ઉત્તરાયણ
ઉતરાયણ એટલે અંગ્રેજી મહિના પ્રમાણે આવતો પેહલો તૈહવાર અને ઉત્તરાયણ તૈહવાર ને મકર સંક્રાંતિ ના નામે પણ ઓળખવામાં આવે છે.સુર્ય જયારે એક રાશિ માંથી બીજી રાશિ માં સ્થાનાંતર કરે છે,આને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે.મકર સંક્રાંતિ ના સમયે સુર્ય પૃથ્વી ની આજુબાજુ પોતાની પરિક્રમા ની દિશા માં પરિવર્તન કરીને થોડો થોડો ઉત્તર દિશા માં ખસે છે.આમ સુર્ય ઉત્તર દિશા તરફ ખસવાનું ચાલુ કરે એ દિવસ ને મકર સંક્રાંતિ ના તૈહવાર તરીકે પણ ઓળખવામાં આવે છે.
આખું ગુજરાત આ દિવસે પતંગ ઉડાડીને આ તૈહવાર ને ઉજવે છે.ગુજરાત સરકાર તા આ તૈહવાર માં વાઈબ્રેન્ટ કાઇટ તૈહવાર પણ ઉજવે છે પાંચ પાંચ દિવસ સુધી.અલગ-અલગ રાજ્ય માંથી અને દેશ-વિદેશ ના લોકો જેમને આ તૈહવાર ખુબ પસંદ છે એ ગુજરાતમાં આવી જાય છે આ સમયે.મકર સંક્રાંતિ નો અર્થ પતંગ પણ ઇતિહાસ જુનો છે ઋગ્વેદ માં સુર્ય માટે પતંગ શબ્દ નો ઉપયોગ થયો હતો.પ્રાચીન ગ્રંથો મુજબ સુર્ય પાસે કલ્યાણ થાય છે.અને ખરાબ,અમંગળ અને રોગો દુર થાય છે.આ દિવસે પવન ઉત્તર દિશા માં હોય છે અને આ દિવસે પતંગ ચગાવીને દિશા નક્કી કરી શકાય છે. આ દિવસે સુર્ય ની સામે રેહવું વધારે સારું હોવાથી લોકો આખો દિવસ પતંગ ચગાવે છે.
એસ્ટ્રોસેજ વાર્તા થી વિશ્વભરના વિદ્વાન જ્યોતિષિઓ થી કરો ફોન પર વાત કરો અને ભવિષ્યને લગતી કોઈપણ સમસ્યાનો ઉકેલ મેળવો.
મકર સંક્રાંતિ માં શું શું દાન કરવાથી ક્યાં ક્યાં ફાયદા થશે?
ઉતરાયણ 2024 મુ દાન બહુ ખાસ મહત્વ છે એટલે આપણે આ લેખમાં જાણીશું કે ક્યાં ક્યાં દાન કરવાથી ક્યાં ક્યાં ફાયદા થશે કારણકે આ દિવસે દાન કરવાથી બહુ સારું ફળ મળે છે.આ દિવસે તમે મંદિર માં જઈને ઘર ની બધીજ વસ્તુઓ જેમકે ઘી,દહીં,લોટ,ચોખા,ભાત,ફળ,ફુલ,ખાંડ,લાલ ચટણી વગેરે નું દાન કરી શકાય છે.આ દિવસે દાન કરવાથી જીવનના બધાજ દુઃખો દુર થાય છે.મકર સંક્રાંતિ નો મહત્વપુર્ણ સમય પરિવર્તનો અને નવું નવું કંઈક અપનાવાનો છે.ગુજરાતમાં આ દિવસે મમરા ના લાડવા,તાલિ,અને મીઠાઈ ઓ બનાવામાં આવે છે અને પછી આજ વસ્તુ ને આ લોકો ખાઈને આનંદ કરે છે અને આ વસ્તુ નું દાન પણ કરે છે અને આ દાન કરવું બહુ શુભ માનવામાં આવે છે.આ દિવસે ઘઉં,જુવાર અને બાજરી ની ખીચડી બનાવામાં આવે છે અને પોતાની બહેનો કે બહાર ની બહેનો કે દીકરીઓ ને આ ખીચડી ખવડાવામાં આવે છે કેમકે આનું પણ એક ખાસ મહત્વ છે અને બહુ પુર્ણય મળે છે આવી માન્યતાઓ ગુજરાતી લોકોના આ તૈહવાર માં છે.આ દિવસે ગુરુઓ પોતાના શિષ્ય ને આશિષ આપે છે અને આવી માન્યતા છે કે સુર્ય મકર સંક્રાંતિ ના દિવસે દેવતાઓ નું આગમન થાય છે.અને આનું પણ ખાસ મહત્વ છે.મકર સંક્રાંતિ નો આ તૈહવાર કોઈપણ પ્રકાર નો નવો ધંધો ચાલુ કરવા કે પછી નોકરી માટે પણ શુભ માનવામાં આવે છે એટલે કે આ દિવસે તમે કોઈપણ શુભ કામની શુરુઆત પણ કરી શકે છે.
પતંગો નો તૈહવાર ઉત્તરાયણ
મકર સંક્રાંતિ નો આ તૈહવાર એ દિવસે આવે છે જયારે બધીજ ઉંમર ના લોકો હૃદય માં ખુશી અનુભવી ને સારા કપડાં પહેરીને અને વહેલી સવારે જ પોતાના ઘર ની છત અને અગાસીઓ ઉપર ચડી જાય છે અને પછી આખો દિવસ ખુશી ખુશી પતંગ ચગાવે છે.ઉત્તરાયણ (Utarayan) તૈહવાર ના દિવસે તમને લોકોનો બહુ આવાજ આખો દિવસ સાંભળવા મળશે અને તમને પતંગો ને જોઈને એવું લાગશે કે આકાશ માં મેઘધનુષ ની રચના થઇ રહી છે અને આખા આકાશ માં તમને ખાલી પતંગ જ દેખાશે.આ તૈહવાર બધાજ લોકો એક સાથે મળીને ઉજવે છે એટલે આ તૈહવાર માં ખુશી અને આનંદ પણ બહુ વધારે છે.જે લોકો પતંગ ના બહુ શોખીન છે એ લોકો અંધારામાં પણ સફેદ પતંગ અને એની સાથે ફાનસ ચગાવે છે.જેને અમદાવાદમાં ટુકકુલ તરીકે ઓળખવામાં આવે છે.ઉતરાયણ ના બીજા દિવસ ને વાસી ઉતરાયણ તરીકે ઉજવામાં આવે છે.આવી રીતે સતત બે દિવસ સુધી આ તૈહવાર ચાલે છે જેમાં બધાજ લોકો અભુ ખુશી થી આ ટીહવાર ને મનાવે છે.
કરિયર થી સંબંધિત સમસ્યા ને દૂર કરવા માટે હવે ઓર્ડર કરો - કોગ્નિએસ્ટ્રો રિપોર્ટ
ઉંધયું નું મહત્વ
ઉંધયું શિયાળા ની સીઝન માં સૌથી વધારે ખાવાવાળું અને મનપસંદ શાક છે.મકર સંક્રાંતિ તૈહવાર એક રીતે જે જોઈએ તો આજનું ઉંધયું એ ઉંબાડિયું નું મિશ્રણ છે.ઉત્તરાયણ માં ઉંબાડિયું પણ બહુ ફેમસ અને ખુબ પ્રખ્યાત શાક છે અને ગુજરાતી લોકો શિયાળા ના મોસમ આ શાક ને બહુ ખુશી ખુશી ખાય છે.ઘણા સમય પેહલા દક્ષિણ ગુજરાતમાં આ શાક નું બહુ મહત્વ હતું પણ હવે ધીરે ધીરે આખા ગુજરાત માં આ નું મહત્વ ખુબ વધી ગયું છે.પહેલાના સમય માં લોકો આ શાક ને પોતાના ખેતેર માં જ બનાવી લેતા હતા અને પછી ધીરે ધીરે આ શાક માં બધા મસાલા નાખીને આને ગેસ ઉપર બનાવામાં આવ્યું અને પછી આનું નામ ઉંધયું પડી ગયું.આને આ શાક ને માટલા ને ઊંધું કરીને બનાવામાં આવતું હતું એટલે આ શાક નું નામ ઉંધયું પડી ગયું અને આ શાક ખાસ કરીને સુરત માં બહુ પ્રખ્યાત અને ફેમસ છે.
ઓનલાઈન સોફ્ટવેરથી મફત જન્મકુંડળી મેળવો
મકર સંક્રાંતિ 2024 : બધીજ રાશિઓ ઉપર આનો પ્રભાવ
મેષ રાશિ : મેષ રાશિ મકર રાશિ માટે શુભ વરદાન લઈને આવે છે આ સમય દરમિયાન આ રાશિના લોકોને બધીજ જગ્યા એ બહુ ખાસ મોકા મળવાની પ્રબળ સંભાવના છે.
વૃષભ રાશિ : આ ઉતરાયણ નો તૈહવાર આ રાશિ માટે બહુ શુભ રહેવાનો છે.આ સમયગાળા દરમિયાન ધાર્મિક એક્ટિવિટી તમને બહુ ભાગ્યશાળી બનાવશે.
મિથુન રાશિ : મકર સંક્રાંતિ આરોગ્ય માટે આ રાશિના લોકો માટે બહુ પ્રતિકૂળ રહેશે આ સમયગાળા દરમિયાન તમારું આરોગ્ય ખરાબ થઇ શકે છે એટલા માટે તમારે તમારા આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
કર્ક રાશિ : કર્ક રાશિના લોકો માટે આ તૈહવાર બહુ શુભ રહેશે અને જે લોકો વેપાર સાથે જોડાયેલા છે એ લોકોને એમના ભાગીદાર દ્વારા બહુ સારી સફળતા મળશે અને એમના સબંધ પણ મજબુત બનશે.
સિંહ રાશિ : સિંહ રાશિના લોકોએ આ સમયે પોતાનું બહુ ધ્યાન રાખવું જોઈએ કારણકે આ સમય તમારા માટે પ્રતિકુળ રહી શકે છે.આ સમયગાળા દરમિયાન તમારા પરિવારના લોકો અથવા તમારા પડોસીઓ સાથે તમારો મતભેદ કે વિવાદ થઇ શકે છે.
કન્યા રાશિ : મકર સંક્રાંતિ તૈહવાર નો આ સમય કન્યા રાશિના લોકો માટે બહુ સાનુકુળ રહેવાનો છે અને આ સમય માં રોમાન્સ વધશે.આની સાથે આ રાશિના જે વિદ્યાર્થીઓ છે એમના માટે પણ આ સમયે બહુ પ્રબળ લાભ થવાની સંભાવના છે.
તુલા રાશિ : આ ઉતરાયણ ના તૈહવારમાં તુલા રાશિના લોકોના જીવનમાં મિત્રો તરફ થી ચિંતા અને મુશ્કેલીઓ આવી શકે છે.ઉત્તરાયણ (Utarayan) ના આ સમયગાળા દરમિયાન શુભ સંકેત મળવાની પણ પ્રબળ સંભાવના છે.
વૃશ્ચિક રાશિ : વૃશ્ચિક રાશિના લોકો માટે આ ઉતરાયણ શુભ સમય વાળી સાબિત થશે.સુર્ય નું રાશિ પરિવર્તન તમને કીર્તિ અને નસીબ વધારવામાં મદદરૂપ સાબિત થઇ શકે છે.
ધનુ રાશિ : ઉતરાયણ ધનુ રાશિના લોકો માટે શુભ સમાચાર લઈને આવી રહી છે.આ સમયે તમારી સંપત્તિ કે મિલકત માં વધારો થશે.આ ઉપરાંત આ સમયગાળા માટે ભવિષ્ય માટે તમારા માટે નવી યોજનાઓ બનાવામાં આવશે.
મકર રાશિ : આ ઉતરાયણ ના તૈહવાર માં તમારી કારકિર્દી માં પ્રસિધ્ધિઓ ની સંભાવના છે.આના સિવાય તમારા જેટલા કામ અટકેલા હતા એ બધાજ કામ આ સમયે પુરા થઇ જશે.
કુંભ રાશિ : કુંભ રાશિના લોકો માટે ઉતરાયણ નો આ તૈહવાર બહુ વધારે અનુકુળ નહિ રહે.આ સમયગાળા દરમિયાન તમને પૈસા નું નુકશાન થવાની સંભાવના છે.નકામા ખર્ચાઓ ને બંધ કરવાની સલાહ આપવામાં આવે છે.
મીન રાશિ : મીન રાશિના લોકો માટે આ ઉત્તરાયણ તૈહવાર અનુકુળ સાબિત થતો દેખાઈ રહ્યો છે.આ દરમિયાન તમારા કાર્યક્ષેત્ર માં વધારો થશે અને તમને બધીજ જગ્યા એ સફળતા મળશે.
તમામ જ્યોતિષીય ઉકેલો માટે અહીં ક્લિક કરો: એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમે આશા કરીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે. એસ્ટ્રોસેજ સાથે જોડાયેલા હોવા બદલ ખૂબ ખૂબ આભાર.
વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો
પ્રશ્ન 1 ગુજરાતમાં મકર સંક્રાંતિ કેવી રીતે ઉજવવામાં આવે છે?
જવાબ : મોટાભાગના પ્રદેશોમાં, ઉત્તરાયણના તહેવારો બે થી ચાર દિવસ સુધી ચાલે છે જ્યાં લોકો તહેવાર દરમિયાન સૂર્ય ભગવાનની પૂજા કરે છેઆ અને પતંગ ચગાવે છે.
પ્રશ્ન 2 મકર સંક્રાંતિ માટે કયું શહેર પ્રખ્યાત છે?
જવાબ : અમદાવાદ અને સુરત ઉતરાયણ માટે બહુ પ્રખ્યાત છે.
પ્રશ્ન 3 મકર સંક્રાંતિ પર ગુજરાતીઓ શું ખાય છે?
જવાબ : મકર સંક્રાંતિ માં ગુજરાતીઓ તલ,ચીક્કી,મમરાના લાડવા,અને ઉંધયું નું શાક બહુ ખાય છે અને આ બહુ ફેમસ પણ છે.