અશ્વિનિ નક્ષત્ર ભવિષ્યકથન
તમે સ્વભાવથી ખાસ્સા ઊર્જાવાન તથા સક્રિય છો. વધુમાં, તમે સદાય ઉત્સાહથી છલકાતા રહો છો. સામાન્ય તથા મૂળભૂત બાબતોથી તમને સંતોષ થતો નથી અને તમે હંમેશા કશુંક મોટું કરવાનો પ્રયાસ કરો છો. કોઈપણ કામ ઝડપથી પૂરૂં કરી નાખવાની તમે ટેવ ધરાવો છો. ઝડપ, ઊર્જા તથા સક્રિયતા જેવા ગુણો તમારામાં સ્પષ્ટપણે જોઈ શકાશે. તમારા મગજમાં જો કોઈ વિચાર ઝબકે છે, તો તમે એ વાતની તકેદારી રાખો છો કે તેના પર યોગ્ય રીતે અમલ થાય. તમે ખાસ્સા રમતિયાળ તથા હોંશિયાર છો. બધું જ ઝડપથી સમજી લીધા બાદ સમજદારીભર્યા નિર્ણય લેવાનો સૌથી સારો ગુણ તમારામાં છે. સ્વભાવથી તમે કેટલાક અંશે રહસ્યમય છો, જે તમારામાં ધર્મ, અગમ્ય શક્તિઓ તથા ગુપ્ત વિદ્યા તરફ રૂચિ પેદા કરે છે. તમે ખૂબ જ નીડર તથા સાહસિક વ્યક્તિ છો, પણ તમારા ગુસ્સા પર કાબુ રાખવો એ તમારી માટે અત્યંત આવશ્યક બાબત છે. શત્રુઓ તમને ક્યારેય કોઈ ગંભીર તકલીફ પહોંચાડી શકશે નહીં, કેમ કે તેમની સાથે કઈ રીતે કામ લવું એ તમારી માટે સ્વભાવિક બાબત છે. સત્તા કે દબાણ અથવા અન્ય કોઈ બાબત તમને નિયંત્રિત કરી શકશે નહીં; તમને માત્ર પ્રેમ અને લાગણીથી જ જીતી શકાય એમ છે. દેખાવથી તમને ખૂબ જ શાંત તથા અંકુશિત દેખાવ છો; તમે એવી વ્યક્તિ છો જે ક્યારેય ઉતાવળિયા નિર્ણય લેતી નથી. તમે જે કોઈપણ નિર્ણય લો છો તે પરિસ્થિતિના ઊંડા ચિંતન-મનન અને આકલન બાદ જ લો છો; અને એકવાર તમે કોઈક બાબત અંગે નિર્ણય લઈ લો છો એ પછી તમને એ નિર્ણય પરથી ડગાવવાનું કામ મુશ્કેલ હોય છે. અન્યોની અસરમાં આવી જઈ પોતાના નિર્ણયો બદલવાનું તમારા સ્વભાવમાં નથી. તમારા કામ કઈ રીતે પૂર્ણ કરવા એ તમે સારી રીતે જાણો છો. આ ઉપરાંત તમે એક સારા મિત્ર પણ પુરવાર થાવ છો. તમે ક્યારેય પણ કોઈને તકલીફમાં જુઓ છો, તો તેની મદદ કરવા તમારાથી બનતું બધું જ કરી છૂટવા તત્પર રહો છો. પરિસ્થિતિ ભલેને ગમે એટલી મુશ્કેલ હોય, તમારી ધીરજ અને ઈશ્વરમાં શ્રદ્ધા અડગ રહે છે. તમે પરંપરાના ચાહક છો, છતાં ય તમે આધુનિકતાને પણ બહુ સારી રીતે અપનાવો છો. આ બધા ઉપરાંત, તમે પર્યાવરણને સ્વચ્છ તથા સંતુલિત રાખવામાં માનો છો.
શિક્ષા ઔર આવક
શિક્ષણ અને આવકઃ તમારી ગણતરી ઑલરાઉન્ડરમાં થઈ શકે છે. એનો અર્થ એ થયો કે તમને લગભગ દરેક બાબત વિશે કંઈકને કંઈક જરૂર ખબર હશે. કારકિર્દીમાં, તમને શિક્ષણનું ક્ષેત્ર સૌથી વધારે માફક આવશે. આમ છતાં, તમે ફાર્માસ્યુટિકલ્સ, સુરક્ષા, પોલીસખાતું, સૈન્ય, ગુપ્તચર ખાતું કે સેવાઓ, એન્જિનિયરિંગ, શિક્ષણ, ટ્રેનિંગ વગેરે ક્ષેત્રોમાં પણ હાથ અજમાવશો. ફિલોસોફી તથા સંગીત તમારૂં ધ્યાન ખાસ આકર્ષિત કરશે તથા તમારી આવકના અનેક સાધનો હશે. 30 વર્ષની ઉંમર સુધી તમારા જીવનમાં અનેક ચડાવ ઉતાર આવવાની શક્યતા છે.
પારિવારિક જીવન
પારિવારિક જીવનઃ તમને તમારા પરિવાર માટે અપાર પ્રેમ છે. આમ છતાં, પિતા સાથે તકરાર થવાની શક્યતા છે. જો કે, માતાની બાજુના સંબંધીઓ હંમેશા તમારી પડખે ઊભા રહેશે તથા પરિવારના બહારના સભ્યો તરફથી પણ સારો સાથ-સહકાર મળવાની અપેક્ષા છે. તમારૂં લગ્નજીવન ખાસ્સું સુખમય જણાય છે. તમારા સંતાનોમાં પુત્રીઓ કરતાં પુત્રોની સંખ્યા વધારે રહેવાની શક્યતા છે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
AstroSage TVSubscribe
- Horoscope 2026
- राशिफल 2026
- Calendar 2026
- Holidays 2026
- Shubh Muhurat 2026
- Saturn Transit 2026
- Ketu Transit 2026
- Jupiter Transit In Cancer
- Education Horoscope 2026
- Rahu Transit 2026
- ராசி பலன் 2026
- राशि भविष्य 2026
- રાશિફળ 2026
- রাশিফল 2026 (Rashifol 2026)
- ರಾಶಿಭವಿಷ್ಯ 2026
- రాశిఫలాలు 2026
- രാശിഫലം 2026
- Astrology 2026





