બુધ નો ધનુ રાશિ માં ગોચર (7 જાન્યુઆરી 2024)

Author: Sanghani Jasmin | Updated Wed, 27 Dec 2023 09:00 AM IST

એસ્ટ્રોસેજ નો આ ખાસ લેખ તમને બુધ નો ધનુ રાશિ માં ગોચર વિશે જાણકારી આપશે જો કે 07 જાન્યુઆરી 2024 ની રાતે 8 વાગીને 57 મિનિટે થવા જઈ રહ્યો છે.બુધ નો ધનુ રાશિ માં પ્રવેશ થી રાશિ ચક્ર ની બધીજ 12 રાશિઓ કેવી થશે અસર?આના વિશે જાણતા પેહલા અમે વાત કરીશું જ્યોતિષ માં બુધ નું મહત્વ.એની સાથે જાણીશું,આના પ્રભાવ થી બચવાના ઉપાય.


વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાત કરો અને જાણો બુધ નો ધનુ રાશિ માં ગોચર નો પોતાના જીવન ઉપર પ્રભાવ

જણાવી દઈએ કે પાછળ ના ઘણા વર્ષ માં બુધ ગ્રહ ની ચાલ એટલે સ્થિતિ માં તેજી થી પરિવર્તન જોવા મળ્યું છે.ખાસ કરીને વૃશ્ચિક રાશિ અને ધનુ રાશિ માં ઘણી વાર ગોચર કરી ચુક્યા છે.સૌથી પેહલા બુધે 27 નવેમ્બર 2023 ના રોજ ધનુ રાશિ માં ગોચર કર્યો હતો.એના પછી ફરીથી પોતાની રાશિમાં પરિવર્તન કરીને 28 ડિસેમ્બર 2023 ના રોજ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કર્યો અને 2 જાન્યુઆરી 2024 ના રોજ વૃશ્ચિક રાશિમાં માર્ગી થઇ ગયો.હવે 7 જાન્યુઆરી એ બુધ નો ધનુ રાશિ માં ગોચર થવા જઈ રહ્યો છે.

જ્યોતિષ માં બુધ અને ધનુ રાશિ માં મહત્વ

બુધ ગ્રહ વ્યક્તિના જીવનમાં અંતદૃષ્ટિ,યાદશક્તિ અને શીખવાની ક્ષમતા ને દાર્શવે છે.એની સાથે,આ વસ્તુઓ ની ગ્રહણ કરવાની ક્ષમતા,વાણી,ભાષા અને ફાઇનાન્સ કે બેંકિંગ સાથે જોડાયેલા ક્ષેત્ર નું પ્રતિનિધિત્વ કરે છે.એની સાથે,આમને વ્યક્તિના શરીર માં તંત્રિકા તંત્ર, આંતરડા, હાથ, મોં, જીભ, ઇન્દ્રિયો, સમજવાની ક્ષમતા, વિવેક અને અભિવ્યક્તિ વગેરે પર પણ નિયંત્રણ છે.બુધ નાની દુરી ની યાત્રા,વારંવાર કરવામાં આવી રહેલી યાત્રા,શિક્ષક,સંચાર,લેખન, પ્રિન્ટીંગ, સ્ટેશનરી, સેક્રેટરી, સેક્રેટરી, સંવાદદાતા, મેઈલીંગ વગેરેને લગતા કામનું પ્રતિનિધિત્વ કરે છે.બુધ દેવ ને બુધવાર નો દિવસ સમર્પિત છે અને ધાતુઓ માં એમને તરલ ધાતુ નું સ્વામિત્વ મળેલું છે.આ લોકો નો પ્રિય કલર લીલો છે અને આ લોકો ને પ્રસન્ન કરવા માટે પન્ના પથ્થર પેહરવામાં આવે છે.

હવે વાત કરીએ ધનુ રાશિ ની તો વૈદિક જ્યોતિષ માં રાશિ ચક્ર ની નવમી રાશિ ધનુ છે,જે અગ્નિતત્વ ની રાશિ છે અને સ્વભાવ થી પુરુષ રાશિ છે.સમૃદ્ધિ,પ્રેરણા,જ્ઞાન અને સૌભાગ્ય આ બધીજ ધનુ રાશિનો કારક છે.બુધ નો ધનુ રાશિ માં ગોચર નિષ્ણાતો, માર્ગદર્શકો અને શિક્ષકો વગેરે માટે યોગ્ય સાબિત થશે અને આ દરમિયાન તમે બીજા ને પ્રભાવિત કરવામાં સક્ષમ હસો.પરંતુ ધનુ રાશિ માં બેઠેલા બુધ લોકોને કેવા પરિણામ આપશે,આ વાત પુરી રીતે કોઈ વ્યક્તિ ની કુંડળી માં બુધ ની દશા અને સ્થિતિ પર નિર્ભર કરે છે.

To Read in English Click Here: Mercury Transit In Sagittarius (07 Jan 2024)

આ રાશિફળ તમારી ચંદ્ર રાશિ પર આધારિત છે.પોતાની વ્યક્તિગત ચંદ્ર રાશિ હમણાં જાણવા માટે ચંદ્ર રાશિ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરો.

બુધ નો ધનુ રાશિ માં ગોચર: રાશિ મુજબ રાશિફળ અને ઉપાય

મેષ રાશિ

મેષ રાશિના લોકો માટે બુધ તમારા ત્રીજા અને છથા ભાવનો સ્વામી છે અને બુધ નો ધનુ રાશિ માં ગોચર તમારા નવમા ભાવમાં થવા જઈ રહ્યો છે.કુંડળી માં નવમો ભાવ ધર્મ,પિતા,લાંબી દુરી ની યાત્રા,તીર્થ સ્થળ,નસીબ અને ઉચ્ચ શિક્ષણ નો ભાવ માનવામાં આવ્યો છે.બુધ બુદ્ધિ અને શિક્ષા નો કારક છે અને આના પરિણામસ્વરૂપ તમારી અંદર ધર્મ અને દર્શન સબંધિત નવી વસ્તુઓ શીખવાની રુચિ વધશે.આના કારણે તમારા જ્ઞાન માં વધારો થશે અને તમે વસ્તુઓ ને સારી સમજવાની કોશિશ કરશો.બુધ ના નવમા ભાવમાં ગોચર ના ફળસ્વરૂપ મેષ રાશિના લોકો અધિયાત્મિક વિષયો વિશે ગહેરાઈ સુધી જવામાં ઉત્સુક હોય છે.એની સાથે,આ લોકો પુસ્તકો વાંચવામાં,અધિયાત્મિક્તા વિશે નવી વસ્તુઓ શોધવામાં અને લોકો ને અલગ અલગ રીતે સમજવાની કોશિશ કરે છે.નવમો ભાવ ગુરુ,મેન્ટર અને લાંબી દુરી ની યાત્રા નો ભાવ છે.આના કારણે અધિયાત્મિક્તા ગુરુ અને મેન્ટર તમને માર્ગદર્શન આપતા નજર આવશે.

આ દરમિયાન તમે લાંબી દુરી ની યાત્રા કરવાનું પસંદ કરશો અને આ યાત્રા ના કારણે તમને અલગ અલગ સંસ્કૃતિયોં ને જાણવા અને અલગ અલગ જાતિ ના લોકો સાથે વાતચીત કરવાનો મોકો મળશે.જેનાથી તમારો દ્રષ્ટિકોણ વ્યાપક થશે.બુધ ત્રીજા ભાવ નો સ્વામી છે અને આના કારણે તમારા સંચાર અને કૌશલ માં સુધારો જોવા મળશે અને તમે તમારા વિચારો ને પ્રભાવી ધંગ થી લોકો ની સામે વ્યક્ત કરવામાં સક્ષમ થશો.એની સાથે પોતાના જ્ઞાન ને લોકો સાથે શેર કરશો.કુલ મળીને,મેષ રાશિ વાળા માટે આ ગોચર આધ્યાત્મિકતા સાથે જોડાયેલા રહસ્ય અને અલગ અલગ સંસ્કૃતિયોં ને જાણવા માટે તડપ વધારશે.

ઉપાય : દરરોજ તુલસી નો છોડ ને પાણી આપો અને દરરોજ એક પાન નું સેવન કરો.

મેષ રાશિફળ 2024

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકો માટે બુધ બીજા અને પાંચમા ભાવ નો સ્વામી છે.બુધ નો ધનુ રાશિ માં ગોચર 7 જાન્યુઆરી 2024 ના રોજ તમારા આઠમા ભાવ એટલે અચાનક થવાવાળી ઘટનાઓ,રહસ્ય,ગૂઢ વિજ્ઞાન વગેરે ના ભાવ માં થવા જઈ રહ્યો છે.જેવી રીતે બુધ તમારા આઠમા ભાવમાં ગોચર કરશે એવીજ રીતે તમારી અંદર ગુપ્ત અને રહસ્ય વિજ્ઞાન સાથે જોડાયેલા ક્ષેત્રો વિશે જાણવાની ઉત્સુકતા વધી શકે છે કારણકે આઠમો ભાવ છુપાયેલા જ્ઞાન,પરિવર્તન અને જીવન કે મૃત્યુ ના રહસ્ય સાથે જોડાયેલું છે.બુધ ના પ્રભાવ થી વ્યક્તિ ની અંદર છુપાયેલા રહસ્યો ને જાણવા માટે રુચિ ઉભી થાય છે.

આ સમયગાળા માં તમે રોજિંદી જિંદગી માં થી હટીને જીવનના રહસ્ય ને સમજવાની કોશિશ કરી શકે છે અને પોતાના જ્ઞાન માં વધારો કરી શકે છે.બુધ નો ધનુ રાશિ માં ગોચર આઠમા ભાવ થી બુધ બીજા ભાવ ઉપર નજર નાખી રહ્યો છે,જે પરિવાર અને પોતાની સંપત્તિ નું પ્રતિનિધિત્વ કરે છે.આના પરિણામસ્વરૂપ,તમે પૈસા,જીવનસાથી કે એની સાથે જોડાયેલા મામલો માં ફસાય શકો છો.આ સમયે તમે બિનપરંપરાગત તરીકો થી કે છુપીને પોતાના પૈસા ને કેવી રીતે વધારવા જોઈએ એના વિશે જાણકારી મેળવી શકે છે.આશંકા છે કે સસુરાલ પક્ષ માં તમારો મેલજોલ વધશે.પરંતુ નકારાત્મક પક્ષ એ છે કે આ ગોચર તમને આરોગ્ય જેવી સમસ્યા જેમ કે એલર્જી, ચામડી સંબંધિત ચેપ, યુટીઆઈ, પ્રાઈવેટ પાર્ટ્સમાં ઈન્ફેક્શન વગેરે આપી શકે છે એટલા માટે થોડા સાવધાન રેહવાની સલાહ આપવામાં આવે છે.

ઉપાય : છક્કાઓ નું સમ્માન કરો અને જો સંભવ હોય,તો લીલા કલર ના કપડાં કે બંગડીઓ પણ આપો.

વૃષભ રાશિફળ 2024

કારકિર્દી નું ટેન્શન થઇ રહ્યું છે! અત્યારેજ ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

મિથુન રાશિ

બુધ મિથુન રાશિના લોકો માટે લગ્ન અને ચોથા ભાવ નો સ્વામી છે.બુધ નો ધનુ રાશિ માં ગોચર 7 જાન્યુઆરી 2024 ના રોજ તમારા સાતમા ભાવમાં થવા જઈ રહ્યો છે,જો કે જીવનસાથી અને બિઝનેસ પાર્ટ્નરશિપ નો ભાવ છે.આના પરિણામસ્વરૂપ,બુધ નો ગોચર તમારા જીવનના બધાજ ક્ષેત્ર માટે ફળદાયક સાબિત થશે.લગ્ન ભાવનો સ્વામી સાતમા ભાવમાં પ્રવશે કરશે અને એવા માં,આ એ અવિવાહિત લોકો માટે ઘણા મોકા લઈને આવશે જે લગ્નના બંધન માં બંધાવા માંગે છે પરંતુ એમને સાચા જીવનસાથી પસંદ કરવામાં પરેશાની થઇ રહી છે.એ લોકો આ સમયગાળા માં પોતાની માતા ની મદદ થી એક યોગ્ય જીવનસાથી સાથે લગ્ન કરી શકે છે.ત્યાં જે લોકો પહેલાથીજ શાદીશુદા છે એ પોતાના જીવનસાથી સાથે આ દરમિયાન યાદગાર સમય પસાર કરવામાં સફળ થશે.

તમારા વેવસાયિક જીવન ની વાત કરીએ તો આ ગોચર દરમિયાન તમારો ઝુકાવ વેવસાય કરવો અને કોઈ નવી ડીલ કરવામાં થઇ શકે છે.તમારો સારો સંચાર કૌશલ કે વાતચીત કરવાનો તરીકો તમારા વેપાર માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે અને એના કારણે તમને આવા અવસર મળશે જે તમારા માટે મદદરૂપ સિદ્ધ થશે.લગ્ન ભાવ નો સ્વામી બુધ દાર્શવે છે કે આ સમયે તમે બીજા ના માધ્યમ થી પોતાના વિશે જાણવાની કોશિશ કરશો એટલે લોકો તમારા વિશે શું વિચારે છે એ જાણવાની કોશિશ કરશો.પેહલો ભાવ એટલે લગ્ન ભાવ ને મુખ્ય રૂપર્ટ હી પોતાનો ભાવ કહેવામાં આવે છે અને એ દાર્શવે છે કે તમે તમારા વિચારો નો આદાન-પ્રદાન કરશે.એના સિવાય ધર્મ અને દર્શન વિશે વાતચીત કરતા નજર આવશે.કુલ મળીને અમે એ કહી શકીએ છીએ કે સાતમા ભાવનો બુધ નો આ ગોચર મિથુન રાશિના લોકો માટે નિજી સબંધો અને વ્યવસાયિક સાહસોમાં ભાગીદારી બંને માટે ફળદાયી સાબિત થશે.

ઉપાય : બેડરૂમ માં ઇન્દોર છોડ રાખો.

મિથુન રાશિફળ 2024

કર્ક રાશિ

કર્ક રાશિ વાળા માટે બુધ દેવ તમારા બારમા અને ત્રીજા ભાવ નો સ્વામી છે અને બુધ ધનુ રાશિ માં ગોચર 7 જાન્યુઆરી 2024 ના રોજ તમને છથા ભાવમાં થવા જઈ રહ્યો છે,જે દુશમન,આરોગ્ય,પ્રતિયોગિતા,મામા વગેરે નો ભાવ છે.કર્ક રાશિના લોકો માટે જેવી રીતે બુધ તમારા છથા ભાવમાં ગોચર કરશે,એના પરિણામસ્વરૂપ,તમને એવો અનુભવ થઇ શકે છે કે તમે તમારા સંચાર માં વધુ વિશ્લેષણાત્મક અને આલોચના કરવાવાળા બની ગયા છે.આ સમયે કામમાં આવવાળી બાધાઓ અને રુકાવટો ને તમે બહુ ચતુરાઈ અને સારી રણનીતિ સાથે સામનો કરતા નજર આવશો.આ સમયગાળો વકીલ કે કાનૂન સાથે જોડાયેલા લોકો માટે શાનદાર સાબિત થશે.

કર્ક રાશિના લોકો પોતાના સારા સંચાર ના કારણે પોતાના વિરોધીઓ કે દુશ્મન ને માત આપશે અને જો તમે કોઈ કાનૂની મામલો માં ફસાયેલા છો,તો આમાંથી બહાર નીકાળવામાં સક્ષમ હશો.આગળ વધીએ અને બારમા ભાવ ઉપર બુધ દ્રષ્ટિ ની વાત કરીએ તો એ દાર્શવે છે કે તમે આ દરમિયાન વિદેશી લોકો કે મલ્ટીનેશનલ કંપની સાથે તમારા સબંધ સારા કરશો.કર્ક રાશિના લોકો આ સમયે અલગ અલગ સંસ્કૃતિ ના લોકો સાથે જોડાવાની કોશિશ કરશે.એની સાથે,તમને વિદેશી માધ્યમ થી પણ વેપાર માં લાભ થશે અને નવા સંપર્ક થી વેપાર માં વધારો થશે.આ સમયે તમને અધિયાત્મિક ઝુકાવ મેહસૂસ થશે અને એના કારણે તમારી રુચિ એમાં વધારે વધતી નજર આવશે.આરોગ્ય ની વાત કરીએ તો આ ગોચર દરમિયાન તમે તમારા અને પોતાના જીવનસાથી ના આરોગ્ય ને લઈને ચિંતિત નજર આવશો કારણકે આ દરમિયાન એમને થોડી આરોગ્ય સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.જેના કારણે તમારા ખર્ચા વધી શકે છે.

ઉપાય : દરરોજ ગાય માતા ને લીલું ખાસ ખવડાવો.

કર્ક રાશિફળ 2024

સિંહ રાશિ

સિંહ રાશિ વાળા ની કુંડળી માં બુધ મહારાજ પૈસા સાથે જોડાયેલા મામલો ને નિયંત્રણ કરે છે કારણકે આ તમારા બીજા ભાવ અને અગિયારમા ભાવ નો સ્વામી છે.હવે બુધ નો ધનુ રાશિ માં ગોચર 7 ડિસેમ્બર 2024 ના રોજ તમારા પાંચમા ભાવમાં થવા જઈ રહ્યો છે.કુંડળી માં પાંચમો ભાવ શિક્ષા,પ્રેમ સબંધ,બાળક,સટ્ટાબાજી વગેરે નું પ્રતિનિધિત્વ કરે છે.એની સાથે આ પૂર્વ પૂર્ણય ભાવ પણ છે.જેમકે ઉપર જણાવામાં આવ્યું છે કે બુધ તમારા પૈસા ને નિયંત્રણ કરે છે અને હવે આ પાંચમા ભાવમાં ગોચર કરી રહ્યો છે,જે દાર્શવે છે કે આ સમયગાળો તમે પાંચમા ભાવથી સબંધિત મામલો જેમકે બાળકો ની શિક્ષા પર કે બાળક ની જરૂરતો અને વિકાસ પર ખર્ચ કરી શકે છે.આના સિવાય,આશંકા છે કે તમે પ્રેમી/પ્રેમિકા ને ઈમ્પ્રેસ કરવા માટે પૈસા ખર્ચ કરી શકો છો.જો કુંડળી માં તમારી દિશા પ્રતિકૂળ હોય તો તમને સલાહ આપવામાં આવે છે કે તમે સટ્ટાબાજી અને શેર માર્કેટ માં હાથ અજમાવાથી બચો કારણકે આ સમયે તમને નુકસાન થવાની સંભાવના છે.

આ ગોચર એ વિદ્યાર્થીઓ માટે પણ અનુકૂળ રહેશે,જે જનસંચાર,ગણિત,કોમર્સ ના ક્ષેત્ર સાથે જોડાયેલા છે કે કોઈ બીજી ભાષા શીખી રહ્યા છો.અગિયારમા ભાવમાં બુધ ની દ્રષ્ટિ પરિણામસ્વરૂપે,તમે તમારા વ્યક્તિગત વિકાસ ઉપર ધ્યાન આપશો.આના સિવાય,આ લોકો પોતાના જ્ઞાન નો ઉપયોગ કરીને સમાજકલ્યાણ માં યોગદાન આપી શકે છે.તમારા માટે નેટવર્કિંગ અને સંચાર એવું સાધન છે જે તમારા ઉદ્દેશ ની પૂરતી કરશે.તમે સમાન વિચારધારા વાળા વ્યક્તિઓ સાથે જોડાશો અને મળીને લોકો પર પોતાના જ્ઞાન થી સકારાત્મક પ્રભાવ પડશે.છેલ્લે અમે કહી શકીએ છીએ કે સિંહ રાશિના લોકો માટે ઉચ્ચ અને અધિયાત્મિક શિક્ષા માટે અનુકૂળ સાબિત થશે.

ઉપાય : શુક્રવાર ના દિવસે માતા સરસ્વતી ની પૂજા કરો અને એમને લાલ રંગ ના 5 ફૂલ ચડાવો.

સિંહ રાશિફળ 2024

કન્યા રાશિ

કન્યા રાશિના લોકો માટે બુધ તમારા દસમા અને લગ્ન ભાવ નો સ્વામી છે.બુધ નો ધનુ રાશિ માં ગોચર 7 ડિસેમ્બર 2024 ના રોજ તમારા ચોથા ભાવમાં થવા જઈ રહ્યો છે.કુંડળી માં ચોથો ભાવ માતા,ઘરેલુ જીવન,ઘર,વાહન,સંપત્તિ,વગેરે નો ભાવ છે.બુધ તમારા ચોથા ભાવમાં હોવાનું દાર્શવે છે કે આ સમયગાળા માં તમે ઘર-અપરિવાર વાળા સાથે સારો સમય પસાર કરશો અને તમારું પૂરું ધ્યાન ઘરેલાં જીવન ઉપર રહેશે.તમે ઘર-પરિવાર ના લોકો સાથે વધારેમાં વધારે સમય પસાર કરશો.ઘરેલુ ખુશી અને જીવનના મૂળભૂત પહેલુઓ સાથે સબંધિત જાણકારી પ્રાપ્ત કરવા માટે આ સમય તમે તમારી માતા ની સાથે ખુલી ને વાતચીત કરતા નજર આવશો અને ઘર નો માહોલ ખુશનુમા બનાવાની કોશિશ કરશો.આ દરમિયાન પરિવાર ની વચ્ચે સારો તાલમેલ જોવા મળશે.તમે તમારી તરફ થી પોતાના પરિવાર ના લોકો ને સારું જીવન અને અવેવસ્થા ને દૂર કરવા ની કોશિશ કરશે.જેના કારણે તમે ઘર માં વપરાયેલા ઉપકરણો,ઘર ને રિનોવેટ કરવા,નવું ઘર કે નવા વાહન વગેરે ખરીદવાની યોજના બનાવી શકે છે.

કારકિર્દી ના દસમા ભાવ ઉપર બુધ ની દ્રષ્ટિ ઘર અને વેવસાયિક જીવન ની વચ્ચે સારું સંતુલન બનાવીને રાખશે.કારકિર્દી ના ક્ષેત્ર માં પોતાના જ્ઞાન ને વધારવા અને બીજા સાથે શેર કરવા ની ભાવનાનો વિકસિત થશે.આ સમયે તમારે સોચ વિચાર કરીને કામમાં આગળ વધવા અને જીમ્મેદારીઓ ને નિભાવાની સલાહ આપવામાં આવે છે.આ સમયે તમારો લક્ષય પોતાના કામોના માધ્યમ થી પોતાના કારકિર્દી માં સફળતા અને પ્રતિસ્થા હાસિલ કરવાની છે.તમે કાર્યક્ષેત્ર માં રણનીતિ બનાવીને આગળ વધશો અને પોતાના લક્ષ્યો ને મેળવા માટે સક્ષમ રેહશો.કુલ મળીને કન્યા રાશિના લોકો માટે આ ગોચર દાર્શવે છે કે તમે આ સમયગાળા માં ઘર-પરિવાર સાથે સારો સમય પસાર કરશો.

ઉપાય : સંભવ છે,તો બુધવાર ના દિવસે 5-6 કેરેટ નો પન્ના પથ્થર પંચધાતુ કે સોનાની વીંટી માં બનાવીને પહેરો કારણકે આવું કરવાથી તમને શુભ પરિણામ મળશે.

કન્યા રાશિફળ 2024

કુંડળી માં હાજર રાજ યોગ ની બધીજ જાણકારી મેળવો

તુલા રાશિ

તુલા રાશિના લોકો માટે બુધ તમારા બારમા અને નવમા ભાવ નો સ્વામી છે.બુધ નો ધનુ રાશિ માં ગોચર 7 જાન્યુઆરી 2024 ના રોજ તમારા ત્રીજા ભાવમાં હશે.કુંડળી માં ત્રીજો ભાવ ભાઈ-બહેનો,રુચિ,નાની યાત્રાઓ,સંચાર કૌશલ,વગેરે નું પ્રતિનિધિત્વ કરે છે.એવા માં,વાણી નો કારક ગ્રહ હોવાના કારણે બુધ ગ્રહ નો ત્રીજા ભાવમાં ગોચર તુલા રાશિ વાળા ની વાણી અને સંચાર આવડત ને પ્રભાવશાળી બનાવશે.આ ગોચર દરમિયાન તમે પોતાને ખાસ રૂપે બાતૂની મેળવશો અને આના કારણે ભેગા કરવા અને બીજા સુધી શેર કરવાની ઈચ્છા તમારી અંદર જાગૃત થશે.આ દરમિયાન તમારી ઉર્જા ના કારણે તમારા વિચાર રચનાત્મક રહેશે.આના પરિણામસ્વરૂપ,જીવનમાં નવા ક્ષેત્રો ને શોધવામાં તમારી રુચિ વધશે.ત્રીજો ભાવ નાની દુરી ની યાત્રા સાથે પણ જોડાયેલા છે અને એ દાર્શવે છે કે આ દરમિયાન તમે તમારા જ્ઞાન ને બીજા સુધી પોહ્ચાડવાના ઉદ્દેશ થી યાત્રા કરી શકો છો.

આ ગોચર કોમ્યુનિકેશન, કાઉન્સેલિંગ, ટીચિંગ અને ટ્યાત્રા સાથે જોડાયેલા લોકો માટે શાનદાર સાબિત થશે.તમે આ ગતિવિધિઓ ને પ્રતિ ઝુકાવ મેહસૂસ કરી શકો છો.તમારા સારા સંચાર કૌશલ ના કારણે ભાઈ-બહેનો કે ચચેરા ભાઈ સાથે તમારા સબંધ મજબૂત થશે અને તમે ખુલીને એમની સાથે વાતચીત કરતા નજર આવશો.ત્રીજા ભાવમાં બુધ નવમા ભાવ પર નજર નાખી રહ્યો છે અને એના પરિણામસ્વરૂપે,તમને તમારા પિતા અને ગુરુ નો પણ સહયોગ મળશે.

ઉપાય : બુધવાર ના દિવસે ઘર પર તુલસી નો છોડ લગાવો.

તુલા રાશિફળ 2024

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકો ની કુંડળી માં બુધ તમારા અગિયારમા અને આઠમા ભાવનો સ્વામી છે.બુધ નો ધનુ રાશિ માં ગોચર 7 જાન્યુઆરી 2024 ના રોજ તમારા બીજા ભાવમાં થવા જઈ રહ્યો છે,જો કે પરિવાર,બચત અને વાણી વગેરે નો ભાવ કહેવામાં આવ્યો છે.વૃશ્ચિક રાશિના લોકો માટે બુધ તમારા બીજા ભાવમાં હાજર રહેશે અને આ સમયે તમારું ધ્યાન પૈસા,સંશોધન અને પારિવારિક પૈસા તરફ કેન્દ્રિત થશે.આ ગોચરના પરિણામસ્વરૂપે,તમે તમારી આર્થિક સ્થિતિ ને મજબૂત કરવા માટે કામ કરશો.એની સાથે,તમારી સંચાર ક્ષમતા પ્રભાવશાળી રહેશે અને વાણી માં મીઠાસ જોવા મળશે.તમે બીજા સાથે સારી રીતે વાતચીત કરવામાં સક્ષમ રેહશો.આ કારણે પરિવાર ના લોકો સાથે તમારા સબંધ મજબૂત થશે અને તમે એમની સાથે ધાર્મિક વાતો કરતા નજર આવશો.આ ગોચર એ પણ દાર્શવે છે કે વૃશ્ચિક રાશિના લોકો ગૂઢ વિજ્ઞાન થી સબંધિત જ્ઞાન અને સેવાઓ ના કારણે પોતાના પૈસા માં વધારો કરવા નો રસ્તો શોધી શકે છે અને આના કારણે જે લોકો જ્યોતિષ,અંક શાસ્ત્ર,ટેરો કાર્ડ જેવા ક્ષેત્ર સાથે જોડાયેલા છે,એમને આ દરમિયાન લાભ થશે.

બુધ નો ધનુ રાશિ માં ગોચર નોકરિયાત લોકો માટે શાનદાર પરિણામ લઈને આવશે.આ દરમિયાન કાર્યક્ષેત્ર માં તમને ઉન્નતિ મળી શકે છે અને તમારા પગાર માં વધારો થઇ શકે છે કે તમને અચાનક કોઈ જગ્યાએ થી પૈસા નો લાભ થઇ શકે છે.ત્યાં જે લોકો નો પોતાનો વેપાર છે એમને પણ અનુકૂળ પરિણામ મળી શકે છે.તમારી આવકના નવા સ્ત્રોત થી તમને પૈસા નો લાભ થશે.સુખ સુવિધાઓ માં જીવન જીવશો અને એની સાથે,આવક નો પ્રવાહ બની રહેશે.બુધ બીજા ભાવમાં હાજર છે અને તમારી આઠમા ભાવ ઉપર નજર નાખી રહ્યો છે,એના પરિણામસ્વરૂપે,તમારી બચત માં અચાનક વધારો થશે અને જીવનસાથી સાથે મળીને તમે નિવેશ કરી શકો છો.

બીજા ભાવમાં સ્થિત બુધ ની નજર તમારા આઠમા ભાવ ઉપર હશે જે તમારા માટે ફળદાયક સાબિત થશે.આના પરિણામસ્વરૂપે,તમને તમારા સસુરાલ પક્ષ ના લોકોનો સહયોગ મળશે.કુલ મળીને વૃશ્ચિક રાશિના લોકો માટે આ ગોચર વધારે અનુકૂળ રહેશે અને તમે તમારા આર્થિક જીવનમાં સ્થિરતા લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરતા નજર આવશો.એની સાથે,પરિવાર માટે પણ સમય કાઢશો.

ઉપાય : બુધ ના બીજ મંત્ર નો જાપ કરો.

વૃશ્ચિક રાશિફળ 2024

બૃહત કુંડળી : જાણો ગ્રહો નો તમારા જીવન ઉપર પ્રભાવ અને ઉપાય

ધનુ રાશિ

ધનુ રાશિ વાળા માટે બુધ ગ્રહ તમારા સાતમા ભાવ અને દસમા ભાવ નો સ્વામી છે.બુધ નો ધનુ રાશિ માં ગોચર 7 જાન્યુઆરી 2024 ના રોજ તમારા લગ્ન ભાવમાં ગોચર થવા જઈ રહ્યો છે.તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે બુધ ની પેહલા ભાવમાં સ્થિતિ લોકો ને બહુ બુદ્ધિમાન બનાવે છે અને એના પરિણામસ્વરૂપ તમારી અંદર તમારા જ્ઞાન ને બીજા સુધી પોહ્ચાડવાની ઈચ્છા જાગૃત થઇ શકે છે.તમે તાર્કિક સ્વભાવ ના હોવ છો અને તમારી રુચિ ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરવામાં હોય છે.

ધનુ રાશિ ના જે લોકો શિક્ષક,પ્રોફેસર,ટીચર કે લેખક વગેરે સાથે સબંધ રાખે છે,એમના માટે આ સમય બહુ સારો રહેવાનો છે.એ લોકો આ દરમિયાન તમારા જ્ઞાન ને સંચાર ના માધ્યમ થી બીજા સુધી પોહ્ચાડવામાં સક્ષમ હશે.આ સમય ધનુ રાશિના લોકો ને એમની રુચિ ના વિષયો ઉપર રિસર્ચ કરવા અને પોતાને શિક્ષિત કરવા માટે પ્રોત્સાહિત કરે છે.જેમકે ઉપર જણાવામાં આવ્યું છે કે તમારો સ્વભાવ બધીજ તરફ થી જ્ઞાન પ્રાપ્ત કરવાનો હશે અને તમારા આ સ્વભાવ ના કારણેજ તમે પોતાની અંદર સુધારો મેહસૂસ કરશો,જે તમારા વ્યક્તિગત વિકાસ અને સમજણ માં યોગદાન આપે.

આ ગોચર દરમિયાન તમે તમારા જડો થી જૂડાવ મેહસૂસ કરશે અને પોતાની જીવન ની યાત્રા વિશે બહુ સોચ વિચાર કરી શકે છે.આ સમયે જીવનના લક્ષ્ય,આકાંશાઓ અને એ બધીજ દિશા પર વિચાર કરવાનો સમય છ જેમાં તમે આગળ વધવા માંગો છો.આના સિવાય,આ ગોચર તમને નવી શુરુઆત કરવામાં અને નવો વેપાર ચાલુ કરવામાં અવસર આપશે.

બુધ દેવ ની દ્રષ્ટિ તમારા સાતમા ભાવ ઉપર પડી રહી હશે અને એના પરિણામસ્વરૂપે,ધનુ રાશિ વાળા નું લગ્ન જીવન બહુ આનંદમય રહેશે.એની સાથે,તમારી નિજી અને વેવસાયિક જીવન ની ભાગીદારી માં સુધારો જોવા મળશે.એવા માં,તમને જીવનસાથી ની સાથે સાથે બિઝનેશ પાર્ટનર નું પણ બધાજ કદમ પર સહયોગ મળશે.આ દરમિયાન તમે એની સાથે પૈસા,સંશોધન,ધર્મ અને દર્શન વિશે ચર્ચા કરી શકો છો.આનાથી તમને સંતુષ્ટિ મેહસૂસ થઇ શકે છે.કુલ મળીને,ધનુ રાશિ વાળા લોકો માટે આ સમય આત્મ-ચિંતન,વ્યક્તિગત વિકાસ અને ઉચ્ચ જ્ઞાન ની શોધ નો સમય દાર્શવે છે.

ઉપાય : ભગવાન ગણેશ ને દુર્વા (ઘાસ) ચડાવો.

ધનુ રાશિફળ 2024

મકર રાશિ

મકર રાશિના લોકો ની કુંડળી માં બુધ તમારા છથા અને નવમા ભાવનો સ્વામી છે.બુધ નો ધનુ રાશિ માં ગોચર 7 જાન્યુઆરી 2024 ના રોજ તમારા બારમા ભાવમાં થવા જઈ રહ્યો છે.કુંડળી માં બારમો ભાવ વિદેશ,અલગામ,હોસ્પિટલ,ખર્ચા,વિદેશી કંપનીઓ વગેરે ને દાર્શવે છે.કારણકે બુધ તમારા બારમા ભાવમાં ગોચર કરી રહ્યો છે અને બારમો ભાવ હોસ્પિટલો સાથે જોડાયેલો છે,એવા માં આ ગોચર ના પરિણામસ્વરૂપે,તમારે તમારું ધ્યાન આરોગ્ય મામલો પર વધારે દેવાની જરૂરત છે.એની સાથે,તમને વધારેમાં વધારે આરામ કરવાની સલાહ પણ આપવામાં આવે છે.સંભાવના છે કે તમે આ દરમિયાન વિદેશ યાત્રા ઉપર જઈ શકો છો અને આના કારણે તમને અલગ અલગ સંસ્કૃતિઓ અને અધિયાત્મિક પરંપરા સાથે જોડાવાનો અવસર મળી શકે છે.બુધ નો ધનુ રાશિ માં ગોચર તમારા સ્વભાવમાં બાતૂની અને જીજ્ઞાશા પ્રકૃતિ ને બનાવે છે અને એના પરિણામસ્વરૂપે,તમે તમારા વાતચીત કરવાના તરીકા થી વિદેશી લોકો સાથે સંપર્ક કરી શકશો.

મકર રાશિના લોકો આ સમયે જીવનના સત્ય વિશે જાણવા અને જ્ઞાન ના વિસ્તાર કરવા માટે પોતાનો ઝુકાવ અધિયાત્મિક્તા તરફ વધારી શકે છે.બુધ ની છથા ભાવમાં દ્રષ્ટિ અધિયાત્મિક્તા,ઉચ્ચ શિક્ષા અને રોજિંદા કામો ની વચ્ચે સબંધ ને દર્સાવી રહ્યું છે.આના પરિણામસ્વરૂપ,તમે તમારા અધિયાત્મિક્તા વિચાર અને અને ઉચ્ચ શિક્ષા ના આધાર પર બીજા ને સલાહ આપવામાં સક્ષમ હશે.આના સિવાય,આ સમયે તમે બીજા દેશ અથવા અલગ અલગ જાતિ ના લોકો સાથે વાતચીત કરશો અને પોતના જ્ઞાન ને આદાન પ્રદાન કરશો.એની સાથે પોતાના નેટવર્ક ને વધારશો.કુલ મળીને,મકર રાશિના લોકો બુધ ના ગોચર દરમિયાન ઉચ્ચ શિક્ષણ મેળવા માટે અને વિદેશ યાત્રા કરીને પોતાના જ્ઞાન ને વધારતા નજર આવશે.

ઉપાય : બુધવાર ના દિવસે ગાય માતા ને લીલું ખાસ ખવડાવો.

મકર રાશિફળ 2024

કુંભ રાશિ

કુંભ રાશિ વાળા માટે બુધ મહારાજ તમારી કુંડળી માં પાંચમા અને આઠમા ભાવમાં નો સ્વામી છે.બુધ નો ધનુ રાશિ માં ગોચર 7 જાન્યુઆરી 2024 ના રોજ તમારા અગિયારમા ભાવમાં થવા જઈ રહ્યો છે, જો કે પૈસા નો લાભ,ઈચ્છા,વેવસાયિક જીવન,મપતા ભાઈ-બહેનો,કાકા વગેરે નું પ્રતિનિધિત્વ કરે છે.સામાન્ય રીતે અગિયારમા ભાવમાં બુધ ની હાજરી ને વેવસાયિક અને સામાજિક જીવનના ડાયરો વધારવા માટે સારો માનવામાં આવે છે.આના પરિણામસ્વરૂપે,બુધ નો ધનુ રાશિ માં ગોચર ના સમયગાળા માં આ લોકો પોતાના માટે એક મજબૂત અને ઉપયોગી નેટવર્ક નું નિર્માણ કરવામાં સક્ષમ રહેશે.એની સાથે,પોતાના મિત્રો અને મોટા ભાઈ-બહેનો સાથે સમય પસાર કરશે.જો વાત કરીએ આર્થિક જીવનની તો,અગિયાર માં ભાવમાં બુધ નો ગોચર તમારા માટે લાભદાયક સાબિત થશે.આ દરમિયાન તમને પૈસા નો લાભ થશે અને તમારી આવકમાં વધારો થશે.તમે તમારા સહકર્મીઓ અને સાથીઓ ની તુલનામાં પોતાની વિત્તીય સ્થિતિ નું આકલન કરી શકો છો.

આ સમયગાળો તમને આ વાત પર વિચાર કરવા માટે પ્રરિત કરી શકે છે શું તમે સ્કિલ્સ અને પોતાના યોગદાન અનુરૂપ કામ કરી રહ્યા છે અને શું તમને આનાથી લાભ થઇ રહ્યો છે.અગિયારમો ભાવ એક મોટો સમૂહ અને સમાજ ને દાર્શવે છે અને એના પરિણામસ્વરૂપે,આ સમયે તમારો ઝુકાવ શિક્ષક કે લેખક ના વિભાગમાં જોડાવા તરફ રહી શકે છે.પાંચમા ભાવ ઉપર બુધ ની દ્રષ્ટિ શિક્ષા અને અધ્યન ને પ્રત્ય ઝુકાવ ના સંકેત આપી રહ્યું છે.આના પરિણામસ્વરૂપ,કુંભ રાશિના લોકો પોતાના જ્ઞાન ને બીજા સાથે શેર કરતા નજર આવશે.બુધ ની પાંચમા ભાવ ઉપર દ્રષ્ટિ સામાજિક જીવનમાં તમારી મુલાકાત કોઈ રચનાત્મક કે બુદ્ધિમાન વ્યક્તિ સાથે થઇ શકે છે,જે તમને શીખવા અને શીખાવામાં મદદરૂપ થશે.કુલ મળીને,કુંભ સામાજિક ડાયરા માં સંચાર વધારવાનો સમય દાર્શવે છે.

ઉપાય : નાના બાળકો ને લીલા કલર ના થોડા કપડાં ભેટ આપો.

કુંભ રાશિફળ 2024

મીન રાશિ

મીન રાશિ વાળા માટે બુધ ગ્રહ તમારા ચોથા અને સાતમા ભાવ નો સ્વામી છે.બુધ નો ધનુ રાશિ માં ગોચર 7 જાન્યુઆરી 2024 ના રોજ તમારા પૈસા અને કાર્યસ્થળ નો ભાવ એટલે દસમા ભાવમાં થવા જઈ રહ્યો છે.પરંતુ,દસમા ભાવમાં બુધ નો ગોચર ને સારો કહેવામાં આવે છે,ખાસ કરીને વેપાર માટે.જેવી રીતે બુધ તમારા દસમા ભાવમાં ગોચર કરશે,તમારું ધ્યાન તમારા વેવસાયિક જીવન તરફ વધારે હશે.આ સમયે તમે પુરી રીતે તમારા કામમાં વ્યસ્ત રેહશો.આના સિવાય,સરકારી પ્રક્રિયા કે કાનૂની પ્રક્રિયા વિશે ચર્ચા કરીએ અને અધિકારીક મામલો ને સમજવાની કોશિશ કરીએ.તમારા કારકિર્દી ની વાત કરીએ તો,કાર્યસ્થળ માં તમારા વાતચીત કરવાના તરીકા થી તમારા વરિષ્ઠ તમારાથી ખુશ થશે અને તમારા કામની સરાહના કરતા નજર આવશે.કારકિર્દી માં આગળ વધવા માટે આ સમયગાળો તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

દસમો ભાવ અધિકાર સાથે જોડાયેલો છે,એવા માં,બુધ નો ધનુ રાશિ માં ગોચર મીન રાશિના એ લોકો માટે અનુકૂળ રહેશે જે રાજનેતા,ધાર્મિક ગુરુ,ટીચર,લેખક,મોટિવેશનલ સ્પીકર,અધિકારી કે કોઈ સરકારી સંસ્થા સાથે જોડાયેલા છો,કારણકે આ દરમિયાન તમે બીજાને તમારી તરફ આકર્ષિત કરવા અને પોતાની વાતો મનવામાં સક્ષમ હસો.ત્યાં જે લોકો નોકરિયાત છે,એમને આ દરમિયાન લાભ થશે અને સકારાત્મક પરિણામ મળશે.તમને કાર્યસ્થળ માં પોતાના સહકર્મીઓ નો પણ સાથ મળશે.તમારા પ્રેમ જીવન ની વાત કરીએ,તો આ સમયે તમે પોતાના પાર્ટનર ની જિમ્મેદારી સારી રીતે નિભાવસો અને તમારી બંને વચ્ચે મધુર સબંધ સ્થાપિત થશે.તમને તમારા પાર્ટનર નો પૂરો સાથ મળશે અને તમે એકબીજા ની સાથે સારા અને યાદગાર સમય પસાર કરશો.

ચોથા ભાવમાં બુધ ની દ્રષ્ટિ દરસાવી રહી છે કે શિક્ષણ અને ઉપદેશ ના માધ્યમ થી તમારી અંદર માતૃભૂમિ ની સેવા કરવાની ઈચ્છા જાગૃત થઇ શકે છે.તમે તમારા ઉચ્ચ જ્ઞાન ને બીજા કે પરિવાર સાથે સાજા કરીને પુરા વાતાવરણ ને ધાર્મિક બનાવાની રાહ જોઈ રહ્યા છો કારણકે આ ભાવ શીખવા અને શીખવાડવા અને સંપૂર્ણ ની ઈચ્છા દરસાવે છે.કુલ મળીને મીન રાશિના લોકો માટે આ ગોચર સરકારી એજન્સીઓ,કાનૂની અધિકારીઓ અને કાર્યસ્થળ માં સત્તાવાળાઓ સાથે પોતાના સંપર્ક ને વધારવાનો સમય છે.

ઉપાય : ઘર અને કાર્યસ્થળ ઉપર બુધ યંત્ર ની સ્થાપના કરો.

મીન રાશિફળ 2024

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો: એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. એસ્ટ્રોસેજ સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!

Talk to Astrologer Chat with Astrologer