શુક્ર નો મીન રાશિ માં ગોચર (31 માર્ચ 2024)

શુક્ર નો આ ગોચર 31 માર્ચ 2024ની સાંજે 04 વાગીને 31 મિનિટે પર થશે.વૈદિક જ્યોતિષ માં શુક્ર ગ્રહ ને બહુ મહત્વપુર્ણ ગ્રહ માનવામાં આવે છે કારણકે આ જીવનમાં સુખ-સુવિધાઓ આપે છે.શુક્ર ગ્રહ 31 માર્ચ ની સાંજે 04 વાગીને 31 મિનિટ સુધી કુંભ રાશિ માં રહીનેશુક્ર નો મીન રાશિ માં ગોચર કરશે.અહીંયા આ 24 એપ્રિલ 2024 ની રાત્રી એ 23 વાગીને 44 મિનિટ સુધી રહેશે અને પછી મેષ રાશિમાં પ્રવેશ કરી જશે.જ્યાં કન્યા રાશિ શુક્ર ની નીચ રાશિ માનવામાં આવે છે તો ટી મીન રાશિમાં શુક્ર પરમ ઉચ્ચ અવસ્થા માં હોય છે.શુક્ર ગ્રહ જીવનમાં પ્રેમ,ભોગ,વિલાસ,સુખ,સમૃદ્ધિ નો કારક ગ્રહ છે.આ જીવનમાં યૌન સુખ આપે છે,લોકોને બધાજ પ્રકારના સુખ આપે છે એટલા માટે વૈદિક જ્યોતિષ માં શુક્ર ગ્રહ નો ગોચર ને બહુ મહત્વપુર્ણ માનવામાં આવે છે અને જયારે શુક્ર ગ્રહ નો ગોચર મીન રાશિમાં હોય ત્યારે એનું મહત્વ વધારે વધી જાય છે.હવે આજ શુક્ર ગ્રહ 31 માર્ચ 2024 એ ગોચર કરવાનો છે.

ಮೀನ ರಾಶಿಯಲ್ಲಿ ಬುಧ ಉದಯ: 15 ಮಾರ್ಚ್ 2024

વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાત કરો અને જાણો શુક્ર ગોચર નો પોતાના જીવન ઉપર પ્રભાવ

જ્યતિષ માં શુક્ર ગ્રહ નું મહત્વ

શુક્ર ગ્રહ વૃષભ અને તુલા ગ્રહ છે.આ કન્યા રાશિમાં નીચ અવસ્થા માં છતાં મીન રાશિમાં પોતાની ઉચ્ચ અવસ્થા માં માનવામાં આવે છે.જયારે શુક્ર પોતાની ઉચ્ચ અવસ્થા માં હોય ત્યારે બધાજ પ્રકાર ની સુખ-સુવિધાઓ દેવામાં અને વધારે પ્રભાવશાળી બની જાય છે એટલા માટે શુક્ર ગ્રહ નો મીન રાશિ માં ગોચર વાદિક જ્યોતિષ ની નજરે બહુ મહત્વપુર્ણ સ્થાન રાખે છે.આ ધ્યાન દેવા વાળી યોગ્ય વાત એ છે કે દેવો નો ગુરુ ગુરુ ની મીન રાશિમાં દૈત્યો માં બહુ મહત્વપુર્ણ સ્થાન રાખે છે અને જ્ઞાન થી પરિપુર્ણતા આપે છે છતાં લોકોના જીવનમાં બધાજ પ્રકારના સુખ-સુવિધા આપે છે.

કુંડળી માં હાજરરાજ યોગ ની બધીજ જાણકારી મેળવો

બુધ ગ્રહ પછી શુક્ર ગ્રહ ને વાદિક જ્યોતિષ માં બહુ જલ્દી ચાલવાવાળો ગ્રહ તરીકે માનવામાં આવે છે એટલા માટે આનો ગોચર ઓછા સમયગાળા માં જ થઇ જાય છે,લગભગ 23 દિવસો માં આ પોતાની રાશિમાં પરિવર્તન કરી લ્યે છે.શુક્ર ગ્રહ એક ચમકીલો ગ્રહ છે.આને મોર નો તારો પણ કહેવામાં આવે છે.હવે આજ શુક્ર પોતાની ઉચ્ચ રાશિ મીન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે,ખાસ કરીને આનો પ્રભાવ બધીજ રાશિઓ ઉપર અને એમાં જન્મ લેવાવાળા લોકો પર પડશે તો ચાલો હવે જાણીએ કેશુક્ર નો મીન રાશિ માં ગોચર ક્યારે થશે અને આનો તમારી રાશિ ઉપર શું પ્રભાવ પડશે.

બૃહત કુંડળી: જાણો ગ્રહો નો તમારા જીવન ઉપર પ્રભાવ અને ઉપાય

શુક્ર ગ્રહ ને પ્રેમ નો કારક ગ્રહ તરીકે માનવામાં આવે છે.આનાથી ઉલટું વાહન,સંપત્તિ,સુખ,સંપદા,સમૃદ્ધિ,વગેરે આપવાવાળો ગ્રહ છે.જો આ તમારી કુંડળી માં સારી અવસ્થા માં હોય તો સમજી લો કે તમારા જીવનમાં બધીજ સુખ-સુવિધાઓ આવવાની છે.તમારી અંદર ગજબ નું આકર્ષણ થશે જે લોકો ને તમારી તરફ આકર્ષિત કરશે.તમારે કોઈપણ સુખ-સુવિધાઓ માટે તડપવું નહિ પડે. ઐશ્વર્યવાન અને લક્ષ્મીવાન બનસો પરંતુ જો કુંડળી માં શુક્ર ગ્રહ કમજોર અને પ્રતિકૂળ અવસ્થા માં હોય તો પારિવારિક જીવનમાં મતભેદ ની સ્થિતિ બની શકે છે.જીવનમાં પ્રેમમાં તમારે નિરાશાનો સામનો કરવો પડી શકે છે. જાતીય નબળાઈ પણ તમને પીડા આપી શકે છે અને આનંદ માટે તમારી ભટકાઈ વધી શકે છે. શુક્રની કૃપાથી જ જીવનમાં પ્રેમ અને સુખ પ્રાપ્ત કરી શકાય છે, તેથી તમારે તમારી કુંડળીમાં શુક્રને મજબૂત કરવાનો પ્રયાસ કરવો જોઈએ અને તેની સુસંગતતા પ્રાપ્ત કરવી જોઈએ.

આ રાશિફળ ચંદ્ર રાશિ પર આધારિત છે.જાણો તમારીચંદ્ર રાશિ

Read in English: The Venus Transit In Pisces (31 March 2024)

મેષ રાશિ

શુક્ર ગ્રહ મેષ રાશિના લોકો માટે બીજા અને સાતમા ભાવનો સ્વામી છે અને જયારેશુક્ર નો મીન રાશિ માં ગોચર થઈ રહ્યો છે જે તમારા બારમા ભાવમાં પ્રવેશ કરશે.

દ્રદાસ ભાવમાં શુક્ર નો ગોચર થવાથી તમારા ખર્ચા માં વધારો થવાના યોગ બનશે પરંતુ તમારે વધારે ચિંતા કરવાની જરૂરત નહિ પડે કારણકે આ ખર્ચા ને પુરા કરવા માટે આટલા પૈસા પણ આ શુક્ર જ તમને આપશે એટલે કે બીજા શબ્દ માં કહીએ તો તમારી પાસે પૈસા પણ જરૂરી માત્રા માં આવશે.તમારે મિત્રતા અપનાવી જોઈએ અને ખર્ચ કરવાની પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ રાખવાની કોશિશ કરવી જોઈએ એટલે પછી તમારી ઉપર બોજ નહિ થાય.આ ગોચર તમારી સુખ-સુવિધાઓ માં વધારો કરશે.પોતાના લોકોનો પ્રેમ મળશે.વિરોધીઓ ઉપર તમે ભારી પડતા દેખાઈ દેશો.કારકિર્દી માં આ એક શુક્ર નો ગોચર તમને ઉન્નતિ આપશે.તમારે તમારા ખાન-પાન અને રહેવા ઉપર ધ્યાન આપવું પડશે,નહિ તો તમને આરોગ્ય સમસ્યા પરેશાન કરી શકે છે જેનાથી પછી તમારે ડૉક્ટર ના ચક્કર લગાવા પડશે.

ઉપાય :શુક્રવાર ના દિવસે માતા મહાલક્ષ્મી ને ગુડહલ ના ફુલ ચડાવો.

આવતા મહિના નું મેષ રાશિફળ

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકો માટેશુક્ર નો મીન રાશિ માં ગોચર હંમેશા મહત્વપુર્ણ હોય છે કારણકે આ તમારી રાશિના સ્વામી હોવાની સાથેજ તમારા છથા ભાવનો સ્વામી પણ છે અને પ્પોતાના આ ગોચર થી શુક્ર તમારા એકાદશ ભાવમાં પ્રવેશ કરશે.

એકાદશ ભાવમાં શુક્ર નો ગોચર કરવાથી પોતાની આવકમાં સારો વધારો આપવાવાળો સમય હશે.તમારી આવકમાં દરેક સમયે વધારો થશે જેનાથી તમે તમારી મહત્વકાંક્ષા ને પુરી કરી શકશો.તમે જે ઈચ્છઓ વિશે પેહલા વિચારેલું હતું એ પુરી થશે.તમારા રોકાયેલા કામ ચાલુ થઇ જશે.તમારી જે યોજના પૈસા ની કમી ના કારણે અટકેલી હતી હવે એ પણ ધીરે ધીરે ચાલુ થવા લાગશે અને એનાથી તમને પૈસા ના લાભ નો યોગ બનશે.આ દરમિયાન તમે કોઈ નવા વાહન ખરીદવા માં રુચિ દેખાડી શકો છો અને કોઈ નવી ગાડી ખરીદી શકો છો.પ્રેમ સબંધ ના લિહાજ થી આ સમય સારો રહેશે.તમારી અને તમારા જીવનસાથી વચ્ચે સબંધ માં મધુરતા વધશે.અંદર અંદર પ્રેમ અને રોમાન્સ ના યોગ બનશે.તમારા સબંધ પેહલા કરતા વધારે પરિપક્વ થશે.એકબીજા ઉપર મરી પણ જશો.જો તમે તમારા પ્રેમી ને વધારે પ્યાર કરો છો,તો એની સામે તમે લગ્ન નો પ્રસ્તાવ રાખી શકો છો.બીજી બાજુ શાદીશુદા લોકોને પોતાના બાળક તરફ થી સુખદ સમાચાર મળી શકે છે.આ ગોચર વિદ્યાર્થીઓ ને પોતાના અભ્યાસમાં ઉત્તમ પરિણામ આપશે.તમને અભ્યાસ કરવાની ઈચ્છા થશે.ભલે તમે અભ્યાસ કરવા માંગો,પણ તમારું ધ્યાન બીજી ગતિવિધિ તરફ રહેશે પરંતુ તમે અભ્યાસ ને બહુ આસાનીથી કરી લેશો જેનાથી તમને સારી સફળતા મળશે.નોકરી કરવાવાળા લોકોના પગાર વધારા ના સંકેત મળી શકે છે.જો તમે કોઈ વેપાર કરો છો તો તમારા માટે આ ગોચર અનુકુળ પરિણામ આપશે અને વેપારમાં ઉન્નતિ પણ થશે.

ઉપાય :તમારે શુક્રવાર ના દિવસે શુક્લ પક્ષમાં હીરા પથ્થર અથવા ઓપલ પથ્થર ચાંદી ની વીંટીમાં બનાવીને અનામિકા આંગળીમાં પેહરવો જોઈએ.

આવતા મહિના નું વૃષભ રાશિફળ

મિથુન રાશિ

મિથુન રાશિના લોકો માટે શુક્ર ગ્રહ અનુકુળ ગ્રહ છે કારણકે આ તમારી રાશિ સ્વામી બુધ ગ્રહ નો મિત્ર ગ્રહ છે.તમારી રાશિ માટે આ તમારા દ્રદાસ ભાવનો સ્વામી છે અને એની સાથે તમારા પાંચમા ભાવનો સ્વામી છે.હવેશુક્ર નો મીન રાશિ માં ગોચર તમારી રાશિ થી દસમા ભાવમાં થવાનો છે.

શુક્ર નો તમારા દસમા ભાવમાં પ્રવેશ કરવો કાર્યક્ષેત્ર માં નાની-મોટી સમસ્યાઓ ને દાર્શવે છે.તમને તમારા કાર્યક્ષેત્ર માં સાવધાની થી કામ કરવું પડશે,નકામી ગપ્પાબાજી અને ગમે તે વાતો થી દૂર રહીને પોતાના કામ ઉપર ધ્યાન આપશો તો સારું રહેશે.કામને દેખાડવાની આદત થી બચો અને વધારે મેહનત કરવા ઉપર ધ્યાન આપો.તમે આવેગ માં આવીને ઘણીવાર એવો વેવહાર કરી શકો છો જેનાથી સામેવાળી વ્યક્તિને ખોટું લાગી શકે છે અને એવું લાગી શકે છે કે તમે એને નીચા દેખાડી રહ્યા છો.આ ગોચર કાળ દરમિયાન તમારા કાર્યક્ષેત્ર માં સમસ્યા નો સામનો કરવો પડી શકે છે.પરંતુ બીજી બાજુ અને પોતાના નિજી જીવનમાં ખુશીઓ માં વધારો થશે.અંદર અંદર પ્રેમ બની રહેશે.ઘર ની સજાવટ ઉપર તમારે ધ્યાન આપવું પડશે.ઘર નું સારું બનાવા મારે નવા નવા ખર્ચ કરી શકો છો.પ્રેમ સબંધ માં આ દરમિયાન ઉતાર-ચડાવ ની સ્થિતિ બની શકે છે.કાર્યક્ષેત્ર માં તમે કોઈ ને પ્રેમ કરવાની સ્થિતિ પણ બની શકે છે અને તમે તમારું દિલ કોઈ સહકર્મી ને આપી શકો છો.

ઉપાય :તમારે નાની છોકરીઓ ના પગે લાગીને એમના આર્શિવાદ લેવા જોઈએ.

આવતા મહિના નું મિથુન રાશિફળ

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરોકોંગીએસ્ટ્રો રિપોર્ટ

કર્ક રાશિ

કર્ક રાશિના લોકો માટે શુક્ર ચોથા અને અગિયારમા ભાવનો સ્વામી છે અનેશુક્ર નો મીન રાશિ માં ગોચર તમારી રાશિ થી નવમા ભાવમાં થવાનો છે.

શુક્ર નો આ ગોચર તમારા ભાગ્ય સ્થાન માં હશે,જ્યાંથી લાંબી યાત્રાઓ ઉપર તમારું ધ્યાન જશે.તમે નવી નવી જગ્યા એ ફરવા જવાનું પસંદ કરશો.ખુબસુરત જગ્યા એ જવું તમને બહુ ગમશે અને તમે તમારા પ્રેમી સાથે લાંબી દુરી ની યાત્રા પર જઈ શકો છો.આ યાત્રાઓ તમારા વેપારને વધારવાવાળી અને થોડા નવા મિત્રો બનાવાવાળી સાબિત થઇ શકે છે.આનાથી વેપારમાં ઉન્નતિ નો યોગ પણ બનશે.તમારી સમસ્યાઓ માં આ દરમિયાન કમી આવશે અને નસીબ નો સાથ તમને મળશે.તમારી પાસે પૈસા ના લાભ ના ઘણા મોકા આવશે.જે કામ લાંબા સમય થી અટકેલું હતું એ પણ પૂરું થઇ જશે.અટકેલી પરિયોજનાઓ ફરીથી ચાલુ થઇ જશે.શુક્ર નો મીન રાશિ માં ગોચર કાળ દરમિયાન તમારી નોકરીમાં બદલાવ ના સંકેત મળી શકે છે અને તમને કોઈ નવો મોકો મળી શકે છે જેને સ્વીકાર કરીને તમે કોઈ નવી નોકરી મેળવી શકો છો.તમે ધાર્મિક કામોમાં મન લગાડશો અને કોઈ ધાર્મિક સંસ્થા સાથે પણ તમારો જૂડાવ થઇ શકે છે.આ દરમિયાન સમાજમાં તમારું માન સમ્માન વધશે.સામાજિક દાયરામાં વધારો થશે.તમારા ભાઈ-બહેનો માટે આ સમય અનુકુળ રહેશે અને તમે તમારા મિત્ર મંડળ ની સાથે સમય પસાર કરશો.આ સમય તમને ખુશી આપશે.

ઉપાય :શ્રી સિદ્ધ કુંજિકા સ્ત્રોત નો પાઠ કરવો તમારા માટે લાભદાયક રહેશે.

આવતા મહિના નું કર્ક રાશિફળ

સિંહ રાશિ

આ ગોચર સિંહ રાશિના લોકો માટે આઠમા ભાવમાં થવાનો છે.શુક્ર નો મીન રાશિ માં ગોચર તમારા માટે ત્રીજા અને દસમા ભાવનો સ્વામી છે.

શુક્ર ગ્રહના આઠમા ભાવમાં ગોચર કરવાથી તમને પૈસા ના પ્રાપ્તિ નો યોગ બની શકે છે.અચાનક પૈસા ના લાભ ની સ્થિતિ બની શકે છે.જેનાથી તમારી આર્થિક સ્થિતિ માં સુધારો થશે.જો તમે પેહલા કોઈ જગ્યા એ શેર બાઝાર કે અને રોકાણ કરેલું છે તો આ દરમિયાન તમને સારું પ્રતિકૂળ મળી શકે છે અને તમારી પાસે સારો પૈસા નો યોગ બનેલો છે.આ ગોચર કાળ દરમિયાન તમે કર્મ ના વિષય માં પણ આગળ વધશો પરંતુ આ દરમિયાન તમે ચુપકે થી ખર્ચ પણ કરશો.જો તમે પ્રેમ સબંધ માં છો તો એને છુપાવાની પુરી કોશિશ કરશો.જેના કારણે તમારે પાછળથી માનહાનિનો સામનો કરવો પડી શકે છે. જો તમે પરિણીત છો, તો તમને તમારા જીવનસાથી તરફથી પ્રેમ અને સહયોગ મળશે. તમારા સાસરિયાઓ સાથે તમારા સંબંધો સૌહાર્દપૂર્ણ બનશે. કોઈના સાસરિયામાં લગ્ન હોઈ શકે છે અથવા કોઈના જન્મ સમારોહમાં જવાની તક મળી શકે છે. વ્યવસાયમાં પ્રગતિ લાવવાનો આ સમય છે. જો કે, તમારે તમારા સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર પડશે કારણ કે તમારા પર કામનું થોડું દબાણ હોઈ શકે છે અને તમારી ખાવાની આદતો પણ અસંતુલિત હશે જેના કારણે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. કાર્યક્ષેત્ર માં તમને ઉતાર-ચડાવ નો સામનો કરવો પડી શકે છે પરંતુ તમે આ સ્થિતિ ને સંભાળી શકો છો.

ઉપાય :તમારે શુક્ર ના ગોચર દરમિયાન શુક્ર રાહ ના બીજ મંત્ર નો જાપ કરવો જોઈએ.

આવતા મહિના નું સિંહ રાશિફળ

કન્યા રાશિ

કન્યા રાશિના લોકો માટે શુક્ર બીજા અને નવમા ભાવનો સ્વામી છે અનેશુક્ર નો મીન રાશિ માં ગોચર કન્યા રાશિ થી સાતમા ભાવમાં થવા જઈ રહ્યો છે.

આ ગોચર તમારા માટે અનુકુળતા લઈને આવશે.તમારા લગ્ન જીવનમાં પ્રેમ વધશે.આપસી શાંતિ માટેના યોગ બનશે.તમારી અને તમારા જીવનસાથી વચ્ચે રુમાનિયત વધશે.તમે એકબીજા ને જરૂરી સમય આપશો.એકબીજા ની વચ્ચે નજદીકીયાં વધશે જેનાથી જૂની દુરીઓ પુરી થઇ જશે અને મતભેદ પણ દૂર થશે.ઘર નું વાતાવરણ પણ પ્રેમ પુર્ણ થઇ જશે.તમે બંને ખુશ રેહશો અને તમે બંને મળીને ઘરની બધીજ સ્થિતિઓ ઉપર ધ્યાન આપશો.વેપાર માટે આ ગોચર અનુકુળતા લઈને આવશે.

તમારા વેપારમાં થોડા નવા સૌદા થઇ શકે છે છતાં તમારા વેવસાયિક ભાગીદાર સાથે સારા સબંધ તમારા વેપાર માં વધારા માટે સફળતા નું કારણ બનશે.તમે તમારા જીવનસાથી સાથે સમય પસાર કરવા કોઈ જગ્યા એ ફરવા પણ જઈ શકો છો.જો તમે નોકરી કરો છો તો આ સમય તમારા માટે ઉન્નતિ લઈને આવશે.આરોગ્ય સમસ્યા ઓછી થવાથી આરોગ્ય માં સુધારા ના યોગ બનશે.તમારા વ્યક્તિત્વ માં નિખાર આવશે અને તમારી તરફ લોકો આકર્ષિત થશે.આ સમય તમને ખુશી ની સાથે સાથે ઉન્નતિ પણ આપશે અને પોતાના લોકોનો પ્રેમ પણ આપશે.

ઉપાય :તમારે દરરોજ શ્રી સૂક્ત નો પાઠ કરવો જોઈએ.

આવતા મહિના નું કન્યા રાશિફળ

તુલા રાશિ

તુલા રાશિના લોકો માટેશુક્ર નો મીન રાશિ માં ગોચર બહુ મહત્વપુર્ણ સાબિત થઇ શકે છે કારણકે આ તમારી રાશિના સ્વામી હોવાની સાથે તમારા આઠમા ભાવનો સ્વામી પણ છે અને આ ગોચર દરમિયાન શુક્ર તમારા છથા ભાવમાં પ્રવેશ કરશે.

શુક્ર નો આ ગોચર તમારા વિરોધીઓ ઉપર ભારી પડી શકે છે.તમારા વિરોધીઓ ઉપર તમારી જીત થશે.આના સિવાય જો કોર્ટ કચેરી માં કોઈ કેસ ચાલી રહ્યો છે તો એ પણ તમારા પક્ષમાં આવી શકે છે.પરંતુ,તમારા ખર્ચા માં પણ વધારો થવાના સંકેત મળી રહ્યા છે.તમને થોડા સંઘર્ષ પછી વધારે પ્રયાસ કર્યા પછી સફળતા મળી શકે છે પરંતુ કોઈપણ સફળતા મેળવતા પેહલા તમારે સંઘર્ષ કરવો પડશે.નોકરીમાં સારી સ્થિતિ જોવા મળશે.તમારી નોકરીમાં સ્થિતિઓ ઈચ્છાઓ મુજબ રહેશે જેનાથી તમારું મન કામ કરવા માટે લાગશે.જો તમે કોઈ વેપાર કરી રહ્યા છો તો મનમાં ચિંતાઓ રહેશે અને તમે અલગ સ્થિતિ માં આવી શકો છો પરંતુ તમારે ચિંતા કરવાની જરૂરત નથી,થોડી શાંત તિથિ કામ કરશો તો આવનારા સમય માં બધુજ ઠીક થઇ જશે.

વિદેશ યાત્રા ની સંભાવના બનવાની છે એટલા માટે જો તમે વિદેશ માં જવા માંગો છો તો આ સબંધ માં તૈયારી કરી શકો છો.શુક્ર નો મીન રાશિ માં ગોચર કાળ દરમિયાન વેપારમાં રોકાણ કરવાના યોગ બનશે.બાળક માટે આ સમય સારો રહેશે અને એમને પોતાની જગ્યાએ સફળતા મળશે.તમારે તમારા આરોગ્ય નું થોડું ધ્યાન રાખવું પડશે કારણકે તમને આરોગ્ય સમસ્યા પરેશાન કરી શકે છે.જો તમે મધુમેહ જેવી સમસ્યા થી પીડિત છો તો તમારે વધારે સાવધાની રાખવી પડશે કારણકે આ દરમિયાન એ બીમારી વધવાના યોગ બની શકે છે.આ સમયે કોઈપણ મિલકત ખરીદવાથી બચવું એજ સારું રહેશે.

ઉપાય :તમારે સ્ફટિક ની માળા થી શ્રી મહાલક્ષ્મી મંત્ર નો જાપ કરવો જોઈએ.

આવતા મહિના નું તુલા રાશિફળ

વૃશ્ચિક રાશિ

શુક્ર ગ્રહ વૃશ્ચિક રાશિ માટે સાતમા અને બારમા ભાવનો સ્વામી છે અનેશુક્ર નો મીન રાશિ માં ગોચર તમારી રાશિ થી પાંચમા ભાવમાં થવાનો છે.

તમારા પાંચમા ભાવમાં શુક્ર નો આ ગોચર ના પ્રભાવ થી પ્રેમ સબંધ ગાઢ બનશે.તમારી અને તમારા પ્રેમી વચ્ચે બહુ પ્રેમ વધશે.તમે એકબીજા સિવાય રહી નહિ શકો અને એકબીજા સાથે વધારેમાં વધારે સમય પસાર કરવા નું પસંદ કરે છે.એકબીજા ને ખુશ રાખવાની કોશિશ કરો.ભલે એના માટે તમારે સાથે સાથે સમય પસાર કરવો પડે,કોઈ ગિફ્ટ એકબીજા ને દેવાના હોય,એકબીજા ને ખુશ કરવાની બધીજ કોશિશ કરશો.આ સમય તમારા પ્યાર માટે બહુ સારો સમય હશે.જો તમે અત્યાર સુધી એકલા છો અને જીવનમાં કોઈ નથી તો આજ સમય છે કે તમારા જીવનમાં કોઈ દસ્તક આપી શકે છે.જેનાથી તમને પ્રેમ ને પ્રાપ્તિ થશે.

આ દરમિયાન નોકરીમાં બદલાવ ના અવસર આવશે અને તમને એક સારા પગાર વાળી નોકરી મળી શકે છે.તમારા લગ્ન ની વાતચીત થઇ શકે છે અને લગ્ન વિશે ની વાતચીત માં તમને ખુશ થવાનો સમય મળશે એટલેકે તમારા લગ્ન પાકા થઇ શકે છે અને ઘણા લોકોના તો લગ્નના યોગ પણ બની શકે છે.આ ગોચર દરમિયાન તમારી આવકમાં પણ વધારો થશે.બાળક નું પણ સુખ મળશે.તમે અભ્યાસ માટે વિદેશ માં જવાનો પ્લાન કરી શકો છો.વિદ્યાર્થીઓ માટે આ ગોચર બહુ આરામ થી અભ્યાસ માં પકડ કરવાનો છે.તમે તમારી મેહનત જે અત્યાર સુધી કરેલી છે,એનું ફળ તમને મળશે.શાદીશુદા લોકોમાં પ્રેમ વધવાની શક્યતા છે.આ સમયે પરિવારમાં આનંદ નો સમય હોઈ શકે છે.

ઉપાય :તમારે શુક્રવાર ના દિવસે ભાત ની ખીર બનાવીને માતા લક્ષ્મી ને ચડાવી જોઈએ અને એ ભોગ ને પ્રસાદ તરીકે પોતાએ પણ લેવો જોઈએ છતાં ઘરમાં બધા ને ખવડાવો જોઈએ.

આવતા મહિના નું વૃશ્ચિક રાશિફળ

ધનુ રાશિ

ધનુ રાશિના લોકો માટે શુક્ર એમના છથા અને અગિયારમા ભાવનો સ્વામી છે.હવેશુક્ર નો મીન રાશિ માં ગોચર તમારી રાશિ થી ચોથા ભાવમાં થવાનો છે.

શુક્ર ગ્રહ ના મીન રાશિમાં થવાવાળો આ ગોચર ના પ્રભાવ થી તમને ખુશીઓ મળી શકે છે.તમારા ઘર નું વાતાવરણ બહુ પ્રેમ પુર્ણ થઇ જશે.પરિવારના લોકો વચ્ચે શાંતિ બનેલી રહેશે.તમારી સુખ-સુવિધાઓ માં વધારો થશે.તમે કોઈ ચલ કે અચલ સંપત્તિ કે ગાડી ખરીદી શકો છો.પરિવારમાં કોઈ નવા કાર્યક્રમ થઇ શકે છે જેનાથી સબંધીઓ અને મિત્રો નું આગમન થશે,જેનાથી ઘરમાં આનંદ નો માહોલ રહેશે.આ ગોચર દરમિયાન તમારે તમારી માતાજી ના આરોગ્ય ઉપર આ સમયે ધ્યાન આપવું જોઈએ કારણકે એમના આરોગ્યમાં ગિરાવટ આવી શકે છે અને એ બીમાર થઇ શકે છે.તમે આ સમયે ઘર ની સજાવટ ઉપર પણ ધ્યાન આપશો.ઘરમાં સુખ-સુવિધા નો સામાન લઈને આવશો જેનાથી ઘરમાં ખુશીઓ આવશે.એવું નથી કે તમે ખાલી તમારા નિજી જીવન ને મહત્વપુર્ણ બનાવશો પરંતુ એની સાથે તમે તમારા વેવસાયિક જીવન ઉપર પણ પૂરું ધ્યાન આપશો અને તમે તમારી નોકરીમાં સારા પ્રદશન ના કારણે પોતાની સ્થિતિ ને મજબુત બનાવશો.વેપાર કરતા લોકો માટે આ ગોચર સારી સફળતા લઈને આવી શકે છે.

ઉપાય :તમારે શુક્રવાર ના દિવસે શિવલિંગ પર કાચા ભાત ચડાવા જોઈએ અને દુધ કે દહીં થી શ્રી શિવાજી નો અભિષેક કરવો જોઈએ.

આવતા મહિના નું ધન રાશિફળ

મકર રાશિ

મકર રાશિના લોકો માટે શુક્ર ગ્રહ બહુ મહત્વપુર્ણ ગ્રહ છે કારણકે આ તમારા ત્રિકોણ ભાવ પાંચમા અને કેન્દ્ર ભાવ દસમા ભાવનો સ્વામી છે તેથી આ તમારા માટે યોગ કારક ગ્રહ છે અનેશુક્ર નો મીન રાશિ માં ગોચર તમારી રાશિ થી ત્રીજા ભાવમાં થવાનો છે.

શુક્ર ગ્રહના મીન રાશિમાં આ ગોચર દરમિયાન તમારી નાની-મોટી યાત્રાઓ નો યોગ બનશે.તમે તમારા મિત્ર સાથે ખુબ મસ્તી કરશો.મોજમસ્તી માં સમય પસાર કરશો અને તમે ખુશી ભરેલા સમય નો આનંદ ઉઠાવશો.આ દરમિયાન ખર્ચ પણ વધશે પરંતુ તમને ખુશી મળશે.તમે તમારા સબંધીઓ ને મળવા જઈ શકો છો.તમારા ઘરે મેહમાન આવશે.તમે શાદીશુદા છો તો જીવનસાથી ની સાથે કોઈ નાની મહત્વપુર્ણ અને રોમાંચક યાત્રાઓ ઉપર જય શકો છો.તમે કાર્યક્ષેત્ર માં તમારા સહકર્મીઓ સાથે સારા સબંધ મહેસુસ કરશો અને એને વધુ સારા બનવાની કોશિશ કરશો જેનાથી કાર્યક્ષેત્ર માં તમને એની મદદ મળશે.તમારા ભાઈ-બહેન સાથે તમારા સબંધ સારા થશે.એમના તમે કંઈક કરવાનું પસંદ કરશો.આ ગોચર વેપાર માટે સારો સમય સાબિત થશે.તમને નવા નવા લોકોને મળવાનો મોકો મળશે.તમારે આ દરમિયાન તમારા પ્રયાસ વધારવા પડશે જેનાથી તમને બધીજ જગ્યા એ તરક્કી અને ઉન્નતિ મળશે.

ઉપાય :તમારે શુક્રવાર ના દિવસે સ્ફટિક ની માળા પહેરવી જોઈએ.

આવતા મહિના નું મકર રાશિફળ

કુંભ રાશિ

કુંભ રાશિના લોકો માટે શુક્ર ચોથા કેન્દ્ર ભાવ અને નવમા ત્રિકોણ ભાવ નો સ્વામી હોવાથી યોગ કારક ગ્રહ છે.શુક્ર નો મીન રાશિ માં ગોચર તમારી રાશિના બીજા ભાવમાં થશે.

શુક્ર ના આ ગોચર ના પ્રભાવ થી તમારા પરિવારમાં પ્રેમ દેખાશે.પરિવારમાં કોઈ નવા ફંક્સન,લગ્ન સમારોહ અથવા બાળક જન્મ નો કાર્યક્રમ આયોજિત થઇ શકે છે જેનાથી ઘરમાં મેહમાન નું આગમાન થશે.તમને નવું નવું ખાવાનું મળશે.તમારી વાણી માં મધુરતા રહેશે.તમે જે વાત કરશો,એ લોકોને બહુ પ્યારથી સમજ આવશે અને એ તમારી તરફ આકર્ષિત થશે.તમારી સુખ-સુવિધાઓ માં વધારો થશે.પૈસા ના લાભ નો યોગ બનશે.બેંક બેલેન્સ વધશે જે તમને ખુશી આપશે.

પરંતુ તમારે આ વાત નું ધ્યાન રાખવાનું છે કે જયારે તમે કોઈની સાથે વાતચીત કરો તો ખરાબ વાણી નો પ્રયોગ નહિ કરો નહીતો લોકો તમારી વાત નું ખોટું લગાડી શકે છે.દિખાવાના પ્રવૃત્તિ થી બચવાની કોશિશ કરો.આ ગોચર દરમિયાન અસંતુલિત ભોજન કરવાથી બચો,નહિ તો તમને આરોગ્ય સમસ્યા થઇ શકે છે.જો તમે આ વાત ઉપર ધ્યાન નહિ આપો તો તમને દાંત માં દુખાવો,મોઢા માં દુખાવો અને ગળું ખરાબ થવાની સમસ્યા થઇ શકે છે.તમારી કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી આ સમય અનુકુળ રહેશે.તમને સંપત્તિ ના ખરીદ વેચાણ થી લાભ થઇ શકે છે.લાંબી યાત્રાઓ થી પૈસા નો લાભ થશે પરંતુ તમે એને કોઈ જગ્યા એ રોકાણ પણ કરી શકો છો.

ઉપાય :તમને ઉત્તમ ગુણવતા વાળા હીરા અથવા ઓપલ પથ્થર શુક્રવાર ના દિવસે અનામિકા આંગળીમાં પહેરવો જોઈએ.

આવતા મહિના નું કુંભ રાશિફળ

મીન રાશિ

મીન રાશિના લોકો માટેશુક્ર નો મીન રાશિ માં ગોચર મહત્વપુર્ણ ભુમિકા નિભાવશે કારણકે આ તમારીજ રાશિમાં થવાનો છે.શુક્ર તમારી કુંડળી માટે ત્રીજા અને આઠમા ભાવનો સ્વામી છે.એવા માં આ ભાવો ના સ્વામી ના ઉચ્ચ અવસ્થા માં આવવું તમારા માટે ધ્યાન દેવા યોગ્ય છે.

શુક્ર ના આ ગોચર ના પ્રભાવ થી તમારો સ્વભાવ અને તમારા વ્યક્તિત્વ માં બદલાવ થવા લાગશે.પરંતુ તમારી વાણી માં પ્રેમ અને મીઠાસ વધશે જેનાથી લોકો તમારી તરફ આકર્ષિત થશે.તમારા વ્યક્તિત્વ માં પણ સુધારો થશે.લોકોને તમારી વાત પસંદ આવશે.આરોગ્યમાં સુધારો થવાનો યોગ બનશે.બીમારીઓ માં કમી આવશે.તમે તમારા વિરોધીઓ ઉપર ભારી પડશો.તમે જેટલો વધારે પ્રયાસ કરશો,એનાથી તમને લાભ મળશે.અચાનક થી થવાવાળો પૈસા નો લાભ તમારી આર્થિક સ્થિતિ માટે સારો રહેશે. તમારી અંદર સબંધો માં વધારો થશે.આ દરમિયાન તમારી અચાનક લગ્ન થવાની સ્થિતિ પણ બની શકે છે.જો તમે કોઈ વેપાર કરો છો તો વેપારમાં સારી વૃદ્ધિ ના યોગ બનશે અને તમારો વેપાર ઉન્નતિ નો રસ્તો પકડશે.તમારા ભાઈ-બહેનો નો સહયોગ તમને મળશે અને એનાથી તમને લાભ થશે.સસુરાલ પક્ષ માંથી પણ તમને સહયોગ મળશે.

ઉપાય :તમારે શુક્રવાર ના દિવસે દહીં નાખીને પાણી થી નાહવું જોઈએ.

આવતા મહિના નું મીન રાશિફળ

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો :એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. એસ્ટ્રોસેજ સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 399/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer