સૂર્ય નું કુમ્ભ રાશિ માં ગોચર આપશે કેવા પ્રભાવ

સમસ્ત સંસાર ને ઉત્તમ આરોગ્ય અને જીવન પ્રદાન કરનારા સૂર્યદેવ 13 ફેબ્રુઆરી, ગુરુવારે બપોરે 2 વાગી ને 53 મિનટ પર પોતાના પુત્ર શનિ ની બીજી રાશિ કુમ્ભ માં પ્રવેશ કરશે. આ એક વાયુ તત્વ ની રાશિ છે. આ રીતે એક અગ્નિ તત્વ પ્રધાન સૂર્ય નું પ્રવેશ વાયુ તત્વ પ્રધાન રાશિ માં થશે. તો આવો જાણીએ છે કે સૂર્ય ના કુમ્ભ રાશિ માં ગોચર થી બધી રાશિઓ ના જાતકો પર કેવું પ્રભાવ પડશે:

Read in English : The Sun Transit in Aquarius

આ રાશિફળ ચંદ્ર આધારિત છે. જાણો પોતાની ચંદ્ર રાશિ

મેષ રાશિ

તમારી રાશિ માટે સૂર્યદેવ તમારા ત્રિકોણ ભાવ એટલે કે પાંચમા ભાવ ના સ્વામી છે અને ગોચર ની આ અવધિ માં પણ તમારા અગિયારમા ભાવ માં વિરાજમાન રહેશે, જ્યાં થી તે પંચમ ભાવ ને સંપૂર્ણ દૃષ્ટિ થી જોઈ બલશાલી બનાવશે. આ ગોચર થી તમારી આવક માં જબરદસ્ત વધારો થશે. જો તમે કોઈ વેપાર કરો છો તો આ દરમિયાન તેમાં પણ લાભ ના યોગ બનશે. તમે પોતાના શત્રુઓ ની તુલના માં મજબૂત રહેશો, એટલે તેમની બાજુ થી તમને કોઈ મુશ્કેલી નહિ થાય. શિક્ષણ ગ્રહણ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે પણ આ ગોચર ઘણું સારું કામ કરશે અને તમને શિક્ષણ સંબંધી સારા પરિણામ મળશે. જો તમે પ્રેમ સંબંધ માં હો તો પ્રેમ જીવન માં આ સમય ખાટા મીઠા અનુભવ તમને મળશે.

ઉપાય: તમને દરરોજ સૂર્ય દેવ ને સમર્પિત આદિત્ય હૃદય સ્ત્રોત્ર નું પાઠ કરવું જોઈએ.

મેષ સાપ્તાહિક રાશિફળ
વાંચો સૂર્યપુત્ર "શનિ નું ગોચર 2020" અને તેના પ્રભાવ

વૃષભ રાશિ

તમારી રાશિ માટે સૂર્યદેવ ચોથા ભાવ ના સ્વામી છે અને પોતાની આ ગોચર અવધિ માં તે તમારા દસમા ભાવ માં પ્રભાવ દેખાડશે કેમકે દસમા ભાવ માં સ્થાપિત હોઈ દિગબલી થયી જશે અને તમને કાર્યક્ષેત્ર થી સંબંધિત જબરદસ્ત લાભ આપશે. તેમના આ ગોચર થી તમને કાર્યક્ષેત્ર માં અસીમિત અધિકાર મળી શકે છે. માત્ર આટલુંજ નહિ, આ દરમિયાન તમારી પદોન્નતિ અને પગાર માં વધારા ના પણ સંકેત દેખાય છે. જે લોકો સરકારી નોકરી કરે છે તેમને આ દરમિયાન જબરદસ્ત લાભ થવા ની શક્યતા છે. આના સિવાય સૂર્યદેવ નું આ ગોચર શાસન વડે સહયોગ ની બાજુ પણ સૂચન કરે છે. તમને માતાપિતા નું આશીર્વાદ મળશે અને પિતા ના માર્ગદર્શન માં તમે અમુક નવું કામ શરુ કરી શકો છો. વેપાર ના દૃષ્ટિકોણ થી પણ આ સમય લાભદાયક રહેશે.

ઉપાય: તમારે સોના નો સૂર્ય બનાવી પોતાના ગળા માં રવિવાર ના દિવસે ધારણ કરવું જોઈએ.

વૃષભ સાપ્તાહિક રાશિફળ

મિથુન રાશિ

મિથુન રાશિ ના જાતકો માટે સૂર્ય દેવ ત્રીજા ભાવ ના સ્વામી હોઈ પોતાના આ ગોચરકાળ માં તમારા નવમાં ભાવ માં સ્થિત રહેશે. સૂર્ય દેવ ને આ ગોચર ના પ્રભાવ થી તમને માન અને સમ્માન ની પ્રાપ્તિ થશે. તમને ધન અને ધાન્ય નું લાભ થશે. સરકારી ક્ષેત્ર થી ઉત્તમ લાભ ના યોગ બનશે અને અમુક લોકો ને જેમની જન્મ કુંડળી માં અનુકૂળ દશા હોય તેમને સરકારી નોકરી મળવા ની શક્યતા છે. આ ગોચર નું બીજું પક્ષ આ હશે કે તમારા પિતાજી નું આરોગ્ય આ સમય ખરાબ હોઈ શકે છે અને તેમને કોઈ જાત ના પડકારો ની સામનો કરવો પડી શકે છે. ભાઈ બહેનો ને લયી તમે અમુક પરેશાન રહી શકો છો. દૂર દેશ ની યાત્રા તમારા માટે ફાયદા કારક રહેશે.

ઉપાય: દરરોજ સૂર્ય નારાયણ ને તાંબા ના પાત્ર થી જળ અર્પિત કરો.

મિથુન સાપ્તાહિક રાશિફળ

કર્ક રાશિ

સૂર્ય દેવ તમારી રાશિ ના બીજા ભાવ ના સ્વામી છે અને આ ગોચર સમય માં તે તમારા આઠમા ભાવ માં ગોચર કરશે. સૂર્ય દેવ ના આ ભાવ માં ગોચર થી તમને કોઈ પિતૃક સંપત્તિ મળી શકે છે. ત્યાંજ બીજી બાજુ તમારા પિતાજી નું આરોગ્ય આ સમય ખરાબ રહી શકે છે. આ દરમિયાન જો તમે કોઈ ખોટું કાર્ય કર્યું જે કાયદા ની વિરુદ્ધ હોય તો તમને પ્રશાસન ની બાજુ થી દંડ મળી શકે છે. અમુક લોકો ને આ સમય સસરા પક્ષ થી નાણાકીય લાભ થવા ની શક્યતા છે અને સસરા પક્ષ ના લોકો ની જોડે મળી ને કોઈ નવું કામ પણ શરુ કરી શકો છો. તમારા જીવનસાથી નું આરોગ્ય આ દરમિયાન નબળું રહી શકે છે. વેપાર માં નિવેશ કરવા માટે સમય સારું નહિ હોય.

ઉપાય: તમારે રવિવારે ગાય માતા ને ગોળ અને ઘઉં ખવડાવવા જોઈએ.

કર્ક સાપ્તાહિક રાશિફળ

મેળવો પોતાનું ગુજરાતી "માસિક રાશિફળ"

સિંહ રાશિ

સૂર્ય દેવ તમારી રાશિ ના સ્વામી છે, એટલે સૂર્ય દેવ નું ગોચર તમારા માટે વિશેષ પ્રભાવ લયી ને આવશે. સૂર્ય દેવ ના કુમ્ભ રાશિ માં ગોચર ના લીધે તમારી રાશિ થી સાતમા ભાવ માં વિરાજમાન થશે. જ્યાં તમારા આરોગ્ય માં તાજગી આવશે અને તમે પહેલા કરતા પોતાને વાહડરે ફિટ અનુભવ કરશો અને જૂની રોગ સમસ્યા થી તમને મુક્તિ મળશે ત્યાંજ બીજી બાજુ આ સમય દામ્પત્ય જીવન માં અમુક મુશ્કેલીઓ આવી શકે છે. તમે પોતાની બાજુ થી પોતાના જીવનસાથી ના પ્રતિ સમર્પિત રહી ને વ્યવહાર કરશો. ત્યાંજ વેપાર કરનારા જાતકો માટે આ ગોચર અનુકૂળ ફળ લયી ને આવશે અને વેપાર માં આશા મુજબ સફળતા ના યોગ બનશે. સમાજ માં તમને પ્રસિદ્ધિ પણ મળી શકે છે.

ઉપાય: તમારે ઉત્તમ ગુણવત્તા નું માણિક્ય રત્ન તાંબા ની વીંટી માં રવિવારે પોતાની અનામિકા આંગળી માં ધારણ કરવું જોઈએ.

સિંહ સાપ્તાહિક રાશિફળ

કન્યા રાશિ

કન્યા રાશિ ના જાતકો માટે સૂર્યદેવ બારમા ભાવ ના સ્વામી છે અને આ ગોચર દરમિયાન તે તમારા છઠ્ઠા ભાવ માં જશે. સામાન્ય રૂપે છઠ્ઠા ભાવ માં સૂર્ય નું ગોચર અનુકૂળ પરિણામ આપે છે. આ ગોચરકાળ માં તમને વિવિધ પ્રકાર ની કોર્ટ ની બાબત માં અનુકૂળ પરિણામ મળશે. તમારા ખર્ચ માં સામંજસ્ય આવશે અને માત્ર જરૂરી ખર્ચ આ દરમિયાન તમે કરશો. આ દરમિયાન કાનૂન ની વિરુદ્ધ જયી કોઈ કામ કરવું તમને નુકસાન કરી શકે છે. આરોગ્ય ને લયી આ દરમિયાન અમુક સાવચેતી રાખવું સારું હશે. આમુખ લોકો ને આ સમયકાળ માં વિશેષ યાત્રા અથવા વિદેશ યાત્રા પર જવા ની તક મળી શકે છે અને જે લોકો પ્રતિયોગી પરીક્ષા ની તૈયારી કરી રહ્યા છે, તેમના માટે આ કાળ ઘણું શુભ થવા ની બાજુ સૂચન કરી રહ્યું છે.

ઉપાય: તમારે માં ચંડી ની ઉપાસના કરવી જોઈએ અને તેમને લાલ ફૂલ અર્પિત કરવા જોઈએ.

કન્યા સાપ્તાહિક રાશિફળ

તુલા રાશિ

તુલા રાશિ ના જાતકો ની કુંડળી માં સૂર્ય દેવ અગિયારમા ભાવ ના સ્વામી હોય છે અને એટલે લાભ પ્રદાન કરનારા ગ્રહ છે. પોતાના આ ગોચરકાળ દરમિયાન તે તમારા પાંચમા ભાવ માં વિરાજમાન થયી તમારા અગિયારમા ભાવ ને પૂર્ણ દૃષ્ટિ થી જોશે, જેથી તમને નાણાકીય રૂપે મજબૂત કરશે અને તમને દરેક પ્રકાર ના લાભ મળવા ની બાજુ અગ્રસર કરશે. શાસન પક્ષ થી તમને લાભ મળશે અને સરકારી ક્ષેત્ર માં કામ કરી રહેલા લોકો માટે પણ આ ગોચર અનુકૂળતા લયી ને આવશે. જોકે અમુક લોકો નું આ સમય અનિશ્ચિત ટ્રાન્સફર થયી શકે છે. પ્રેમ જીવન ને લયી આ ગોચર વધારે અનુકૂળ નથી, તેથી તમને આ દરમિયાન વિશેષ ખ્યાલ રાખવું હશે. આ દરમિયાન તમને પોતાની બુદ્ધિ થી નિર્ણય લેવા ની શક્તિ મળશે અને જે નિર્ણય તમે લેશો તે તમારા હિત માં હશે.

ઉપાય: તમારે વિશેષ લાભ પ્રાપ્તિ માટે રવિવારે પોતાના પિતાજી ને કોઈ ભેંટ આપવી જોઈએ.

તુલા સાપ્તાહિક રાશિફળ

કેવું પસાર થશે આજ નું દિવસ, વાંચો "આજ નું રાશિફળ"

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ ના જાતકો માટે સૂર્યદેવ તેમના દસમા ભાવ ના સ્વામી છે, એટલે કે તમારા કર્મ ના સ્વામી. તેથી તમને આ ગોચર વિશેષરૂપ થી પ્રભાવિત કરશે. ગોચર ના આ સમયકાળ માં તે તમારા ચોથા ભાવ માં પ્રવેશ કરશે અને ત્યાં થી તે તમારા દસમા ભાવ ને પૂર્ણ દૃષ્ટિ થી જોશે, પરંતુ અહીં ઉપસ્થિત સૂર્ય દેવ દિગબલ થી હીન થયી શકે છે, જેના લીધે તમને કુટુંબ માં વિશેષ તણાવ નું સામનો કરવો પડી શકે છે. તમારી અંદર ઘમંડ ની લાગણી જાગી શકે છે કે તમે પરિવાર માં સર્વશ્રેષ્ઠ છો, તેથી પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા માટે તમે મોટી વાતો કરશો, જેના થી કુટુંબ નું વાતાવરણ ખરાબ થયી શકે છે. કાર્યક્ષેત્ર માં તમે પૂરું ફોકસ રાખી ને કામ કરશો, જેથી તમને સારા પરિણામો મળશે. આ દરમિયાન સરકારી ક્ષેત્ર થી વાહન અથવા ભવન નું લાભ થવા ની પુરી શક્યતા બની શકે છે.

ઉપાય: તમારે સોના ની ચેન અથવા લાલ રંગ ની દોરી માં સોના નું બનેલું સુરજ રવિવારે સવારે ધારણ કરવું જોઈએ.

વૃશ્ચિક સાપ્તાહિક રાશિફળ

ધનુ રાશિ

તમારા માટે સૂર્ય દેવ રાશિ સ્વામી ગુરુ ના મિત્ર પણ છે અને તમારા ભાગ્ય ના સ્વામી પણ છે, તેથી સૂર્યદેવ નું આ ગોચર તમારા જીવન ઉપર વિશેષ પ્રભાવ નાખશે. આ ગોચર અવધિ માં સૂર્ય દેવ તમારા ત્રીજા ભાવ માં પ્રવેશ કરશે. સામાન્યરૂપે ત્રીજા ભાવ માં સૂર્ય નું ગોચર ઘણા પ્રકાર ના શુભ પરિણામો આપે છે. આ ગોચર થી તમારા સંબંધ સારા લોકો થી બનશે અને જે લોકો સમાજ માં સમ્માનિત અને ઊંચા પદ પર છે તેમના સારા સંપર્કો નું લાભ તમને મળશે. આ દરમિયાન તમે તીર્થાટન માટે પણ જયી શકો છો. તમારા સાહસ અને પરાક્રમ માં વધારો થશે. શાસકીય ક્ષેત્ર માં પણ સારી સફળતા મળવા ની શક્યતા દેખાય છે. આ દરમિયાન કરવા વાળી યાત્રાઓ તમારા પ્રભાવ ને હજી વધારી દેશે અને તમે સમાજ માં લોકપ્રિય થયી શકો છો.

ઉપાય: તમારે સૂર્ય રત્ન માણિક્ય પહેરવું જોઈએ અથવા સૂર્ય યંત્ર સ્થાપિત કરી તેની પૂજા કરવી જોઈએ.

ધનુ સાપ્તાહિક રાશિફળ

મકર રાશિ

શનિદેવ ના આધિપત્ય વાળી મકર રાશિ માટે સૂર્યદેવ અષ્ટમ ભાવ ના સ્વામી છે. સૂર્યદેવ ના આ ગોચર માં તે તમારા બીજા ભાવ માં પ્રવેશ કરશે, જેના લીધે આરોગ્ય સંબંધી સમસ્યાઓ ઉદ્ભવી શકે છે અને વિશેષરૂપ થી વધારે પડતા તાવ થી તમે પીડિત થયી શકો છો. અચાનક ધન પ્રાપ્તિ થી તમારું મન પ્રફુલ્લિત પણ થશે, એટલે તમને અમુક સારા પરિણામ પણ મળશે. અમુક લોકો ને પોતાના સાસરાપક્ષ થી પણ સારા પરિણામ મળશે અને કોઈ પ્રકાર ની નાણાકીય મદદ મળી શકે છે, જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. કુટુંબ માં કોઈ વાત ને લયી ચર્ચા નું વિષય વિવાદ માં બદલાયી શકે છે, આનું વિશેષ ધ્યાન રાખોપોતાની વાણી માં કર્કશતા ને ઓછું કરવા નું પ્રયાસ કરો.

ઉપાય: ભગવાન શ્રી ગણેશ જી ની ઉપાસના કરો અને શક્ય હોય તો ગણપતિ અથર્વશીર્ષ નું પાઠ કરો.

મકર સાપ્તાહિક રાશિફળ

કુમ્ભ રાશિ

તમારી રાશિ માટે સૂર્યદેવ સાતમા ભાવ ના સ્વામી છે જે એક મારક સ્થાન પણ છે. આ ગોચર ની અવધિ માં તે તમારી રાશિ માં વિરાજમાન થશે એટલે કે તમારા પ્રથમ ભાવ માં, એટલે તમારા માટે આ ગોચર વિશેષરૂપ થી પ્રભાવશાળી રહેશે. જ્યાં એકબાજુ તમારી અંદર આત્મવિશ્વાસ નો વધારો થશે અને દરેક કામ તમે સારી રીતે કરી શકશો, ત્યાંજ બીજી બાજુ તમારી અંદર ઘમંડ ની લાગણી પણ વધશે જે તમારા સંબંધો ઉપર અસર નાખશે. દામ્પત્ય જીવન માં આ ગોચર નું અસર નકારાત્મક રૂપ હોઈ શકે છે. વેપાર ની બાબત માં આ ગોચર તમારા માટે ઘણું લાભદાયક રહેશે. આ દરમિયાન સમાજ માં તમારી અને તમારા પ્રતિષ્ઠાન ની ગુડવિલ વધશે અને તમે સામાજિક સ્તરે મજબૂત થશો. આરોગ્ય જરૂર નબળું રહી શકે છે, તેથી તેના પ્રતિ સાવચેતી રાખવું અપેક્ષિત હશે.

ઉપાય: તમારે રવિવારે ઘઉં અથવા ગોળ નું દાન કરવું જોઈએ.

કુમ્ભ સાપ્તાહિક રાશિફળ

મીન રાશિ

મીન રાશિ ના સ્વામી ગુરુ ના પરમ મિત્ર સૂર્યદેવ તમારી રાશિ થી છઠ્ઠા ભાવ ના સ્વામી હોઈ પોતાના આ ગોચરકાળ માં તમારા બારમા ભાવ માં વિરાજમાન થશે. સૂર્યદેવ ને આ ગોચરકાળ માં તમારા ખર્ચ માં વધારો થયી શકે છે. અમુક લોકો આ દરમિયાન વિદેશ જવા માં સફળ થશે. તમે પોતાના વિરોધીઓ થી સાવચેત રહો. નોકરી ની બાબત માં કરેલા પ્રયાસો સાર્થક રહેશે. અને તમને કાર્ય સ્થળ પર ઉત્તમ પ્રદર્શન કરવા માં સહાયતા મળશે. અમુક લોકો આ સમય ઉધાર લયી કોઈ નું ધન ચૂકવી શકે છે. કોર્ટ ની બાબત માં તમને વધારે ખર્ચ કરવું પડી શકે છે અને જો તમે કોઈ ની ઉપર કેસ કરવા માંગો છો તો તેના માટે અત્યારે રોકાઈ જાઓ.

ઉપાય: પોતાના કપાળ ઉપર દરરોજ કેસર નું તિલક લગાવો અને સૂર્ય આરાધના કરો.

મીન સાપ્તાહિક રાશિફળ

રત્ન, રુદ્રાક્ષ સમેત બધા જ્યોતિષીય સમાધાનો માટે ક્લિક કરો: એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

राशिफल और ज्योतिष 2020

Talk to Astrologer Chat with Astrologer