રાશિ ભવિષ્ય 2016: Rashi Bhavishya 2016 in Gujarati
પરદો ઉઠાવો અને અમારા રાશિ ભવિષ્ય 2016 દ્વારા તમારા ભવિષ્ય પર દૃષ્ટિ નાખો. શું આર્થિક બાબતો તમારૂં બેન્ક બેલેન્સ વધારશે શું? તમારા જીવનમાં પ્રેમની વસંત ખીલશે? તમારા પારિવારિક જીવનમાં સૌહાર્દ તમને પ્રસન્ન રાખશે? આ નિઃશુલ્ક વાંચન દ્વારા આ તમામ બાબતોના ઉત્તરો અત્યારે જ મેળવો.
આ અગાહીઓ તમારી ચંદ્ર રાશિ આધારિત છે. જો તમને તમારી ચંદ્ર રાશિ વિષે ખબર ન હોય તો એસ્ટ્રોસેજ મૂન સાઇન કેલ્ક્યુલેટર પૃષ્ઠની મુલાકાત લો.
મેષ
વર્ષ 2016 આ રાશિના જાતકો માટે મિશ્ર ફળ આપનારૂં બની રહેશે. ગૃહજીવનમાં તાણ આવવાની શક્યતા છે; વ્યાવસાયિક જીવન તમારા પર વિપૂલ પ્રમાણમાં સફળતાનું સિંચન કરશે એવું જણાય છે. મેષ રાશિના જાતકો આટલું વાંચીને હવામાં ઉડવા માંડતા નહીં, કેમ કે આ સફળતા થોડાક વિલંબ બાદ મળશે. વેપારની વાત કરીએ, મોટાં રોકાણ કરવાનું સલાહભર્યું નથી. બિનજરૂરી બાબતો પર ખર્ચ કરવાની ટેવ પર નિયંત્રણ રાખવું આ વર્ષે મહત્વનું બની રહેશે. તમારા પ્રેમ જીવનમાં કશું જ રસપ્રદ જણાતું નથી. જાતીય (સેક્સ) જીવન પણ તેની ઘનિષ્ઠતા અને આનંદ ગુમાવશે. બિનજરૂરી દલીલો પર વધુ પડતું ધ્યાન ન આપો. તમે નાની-નાની તકરારોથી તરત ઉશ્કેરાઈ જાવ છો, પણ આવું કરવાથી કશું જ હકારાત્મક હાથમાં આવતું નથી. શેરબજારથી દૂર રહો. ઓગસ્ટ મહિના બાદ તમારા જીવનમાં સારી બાબતો પ્રવેશશે, પણ આખું વર્ષ તમારે સાવચેતી રાખવાની જરૂર પડશે.
વૃષભ
આ વર્ષ દરમિયાન વૃષભ રાશિના જાતકો માટે સમય પ્રસન્નતાસભર રહેશે. તમારા જીવનસાથી સાથેના સંબંધો શુદ્ધ અને પ્રેમાળ રહ્યા તો બધું જ સમૂસુતરૂં પાર ઉતરશે. આ વર્ષ તમારા લગ્નજીવનને સંપૂર્ણ આનંદી રાખશે અને તમારા પ્રિયપાત્ર સાથેની પ્રસન્ન ક્ષણોને માણી શકશો. નોકરીયાત વર્ગને કદાચ કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. વેપારીઓને નફો તરત જ નહીં મળે, પણ સતત મળ્યા કરશે. તમે દરેક બાબતમાંથી ખુશી શોધી લેશો તો પ્રેમ જીવન ખીલશે. અંદરથી તમે જો સંપૂર્ણપણે આનંદી હશો તો કંઈ પણ મેળવવું સરળ થઈ પડશે. આમ છતાં, તમારી જાતીય ઈચ્છાઓને (સેક્સ્યુઅલ) જોતાં તમારૂં ધ્યાન ચલિત થઈ શકે છે. આ બાબત ગેરકાયદે સંબંધોને જન્મ આપી શકે છે. આવી બાબતોનું પરિણામ શું આવી શકે એ સમજી શકવા જેટલા સમજદાર તમે છો; આથી, આવા સંબંધોથી દૂર રહેજો. છેલ્લું પણ મહત્વનું, આ વર્ષે આર્થિક બાબતો આશ્ચર્યજનક રીતે અદભુત જણાય છે. તમે સારી એવી રકમ મેળવશો. આર્થિક રીતે 2016 પાસે તમને આપવા માટે ઘણું છે.
મિથુન
વર્ષનો મોટા ભાગનો સમય તમારી તરફેણમાં હોય એવું જણાય છે. એકમેક માટેનો પ્રેમ તથા કાળજી તમને તથા તમારા જીવનસાથીને નજીક રાખશે; આમ, બધી જ બાબતો તેને કારણે હાનિરહિત રહેશે. બીજી તરફ, તમારા જીવનસાથીના તમારા સગાં-સંબંધીઓ સાથેના સંબંધો ખાટા - મીઠા રહેશે. તમારૂં શરીર તમારૂં મંદિર છે; આથી, તમે એ બાબતની તકેદારી રાખજો કે તમે તેની તરફ ગંભીર રહો. સ્વાસ્થ્યપ્રદ ખાણીપીણી તથા વ્યાયામ તમારા રોજિંદા જીવનનો હિસ્સો હોવો જોઈએ. તમારા ખર્ચને અંકુશ હેઠળ રાખજો, કેમ કે નાણાંની આવક થોડીક ખલેલ ભરેલી જણાય છે. દરેક પ્રકારની આર્થિક મુશ્કેલીથી દૂર રહેવા માટે, ઉછીના નાણાં લેવાથી દૂર રહેજો. વેદિક રાશિફળ મુજબ, 2016 વેપારીઓ માટે લાભ લાવશે. નાણાં મેળવવા મટે તેઓ ગેરકાયદે રસ્તો લેશે એવું પણ જણાય છે. પ્રેમને લગતી બાબતો આશાસ્પદ જણાય છે, કેમ કે રોમાન્સ તમારા જીવનને હૂંફથી ભરી દેશે. કેટલીક સામાન્ય મુશ્કેલીઓને બાદ કરતાં, તમારી માટે કશું જ પડકારજનક દેખાતું નથી.
કર્ક
વ્યક્તિગત જીવનની બાબતમાં આ વર્ષ કર્ક રાશિના જાતકો માટે અદભુત જણાય છે. આમ છતાં, પરિવારના સભ્યો સાથેના તમારા અરસપરસના સંબંધો એટલા સારા નહીં રહે. તમારા સ્વાસ્થ્ય અંગે પણ તમારે સાવચેત રહેવું પડશે, નહીંતર કોઈ મોટી બીમારી તમારા પર હુમલો કરી શકે છે. આર્થિક બાબતો અંગે પણ સાવચેત રહેજો. કોઈના પર પણ આંધળો વિશ્વાસ મુકવાથી આર્થિક નુકસાન થઈ શકે છે. તમારા આંખ અને કાન ખૂલ્લાં રાખવાનું તમારી માટે હિતાવહ છે, કેમ કે કોઈક તમારી વિરુદ્ધ ષડ્યંત્ર રચી શકે છે. નોકરીમાં પરિવર્તન માટે આ વર્ષ અતિ સારૂં છે; આથી, તમે જો નોકરી બદલવાની યોજના ધરાવતા હો તો આ વર્ષે એ દિશામાં પ્રયાસો વધારી દેજો. કર્ક રાશિના કેટલાક જાતકો માટે કામનો બોજો વધી શકે છે, જે પગારમાં વધારા તરફ દોરી જશે. કેટલાક જાતકો કોઈ અન્ય જ્ઞાતિ કે સમુદાયના પાત્રના પ્રેમમાં પડે એવી શક્યતા છે. જો કે, અ બંધન મજબૂત જણાય છે. તમારા જાતીય જીવનને જુસ્સેદાર રાખવા, આ બાબત તમારે મગજમાં રાખવી જોઈએ.
સિંહ
સિંહ રાશિના જાતકો માટે 2016માં સમય લાભદાયી રહેશે. તમારા જીવનનું દરેક પાસું યોગ્ય દિશામાં આગળ વધશે. તમારા જીવનસાથી તથા તમારા નિકટના અન્ય લોકો સાથેનું તમારૂં જોડાણ ઉષ્માભર્યું તથા સ્નેહાળ રહેશે. તમારી તંદુરસ્તીને જોતાં, તમારૂં વજન વધી શકે છે. વજનને અંકુશ હેઠળ રાખવા તથા તમારા શરીરને રોગમુક્ત રાખવા, ભારે ખોરાક લેવાનું બંધ કરો. શરાબથી દૂર રહેશો તો એ બાબત તમારા સ્વાસ્થ્ય માટે અદભુત સાબિત થશે. તમારી આર્થિક બાબતો વિશે વાત કરીએ તો, આ વર્ષ આ બાબત માટે પણ સારૂં જણાય છે. તમારી સંપત્તિમાં વધારો થશે તથા તમારૂં બેન્ક બેલેન્સ પણ તગડું થશે. તમારો પોતાનો ધંધો હોય કે તમે કોઈ કંપનીમાં નોકરી કરતા હો, લાભની ખાતરી છે. નામ, પ્રતિષ્ઠા અને પ્રસંશાનો તમારા વ્યાવસાયિક જીવનમાં પ્રવેશ થશે. 2016ના રાશિફળ મુજબ, પ્રેમ જીવનનો ગ્રાફ ઊંચે જતો જણાય છે. સિંહ જાતિના અપરિણિત જાતકો આ વર્ષે લગ્નગ્રંથિથી જોડાય એવું જણાય છે. તમારા જાતીય જીવન પર પ્રકાશ પાડીએ તો, આ વર્ષે આ બાબતમાં ભૌતિક ઈચ્છાઓની પરિતૃપ્તિ જણાય છે. તમારા સાથી સાથે તમે ઘનિષ્ઠતાભરી ક્ષણો માણશો.
કન્યા
કમનસીબે, તમે ઈચ્છો છો એવું જોડાણ તમે તમારા જીવનસાથી સાથે નહીં માણી શકો. પરિવારના સભ્યો સાથે પણ તકરારની શક્યતાઓ જોવાય છે. એવું જણાય છે કે તમારા જીવનના દરેક ક્ષેત્રમાં તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, કેમ કે સ્વાસ્થ્ય પર પણ તેની અસર પડી શકે છે. તમારી તંદુરસ્તી તમારા જ હાથમાં છે; તમે તેને જેટલી ગંભીરતાથી લેશો, એટલું જ તમારી માટે સારૂં છે. આર્થિક બાબતોને લગતા નુકસાનની શક્યતા પણ નકારી શકાય નહીં. ગુરૂ બારમા સ્થાને હોવાથી આ બાબત તમારી માટે મુશ્કેલીઓ લાવી શકે છે. ઓગસ્ટ સુધી, તમારી અપેક્ષાઓ ઊંચી રાખતા નહીં. આ મહિના બાદ જ તમને કશોક સુધારો થતો હોવનું અનુભવાશે. આમ છતાં, તમે જો નોકરી કરતા હો તો, તમને કોઈ મોટી સમસ્યાઓનું મોઢું નહીં જોવું પડે. તમારા પ્રેમ જીવનની શક્યતાઓ વિશે વાત કરીએ તો, આ મોરચે બધું જ સરસ અને સમુંસૂતરૂં જણાય છે. તમે તમારા વિચારો પર અંકુશ રાખી શકો તો બહુ જ સારૂં થશે.
તુલા
સંયુક્ત કુટુંબમાં રહેતા તુલા રાશિના જાતકો પરિવારના સભ્યો વચ્ચે સંવાદિતાના અભાવનો સામનો કરવો પડી શકે છે. બીજી તરફ, વિભક્ત પરિવારમાં રહેતા તુલા રાશિના જાતકોનું પારિવારિક જીવન ખુશખુશાલ રહેશે. તમારે તમારા જીવનસાથીમાં તમારો વિશ્વાસ જાળવી રાખવો પડશે. આ રાશિના કેટલાક જાતકો માટે 2016 પારિવારિક જીવનના અંત ભણી દોરી જાય એવી શક્યતા છે. તમારા સંતાનો સાથેની તમારી કેમેસ્ટ્રી જોતાં, તમારા સંતાનો તરફથી કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે. નોકરિયાત વર્ગનું વ્યવસાયિક જીવન સારૂં જણાય છે, આમ છતાં, વેપારીઓને તેમના ધંધામાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે. તમારા ભવિષ્યનું નિકટથી નિરીક્ષણ કરતા જણાય છે કે 11મી ઓગસ્ટ બાદ પરિસ્થિતિ વધુ ઘેરી બનશે. અણધાર્યા ખર્ચ ઊભા થઈ શકે છે. આ ખર્ચ ખૂબ મોટા હોઈ શકે છે, આથી અગાઉથી જ ચેતતા રહેજો. નાણાંની લેવડદેવડમાં સજાગ રહેજો, અન્યથા મુશ્કેલીઓ આવી શકે છે. પ્રેમ અને રોમાન્સમાં તમારો સમય ન વેડફો તો સારૂં. તમારા અને તમારા જીવનસાથી વચ્ચે સમજદારી હશે તો એનાથી વિશેષ કશું જ નહીં જોઈએ. ભૌતિક સુખ માણવા માટે તમારા સ્વાસ્થ્યને દાવ પર મુકતા નહીં.
વૃશ્ચિક
આ એવું વર્ષ છે જેમાં વૃશ્ચિક રાશિના જાતકોએ જીવનનાં દરેક પાસાં બાબતે તેમના જીવનસાથી સાથે સહકારપૂર્વક કામ લેવું પડશે. અંગત જીવન એકધારા ચડાવઉતારમાંથી પસાર થશે. તમારા સંતાનોનું વર્તન ક્યારેક તમારી તાણનું કારણ બની શકે છે. આળસ પર નિયંત્રણ રાખી તમારી જાતને સક્રિય રાખવાની સલાહ છે. ઓછા રસ સાથે કામ કરવું તથા મોજ મજાની પ્રવૃત્તિઓ પાછળ સમયનો બગાડ કરવો એ બાબત તમારા પ્રયાસો પર નકારાત્મક અસર કરી શકે છે. તમારા નાણાં સુરક્ષિત રાખો અને ઓગસ્ટ સુધી શક્ય હોય એટલી બચત કરવાનું વલણ રાખો. નાણાં રોકાણ આ મહિના બાદ જ કરવું. પ્રેમ જીવનની વાત કરીએ, શાંત રહો તથા શંકાઓ અને ગેરસમજને તમારા બંધનની વચ્ચે ન આવવા દો. ઓગસ્ટ સુધી પ્રેમ જીવનમાં સાવચેત રહેજો. લગ્નજીવન તમને દરેક પ્રકારનું સુખ આપશે અને તમે શારીરિક ઘનિષ્ઠતાને માણશો. આમ છતાં, તેના પર નિયંત્રણ રાખવું સારૂં ગણાશે અને તેમાં વારંવાર પડવું નહીં.
ધન
ધન રાશિના જાતકો અવારનવાર પરિવારના સભ્યો સાથે દલીલબાજીમાં ઉતરી પડે એવી શક્યતા છે. ભાઈ-બહેનો સાથે પણ ઝઘડાની શક્યતા છે. જીવાણુઓ અને દૂષિત ચીજો આ વર્ષમાં બીમારી નોતરી શકે છે. નોકરી કરતા જાતકો માટે આ વર્ષ અનુકૂળ છે. ઓગસ્ટ બાદ પ્રગતિમાં ઉત્તરોત્તર વધારો થશે. દલીલબાજી ટાળવા માટે દરેકની સાથે તમારૂં વર્તન કેવું છે તે ખૂબ જ મહત્વનું છે. તમારા આર્થિક જીવન તરફ વળીએ, પરિસ્થિતિ સારી જણાય છે, પણ તમારે તમારી જાતને છેતરપિંડી તથા દગાથી બચાવવાની રહેશે. વેપારી વર્ગના ભાગ્યનું કાર્ડ પ્રતિકૂળ વર્ષની આગાહી કરે છે. તમારી પ્રવૃત્તિઓ તથા નિર્ણયો અંગે વધારે પડતા સાવધ રહેજો, નહીંતર તમારે જેલ જવું પડે એવી શક્યતા છે. આવી ખરાબ પરિસ્થિતિને ટાળવા, ગેરકાયદે પ્રવૃત્તિઓ તથા બાબતોથી દૂર રહેજો. છેલ્લી પણ મહત્વન બાબત, આ વર્ષે જીવનના દરેક ક્ષેત્રમાં તમરા શ્રેષ્ઠ પ્રયત્નોનુ યોગદાન આપજો.
મકર
અંગત જીવન તમારી અપેક્ષા પ્રમાણેની શાંતિ કે નિરાંત નહીં આપે. પરિવારના સભ્યો તથા તમારા જીવનસાથી સાથે તકરારની શક્યતાઓ નકારી શકાય નહીં, જેની અસર તમારા પારિવારિક વાતાવરણ પર પડશે. આ વર્ષના ગ્રહો એવા છે કે તમારે તમારી વાણી પર અંકુશ રાખવું પડે. આ સલાહ પર અમલ કરો અથવા પરિણામો માટે તમારી જાતને તૈયાર રાખો. અપચો, માથાનો દુખાવો તથા માનસિક તાણ તમારા સ્વાસ્થ્ય પર અસર કરશે. કેતુની દશા નહીં હોય તો આર્થિક બાબતોમાં તમને અસાધારણ લાભ થવાની શક્યતા છે. તમારી નોકરી દ્વારા તમને મોટા લાભ થવાની શક્યતા છે. તેને કારણે માન તથા સન્માન પણ તમારી તરફ ખેંચાઈ આવશે. તમારામાંના કેટલાકને નવી તથા વધુ સારી નોકરી મળશે. આવા જ લાભ તથા પરિણામોની વેપારી વર્ગ માટે પણ આગાહી કરાય છે. તેમની માટે, આ વર્ષ ખાસ્સું ભાગ્યવંત છે. તમને સરકારી સોદો અથવા કરાર મળી શકે છે. પ્રેમ જીવન માટે પણ 2016 સારૂં વર્ષ છે.
કુંભ
ઘરેલુ મોરચો યથાવત, જણાય છે. જો કે નાની-મોટી સમસ્યાઓની શક્યતા છે, પણ સાતમા સ્થાનમાં ગૂરૂની હાજરી પરિસ્થિતિને હાથની બહાર નહીં જવા દે. મગજને લગતી કેટલીદ સ્વાસ્થ્ય સમસ્યાઓ સર્જાઈ શકે છે. 2016 તમારા આર્થિક પાસાને સદ્ધર રાખશે. આર્થિક બાબતો ન માત્ર તમને ખુશ થવા માટેનાં કારણો આપશે, પણ મિત્રો સુદ્ધાં પણ ઉપયોગી સાબિત થશે. પણ એનો અર્થ એવો જરાય નથી થતો કે તમે લાગણીમાં તણાઈ જાવ અને દોસ્તી કે બંધનમાં તમારી જાતને નુકસાન કરી બેસો. કુંભ રાશિના જે જાતકો નોકરીમાં છે, તેમને લાગશે કે આ વર્ષ તેમને નામ, પ્રસિદ્ધિ, પ્રતિષ્ઠા અને પ્રગતિથી લાડ લડાવી રહ્યું છે. તમારા વરિષ્ઠો હોય કે સહકર્મચારીઓ, દરેકને તમારામાંના કૌશલ્યપૂર્ણ કર્મચારીના દર્શન થશે, આથી તેઓ તમારી પ્રશંસા કરતા થાકશે નહીં. તમે વેપારી હો તો નિરાશ થતાં નહીં, 2016 તમારી માટે પણ એટલું જ ફળદાયી છે. છેલ્લી પણ મહત્વની બાબત, પ્રેમ જીવન પણ યોગ્ય દિશામાં આગળ વધશે.
મીન
મીન રાશિના જાતકો માટે આ વર્ષ ગુલાબની પથારી જેવું નહીં હોય. પારિવારિક સ્થિતિ ખાસ આશાસ્પદ જણાતી નથી. મુશ્કેલીઓને તમારા માર્ગથી દૂર રાખવા માટે સાવચેતીભર્યું વર્તન તથા બુદ્ધિપૂર્વકના નિર્ણયો ખૂબ જ જરૂરી છે. તમારા દ્વારા થયેલી કોઈપણ ભૂલ ગંભીર પરિણામો ભરી દોરી જઈ શકે છે, આથી દરેક બાબતમાં ખૂબ જ સાવચેત રહેજો. આંતરડાં, લીવર તથા કિડની ચિંતાનું કારણ બની શકે છે. આર્થિક પાસું સામાન્ય જણાય છે. નોકરીના શરૂઆતના તબક્કામાં સમસ્યાઓ જણાય છે, જો કે પછીથી પુષ્કળ સફળતા તમને અનુસરશે. નોકરીમાં પ્રગતિ તમારા જીવનમાં ભાગ્ય તથા કલ્યાણનું ચાલકબળ બનશે. ધંધામાં હોય એવા મીન રાશિના જાતકો ઓગસ્ટ બાદ સફળતાનો સ્વાદ ચાખશે. તમે વેપારધંધામાં નવા ભાગીદાર સાથે જોડાઈ શકો છો. ઓગસ્ટ બાદ પ્રેમમાં યોગ્ય દિશામાં આગળ વધી શકશો. પણ એ પૂર્વે પ્રેમભરી ક્ષણોની અપેક્ષા રાખશો નહીં.
અમે આશા રાખીએ છીએ કે રાશિ ભવિષ્ય 2016 તમારી માટે મદદરૂપ સાબિત થશે અને સફળતા તથા સમૃદ્ધિના માર્ગ પર તમારૂં ચાલવું સરળ બનાવશે.