શુક્ર નું ત્રીજા ભાવ માં પ્રભાવ । લાલ કિતાબ મુજબ
લાલ કિતાબ મુજબ શુક્ર નું ત્રીજા ભાવ માં ફળ
અહીં સ્થિત શુક્ર જાતક ને એક આકર્ષક વ્યક્તિત્વ આપે છે જેથી દરેક વ્યક્તિ તેની તરફ આકર્ષિત થાય છે. સામાન્યતઃ બધા તેને પ્રેમ કરે છે. જો જાતક જીવન સાથી સિવાય બીજા કોઈ જોડે સંબંધ રાખે તો તેને પોતાના જીવન સાથી ની જી હજુરી કરવી પડે છે. નહીંતર તે હંમેશા તેના જીવન સાથી પાર ભારે રહે છે. જોકે જાતક નો જીવન સાથી સહુ પાર ભારે રહે છે જો જાતક કોઈ બીજા જોડે સંબંધ ના રાખે તો તે ભારે રહેશે. જાતક નો જીવન સાથી પરાક્રમી, સમર્થક અને બળદ ગાડી ના બીજા બળદ ની જેમ જાતક માટે સહયોગી હશે. તે જાતક ને દગો, ચોરી અને નુકસાન થી બચાવનારો હશે. બીજા વિપરીત લિંગી લોકો સાથે ના સંપર્ક જાતક માટે હાનિ કારક સાબિત થશે અને લાંબા આયુષ્ય પાર વિપરીત પ્રભાવ નાખશે. જો નવમાં અને અગિયારમા ભાવ માં શુક્ર ના દુશ્મન ગ્રહ હોય તો પ્રતિકૂળ પરિણામ મળશે. જાતક ની ઘણી પુત્રીઓ હશે.
ઉપાય:
(1) પોતાના જીવન સાથી નું સમ્માન કરો અને અતિરિક્ત વૈવાહિક બાબતો થી બચો.
(2) જીવન સાથી સિવાય કોઈ બીજા જોડે છેડતી કરવા નું ટાળો.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems








