આમલકી એકાદશી 2024 - Amalaki Ekadashi 2024

Author: Sanghani Jasmin | Updated Wed, 20 Mar 2024 07:05 PM IST

એસ્ટ્રોસેજ ના આ ખાસ લેખમાં અમે તમને આમલકી એકાદશી 2024 વિશે જણાવીશું અને આના વિશે પણ ચર્ચા કરીશું કે આ દિવસે રાશિ મુજબ ક્યાં પ્રકારના ઉપાય કરવા જોઈએ એટલે તમે આ ઉપાયોના કારણે ભગવાન વિષ્ણુ ની ખાસ કૃપા મેળવી શકો. રાહ જોયા વગર આગળ વધીએ અને જાણીએ આમલકી એકાદશી વિશે વિસ્તારપુર્વક.


ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને

હિન્દુ પંચાંગ મુજબ,ફાલ્ગુન મહિના ના શુક્લ પક્ષ ની એકાદશી તારીખ ને આમલકી કે આમળા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે.આ એકાદશી ને રંગભરી એકાદશી પણ કહે છે. આમલકી એકાદશી 2024 નો મતલબ છે આમળા,જેનો આયુર્વેદ અને હિન્દુ ધર્મ બંને માં બહુ મહત્વ છે.આ પુરાણ મુજબ આમળા ભગવાન વિષ્ણુ ને બહુ પસંદ હતા.એટલા માટે આ દિવસે આમળા ના ઝાડ ની પુજા કરવાની સાથે સાથે આનું દાન કરવાને પણ બહુ શુભ માનવામાં આવે છે.ધાર્મિક માન્યતા મુજબ,આમલકી એકાદશી ના વ્રત કરવાથી ભક્તો ને એકસો ગાય નું પુર્ણય મળે છે એટલા માટે સનાતન ધર્મ માં આમલકી એકાદશી નું ખાસ મહત્વ છે.આ દિવસે ભગવાન વિષ્ણુ ની સાથે આમળા ના ઝાડ ની પુજા કરવાનું વિધાન છે.આ દિવસે કાશી વિશ્વનાથ માં ભક્તો હોળી રમે છે શાસ્ત્રો મુજબ,ભગવાન શિવ પેહલીવાર માતા પાર્વતી ને લઈને કાશી આવ્યા હતા.એના સ્વાગત માં અમને આમલકી એકાદશી ના દિવસે ભોલેનાથ અને માતા પાર્વતી ની યાત્રા કાઢવામાં આવે છે.

આમલકી એકાદશી 2024: તારીખ ને મુર્હત

ફાલ્ગુન મહિનાની શુક્લ પક્ષ ની એકાદશી તારીખ ની શુરુઆત 20 માર્ચ 2024 ની રાતે 12 વાગીને 24 મિનિટ થી થશે અને 21 માર્ચ 2024 ની મોડી રાતે 02 વાગીને 25 મિનિટ પર પુરી થશે.ઉદય તારીખ 20 માર્ચ એ મળી રહી છે એટલા માટે આમલકી એકાદશી નું વ્રત 20 માર્ચ 2024 ના દિવસે રાખવામાં આવશે.

આમલકી એકાદશી પારણ મુર્હત : 21 માર્ચ 01 વાગીને 41 મિનિટ થી 04 વાગીને 07 મિનિટ સુધી.

સમય : 2 કલાક 25 મિનિટ

હરિ વાસર પુરો થવાનો સમય : 21 માર્ચ 2024 ની સવારે 09 વાગીને 01 મિનિટ પર

આ પણ વાંચો : રાશિફળ 2024

આમલકી એકાદશી નું મહત્વ

સનાતન ધર્મ માં આમલકી એકાદશી વ્રત નું બહુ મહત્વ છે.માનવામાં આવે છે કે આમલકી એકાદશી આમળા ના ઝાડ સાથે સબંધિત છે.માન્યતા છે કે આમલકી એકાદશી 2024 ના દિવસે આમળા ના ઝાડ ની પુજા કરવાથી સુખ-સમૃદ્ધિ ની પ્રાપ્તિ થાય છે.એની સાથેજ,ભક્તો પેહલા ના જન્મો ના પાપ થી પણ મુક્તિ મેળવી લ્યે છે.આ દિવસે આમળા ના ઝાડ ને લગાવાથી કે દાન કરવાથી સૌભાગ્ય મળે છે.એ પણ કહેવામાં આવે છે કે આમલકી એકાદશી નો દિવસ આમળા નું ઝાડ લગાવું જોઈએ અને આમળા ને પાણી થી સ્નાન કરાવું જોઈએ.આવું કરવું બહુ શુભ માનવામાં આવે છે.

આમલકી એકાદશી ના દિવસે નાહવા નું મહત્વ

આમલકી કે આમળા એકાદશી ના દિવસે કોઈ પવિત્ર નદીમાં નાહવું અને સુર્યદેવ ને અર્ધ્ય દેવું ખુબ શુભ માનવામાં આવે છે.જો સંભવ નહિ હોય તો સુર્યદેવ કરતા પેહલા ઉઠીને બધાજ કામને પુરા કરીને નાહવું જોઈએ અને નાહવાના પાણીમાં સાત ટીપા ગંગાજળ,એક ચુટકી તલ અને એક આમળો નાખીને નાહવું જોઈએ.માનવામાં આવે છે કે આ દિવસે આ રીતે નાહવાથી તીર્થસ્થાન બરાબર ફળ મળે છે.એની સાથેજ વ્યક્તિ દ્વારા અંજાને માં કરવામાં આવેલા બધાજ પ્રકારના પાપ માંથી છુટ્કારો મળે છે.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

આમલકી એકાદશી ના દિવસે આ વિધિ થી કરો પુજા

આમળા ના ઝાડ ની પુજા વિધિ

મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

આમલકી એકાદશી નું વ્રત કથા

જુની વાર્તાઓ મુજબ,વેડીશ નામનું એક નગર હતું અને એ નગર માં બ્રાહ્મણ,શ્રત્રિય,વૈશ્ય અને શુદ્ર રહેતા હતા.ત્યાં રહેવાવાળા બધાજ લોકો ભગવાન વિષ્ણુ ના ભક્ત હતા અને બધાજ એમની પુજા માં લીન રહેતા હતા.વેડીશ નગર ના રાજા ચેત્રથ હતા અને એ બહુ ધાર્મિક હતા.એમના નગર માં કોઈપણ વ્યક્તિ ગરીબ નહિ હતો.નગર માં રહેવાવાળા બધાજ લોકો વર્ષ માં આવતી એકાદશી નું વ્રત કરતા હતા.એકવાર ફાલ્ગુન મહિનામાં આમલકી એકાદશી 2024 આવી.બધાજ નગર ના લોકો અને રાજા એ આ વ્રત કર્યું અને મંદિર માં જઈને આમળા ની પુજા કરી અને ત્યાંજ પુરી રાત જાગરણ કર્યું.ત્યારે એ સમયે એક બહેલીઓ ત્યાં આવ્યો જે બહુ પાપી હતો અને બહુ ભુખ્યો અને તરસ્યો હતો.કંઈક ખાવા માટે એ મંદિરમાં આવ્યો અને એક ખુણા માં બેસીને આ જાગરણ ને જોવા લાગ્યો.એની સાથે,બધાની સાથે ભગવાન વિષ્ણુ પણ આ કથા સાંભળવા લાગ્યા.આ રીતે આખી રાત ચાલી ગઈ અને લોકો સાથે એ બહેલીઓ પણ આખી રાત જાગ્યો.સવાર થવાથી બધાજ લોકો પોતાના ઘરે ચાલ્યા ગયા.બહેલીયા એ પણ ઘરે જઈને ભોજન કર્યું.પરંતુ થોડા સમય પછી બહેલીયો મરી ગયો.

પરંતુ એને આમલકી એકાદશી ની વ્રત કથા સાંભળી હતી અને જાગરણ પણ કર્યું હતું જેના કારણે એનો આગળ નો જન્મ રાજા વિદ્રુથ ના ઘરે થયો.રાજા એની નામ વસુરથ રાખ્યું.મોટો થઈને એ નગર નો રાજા બન્યો.એક દિવસ એ શિકાર કરવા નીકળ્યો પરંતુ વચ્ચે રસ્તો ભુલી ગયો.રસ્તો ભુલી જવાના કારણે એ એક ઝાડ ની નીચે સુયી ગયો.થોડી વાર પછી મ્લેચ્છ ત્યાં આવ્યો અને રાજાને એકલો જોઈને તેને મારી નાખવાની યોજના બનાવવા લાગ્યો. તેણે કહ્યું કે આ રાજાના કારણે જ તેને દેશની બહાર ફેંકી દેવામાં આવ્યો હતો. તેથી આપણે તેને મારી નાખવો જોઈએ. આ વાતથી અજાણ રાજા ઊંઘતો રહ્યો. મ્લેચ્છોએ રાજા પર શસ્ત્રો ફેંકવાનું શરૂ કર્યું. પરંતુ તેઓના શસ્ત્રો રાજા પર ફૂલોની જેમ પડવા લાગ્યા.।

થોડીવાર પછી બધા મલેચ્છો જમીન પર મરેલી હાલતમાં પડેલા હતા. જ્યારે રાજા જાગ્યો ત્યારે તેણે જોયું કે કેટલાક લોકો જમીન પર મૃત હાલતમાં પડ્યા હતા. રાજા સમજી ગયો કે તેઓ બધા તેને મારવા આવ્યા છે, પરંતુ કોઈએ તેને મારી નાખ્યો. આ જોઈને રાજાને આશ્ચર્ય થયું કે જંગલમાં તેનો જીવ કોણ બચાવી શકે. ત્યારે આકાશમાંથી અવાજ આવ્યો કે હે રાજા, ભગવાન વિષ્ણુએ તમારો જીવ બચાવ્યો છે. તમે તમારા પાછલા જન્મમાં આમલકી એકાદશી 2024 વ્રતની કથા સાંભળી હતી અને તેનું પરિણામ એ આવ્યું કે આજે તમારા દુશ્મનો તમારું કોઈ નુકસાન કરી શક્યા નથી. આ પછી રાજાએ વિધિ પ્રમાણે એકાદશીનું વ્રત શરૂ કર્યું.

ઓનલાઇન સોફ્ટવેર થી મફત જન્મ કુંડળી મેળવો

આમલકી એકાદશી ઉપર જરૂર કરો આ ખાસ ઉપાય

આમલકી એકાદશી ના દિવસે થોડા ઉપાય કરવાથી ખાસ ફળ મળે છે.ચાલો જાણીએ આ ઉપાયો વિશે.

બાળક પ્રાપ્તિ માટે

જો તમે બાળક ના સુખ થી વંછિત છો તો આમલકી એકાદશી 2024 ના દિવસે 11 કે 6 છોકરીઓ ને આમળા કે આમળા નો મુરબ્બો ખવડાવો.એની સાથે,મંદિર માં પણ દાન કરો.આવું કરવાથી બાળક ની પ્રાપ્તિ થાય છે.

સફળતા મેળવા માટે

આમલકી એકાદશી ના દિવસે 11 કે 21 તાજા પીળા ફુલ ની માળા બનાવીને શ્રી હરિ વિષ્ણુ ને ચડાવો.એની સાથે,ભગવાન ને ખીર બનાવીને એમાં તુલસી નાખીને પ્રસાદ ચડાવો.માનવામાં આવે છે કે આવું કરવાથી જીવનમાં કોઈપણ જગ્યા એ સફળતા મળે છે.

શું વર્ષ 2024 માં તમારા જીવનમાં થશે પ્રેમ ની દસ્તક? પ્રેમ રાશિફળ 2024 આપશે જવાબ

મનપસંદ જીવનસાથી માટે

જો તમે લગ્ન માટે મનપસંદ જીવનસાથી ની રાહ જોય રહ્યા છો,તો આમલકી એકાદશી 2024 ના દિવસે તમારે વિધિ-વિધાન થી ભગવાન વિષ્ણુ ની પુજા કરવી જોઈએ અને એને આમળા નું ફળ ચડાવું જોઈએ.

સુખ-સમૃદ્ધિ માટે

જો તમે જીવનમાં સુખ-સમૃદ્ધિ અને ઐશ્વર્ય મેળવા માંગો છો,તો આમલકી એકાદશી ના દિવસે કોઈ પવિત્ર નદીમાં નાહવું જોઈએ અને ભગવાન વિષ્ણુ ની વિધિ પુર્વક પુજા કરવી જોઈએ.એની સાથે,પુજા પછી ભગવાન ને આમળા ચડાવા જોઈએ.

કાર્યસ્થળ પર તરક્કી માટે

જો તમે તમારા કાર્યસ્થળ પર તરક્કી મેળવા માંગો છો,કે તમારી વિરુદ્ધ કોઈ પરિસ્થિતિ બની ગઈ છે તો આમલકી એકાદશી 2024 ના દિવસે આમળા ઝાડ માં પાણી ચડાવું જોઈએ.

વર્ષ 2024 માં કેવું રહેશે તમારું આરોગ્ય? આરોગ્ય રાશિફળ 20254 થી જાણો જવાબ

પરિવારમાં વાતાવરણ સારું બનાવી રાખવા માટે

જો તમે પરિવાર નું વાતાવરણ સારું રાખવા માંગો છો કે ઘરમાં શાંતિ જાળવી રાખવા માંગો છો તો આમલકી એકાદશી ના દિવસે શ્રી હરિ વિષ્ણુ ના મંત્ર નો 108 વાર જાપ કરો.મંત્ર આ રીતે છે - 'ઓમ નમો ભગવતે નારાયણ'.

સારા આરોગ્ય માટે

પોતાના આરોગ્યને સારું બનાવી રાખવા માટે અને બધીજ આરોગ્ય સમસ્યા થી મુક્તિ મેળવા માટે આમલકી એકાદશી ના દિવસે આમળા ના ઝાડ ને પ્રણામ કરવું જોઈએ અને આમળા ના ફળ ને ખાવું જોઈએ.

ઈચ્છાઓ પુરી કરવા માટે

જો તમે તમારી ઈચ્છાઓ ને પુરી કરવા માંગો છો કે તમારા કામમાં બાધા આવી રહી છે તો આમલકી એકાદશી 2024 ના દિવસે આમળા ના ઝાડ પર સાતવાર દોરી બાંધવી જોઈએ.એની સાથે,ઝાડ ની પાસે ઘી નો દીવો કરવો જોઈએ.

શિક્ષણ માં સફળતા માટે

જો તમે શિક્ષણ માં સફળતા મેળવા માંગો છો અને સારા પરિણામ મેળવા માંગો છો તો આમલકી એકાદશી ના દિવસે દુધ માં કેસર અને ખાંડ ભેળવીને ભગવાન વિષ્ણુ ને પ્રસાદ ચડાવો જોઈએ.એની સાથે,ભગવાન નો આર્શિવાદ લઈને એક વિધા યંત્ર ધારણ કરવો જોઈએ.

વેપાર માં સફળતાં માટે

જો તમે પોતાનો ધંધો કરી રહ્યા છો અને પોતાના કામમાં સફળતા મેળવા માંગો છો તો આમલકી એકાદશી ના દિવસે તમારે આમળા નું ઝાડ લગાવું જોઈએ અને એક મહિના સુધી એની દેખભાળ કરવી જોઈએ.

કારકિર્દી માં આગળ વધવા માટે

જો તમે તમારી નોકરીમાં પરિવર્તન કરવા માંગો છો કે કારકિર્દી માં આગળ વધવા માટે કામમાં બદલાવ કરવા માંગો છો તો આમલકી એકાદશી ના દિવસે દામોદર મંત્ર નો 108 વાર જાપ કરો.મંત્ર આ છે – 'ઓમ દામોદરાય નમઃ।'

દુશ્મનો ઉપર વિજય મેળવા માટે

જો તમે તમારા દુશ્મનો અને વિરોધીઓ ઉપર વિજય મેળવા માંગો છો,તો આમલકી એકાદશી 2024 ના દિવસે કોઈ બ્રાહ્મણ ને પીળા કલર ના કપડાં દાન કરો અને પગે લાગીને એમના આર્શિવાદ લો.

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

Talk to Astrologer Chat with Astrologer