નરક ચતુર્દશી અને કારતક અમાવસ્યા 2021 પૂજા વિધિ, સમય અને મહત્વ - Narak chaturdashi 2021 in Gujarati
વર્ષ 2021 તેના અંતિમ તબક્કામાં છે. શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને તેની સાથે જ દેશભરમાં તહેવારોનો ઉત્સાહ શરૂ થઈ ગયો છે. આ વર્ષે એટલે કે વર્ષ 2021 માં, કારતક અમાવસ્યા અને નરક ચતુર્દશીનો તહેવાર પાંચ દિવસ સુધી ચાલનારા દીપ ઉત્સવના બીજા દિવસે એક જ દિવસે ઉજવવામાં આવશે. આવી સ્થિતિમાં, આજના લેખમાં, અમે તમને નરક ચતુર્દશી અને કારતક અમાવસ્યાનું મહત્વ, મુહૂર્ત અને પૂજા વિધિ વિશે માહિતી આપીશું.
ચાલો આપણે સૌ પ્રથમ તમને કારતક અમાવસ્યા અને નરક ચતુર્દશીની તિથિ અને મુહૂર્ત વિશે માહિતી આપીએ.
જીવન માં પરેશાની ચાલે છે! સમાધાન જાણવા માટે પ્રશ્ન પૂછો
નરક ચતુર્દશી અને કારતક અમાવસ્યા 2021 તિથિ અને મુહૂર્ત
વર્ષ 2021 માં કારતક અમાવસ્યા અને નરક ચતુર્દશીનો તહેવાર એક જ દિવસે આવી રહ્યો છે. આ વર્ષે આ બંને તહેવારો 4 નવેમ્બર, ગુરુવારે આવી રહ્યા છે.
નરક ચતુર્દશી મુહૂર્ત
અભ્યંગ સ્નાનનો સમય: સવારે 06:06 વાગ્યે થી 06:34 સુધી
અવધિ : 0 ધંટા 28 મિનિટ
કારતક અમાવસ્યા મુહૂર્ત
અમાવસ્યા શરૂ: 04 નવેમ્બર 2021 સવારે 06:06 વાગ્યે
અમાવસ્યા સમાપ્ત: 05 નવેમ્બર, 2021 બપોરે 02:47 સુધી
માહિતી: ઉપરોક્ત આપેલા મુહૂર્ત દિલ્લી માટે માન્ય છે. અહીં ક્લિક કરીને તમે તમે તમારા શહેર અનુસાર નરક ચતુર્દશી અને કારતક અમાવસ્યા 2021 નો શુભ મુહૂર્ત જાણી શકો છો.
ચાલો હવે તમને નરક ચતુર્દશી અને કારતક અમાવસ્યાનું મહત્વ જણાવીએ. સૌથી પહેલા જાણીએ નરક ચતુર્દશીનું મહત્વ.
શું તમારી કુંડળીમાં કોઈ ખામી છે? જાણવા માટે અત્યારે જ ખરીદો એસ્ટ્રોસેજ બૃહત કુંડલી એસ્ટ્રોસેજ બૃહત કુંડલી
નરક ચતુર્દશી નું મહત્વ
નરક ચતુર્દશીને સનાતન ધર્મમાં મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીને સનાતન ધર્મમાં નરક ચતુર્દશી તરીકે ઉજવવામાં આવે છે. આ તહેવારને દેશના ઘણા ઇલાકોમાં રૂપ ચૌદસ, નરક ચૌદસ અને રૂપ ચતુર્દશી જેવા અલગ-અલગ નામોથી પણ ઓળખવામાં આવે છે. દીપાવલી પહેલા ઉજવવામાં આવતા હોવાથી તેને ઘણી જગ્યાએ છોટી દીપાવલી પણ કહેવામાં આવે છે.
નરક ચતુર્દશી નું મહત્વ ઘણા તરીકો માં વિશેષ છે. આ દિવસે મૃત્યુના દેવતા યમની પૂજા કરવામાં આવે છે. માન્યતાઓ અનુસાર આ દિવસે સૂર્યોદય પહેલા જાગીને આખા શરીર પર તલનું તેલ લગાવીને નહાવાના પાણીમાં ચિરચીરાના પાન નાખીને સ્નાન કરવાથી નરકના ભયથી મુક્તિ મળે છે. તે જ સમયે, તે તેજસ્વી પણ થાય છે. નરક ચતુર્દશીના તહેવાર સાથે જોડાયેલી એક કથા પણ છે જે ભગવાન કૃષ્ણ ઉપરાંત રાજા બલી અને ભગવાન વિષ્ણુ સાથે સંબંધિત છે. ચાલો હવે તમને તે કથા વિશે માહિતી આપીએ.
નરક ચતુર્દશી ની કથા
નરક ચતુર્દશીની ઉજવણી પાછળ આપણને સામાન્ય રીતે બે કથાઓ સાંભળવા મળે છે. આમાથી એક કથા ભગવાન શ્રી કૃષ્ણ થી જોડાયેલી છે અને બીજી ભગવાન વિષ્ણુ ના વામન અવતાર થી જોડાયેલી છે. ચાલો હવે તમને બંને કથાઓ વિશે જણાવીએ.
પ્રથમ કથા જે ભગવાન કૃષ્ણ સાથે સંબંધિત છે, તે મુજબ નરકાસુર નામના રાક્ષસે કઠોર તપસ્યા કરી અને દેવતાઓ પાસેથી વરદાન મેળવ્યું કે તેનું મૃત્યુ માત્ર સ્ત્રી દ્વારા જ થઈ શકે છે. આ વરદાન પ્રાપ્ત કર્યા પછી, નરકાસુરે ત્રણેય લોકમાં ત્રાસ આપવાનું કાર્ય શરૂ કર્યું, તે જોઈને કે ભગવાન કૃષ્ણએ તેમની પત્ની સત્યભામા સાથે મળીને કારતક મહિનાની ચતુર્દશી તિથિએ નરકાસુરનો વધ કર્યો. નરકાસુરના મૃત્યુ પછી, લોકોએ તેમના ઘરોમાં દીવા પ્રગટાવ્યા અને ત્યારથી નરક ચતુર્દશીનો તહેવાર ઉજવવા લાગ્યો. એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણએ નરકાસુરના કેદમાંથી 16 હજાર સ્ત્રીઓને મુક્ત કરી હતી, જેઓ તેમની પત્નીઓ બની હતી.
બીજી બાજુ, બીજી કથા મુજબ જ્યારે ભગવાન વિષ્ણુએ વામન અવતાર લીધો અને રાજા બલિના સમગ્ર મહેલ સહિત પૃથ્વી અને આકાશને બે પગલામાં માપ્યું, ત્યારે ભગવાન વામને રાજા બલિને પૂછ્યું કે હવે તે ત્રીજું પગલું ક્યાં લે? આ પ્રશ્નના જવાબમાં રાજા બલિએ ભગવાન વામનને તેમનું ત્રીજું પગલું તેમના મસ્તક પર રાખવા કહ્યું. રાજા બલિની આ ભક્તિ જોઈને ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થયા અને તેમને વરદાન માંગવા કહ્યું. પછી રાજા બલિએ વરદાન માંગીને ભગવાન વામનને કહ્યું કે દર વર્ષે ત્રયોદશીના દિવસથી લઈને અમાવાસ્યા સુધી તેણે (રાજા બલિ) પૃથ્વી પર શાસન કરવું જોઈએ અને આ સમય દરમિયાન જે કોઈ પણ રાજા બલિના રાજ્યમાં દીપાવલી ઉજવશે અને સાથે ચતુર્દશી ની તિથિએ દીપદાન કરશે, અવા બધા જાતકોને અને તેમના પૂર્વજોને નરકની યાતનાનો સામનો કરવો પડશે નહીં. ભગવાન વામને રાજા બલિની આ વાત સ્વીકારી લીધી અને ત્યારથી નરક ચતુર્દશીનો તહેવાર દરેક સ્થાન માં ઉજવવામાં આવ્યો.
ચાલો હવે તમને નરક ચતુર્દશીની પૂજા વિધિ વિશે માહિતી આપીએ.
નરક ચતુર્દશી પૂજા વિધિ
- નરક ચતુર્દશીના દિવસે સૂર્યોદય પહેલા ઉઠો.
- આ પછી આખા શરીર પર તલનું તેલ લગાવો અને પછી ચિરચીરાના પાનને તમારા માથા પર ત્રણ વાર ફેરવો અને તેને નહાવાના પાણીમાં નાખો.
- નરક ચતુર્દશી પહેલાની અષ્ટમી એટલે કે કૃષ્ણ પક્ષની અષ્ટમીને અહોઈ અષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. અહોઈ અષ્ટમીના દિવસે વાસણમાં પાણી ભરીને સુરક્ષિત રાખો. નરક ચતુર્દશીના દિવસે નહાવાના પાણીમાં પણ આ પાત્રનું પાણી મિક્સ કરવામાં આવે છે.
- આ દિવસે સ્નાન કર્યા પછી, મૃત્યુના દેવતા ની દિશા એટલે કે દક્ષિણ દિશા તરફ યમ દેવતા ને યાદ કરતા વખતે દાથ જોડીને તેના થી તમારા દ્વારા જાણતા-અજાણતા કરેલા પાપોની ક્ષમા માગો. નાથી યમ ભગવાન પ્રસન્ન થાય છે અને તમારા બધા પાપોનો હિસાબ માફ કરે છે.
- આ પછી, દેવતા યમ માટે ઘરના મુખ્ય દરવાજાની બહાર દક્ષિણ દિશામાં તેલનો દીવો રાખો.
- આ પછી આ દિવસે સાંજે અન્ય તમામ દેવી-દેવતાઓની પૂજા કરો અને ઘર, ઓફિસ, દુકાન વગેરેની બહાર તેલનો દીવો રાખો. તેનાથી તમને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે.
- આ દિવસે મધ્યરાત્રિએ ઘરમાં પડેલી જૂની અને બગડેલી વસ્તુઓને ઘરની બહાર ફેંકી દેવામાં આવે છે, જેને 'દરિદ્રય નિસરણ' કહેવામાં આવે છે. માન્યતાઓ અનુસાર, નરક ચતુર્દશીના બીજા દિવસે દેવી લક્ષ્મી બધા લોકોના ઘરમાં પ્રવેશ કરે છે અને તે એવા ઘરમાં નથી રહેતી જ્યાં ખૂબ ગંદકી હોય.
ચાલો દવે આ દિવસે આવતી કારતક અમાવસ્યાનું મહત્વ અને તેની પૂજા વિધિ વિશે પણ તમને માહિતી આપીએ.
કરિયર વિશે ચિંતિત છો! તો હવે ઓર્ડર કરો કોગ્નિએસ્ટ્રો રિપોર્ટ
કારતક અમાવસ્યા મહત્વ
સનાતન ધર્મમાં દરેક અમાવસ્યાને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે, પરંતુ કારતક અમાવસ્યાનું મહત્વ વધુ છે. કારણ કે કાર્તિક અમાવસ્યાના દિવસે દેશભરમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસનું મહત્વ એટલા માટે પણ વધી જાય છે કે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ આ દિવસને પોતાનો સૌથી પ્રિય દિવસ ગણાવતા કહ્યું છે કે જે કોઈ આ દિવસે તેમની પૂજા કરશે તેના તમામ ગ્રહ દોષો અને જીવનની મુશ્કેલીઓનો નાશ થઈ જશે. માતા લક્ષ્મી આ દિવસે ધરતી પર આવે છે, આ દિવસે ગીતાનો પાઠ કરવાથી અને દાન-પુણ્ય કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે અને દીવાનું દાન કરવાથી મળતું ફળ અક્ષય હોય છે. તેમજ માન્યતાઓ અનુસાર, આ દિવસે પિતૃઓ માટે કરવામાં આવેલ દાન અને પૂજાનું ફળ પણ અક્ષય માનવામાં આવે છે.
ચાલો હવે તમને કાર્તિક અમાવસ્યાની પૂજા વિધિ વિશે માહિતી આપીએ.
કારતક અમાવસ્યા પૂછા વિધિ
- કારતક અમાવસ્યાના દિવસે સવારે વહેલા ઉઠો.
- નજીકમાં સ્થિત પવિત્ર નદી અથવા કુંડ સ્નાન કરો. જો કોરોનાના સમયગાળા દરમિયાન તમારા માટે આ કરવું શક્ય ન હોય તો નહાવાના પાણીમાં થોડું ગંગાજળ ઉમેરો અને તેનાથી સ્નાન કરો.
- આ પછી તાંબાના વાસણમાં અક્ષતને લાલ ચંદન અને લાલ ફૂલ મલાવીને ભગવાન સૂર્યને અર્ઘ્ય ચઢાવો.
- આ પછી, તલને વહેતા પાણીમાં તરતા મૂકવામાં આવે છે, પરંતુ જો આ સમયે તે તમારા માટે શક્ય ન હોય તો, ઉડાવવા માટેના તલને અલગ કરો અને તેને સ્વચ્છ કપડામાં બાંધી દો અને તેને સુરક્ષિત સ્થાન પર રાખો. બાદમાં જ્યારે પણ તક મળે ત્યારે આ તલને નદીમાં ફેંકી દો.
ગ્રહ દોષોને દૂર કરવા માટે કારતક અમાવસ્યાના દિવસે આ કામ કરો
- આ દિવસે ગ્રહ દોષોના નિવારણ માટે નવગ્રહ સ્તોત્રનો પાઠ કરો. આ નવગ્રહોને શાંત કરે છે અને તમને શુભ ફળ આપે છે.
- જો તમારી કુંડળીમાં કોઈ પ્રકારનો અશુભ યોગ બની રહ્યો છે, જેની નકારાત્મક અસર તમારા જીવન પર પડી રહી છે, તો તમારે આ દિવસે વિષ્ણુ સહસ્રનામનો પાઠ અવશ્ય કરવો જોઈએ. આ કાર્ય તે યોગની અસરને ઘટાડે છે.
- વૈદિક જ્યોતિષમાં શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો શનિ તમારી કુંડળીમાં ખોટી જગ્યાએ સ્થિત હોવાને કારણે તમને ખરાબ પરિણામ આપી રહ્યો છે તો તમારે કારતક અમાવસ્યાના દિવસે મંદિર અથવા ગરીબ વ્યક્તિના ઘરે જઈને દીવો કરવો જોઈએ. જેના કારણે ભગવાન શનિ પ્રસન્ન થાય છે અને તેની નકારાત્મક અસર ઓછી થાય છે.
- જો તમને સમાજમાં અપેક્ષા મુજબ પ્રસિદ્ધિ ન મળી રહી હોય તો કારતક અમાવસ્યાના દિવસે ભગવાન શિવને મધનો અભિષેક કરો. તેનાથી તમારી વાણીમાં નરમાઈ આવશે અને તમારા જીવનમાં સુખ, શાંતિ અને કીર્તિ વધશે.
બધા જ્યોતિષીઓ ઉકેલા માટે ક્લિક કરો: એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમે આશા રાખીએ છીએ કે તમને અમારો આ લેખ પસંદ આવ્યો હશે. આવી સ્થિતિમાં, તમારે આ લેખ તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવો જ જોઇએ. આભાર!