ઉત્તરાયણ 2022 મહત્વ, શુભ મુહર્ત અને ઉપાય - Uttarayan 2022
ઉતરાયણ એટલે અંગ્રેજી મહિના પ્રમાણે આવતો હિંદુ ધર્મનો પ્રથમ તહેવાર. ઉત્તરાયણને મકરસંક્રાંતિ ના નામથી પણ ઓળખવામાં આવે છે. સૂર્ય જ્યારે એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે છે, તે પ્રક્રિયાને સંક્રાંતિ કહે છે. ઉતરાયણ ના સમયે સૂર્ય પૃથ્વી આજુબાજુની પોતાની પરિભ્રમણ ની દિશામાં પરિવર્તન કરી થોડો-થોડો ઉત્તર દિશા તરફ ખસતો જાય છે. આમ, સૂર્ય ઉત્તર તરફ ખસવાનુ ચાલુ કરે તે દિવસને ઉત્તરાયણ ને આ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આખું ગુજરાત આ દિવસે પતંગ ચગાવી આ પર્વને ઊજવે છે. ગુજરાત સરકાર તો આ સમયે પાંચ-પાંચ દિવસ સુધી વાઇબ્રન્ટ કાઇટ ફેસ્ટિવલ ઊજવે છે. દેશ-વિદેશના પતંગરસિયાઓ આ પાંચ દિવસ ગુજરાતમાં આવી જાય છે. આજે ઉત્તરાયણનો પર્યાય પતંગ બની ગયો છે પણ પતંગનો ઇતિહાસ ખૂબ જૂનો છે. ઋગ્વેદમાં સૂર્ય માટે ‘પતંગ’ શબ્દ વપરાયો છે. પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય પાસે કલ્યાણ થાય છે તથા અમંગળ, દરિદ્રતા અને રોગ દૂર થાય છે.આ સમયે ઉત્તર દિશામાં પવન હોય છે.આ દિવસે પતંગ ચગાવીને દિશા નક્કી કરાય છે આ ઉપરાંત આ દિવસે સૂર્ય સમક્ષ રહેવું વધુ સારુ હોવાથી લોકો આખોદિવસ પતંગ ચગાવે છે.
ઉત્તરાયણ 2022 : શુભ મુહૂર્ત
14 જાન્યુઆરી, 2022 (શુક્રવાર)
ઉત્તરાયણ મુહૂર્ત
પુણ્ય કાલ મુહૂર્ત: 14:12:26 થી 17:45:10 સુધી
અવધિ: 3 કલાક 32 મિનિટ
મહાપુણ્ય કાલ મુહૂર્ત: 14:12:26 થી 14:36:26 સુધી
અવધિ: 0 કલાક 24 મિનિટ
સંક્રાંતિ ક્ષણ: 14:12:26
માહિતી: ઉપરોક્ત મુહૂર્ત નવી દિલ્હી માટે માન્ય છે, જો તમે તમારા શહેર અનુસાર શુભ સમય જાણવા માંગતા હો, તો અહીં ક્લિક કરો.
દાન કરવાથી તમામ દુ:ખ દૂર થાય છે.
ઉત્તરાયણ 2022 ના દિવસે દાનનું વિશેષ મહત્વ છે. આ દિવસે દાન વગેરે કરવાથી પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે મંદિરમાં જઈને ચોખા, ઘી, દહીં, લોટ, ગોળ, કાળા તલ, સફેદ તલ, લાલ મરચું, ખાંડી, બટેટા વગેરેનું દાન કરી શકાય છે. આ દિવસે દાન કરવાથી જીવનના તમામ દુઃખોનો નાશ થાય છે. ઉત્તરાયણનો મહત્વપુર્ણ સમય, પરિવર્તનનો, જુનું તજી અને નવું અપનાવવાનો સમય છે. ગુજરાતમાં આ સમયે છડેલા ધાન્યની અને તલની મિઠાઇઓ, ખાધ પદાર્થો બનાવાની પણ દાન કરવામાં આવે છે. આ દિવસે ઘઉં, બાજરી કે જુવારને છડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે, બહેન-દિકરી તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે તેવી માન્યતા ગુજરાતીઓમાં પ્રવર્તે છે. આ દિવસે ગુરુજનો પોતાનાં શિષ્યોને આશિષ આપે છે. આ અંગે માન્યતા છે કે સૂર્યના ઉત્તરાયણ થવાથી દેવતાઓના દિવસની શરૂઆત થાય છે. જેના કારણે આ પર્વનું ખાસ મહત્વ છે. ખરમાસના કારણે 16 ડિસેમ્બરથી બંધ માંગલિક કાર્યો મકર સંક્રાંતિ પછી શરૂ થઇ જશે. મકર સંક્રાંતિ પછી ગૃહ પ્રવેશ, લગ્ન તથા નવા વેપારનું શુભ મુહૂર્ત શરૂ થાય છે.
પતંગનો તહેવાર ઉત્તરાયણ
ઉત્તરાયણ એ દિવસ છે જ્યારે તમામ ઉંમરનાં લોકો હ્રદયમાં ખુશી અનુભવતા, સુંદર વસ્ત્ર પરિધાન કરી અને વહેલી સવારથી જ પોતાના ઘરની છત અને અગાશીઓ પર ચઢી હર્ષ અને ઉલ્લાસભેર પતંગ ઉડાડવાનો આનંદ માણે છે. આ દિવસે આખા દેશમાં વિવિધ કિકિયારીઓ સાંભળવા મળે છે. આકાશ ઇન્દ્રધનુષની જેમ રંગબેરંગી પતંગો થી ભરી જાય છે. આ એક હળીમળીને સંયુક્ત રીતે આનંદ માણવાનો તહેવાર છે. લોકો આખો દિવસ પોતાની પતંગ ઉડાડવાની કલાનું અન્ય ઉડતી પતંગોને કાપીને પ્રદર્શન કરે છે. રાત્રે પણ આ ક્રમ આનંદભેર ચાલતો રહે છે. શોખીનો રાત્રે કાળા અંધારા આકાશમાં સફેદ પતંગો અથવા પતંગ સાથે બાંધીને કાગળનો દિવો ઉડાડે છે જેને અમદાવાદમાં 'ટુક્કલ' તરિકે ઓળખવામાં આવે છે. ઉત્તરાયણનો બીજો દિવસ 'વાસી ખીહર' તરીકે મનાવાય છે. આમ સતત બે દિવસ આ આનંદમય તહેવારની ઉજવણી ચાલે છે.
ઉંધીયુ નું મહત્વ
ઉંધીયુ એ શિયાળાની સિઝનમાં સૌથી વધુ ખવાતું શાક છે. એક રીતે જોઇએ તો આજનું ઉંધીયું એ ઉંબાડિયા અને પંચકુટિયા શાકનું મિશ્રણ કહી શકાય છે. ઉંબાડિયું પણ ખૂબ પ્રખ્યાત શાક છે અને શિયાળામાં લોકો ખાસ આ શાકની મિજબાની માણે છે. ઘણાં વર્ષો પહેલાં દક્ષિણ ગુજરાતમાં આ વાનગીનું ચલણ હતું. જમીનની અંદર ઉંધુ માટલું મૂકીને આ શાક બનાવવામાં આવતું, આથી એનું નામ પડ્યું ઉંબાડિયું. એ સમયે લોકો ખેતરમાં જ આ શાક બનાવી એનું વાળુ કરી લેતાં. એ પછી ઉંબાડિયામાં લીલો મસાલો ભેળવી તેને ગેસ પર બનાવવામાં આવ્યું, ઊંધા માટલામાં આ શાક બનતું હોવાથી નામ પડ્યું ઉંધીયું. કહેવાય છે કે, સૌ પ્રથમ સુરતમાં જ આ વાનગી બની હતી.
ઉત્તરાયણ 2022: તમામ રાશિઓ પર તના પ્રભાવ
મેષ રાશિ: આ મકરસંક્રાંતિ શુભનું વરદાન લઈને આવી છે. આ સમય દરમિયાન, તમને ક્ષેત્રમાં વિશેષ પ્રગતિની તકો મળવાની પ્રબળ સંભાવના છે.
વૃષભ રાશિ: આ સંક્રાંતિ તમારા માટે શુભ રહેવાની છે. આ સમયગાળા દરમિયાન ધાર્મિક પ્રવૃત્તિઓ તમને વધુ ભાગ્યશાળી બનાવશે.
મિથુન રાશિ: સ્વાસ્થ્ય માટે આ મકરસંક્રાંતિ મિથુન રાશિના જાતકો માટે પ્રતિકૂળ રહેવાની છે. આ સમયગાળા દરમિયાન તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું.
કર્ક રાશિ: કર્ક રાશિના લોકો માટે મકરસંક્રાંતિ શુભ રહેશે જેઓ વેપારના ક્ષેત્ર સાથે જોડાયેલા છે. આ દરમિયાન તમને ભાગીદારી દ્વારા ક્ષેત્રમાં સફળતા મળશે.
સિંહ રાશિ: સિંહ રાશિના લોકોએ આ સમયે ખાસ કાળજી લેવી જોઈએ કારણ કે આ સમય તમારા માટે પ્રતિકૂળ રહેવાનો છે. આ સમયગાળા દરમિયાન, તમારા પરિવારના સભ્યો અથવા પડોશીઓ સાથે તમારા મતભેદ થઈ શકે છે.
કન્યા રાશિ: મકરસંક્રાંતિનો આ સમય કન્યા રાશિના જાતકો માટે સાનુકૂળ રહેવાનો છે. આ સમયમાં રોમાન્સ વધશે. આ સાથે આ રાશિના વિદ્યાર્થીઓ માટે વિશેષ લાભ મળવાની પ્રબળ સંભાવના છે.
તુલા રાશિ: આ મકરસંક્રાંતિએ તુલા રાશિના જાતકોના જીવનમાં મિત્રો તરફથી ચિંતા રહેશે. જો કે આ સમય દરમિયાન શુભ સંદેશ મળવાની પ્રબળ શક્યતાઓ છે.
વૃશ્ચિક રાશિ: વૃશ્ચિક રાશિના જાતકો માટે મકરસંક્રાંતિ શુભ સમય સાબિત થશે. સૂર્યનું રાશિ પરિવર્તન તમારી કીર્તિ અને નસીબ વધારવામાં મદદરૂપ સાબિત થશે.
ધનુ રાશિ: મકરસંક્રાંતિ ધનુ રાશિના શુભ સંદેશો લઈને આવી રહી છે. આ સમયગાળા દરમિયાન તમારી સંપત્તિમાં વધારો થશે. આ ઉપરાંત આ સમયગાળામાં ભવિષ્ય માટે નવી યોજનાઓ બનાવવામાં આવશે.
મકર રાશિ: આ મકરસંક્રાંતિએ તમારી કારકિર્દીમાં પ્રસિદ્ધિની સંભાવનાઓ છે. આ સિવાય તમારા બધા અધૂરા કામ આ સમયગાળામાં પૂરા થશે.
કુંભ રાશિ: કુંભ રાશિના જાતકો માટે મકરસંક્રાંતિ બહુ અનુકૂળ નથી. આ સમયગાળા દરમિયાન તમારા પૈસાની ખોટ થવાની સંભાવના છે. બિનજરૂરી ખર્ચ ટાળવાની સલાહ આપવામાં આવે છે.
મીન રાશિ: મીન રાશિના જાતકો માટે મકરસંક્રાંતિ અનુકૂળ સમય સાબિત થશે. આ દરમિયાન તમારા કાર્યક્ષેત્રમાં વધારો થશે અને તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે.
તમામ જ્યોતિષીય ઉકેલો માટે અહીં ક્લિક કરો: એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમે આશા કરીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે. એસ્ટ્રોસેજ સાથે જોડાયેલા હોવા બદલ ખૂબ ખૂબ આભાર.