February, 2026 નું તુલા રાશિફળ - આવતા મહિના નું રાશિફળ
February, 2026
તુલા રાશિ માં જન્મેલા લોકો માટે આ મહિનો ઉતાર ચડાવ થી ભરેલો રેહવાની સંભાવના છે.તમારા ચોથા ભાવમાં મંગળ,સુર્ય,બુધ અને શુક્ર મહિનાની શૃરૂઆત માં રહેશે,જે મહિનાના ઉત્તરાધ સુધી તમારા પાંચમા ભાવમાં ચાલ્યો જશે.કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી આ મહિનો મધ્યમ રેહવાની સંભાવના છે.જો વિદ્યાર્થી ની વાત કરીએ તો તમારા માટે આ ફેબ્રુઆરી નો મહિનો બહુ ચુનૌતીપુર્ણ રેહવાની પ્રબળ સંભાવના છે.કારણકે આખો મહિનો રાહુ મહારાજ તમારા પાંચમા ભાવમાં બિરાજમાન રહેશે જેનાથી તમારી બુદ્ધિ તો તેજ થશે અને તમે કામને આસાનીથી કરી શકશો પરંતુ અહીંયા રાહુ વચ્ચે વચ્ચે સમસ્યા કરશે અને તમારું ધ્યાન ભટકાવશે.ફેબ્રુઆરી માસિક રાશિફળ 2026 મુજબ,આ મહિનો પારિવારિક જીવન માટે મિશ્રણ પ્રભાવ લઈને આવવાનો છે.જો તમારા પ્રેમ સબંધ ની વાત કરીએ તો પાંચમા ભાવમાં આખો મહિનો માં રાહુ મહારાજ બિરાજમાન રહેશે જે તમને ઘણી ઉર્જા આપશે.તમે તમારા પ્રિયતમ ને ખુશ કરવા માટે ઘણું બધું કરવાનો પ્રયાસ કરશોઅને બહુ કામ પણ કરશો.જો તમારી આર્થિક સ્થિતિ ને જોવામાં આવે તો આ મહિનો અનુકૂળ રેહવાની સંભાવના છે.આ મહિનો આરોગ્ય ના દ્રષ્ટિકોણ થી થોડો કમજોર રેહવાની સંભાવના દેખાઈ રહી છે કારણકે શનિ તમારા છઠા ભાવમાં આખો મહિનો રહેશે જે પેહલા આરોગ્ય સમસ્યા આપશે અને પછી એને પણ દૂર કરશે.
ઉપાય
તમારે શુક્રવાર ના દિવસે મહાલક્ષ્મી મંત્ર નો જાપ કરવો જોઈએ.
શનિવાર ના દિવસે કાળા તિલ નું દાન કોઈપણ મંદિર માં કરો.