વૃશ્ચિક રાશિફળ 2025
આ વર્ષે વૃશ્ચિક રાશિફળ 2025 ના માધ્યમ થી આપણે જાણીશું કે વર્ષ 2025 વૃશ્ચિક રાશિ નું આરોગ્ય,શિક્ષા,વેપાર-વેવસાય,નોકરી,આર્થિક પક્ષ,પ્રેમ,લગ્ન,લગ્ન જીવન,પારિવારિક જીવન,જમીન,વાહન વગેરે માટે કેવું રહેવાનું છે? આના સિવાય આ વર્ષ ના ગ્રહ ગોચર ના આધારે અમે તમને કઈ પણ ઉપાય બતાવીશું,જેને અપનાવીને તમે સંભવિત પરેશાની કે દુવિધા નો હલ મેળવશો.તો ચાલો આગળ વધીએ અને જાણીએ કે વૃશ્ચિક રાશિના લોકો માટે વૃશ્ચિક રાશિફળ શું કહે છે?
To Read in English Click Here: Scorpio Horoscope 2025
વર્ષ 2025 માં વૃશ્ચિક રાશિ વાળા નું આરોગ્ય
વૃશ્ચિક રાશિ વાળા,આરોગ્યના દ્રષ્ટિકોણ થી વર્ષ 2025 મિશ્રણ પરિણામ વાળું રહી શકે છે.ઘણા મામલો માં એવરેજ કરતા કમજોર પણ રહી શકે છે.વર્ષ ના શુરુઆતી મહિનામાં ખાસ કરીને માર્ચ સુધી શનિ નો ચોથા ભાવમાં ગોચર આરોગ્યના દ્રષ્ટિકોણ થી સારો નહિ રહે.ખાસ કરીને જેમને છાતી ને લગતી કોઈ બીમારી છે,ઘૂંટણ ની કોઈ બીમારી હોય,કમર ની કોઈ બીમારી હોય અથવા માથા ના દુખાવાની કોઈ બીમારી હોય તો એમને આ સમયગાળા માં જાન્યુઆરી થી માર્ચ સુધી પોતાના આરોગ્ય પ્રત્ય પુરી રીતે જાગરૂક રેહવાની જરૂરત પડશે.
આ વર્ષે વૃશ્ચિક રાશિફળ 2025 મુજબ,માર્ચ પછી નો સમય જુના રોગો ને દુર કરવા અને તમને સ્વસ્થ રહેવામાં મદદરૂપ બનશે પરંતુ મે મહિના પછી થી રાહુ નો ગોચર ચોથા ભાવમાં થશે જે છાતી ને લગતી કોઈ પરેશાની આપી શકે છે.માર્ચ પછી શનિ ગોચર પેટ દુખાવાની સમસ્યા આપી શકે છે.આ રીતે ઘણી જુની સમસ્યાઓ દુર થશે તો નવી સમસ્યાઓ આવવાની સંભાવનાઓ રહેશે.આવામાં આરોગ્યના દ્રષ્ટિકોણ થી વર્ષ 2025 મિશ્રણ રહી શકે છે.આ વર્ષે આરોગ્ય પ્રત્ય બહુ જાગરૂક રેહવું જરૂરી છે.ખાસ કરીને જે લોકોનું પેટ,માથા નો દુખાવો,કમર કે છાતી ની સમસ્યા છે એમને ખાસ કરીને જાગરૂક રેહવાની જરૂરત છે.
हिंदी में पढ़ने के लिए यहां क्लिक करें: वृश्चिक राशिफल 2025
કોઈપણ નિર્ણય લેવામાં આવી રહી છે સમસ્યા, તો અત્યારે કરો અમારા વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાત
વર્ષ 2025 માં વૃશ્ચિક રાશિ વાળા ની શિક્ષા
વૃશ્ચિક રાશિ વાળા,શિક્ષા ના દ્રષ્ટિકોણ થી,વૃશ્ચિક રાશિફળ 2025 સામાન્ય પરિણામ આપતું પ્રતીત થઇ રહ્યું છે.આ વર્ષે તમારા ચોથા અને પાંચમા ભાવ ઉપર શનિ અને રાહુ નો પ્રભાવ આવતો જતો રહેશે.સ્વાભાવિક છે કે આવી સ્થિતિ માં પોતાના વિષય ઉપર ફોકસ બનાવી રાખવું કઠિન હશે.જે લોકો હંમેશા કોશિશ કરતા રહેશે એ ખાલી પોતાના વિષય ઉપર ફોકસ કરી શકશે પરંતુ સારા પરિણામ પણ મેળવી શકશે.આવું કરવું સેહલું નહિ પણ અઘરું હશે.
ત્યાં જે લોકો અધ્યન પ્રત્ય વધારે ગંભીર નથી રહેતા અથવા ઓછા સમય માં પણ સારા પરિણામ મેળવી લ્યે છે એમને આ વર્ષે પોતાના અધ્યન ના સમય ને વધારવાની જરૂરત છે.ગુરુ નો ગોચર પણ મે મહિના મધ્ય ભાગ પેહલા તમને વધારે સારા પરિણામ આપશે.પરંતુ મે મધ્ય પછી બહુ મેહનત ની જરૂરત ના સંકેત ગુરુ નો ગોચર પણ કરી રહ્યો છે.
પરંતુ શોધ ના વિદ્યાર્થીઓ ને ગુરુ નો ગોચર મે મધ્ય પછી પણ સારા પરિણામ આપશે પરંતુ બીજા વિદ્યાર્થીઓ ને અપેક્ષા મુજબ વધારે મેહનત કરવાની જરૂરત છે.શિક્ષા ના વિષય માં આ વર્ષ થોડું કમજોર છે.આ કમજોરી ને દુર કરીને સારા પરિણામ મેળવા માટે હવે ઉલનાત્મક રૂપથી મેહનત કરવાની જરૂરત રહેશે.
રાશિફળ 2025 વિગતવાર વાંચવા માટે ક્લિક કરો: રાશિફળ 2025
વર્ષ 2025 માં વૃશ્ચિક રાશિ વાળા નો વેપાર વેવસાય
વૃશ્ચિક રાશિ વાળા,વેપાર વેવસાય ના મામલા માં વર્ષ 2025 મિશ્રણ પરિણામ દેવાનું કામ કરી શકે છે.વર્ષ ની શુરુઆત થી લઈને મે મહિના ના મધ્ય ભાગ સુધી ગુરુ નો સાતમા ભાવમાં ગોચર વેપાર વેવસાય માં સારા પરિણામ આપી શકે છે.નવા વેપાર વવસાય ને લઈને નવા પ્રયોગ કરવા માટે આ સમય ગાળો બહુ સારો કહેવામાં આવશે.જે કઈ નવો પ્રયોગ કરવાનો છે એ સમયગાળા માં કરી લેવો સારું રહેશે.વૃશ્ચિક રાશિફળ 2025 મુજબ,મે મહિના ના મધ્ય ભાગ પછી ગુરુ નો ગોચર આઠમા ભાવમાં ચાલ્યો જશે.
રાહુ નો ગોચર ચોથા ભાવમાં આવી જશે.કેતુ નો ગોચર દસમા ભાવમાં થઇ જશે.આ રીતે આ સમયગાળો નવા વેપારીક નિર્ણય માટે સારી નથી કહેવામાં આવતી.જે કઈ કેવી રીતે ચાલી રહી છે.એને એવીજ રીતે મેન્ટન કરવાની જરૂરત છે.પોતાની જગ્યા ના વરિષ્ઠ લોકો પાસેથી સલાહ લેવાની જરૂરત પણ રહેશે.જો તમારા ફિલ્ડ નો કોઈ સિનિયર વ્યક્તિ તમારા સંપર્ક માં હોય તો એની સાથે પુરા રિસ્પેક્ટ સાથે જોડાયેલા રહો.
જો ત્યાંથી બહુ સારો રિસ્પોન્સ નહિ મળે તો પણ વિરોધ કે બગાવત કરવાની જગ્યા એ એને પ્રસન્ન કરવાની જરૂરત રહેશે.એનું હંમેશા સમ્માન કરતા રેહવાની જરૂરત રહેશે,ત્યારેજ તમે તમારા વેપાર વેવસાય ને મેન્ટન કરી શકશો.નહિ તો એ વ્યક્તિ એમનો સપોર્ટ પાછો ખેંચી શકે છે અને એના બદલા માં તમારું નુકશાન થઇ શકે છે.આવી સ્થિતિ માં તમારો અનુભવ અને વરિષ્ઠ નું માર્ગદર્શન મુજબ કામ કરતા રહો,જેનાથી તમે તમારા વેપાર વવસાય ને મેન્ટન કરી શકો.
વર્ષ 2025 માં વૃશ્ચિક રાશિ વાળા ની નોકરી
વૃશ્ચિક રાશિ વાળા,નોકરીના દ્રષ્ટિકોણ થી પણ આ વર્ષ મિશ્રણ પરિણામ દેવાવાળું પ્રતીત થઇ રહ્યું છે.છથા ભાવ નો સ્વામી મંગળ આ વર્ષે થોડો સમય સારો તો થોડો સમય કમજોર પરિણામ આપી શકે છે.વૃશ્ચિક રાશિફળ 2025એમતો વધારે પડતો સમય મંગળ તમને સામાન્ય પરિણામ દેવાવાળું પ્રતીત થઇ રહ્યું ચ્છે.વર્ષ ની શુરુઆત થી લઈને માર્ચ મહિના સુધી શનિ ની નજર છથા ભાવ ઉપર રહેશે.નોકરી ને લઈને થોડી અસંતુષ્ટિ તમારા મન માં રહી શકે છે.
માર્ચ પછી શનિ ની સ્થિતિ બદલવાનું કારણ તમે નોકરીને લઈને સંતુષ્ટ રહી શકો છો કે ઘણી હદ સુધી સારો અનુભવ કરી શકો છો.મે મહિના ના મધ્ય સુધી ગુરુ લાભ ભાવ ને જોઈ ને સારા પરિણામ આપવા અને દેવાનું કામ કરે છે.આ રીતે અમને ખબર છે કે મે મહિના સુધી નોકરીમાં ઉપલબ્ધીઓ મળતી રહેશે પરંતુ માર્ચ સુધી તમે થોડી કઠિનાઈ નો અનુભવ કરી શકો છો.પરંતુ માર્ચ થી મે મહિના મધ્ય સુધી નો સમય બહુ સારો અને અનુકુળ છે જો આની વચ્ચે નોકરીમાં પરિવર્તન કરવાની ઈચ્છા હોય તો તમે કરી શકો છો.
મે મહિના ની મધ્ય પછી સ્થિતિઓ થોડી કઠિનાઈ વાળી રહી શકે છે.પરંતુ વિદેશ માં કામ કરવાવાળા કે દુર જઈને નોકરી કરવાની ઈચ્છા રાખવાવાળા લોકોને આ સમયગાળા માં સારા પરિણામ મળી શકે છે.
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ કિતાબ
વર્ષ 2025 માં વૃશ્ચિક રાશિ વાળા નો આર્થિક પક્ષ
આ વર્ષે વૃશ્ચિક રાશિફળ 2025 મુજબ,આર્થિક મામલો માં વર્ષ 2025 તમને મિશ્રણ પરિણામ આપી શકે છે.તમને લાભ ભાવ નો સ્વામી બુધ ગ્રહ ના ગોચર ને જોઈએ તો વર્ષ નો અધિકાંશ સમય બુધ સારા પરિણામ આપશે.આવકમાં કોઈ મોટી સમસ્યા નહિ આવવી જોઈએ.ખાસ કરીને મે મહિના ના મધ્ય ભાગ સુધી જયારે તમારા ધન ભાવ નો સ્વામી ગુરુ લાભ ભાવને જોશે ત્યારે તમે ખાલી સારી આવક કરી શકશો પરંતુ આવક નો એક મોટો ભાગ બચાવા માં સફળ રેહશો પરંતુ મે મહિના ના મધ્ય પછી આવકમાં થોડો ધીમાપન જોવા મળી શકે છે.
પરંતુ મે મહિના મધ્ય પછી ગુરુ પૈસા ના ભાવ નો સ્વામી થઇ ને પૈસા ના ભાવને જોશે.આવી સ્થિતિ માં બચત કરવાના મામલા માં અથવા બચાવેલા પૈસા ના મામલા માં ગુરુ સકારાત્મક પરિણામ આપશે પરંતુ આવકના મામલા માં કોઈ મદદ નહિ કરી શકે.કહેવાનો મતલબ એ છે કે મે મહિના મધ્ય નો સમય આવકના દ્રષ્ટિકોણ થી બહુ સારો રહેશે.તો એના પછી નો સમય આવકના દ્રષ્ટિકોણ થી થોડો કમજોર પરંતુ બચત ના દ્રષ્ટિકોણ થી સારો બની રહેશે.
વર્ષ 2025 માં વૃશ્ચિક રાશિ વાળા ની લવ લાઈફ
વૃશ્ચિક રાશિ વાળો પ્રેમ સબંધ ના વિષય માં વર્ષ 2025 થોડું ખરાબ તો થોડું કમજોર પરિણામ આપી શકે છે.સારા ની વાત કરીએ તો મે મહિના પછી થી પાંચમા ભાવ થી રાહુ કેતુ નો પ્રભાવ પુરો થઇ જશે.આવી સ્થિતિ માં એકબીજા ને લઈને જે ગલતફેમી હતી એ દુર થઇ જશે.તમારા બધાનો નજરીયો પ્રેમ સબંધ ને લઈને વધારે સારો અને સાચો થતો જશે પરંતુ માર્ચ મહિના પછી થી શનિ નો ગોચર પાંચમા ભાવમાં થઇ જશે જે પ્રેમ સબંધ માં થોડી બેરુખી આપી શકે છે.
પરંતુ શનિ સાચા પ્રેમ કરવાવાળા લોકો માટે મદદગાર બની શકે છે.બીજા શબ્દ માં તમારો પ્રેમ વાસ્તવિક છે અને તમે બંને એકબીજા ને પ્રેમ કરો છો અને ભવિષ્ય માં લગ્ન કરવાની ઈચ્છા રાખો છો તો આવી સ્થિતિ માં તમને સારા પરિણામ મળી શકે છે.પરંતુ જો તમે ટાઈમ પાસ કરી રહ્યા છો તો શનિ નો આ ગોચર તમારા પ્રેમ સબંધ માં દરાર દેવાનું કામ કરી શકે છે.
કહેવાનો મતલબ એ છે કે પ્રેમ સબંધ માટે વર્ષ 2025 મિશ્રણ રહી શકે છે.જો તમારો પ્રેમ સાચો રહેશે તો શનિ તમને નુકશાન નહિ પોહ્ચાડીને સારા પરિણામ આપશે.ગુરુ નો ગોચર પણ વર્ષ ના પેહલા ભાગમાં તમારા માટે મદદગાર બનશે.આ રીતે તમે વર્ષ ના પેહલા ભાગમાં પોતાની લવ લાઈફ ને સારી બનાવીને એનો આનંદ ઉઠાવી શકશો.વર્ષ નો બીજો ભાગ મિશ્રણ રહી શકે છે.
વર્ષ 2025 માં વૃશ્ચિક રાશિ વાળા ના લગ્ન કે લગ્ન જીવન
વૃશ્ચિક રાશિ વાળો જો તમારી ઉંમર લગ્ન ની થઇ ગઈ છે અને તમે લગ્ન ની કોશિશ માં છો તો વર્ષ નો પેહલો ભાગ આ મામલા માં તમારા માટે સારો મદદગાર બની શકે છે.વૃશ્ચિક રાશિફળ 2025ખાસ કરીને મે મહિના ના મધ્ય ભાગ સુધી નો સમય બહુ સારા પરિણામ આપતો પ્રતીત થઇ રહ્યું છે.આ સમયગાળા માં તમારા પાંચમા ભાવનો સ્વામી ગુરુ સાતમા ભાવમાં રહેશે જે નહિ ખાલી સામાન્ય લગ્ન ને પુરા કરવામાં મદદગાર બનશે પરંતુ પ્રેમ લગ્ન ની ઈચ્છા રાખવાવાળા ની મનોકામના પુરી પણ કરશે.બીજા શબ્દ માં પ્રેમ લગ્ન માં મદદગાર ગુરુ ગ્રહ બનશે.
ત્યાં જે લોકો પ્રેમ નો દેખાવો કરી રહ્યા હતા ખાલી એમની પોલ ખુલી શકે છે.બીજા શબ્દ માં લવ પાર્ટનર ને આ વાત ખબર પડી શકે છે કે એમની વચ્ચે જે પ્રેમ હતો એ એટલો મજબુત નહિ હતો.જેને લગ્ન માં પરિવર્તન કરી શકાય.મે મહિના મધ્ય પછી થી પરિણામ તુલનાત્મક રૂપથી કમજોર રહી શકે છે.આવી સ્થિતિ માં લગ્ન ની પ્રક્રિયા ને વર્ષ ના પેહલા ભાગ માં પુરી કરવી સમજદારી નું કામ રહેશે.લગ્ન જીવન સાથે જોડાયેલા મામલો માં પણ વર્ષ નો પેહલો ભાગ વધારે સારા પરિણામ આપી શકે છે.
પછીના સમય માં ગુરુ આઠમા ભાવમાં રહેશે અને શનિ ની નજર સાતમા ભાવ ઉપર રહેશે.થોડી પરેશાનીઓ અને અસંતુલન જોવા મળી શકે છે.બીજા શબ્દ માં વર્ષ ના પેહલા ભાગ માં તમે લગ્ન જીવન નો સારો આનંદ લઇ શકશો.જયારે વર્ષ નો બીજો ભાગ તમારાથી એક્સ્ટ્રા સમજદારી ની ડિમાન્ડ કરી શકે છે.
તમારી કુંડળી માં પણ છે રાજયોગ? જાણો તમારી રાજ યોગ રિપોર્ટ
વર્ષ 2025 માં વૃશ્ચિક રાશિ વાળા નું પારિવારિક જીવન
વૃશ્ચિક રાશિ વાળા,પારિવારિક મામલો માટે પણ વર્ષ નો પેહલો ભાગ વધારે સારો રહી શકે છે.ખાસ કરીને મે મહિના મધ્ય સુધી તમારા બીજા ભાવ નો સ્વામી ગુરુ સારી પોજીશન માં રહેશે.જે ઘર પરિવારમાં સુમતિ આપીને સબંધો ને સારા બનાવી રાખવાનું કામ કરશે.મે મહિના મધ્ય વચ્ચે આઠમા ભાવમાં જવાના કારણે થોડો કમજોર થઇ જશે.પરંતુ ગુરુ ત્યારે પણ બીજા ભાવ અને ચોથા ભાવને જોશે.કોઈ મોટી પરેશાની નહિ આવવા દેશે.પરંતુ કમજોર હોવાના કારણે પેહલા જેવા પરિણામ દેવામાં અસમર્થ થઇ શકે છે.
આની વચ્ચે માર્ચ પછી થી શનિ ની નજર બીજા ભાવ ઉપર પડવા લાગશે.થોડા પરિજનો ની વચ્ચે અસંતુલન કે અસંતોષ જોવા મળી શકે છે.પારિવારિક જીવન ની વાત કરીએ તો પારિવારિક જીવનમાં આ વર્ષે તુલનાત્મક રૂપથી સારા પરિણામ જોવા મળી શકે છે.ખાસ કરીને માર્ચ પછી શનિ નો પ્રભાવ ચોથા ભાવ થી દુર થઇ જશે.એવામાં પાછળ ના દિવસ થી ચાલી રહેલી સમસ્યાઓ દુર થશે.
પરંતુ મે પછી થી રાહુ નો પ્રભાવ ચોથા ભાવ ઉપર ચાલુ થઇ જશે જે થોડી પરેશાની દેવાનું કામ કરશે પરંતુ જુની સમસ્યાઓ દુર થવાથી તમે રાહત નો શ્વાસ લઇ શકશો.વૃશ્ચિક રાશિફળ 2025 મુજબ,મે મહિના મધ્ય પછી ગુરુ નો પ્રભાવ ચોથા ભાવ ઉપર રહેશે એ પણ તમારી મદદ કરતા રહેશે.આ રીતે અમે મેળવીએ છીએ કે પારિવારિક મામલો માટે વર્ષ નો પેહલો ભાગ વધારે સારો છે જયારે બીજો ભાગ થોડો કમજોર છે.ત્યાં પારિવારિક મામલો માટે વર્ષ નો બીજો ભાગ વધારે સારો રહી શકે છે.
વર્ષ 2025 માં વૃશ્ચિક રાશિ વાળા ની જમીન,ભવન,વાહન સુખ
વૃશ્ચિક રાશિ વાળા,જો તમે ઘણા દિવસો થી જમીન કે ભાવના ને ખરીદવા કે વેચવા માટે પ્રયાસ કરી રહ્યા છો પરંતુ એ કામ આગળ નહિ વધી રહ્યું હતું તો આ વર્ષે આ મામલો માં તમને અનુકુળતા જોવા મળી શકે છે.વૃશ્ચિક રાશિફળ 2025ખાસ કરીને માર્ચ મહિના પછી ચોથા ભાવથી શનિ નો પ્રભાવ પુરો થઇ જશે જે જમીન અને ભવન સાથે સબંધિત મામલો માં ગતિ દેવાનું કામ કરી શકે છે.પરંતુ મે પછી થી રાહુ નો પ્રભાવ ચોથા ભાવ ઉપર જશે એ નાની મોટી પરેશાની દેવાનું કામ કરશે પરંતુ પેહલા જેવી સ્થિતિઓ નહિ રહે.સ્થિતિઓ પેહલા કરતા સારી હશે.
ફળસ્વરૂપ તમે રાહત નો અનુભવ કરી શકશો.કહેવાનો મતલબ એ છે કે જમીન,ભવન,વાહન વગેરે સાથે સબંધિત મામલો માં પાછળ ના વર્ષ ની તુલનામાં આ વર્ષ વધારે સારા પરિણામ આપી શકે છે.વાહન સબંધિત મામલો ની વાત કરવામાં આવે તો આ મામલા માં પણ તમને સારી અનુકુળતા કે તુલનાત્મક રૂપથી સારા પરિણામ જોવા મળી શકે છે.એપ્રિલ થી લઈને મે વચ્ચે નો સમય વાહન ખરીદવાના દ્રષ્ટિકોણ થી વધારે સારો રહેશે.એના પેહલા અને પછી ના સમય માં સબંધિત વાહન વિશે બહુ જાંચ પડ઼તાલ કાર્ય પછી આગળ વધવું ઉચિત રહેશે.પરંતુ આ વર્ષે તમારી વાહન ખરીદવાની મનોકામના પુરી થઇ શકે છે.
વર્ષ 2025 માં વૃશ્ચિક રાશિ વાળા માટે ઉપાય
- દરેક શનિવારે વહેતા શુદ્ધ પાણીમાં જટા વાળા ચાર નારિયેળ વહાવો.
- મિત્રોમાં નમકીન વસ્તુઓ વેચ્યા કરો.
- શરીર માં ચાંદી પહેરો.
રત્ન,યંત્ર સાથે બધાજ જ્યોતિષય સમાધાન માટે મુલાકાત કરો.: એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો
1. 2025 માં વૃશ્ચિક રાશિ માટે શું સારું રહેશે?
વર્ષ 2025 ની શુરુઆત થી લઈને મે 2025 સુધી વૃશ્ચિક રાશિનું જીવન સુખદ રહેશે.આ સમયગાળા માં તમારા લગ્ન જીવનમાં ખુશીઓ વધશે.
2. વૃશ્ચિક લોકોની પરેશાની ક્યારે પુરી થશે?
આ રાશિ પર સાડાસાતી 28 જાન્યુઆરી 2041 થી 3 ડિસેમ્બર 2049 સુધી રહેશે અને ઢૈયા ની વાત કરીએ તો આ 29 એપ્રિલ 2022 થી 29 માર્ચ 2025 સુધી રહેશે.
3. વૃશ્ચિક રાશિના લોકોને ક્યાં દેવી-દેવતાઓ ની પુજા કરવી જોઈએ?
વૃશ્ચિક રાશિના લોકોને હનુમાનજી ની પુજા કરવી સૌથી શુભ ફળદાયી સાબિત થઇ શકે છે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2026
- राशिफल 2026
- Calendar 2026
- Holidays 2026
- Shubh Muhurat 2026
- Saturn Transit 2026
- Ketu Transit 2026
- Jupiter Transit In Cancer
- Education Horoscope 2026
- Rahu Transit 2026
- ராசி பலன் 2026
- राशि भविष्य 2026
- રાશિફળ 2026
- রাশিফল 2026 (Rashifol 2026)
- ರಾಶಿಭವಿಷ್ಯ 2026
- రాశిఫలాలు 2026
- രാശിഫലം 2026
- Astrology 2026






