડ લગાવો અને એની દેખભાળ કરો.એની સાથે,કાર્યસ્થળ પર પણ સફેદ ફુલ રાખો.

સિંહ રાશિફળ 2024

કન્યા રાશિ

કન્યા રાશિના લોકો માટે શુક્ર મહારાજ તમારા નાવમાં અને બીજા ભાવ નો સ્વામી છે.25 ડિસેમ્બર 2023 ના રોજ શુક્ર તમારા ત્રીજા ભાવમાં પ્રવેશ કરશે.કુંડળી માં ત્રીજો ભાવ ભાઈ-બહેન,રુચિ,નાની દુરી ની યાત્રા અને સંચાર કૌશલ વગેરે નું પ્રતિનિધિત્વ કરે છે.કન્યા રાશિવાળા માટે અમે એક વાત કહી શકીએ છીએ કે શુક્ર નો વૃશ્ચિક રાશિ માં ગોચર દરમિયાન તમારા વાતચીત કરવાની રીત બહુ સારી રેહવાની છે.એની સાથે,આ સમયે તમારે ઘણી બધી યાત્રાઓ કરવી પડી શકે છે જેના કારણે તમારા ખર્ચા વધવાની આશંકા છે.કન્યા રાશિવાળા પોતાના પરિવાર સાથે કોઈ યાત્રા નો પ્લાન કરી શકે છે અને યાત્રા નાની અને મોટી કોઈપણ હોય શકે છે.

શુક્ર ગોચર દરમિયાન તમે તમારા શોખ પુરો કરવા માટે બહુ વધારે પૈસા ખર્ચ કરશો.પરંતુ,તમે જે પૈસા ખર્ચ કરશો એ વ્યર્થ નહિ જાય કારણકે તમે તમારી રુચિઓ નો આનંદ લેશો અને બહુ મોજ મસ્તી કરશો.જો તમે કોઈ એડવેન્ચર થી ભરેલી યાત્રા પર જવા માંગો છો,તો આવું કરવા માટે આ સમય બહુ સારો રહેશે.આ સમયગાળા માં નાના ભાઈ-બહેનો અને ચચેરા ભાઈ સાથે તમારા સબંધ બહુ પ્રેમપૂર્ણ રહેશે.વાત કરીએ શુક્ર ની દ્રષ્ટિ ની,તો ત્રીજા ભાવમાં હાજર શુક્ર ની દ્રષ્ટિ તમારા નાવમાં ભાવ અને પોતાનીજ રાશિ વૃષભ ઉપર થશે.આના પરિણામસ્વરૂપે,આ લોકોના પિતા,ગુરુ અને મેન્ટર નો સાથ મળશે.એની સાથે,કન્યા રાશિવાળા નો ઝુકાવ અધ્યતમાં ને પ્રત્ય રહેશે અને આ જ ક્રમ માં,તમે ધાર્મિક ગતિવિધિઓ અને તીર્થયાત્રા પર પણ પૈસા ખર્ચ કરતા નજર આવશો.

ઉપાય : નાના ભાઈ-બહેન ને પરફ્યુમ,ઘડિયાળ અથવા કોઈ કિંમતી વસ્તુ ભેટ માં આપો.

કન્યા રાશિફળ 2024

કુંડળી માં હાજર રાજ યોગ ની બધીજ જાણકારી મેળવો.

તુલા રાશિ

તુલા રાશિના લોકો માટે શુક્ર દેવ તમારા લગ્ન અને આઠમા ભાવ નો સ્વામી છે જો કે 25 ડિસેમ્બર 2023 ના રોજ તમારા બીજા ભાવ માં ગોચર કરવા જઈ રહ્યો છે.કુંડળી માં બીજો ભાવ પરિવાર,બચત અને વાણી વગેરે નો માનવામાં આવ્યો છે.એવા માં,શુક્ર નો વૃશ્ચિક રાશિ માં ગોચર દરમિયાન તુલા રાશિ વાળા નું પુરુ ધ્યાન બીજા ભાવ ને સબંધિત મામલો પર રહેશે.આ સમયે તમે પરિવાર સાથે આનંદમય સમય પસાર કરશો અને આખી ઝીંદગી નહિ ભુલાઈ એવી ઘણી યાદ બનાવશો.પરંતુ,જેમકે અમે તમને જણાવ્યુ કે શુક્ર મહારાજ આઠમા ભાવના સ્વામી પણ છે અને એવા માં,જો તમારી કુંડળી માં પ્રતિકુળ દશા ચાલી રહી છે,તો આ તમારા જીવનમાં અનિચ્છિત લાવવાનું કામ કરી શકે છે અને તમે પરિવાર ને લઈને વધારે પઝેસિવ થઇ શકો છો.શુક્ર ગોચર દરમિયાન આ લોકોની અંદર બેંક બેલેન્સ માં વધારો કરવાની પ્રબળ ઈચ્છા હાજર હશે અથવા આ લોકો પૈસા ના વધારો કરવામાં નજર આવશે.પરંતુ,બીજા ભાવ માં શુક્ર ના ગોચર તમને આર્થિક રૂપે સમૃદ્ધ બનાવશે.

બીજા ભાવ ના શુક્ર મહારાજ ની હાજરી તમારા અવાજ ને મધુર બનાવાનું કામ કરશે.એવા માં,આ સમય ગાયક,કોમેન્ટેટર,ડબલીંગ એકટર વગેરે માટે અનુકુળ કહેવામાં આવે છે.પરંતુ,જો નકારાત્મક પક્ષ ની વાત કરીએ તો,કુંડળી માં બીજો ભાવ ખાન પાન ની આદત નું પણ પ્રતિનિધિત્વ કરે છે અને આના પરિણામસ્વરૂપે,શુક્ર નો વૃશ્ચિક રાશિ માં ગોચર દરમિયાન તમે તળેલી વસ્તુઓ અને દારૂ વગેરે નું સેવન કરી શકો છો જેને તમારા આરોગ્ય માટે સારું નથી માનવામાં આવતું.આના ફળસ્વરૂપે,તમારા ખર્ચા માં વધારો થઇ શકે છે.ત્યાં,બીજા ભાવ માં શુક્ર ની નજર તમારા આઠમા ભાવ ઉપર પડી રહી હશે અને એના પ્રભાવ થી પાર્ટનર સાથે તમારી સંયુક્ત સંપત્તિ માં વધારો થવાની સંભાવના છે.એની સાથે,સસુરાલ પક્ષ ના લોકો સાથે તમારા સબંધ મધુર બનશે.

ઉપાય : શુક્ર દેવ પાસેથી શુભ પરિણામ મેળવા માટે જમણા હાથ ની નાની આંગળીમાં સોનાથી બનાવેલી સારી ગુણવતા વાળી ઓપેલ અથવા હીરા નું ધારણ કરો.

તુલા રાશિફળ 2024

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકોની કુંડળી માં શુક્ર મહારાજ તમારા સાતમા અને બારમા ભાવ નો સ્વામી છે અને આ તમારા વ્યક્તિત્વ અને શરીર નો ભાવ એટલે કે લગ્ન ભાવ માં પ્રવેશ કરવા જઈ રહ્યો છે.શુક્ર નો વૃશ્ચિક રાશિ માં ગોચર ના કારણે આ તમારા વ્યક્તિત્વ ને સુંદર અને આકર્ષક બનાવાનું કામ કરશે.એવા માં,તમે પોતાના ઉપર વધારે પૈસા ખર્ચ કરતા નજર આવશો અને એના પરિણામસ્વરૂપે,તમારા ખરચ માં વધારે થવાની સંભાવના છે કારણકે શુક્ર તમારા બારમા ભાવ ની સ્વામી પણ છે.વૃશ્ચિક રાશિવાળા ને સલાહ આપવામાં આવે છે કે આ ગોચર દરમિયાન તમારા આરોગ્યને લઈને સાવધાન રહો.પરંતુ,આ રાશિના જે લોકો કલાકાર અથવા સ્ટેજ શો પર્ફોર્મ કરે છે એમને તેમના કામ ના કારણે સમાજ માં એક નવી ઓળખ મળશે અને લોકો તમારા કામ ના વખાણ કરશે.એની સાથે,આ લોકો ને વિદેશ માં પોતાની કલા નું પ્રદશન કરવાનો મોકો પણ મળી શકે છે.આના ફળસ્વરૂપે,આ લોકો વિપરીત લિંગ ની વચ્ચે પણ લોકપ્રિયતા મેળવશે અને સંભવ છે કે આ દરમિયાન તમને લગ્ન માટે જીવનસાથી પણ મળી જાય.

હવે આગળ વધીએ અને વાત કરીએ શુક્ર ની દ્રષ્ટિ ની તો,પેહલા ભાવ માં બેઠેલા શુક્ર ની નજર તમારા સાતમા ભાવ ઉપર રહેશે.કુંડળી માં સાતમો ભાવ લગ્ન અને બિઝનેશ પાર્ટનરશીપ નું પ્રતિનિધિત્વ કરે છે.એવા માં,આ સમય વૃશ્ચિક રાશિના શાદીસુદા લોકોના લગ્ન જીવન માટે સારો રહેશે અને આ સમયે તમારો સબંધ પ્રેમપૂર્ણ રહેશે.શુક્ર ના દ્રષ્ટિના પ્રભાવ થી તમને જીવનસાથી સાથે સમય પસાર કરવાના ઘણા મોકા મળશે જેનાથી તમારા બંનેના સબંધ મજબૂત થશે.જો પાર્ટનર સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો હોય,તો આ સમય એ બધી સમસ્યા ને દૂર કરવાનો સૌથી સારો સમય છે.પાર્ટ્નરશિપ માં નવો ધંધો ચાલુ કરવા માટે આ સમય બહુ અનુકુળ છે.

ઉપાય : દરરોજ પરફ્યુમ અને સુગંધિત અત્તર નો ઉપયોગ કરો.શુભ પરિણામો ને મેળવા માટે ચંદન ના અત્તર અથવા પરફ્યુમ નો ઉપયોગ કરો.

વૃશ્ચિક રાશિફળ 2024

બૃહત કુંડળી : જાણો ગ્રહો નો તમારા જીવન ઉપર પ્રભાવ અને ઉપાય

ધનુ રાશિ

ધનુ રાશિવાળા માટે શુક્ર ગ્રહ તમારા છથા ભાવ અને અગિયારમા ભાવ નો સ્વામી છે જે 25 ડિસેમ્બર 2023 ના રોજ તમારા બારમા ભાવ માં પ્રવેશ કરશે.કુંડળી માં બારમો ભાવ વિદેશ,ખર્ચા,અલગામ અને નુકસાન વગેરે નું પ્રતિનિધિત્વ કરે છે.ધનુ રાશિવાળા માટે શુક્ર ને મિત્ર ગ્રહ નથી કહેવામાં આવતો અને બારમા ભાવ માં શુક્ર ના ગોચર તમારા જીવનમાં ઘણી પરેશાનીઓ ઉભી કરવાનું કામ કરી શકે છે.પરંતુ,અગિયારમા ભાવમાં સ્વામીના રૂપમાં શુક્ર મહારાજ ના બારમા ભાવમાં ગોચર નો સમય કોઈપણ રીતની નિવેશ માટે સારો નહિ રેહવાની આશંકા છે.એની સાથે,આ દરમિયાન તમે તમારી ઈચ્છાઓ ને પુરી કરવામાં બહુ પૈસા ખર્ચ કરશો.

છથા ભાવના સ્વામીના રૂપમાં શુક્ર નો બારમા ભાવમાં ગોચર એ લોકો માટે ફળદાયક રહેશે જે એમએનસી અથવા ઇન્ટરનૅશનલ કંપની માં કામ કરે છે.પરંતુ,સકારાત્મક પક્ષ ની વાત કરીએ,તો શુક્ર ગોચર આધયાત્મિક રૂપથી પ્રગતિ મેળવા અને ધ્યાન વગેરે કરવા માટે અનુકુળ રહેશે.પરંતુ,આ સમયે તમે લગ્ઝરી ની સાથે સાથે મનોરંજન ની વસ્તુઓ ઉપર પણ પૈસા ખર્ચ કરતા નજર આવશો.ત્યાં,બારમા ભાવમાં હાજર શુક્ર ની નજર તમારા છથા ઘર ઉપર પડી રહી હશે અને એના પરિણામસ્વરૂપે,તમારા દુશ્મન તમને નુક્સાન પોહ્ચાડવાની કોશિશ કરી શકે છે.શુક્ર નો વૃશ્ચિક રાશિ માં ગોચર તમને થોડી આરોગ્યને લગતી સમસ્યા પણ આપી શકે છે.

ઉપાય : દરરોજ 108 વાર ‘ઓમ શુક્રાય નમઃ’નો જાપ કરો.

ધનુ રાશિફળ 2024

મકર રાશિ

મકર રાશિના લોકોની કુંડળી માં શુક્ર ને દસમો અને પાંચમા ભાવ નું સ્વામિત્વ મળેલું છે.હવે શુક્ર 25 ડિસેમ્બર 2023 ના રોજ તમારા અગિયારમા ભાવમાં ગોચર કરતો નજર આવશે.કુંડળી માં અગિયારમો ભાવ ધન લાભ,ઈચ્છાઓ,મોટા ભાઈ-બહે,કાકા વગેરે નું પ્રતિનિધિત્વ કરે છે.મકર રાશિના લોકો માટે શુક્ર નો વૃશ્ચિક રાશિ માં ગોચર તમારા અગિયારમા ભાવમાં થશે અને એ તમારા માટે અનુકુળ રહેશે કારણકે શુક્રદેવ તમારા માટે યોગકારક ગ્રહ છે.આના પરિણામસ્વરૂપ,આ લોકોને નોકરીમાં કરેલી મેહનત નું ફળ મળશે અને તમે આર્થિક રૂપથી લાભ ની ઉમ્મીદ પણ કરી શકો છો.પરંતુ,આ બધા સકારાત્મક પરિણામ પોતાની સાથે ઘણા બદલાવ લઈને આવી શકે છે.મકર રાશિના જે વિવાહિત લોકો પોતાના પરિવાર માં વધારો કરવા માંગે છે,એમને શુક્ર ગોચર દરમિયાન શુભ સમાચાર મળી શકે છે.ત્યાં,મકર રાશિના માતા પિતા ને પોતાની જીમ્મેદારીઓ નો અહેસાસ થઇ શકે છે અને પોતાના બાળકો ના ભવિષ્ય ને સુરક્ષીત બનાવા માટે કોઈ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે.

આ લોકોના અતીત માં કરવામાં આવેલા નિવેશ થી ધન લાભ થવાની સંભાવના છે.શુક્ર ગોચર દરમિયાન તમારી બધીજ જાત ની ભૌતિક ઈચ્છઓ પુરી થશે.મકર રાશિના લોકો પોતાના મિત્રો અથવા ઓફિસ ના સાથીદાર સાથે પાર્ટી કરવામાં અને મેલજોલ વધારવામાં બહુ સમય પસાર કરશે.આનાથી ઉલટું અગિયારમા ભાવમાં હાજર શુક્ર ની દ્રષ્ટિ તમારા પાંચમા ભાવ ઉપર પડી રહી હશે.એવા માં,તમને પાંચમા ભાવ સાથે જોડાયેલા મામલો માં સુખ શાંતિ ની પ્રાપ્તિ થશે.જો વાત કરીએ,આ રાશિના પ્રેમી જોડા ની,તો શુક્રના સમયગાળા માં તમે પાર્ટનર સાથે બહુ સારો સમય પસાર કરશો અને આના પરિણામસ્વરૂપે,તમારા બંનેના સબંધ બહુ મજબુત થશે.આ ગોચર દરમિયાન મકર રાશિના લોકો રચનાત્મક થી ભરેલા રહેશે અથવા ડિઝઈનીંગ વગેરે માં સારા રહેશે.આ રાશિના માતા પિતા ના એમના બાળકો સાથે સબંધ મધુર બની રહેશે.

ઉપાય : શુક્રવાર ના દિવસે ચાંદી નો એક ટુકડો તમારા પાકીટ માં રાખો.

મકર રાશિફળ 2024

કુંભ રાશિ

કુંભ રાશિવાળા માટે શુક્ર તમારા નવમા ભાવ અને ચોથા ભાવ નો સ્વામી છે જે હવે 25 ડિસેમ્બર 2023 ના રોજ તમારા દસમા ભાવમાં ગોચર કરશે.કુંડળી માં દસમો ભાવ પૈસા,કાર્યસ્થળ અને સામાજિક છબી વગેરે ને દાર્શવે છે.એવા માં,કુંભ રાશિના લોકો માટે શુક્ર નો વૃશ્ચિક રાશિ માં ગોચર ફળદાયક રહેશે,ખાસ કરીને એ લોકો માટે જેમની કારકિર્દી અથવા વેપાર શુક્ર ના સબંધિત વિભાગમાં ફેશન,ડિઝઈનીંગ,લગ્ઝરી વસ્તુઓ,જ્વેલરી,બ્યુટી પ્રોડક્ટસ અથવા મહિલાઓ સાથે જોડાયેલી વસ્તુઓ સાથે સબંધ રાખે છે.એની સાથે,આ સમય ગાયક,એક્ટર અથવા કલાકારો વગેરે માટે પણ શુભ રહેશે.આ લોકોને કાર્યક્ષેત્ર પર મહિલા અધિકારીઓ અથવા બોસ નો પણ સાથ મળશે.પરંતુ,કુંભ રાશિવાળા લોકોને સલાહ આપવામાં આવે છે કે આમનો આદર કરો અને પોતાની તરફ થી એમનો બધીજ સંભવ મદદ કરો કારણકે જો તમે એમનું સન્માન નહિ કરો અને એમની મદદ પણ નહિ કરો,તો આવો વેવહાર તમારા વેવસાયિક જીવનમાં બદનામી અને સમસ્યોઓ લઈને આવી શકે છે.

એની સાથે,શુક્ર નો વૃશ્ચિક રાશિ માં ગોચર ના સમયગાળા માં તમને કાર્યસ્થળ માં બદલાવ નો સામનો કરવો પડી શકે છે.તમે પિતા,ગુરુ,અથવા મેન્ટર ના આર્શિવાદ થી પોતાના વેવસાયિક જીવનમાં આગળ વધવામાં સક્ષમ હસો.એવા માં,તમારે સમય સમય પર એમના આર્શિવાદ અને સલાહ લેવાની સલાહ આપવામાં આવે છે કારણકે આ તમારા માટે ફળદાયક સાબિત થશે.પરંતુ,દસમા ભાવમાં બેઠેલા શુક્ર ની દ્રષ્ટિ તમારા ઘરેલુ જીવન,ઘર અને માતા નો ભાવ એટલે કે ચોથા ભાવ ઉપર થશે.એવા માં,શુક્ર ના પ્રભાવ ના કારણે ઘર પરિવાર નો માહોલ ખુશીઓ થી ભરેલો રહેશે અને આ સમય લગ્ઝરી વસ્તુઓ અથવા નવું ઘર વગેરે ખરીદવાં માટે સારો રહેશે.

ઉપાય : માતા વૈભવ લક્ષ્મી ની પુજા અને વ્રત કરો.એની સાથે,શુક્રવાર ના દિવસે એમને લાલ રંગ ના ફુલ ચડાવો.

કુંભ રાશિફળ 2024

મીન રાશિ

મીન રાશિવાળા ની કુંડળી માં શુક્રદેવ ને ત્રીજો અને આઠમા ભાવ નું આધિપત્ય મળેલું છે.હવે આ 25 ડિસેમ્બર 2023 ના રોજ તમારા નવમા ભાવમાં ગોચર કરશે જો કે ધર્મ,ધાર્મિક ગતિવિધિઓ,પિતૃત્વ,લાંબી દુરી ની યાત્રા,તીર્થસ્થળ અને નસીબ વગેરે નો ભાવ છે.સામાન્ય રીતે શુક્ર ગ્રહ ને મીન રાશિવાળા નો મિત્ર ગ્રહ નથી માનવામાં આવતો,પરંતુ શુક્ર નો વૃશ્ચિક રાશિ માં ગોચર તમારા નવમા ભાવમાં થવાથી તમને મિશ્રણ પરિણામ આપશે.કારણકે આ ભાવમાં શુક્ર ની સ્થિતિ ને સારી માનવામાં આવી છે.આ દરમિયાન તમારો ઝુકાવ અધીયતમાં તરફ હશે અને તમે ધાર્મિક ગતિવિધિઓ માં બહુ ભાગ લેતા નજર આવશો.એની સાથે,તમારા પિતા,મેન્ટર અને ગુરુઓ સાથે તમારા સબંધ સારા રહેશે અને તમને એમની સાથે સમય પસાર કરવાનો મોકો મળશે.આના પરિણામસ્વરૂપે,તમે એમના જ્ઞાન અને અનુંભવ ના કારણે આગળ વધવામાં સક્ષમ થઇ શકશો.

પરંતુ,શુક્ર નો વૃશ્ચિક રાશિ માં ગોચર ના સમયગાળા માં તમને તમારા આરોગ્ય પ્રત્ય સાવધાન રેહવાની સલાહ આપવામાં આવે છે.આ દરમિયાન તમે લાંબી દુરી ની યાત્રાઓ પર ઘણા પૈસા ખર્ચ કરશો.પરંતુ,આ સમયને મીન રાશિના એ વિદ્યાર્થીઓ માટે પણ ફળદાયક કહેવામાં આવશે જે માસ્ટર,પીએચડી અથવા ગૂઢ વિજ્ઞાન માં રિસેર્ચ વગેરે નો અભ્યાસ કરવા માંગે છે.પરંતુ,નવમા ભાવમાં બેસીને શુક્ર મહારાજ તમારા નાના ભાઈ-બહેન,રુચિ અને નાની દુરી ની યાત્રાઓ નો ભાવ એટલે ત્રીજા ભાવમાં જોઈ રહ્યા હશે અને આના પર પૈસા પણ ખર્ચ કરશે.નાના ભાઈ-બહેનો અને ચચેરા ભાઈ સાથે તમારા સબંધ મધુર બની રહેશે અને એવા માં,તમે એમની સાથે કોઈ નાની દુરી ની યાત્રા અથવા ધાર્મિક સ્થળ પર જવાનો પ્લાન કરી શકો છો.આ રાશિના જે લોકોનો જૂડાવ એન્ટરટેઇન્મેન્ટ મીડિયા અથવા બિઝનેશ સાથે છે,એ લોકો આ સમયે રચનાત્મક થી ભરેલા રહેશે.

ઉપાય : શુક્રવાર ના દિવસે માતા લક્ષ્મી ની પુજા કરો અને એમને કમળ નું ફુલ પણ ચડાવો.

મીન રાશિફળ 2024

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો: એસ્ટ્રોસેજ ઓનલાઈન શોપિંગ સેંટર

અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. એસ્ટ્રોસેજ સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!

Talk to Astrologer Chat with Astrologer