મૂલ નક્ષત્ર ભવિષ્યકથન
તમારો સ્વભાવ મીઠાશભર્યો છે તથા તમે શાંતિપ્રિય છો. ન્યાયમાં તમે સર્વોચ્ચ શ્રદ્ધા ધરાવો છો. લોકો સાથે તમારા સંબધો સારા હશે તથા તમારો સ્વભાવ ખાસ્સો મૈત્રીપૂર્ણ હશે. સ્વાસ્થ્યની બાબતે તમે ખૂબ જ નસીબદાર છો કેમ કે તમે સામાન્યપણે તંદુરસ્ત અને સ્વસ્થ રહેશો. તમારા વિચારો આકરા અને દૃઢ હશે. સમાજ સેવાના મોરચે તમે ખૂબ જ ઉત્સાહપૂર્વક સહભાગી થાવ છો. તમારા ગુણો તથા કામને કારણે, તમને અપાર નામ અને કીર્તિ મળશે. તમારા જીવનમાં કેટલાક ચોક્કસ નિયમો છે. ગમે તેવી વિપરિત પરિસ્થિતિ સાથે કામ લેવા માટે તમે સક્ષમ હશો તથા તમામ અંતરાયો દૂર કરીને તમે ભાગ્યોદય પ્રાપ્ત કરશો. એકવાર તમે કશુંક કરવાનું નક્કી કરો છો, ત્યાર બાદ તમે તે કરીને રહો છો. તમે ન તો ભવિષ્યની ચિંતા કરો છો, ન તો તમને જીવનમાં આવતા સંઘર્ષની કોઈ પરવા છે. ઈશ્વરમાં તમને દૃઢ આસ્થા છે. આ કારણસર જ તમે બધું જ તેના પર છોડી દો છો. તમે અન્યોને સારા સલાહ-સૂચનો આપશો, પણ તમારી પોતાની બાબતમાં તમે બધું બહુ જ હળવાશથી લેશો. તમારા કામમાં, તમે ખૂબ જ ઈમાનદાર રહો છો. વધુમાં, તમારૂં મગજ સામાન્યપણે શાંત નહીં રહે. તમે ઘણું બધું જાણતા હશો તથા આ બાબત તમને લેખન, કળા ઉપરાંત સામાજિક ક્ષેત્રમાં વિશેષ સફળતા અપાવશે. મિત્રો વચ્ચે વધુ પડતી ઉદારતા તમને આર્થિક મુશ્કેલીમાં મુકી શકે છે. તમારી આવક કરતાં વધુ ખર્ચ કરવો એ તમારી ટેવ છે. તમે તમારી જન્મભૂમિથી દૂર હશો ત્યારે તમારી પ્રતિભા અને નસીબ ખૂબ ખીલશે. તમને જો વિદેશ જવાની તક મળશે, તો તેનાથી તમને લાભ થશે. તમે તમારૂં ભાગ્ય જાતે જ લખશો; ભલેને એમાં તમને તમારા પરિવારનો ટેકો મળે કે ન મળે. તમે વફાદાર છો એટલે તમારા ઘણા મિત્રો હશે. અભ્યાસની વાત છે ત્યાં સુધી, તમે તેમાં સારા હશો તથા તમને ફિલોસોફીમાં ખાસ રસ હશે. તમે આદર્શવાદી હશો તથા તમારા પોતાના વિચારોને પ્રસ્થાપિત કરશો. સંપત્તિ અને માન-પ્રતિષ્ઠામાંથી કોઈ એકની પસંદગી કરવાની પરિસ્થિતિ આવશે તો તમે માન-પ્રતિષ્ઠાની પસંદગી કરશો. તમે નોકરી તથા વેપાર બંનેમાં સફળતા પ્રાપ્ત કરી શકશો, પણ તમે નોકરી કરવાનું જ પસંદ કરશો. તમે જ્યાં પણ જશો તમારા ક્ષેત્રમાં ટોચના સ્થાને જ રહેશો. શારીરિક રીતે સખત મહેનત કરવાને બદલે કામ કઈ રીતે કરાવવું એમાં તમને મહારત પ્રાપ્ત હશે. આધ્યાત્મમાં વિશિષ્ટ રસ હોવાને કારણે, તમને ધન માટેની લાલસા નહીં હોય. જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા માટેના અનેક કાર્યક્રમોમાં તમે ભાગ લેશો તથા આ બાબત તમારા યશ-પ્રતિષ્ઠામાં વધારો કરશે. ઉચ્ચ વર્ગના લોકોનો તમારા મિત્રોની યાદીમાં સમાવેશ થતો હશે. તમારૂં ભૌતિક જીવન વૈભવ તથા આનંદથી સભર હશે અને તમે તેનો આનંદ લેશો
શિક્ષા ઔર આવક
તમારી માટે અનુકૂળ વ્યવસાયો છે - ફાર્માસ્યુટિકલ્સ; ડૅન્ટિસ્ટ; પ્રધાન; લૅક્ચરર; જ્યોતિષશાસ્ત્ર; પોલીસ અધિકારી; જાસૂસ; ન્યાયાધીશ; સૈનિક; જીવાણુઓ પર સંશોધન; અવકાશયાત્રી; વેપારી; રાજકારણી ; ગાયક; કાઉન્સેલર; દવા તથા ઔષધિ સંબંધિત વેપાર; બૉડીગાર્ડ અથવા સિક્યોરિટી; કુસ્તીબાજ; ગણિતજ્ઞ અથવા કૉમ્પ્યુટર નિષ્ણાંત; માનસશાસ્ત્રી; કોલસો કે પેટ્રોલિયમ સંબંધિત કામ; વગેરે.
પારિવારિક જીવન
તમે એવી વ્યક્તિ છો જેણે પોતાના બળે જ બધું પ્રાપ્ત કર્યું છે. તમને પરિવારનો ટેકો મળે કે ન મળે તેનાથી તમને કોઈ ફરક પડતો નથી. તમારૂં વૈવાહિક જીવન સામાન્યપણે સંતોષજનક હશે. એક સારા ટેકાદારના બધા જ ગુણ તમારા જીવનસાથીમાં હશે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
AstroSage TVSubscribe
- Horoscope 2026
- राशिफल 2026
- Calendar 2026
- Holidays 2026
- Shubh Muhurat 2026
- Saturn Transit 2026
- Ketu Transit 2026
- Jupiter Transit In Cancer
- Education Horoscope 2026
- Rahu Transit 2026
- ராசி பலன் 2026
- राशि भविष्य 2026
- રાશિફળ 2026
- রাশিফল 2026 (Rashifol 2026)
- ರಾಶಿಭವಿಷ್ಯ 2026
- రాశిఫలాలు 2026
- രാശിഫലം 2026
- Astrology 2026





