બુધ નું બારમા ભાવ માં પ્રભાવ । લાલ કિતાબ મુજબ
લાલ કિતાબ મુજબ બુધ નું બારમા ભાવ માં ફળ
અહીં સ્થિત બુધ જાતક ની રાત્રી ની ઊંઘ ખરાબ કરે છે અને ઘણી બધી મુશ્કેલીઓ નો કારણ બને છે. જાતક મન ની શાંતિ ગુમાવી દે છે અને માથા ના દુખાવા થી પીડિત રહે છે. જાતક માંદગી સાથે લાંબી ઉમર વાળો હોય છે. પરંતુ જો બુધ આ ઘર માં શનિ સાથે હોય તો ઘણા સારા પરિણામો મળે છે. આ ભાવ માં શનિ, સૂર્ય અને બુધ સાથે હોવા છતાં સારા પરિણામો આપે છે. જો જાતક ની પુત્રીઓ, બહેન, ફઈ અને ભત્રીજી જાતક ની સાથે એના ઘર માં રહે છે તો દુઃખી રહે છે. આવું જાતક સામાન્ય રૂપે આત્મ પ્રશંસક અને ખિજાયેલા સ્વભાવ નો હોય છે. જો તેના મગજ માં સાચી કે ખોટી કોઈપણ વાત ઘર કરી ગયી છે તો તે એનેજ દરેક રીતે સાચું માનશે. જો આવું જાતક દારૂ પીવા લાગે તો તે ઘમંડી થયી જાય છે. વેપારીક જુગાર અથવા સટ્ટો જાતક માટે હાનિ કારક રહેશે ૨૫માં વર્ષ માં લગ્ન જાતક ના પિતા અને જીવન સાથી માટે હાનિ કારક રહેશે.
ઉપાય:
(1) નદી માં એક નવો અને ખાલી માટલો ફેંકો.
(2) સ્ટેનલેસ સ્ટીલ ની એક વીંટી પહેરો.
(3) કેસર નો તિલક લગાવો અને ધાર્મિક સ્થળો પર જાઓ.
(4) કોઈપણ નવા અને મહત્વપૂર્ણ કામ ને શરુ કરતા પહેલા કોઈ બીજા ની સલાહ લો.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems










