કુંભ સંક્રાંતિ 2025
હિન્દુ કેલેન્ડર મુજબ કુંભ સંક્રાંતિ 2025 અગિયારમા મહિનાનું પ્રતીક છે.આત્મા નો કારક સુર્ય ગ્રહ દરેક મહિને એક રાશિ માંથી બીજી રાશિ માં ગોચર કરે છે અને એની રાશિ પરિવર્તન કરવાની તારીખ ને સંક્રાંતિ ના રૂપમાં ઉજવામાં આવે છે.આ શુભ દિવસ ઉપર ગંગા સાથે પવિત્ર નદીઓ માં સ્નાન અને ધ્યાન કરવાનું બહુ મહત્વ છે.
हिंदी में पढ़े : राशिफल 2025
ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને
ક્યારે છે કુંભ સંક્રાંતિ
12 ફેબ્રુઆરી, 2025 ની રાતે 09 વાગીને 40 મિનિટ ઉપર સુર્ય દેવ મકર રાશિ માંથી નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે.આ રાશિ માંથી સુર્ય દેવ 14 માર્ચ સુધી રહેવાનો છે.હિન્દુ ધર્મ માં કુંભ સંક્રાંતિ ને બહુ શુભ અને પવિત્ર માનવામાં આવે છે.
બની રહ્યો છે શુભ યોગ
કુંભ સંક્રાંતિ ના દિવસે એક શુભ યોગ બની રહ્યો છે.એનાથી આ પાવન તૈહવાર નું મહત્વ વધારે વધી જાય છે.12 ફેબ્રુઆરી ની સવારે 08 વાગીને 06 મિનિટ થી શોભન યોગ ચાલુ થઇ રહ્યો છે અને એ પુરો 07 વાગીને 31 મિનિટ ઉપર થશે.આ રીતે કુંભ સંક્રાંતિ 2025 ની શુરુઆત શોભન યોગ થી થઇ રહી છે.
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
કુંભ સંક્રાંતિ ઉપર શું કરવું જોઈએ
- સંક્રાંતિ ના દિવસે ખાવાની વસ્તુઓ,કપડાં અને બીજી જરૂરત નો સમાન બ્રાહ્મણો કે પંડિતો ને દાન કરવું જોઈએ.
- આ દિવસે પવિત્ર નદી માં સ્નાન કરવા થી મોક્ષ મળે છે.
- કુંભ સંક્રાંતિ ના દિવસે શ્રદ્ધાળુ સાચા મન થી માં ગંગા ની પ્રાર્થના કરે અને ધ્યાન કરે.એવું કરવાથી સુખ-સમૃદ્ધિ આવે છે.
- જે વ્યક્તિ કુંભ સંક્રાંતિ ના દિવસે ગંગા નદી ના કિનારે સ્નાન કરવા નથી જઈ શકતા,એ યમુના,ગોદાવરી અને શિપ્રા જેવી નદીઓ માં ડુબકી લગાવી શકે છે.
- આ શુભ દિવસે ગાય ને ચારો ખવડાવો શુભ માનવામાં આવે છે.
Read in English : Horoscope 2025
કુંભ સંક્રાંતિ ઉપર કરવામાં આવતા રીતિ-રિવાજ
- પવિત્ર નદીઓ જેમકે ગંગા,યમુના અને ગોદાવરી વગેરે માં કુંભ સંક્રાંતિ ના દિવસે સ્નાન કરવાનું બહુ મહત્વ છે.આવું કરવાથી તમારા બધાજ પાપ ધોવાય જાય છે,આત્મા શુદ્ધ થાય છે અને અધિયાત્મિક શાંતિ મળે છે.
- આ દિવસે મંદિર માં જઇને પુજા-અર્ચના કરવાથી ભક્તો ની બધીજ મનોકામના પુર્ણ થઇ જાય છે.સંક્રાંતિ ઉપર દેવી દેવતાઓ ખાસ કરીને માં ગંગા ને ફુલ,ફળ વગેરે ચડાવે છે.
- આ શુભ દિવસ ઉપર દાન કરવાથી બહુ લાભ થાય છે.તમે ગરીબો ને અનાજ નું દાન કરી શકો છો અને ગાય ને પણ ભોજન કરાવી શકો છો.
- કુંભ સંક્રાંતિ 2025 ઉપર શ્રદ્ધાળુ વ્રત રાખે છે અને પોતાનું ઉત્તમ આરોગ્ય,સુખ-શાંતિ માટે પ્રાર્થના કરે છે.
કુંભ સંક્રાંતિ નું સાંસ્કૃતિક મહત્વ
કુંભ સંક્રાંતિ એ આધ્યાત્મિક રીતે શુદ્ધ બનવાની તક છે. ગંગા નદીને આત્મા અને શરીરને સંપૂર્ણપણે શુદ્ધ કરવા માટે માનવામાં આવે છે અને આ સંક્રાંતિ પર, માતા ગંગાની ખાસ કરીને પૂજા કરવામાં આવે છે અને ગંગાના પવિત્ર જળમાં સ્નાન કરવામાં આવે છે. કુંભ સંક્રાંતિ નિમિત્તે અનેક સ્થળોએ મેળા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. આ તહેવાર મોક્ષ પ્રાપ્તિ તરફ પ્રગતિનું પ્રતીક પણ છે.
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
ક્યાં-ક્યાં ઉજવામાં આવે છે કુંભ સંક્રાંતિ
જો કે ભારતના ઘણા ભાગોમાં કુંભ સંક્રાંતિ વ્રત મનાવવામાં આવે છે, પરંતુ પૂર્વ ભારતમાં આ દિવસ ખૂબ જ ઉત્સાહ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. પશ્ચિમ બંગાળમાં આ દિવસથી ફાલ્ગુન માસ શરૂ થાય છે. આ તહેવાર મલયાલમ કેલેન્ડર મુજબ માસી માસમ તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષની જેમ, કુંભ સંક્રાંતિ 2025 પર, ભક્તો પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરવા માટે અલ્હાબાદ, ઉજ્જૈન, નાસિક અને હરિદ્વાર જેવા શહેરોમાં જાય છે.
તમારી કુંડળી માં પણ છે રાજયોગ? જાણો તમારી રાજયોગ રિપોર્ટ
કુંભ સંક્રાંતિ ની પુજા વિધિ
સંક્રાંતિ ના દિવસે સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરે કરી લો અને પછી તાંબા ના લોટા માં પાણી અને તિલ નાખીને સુર્ય દેવ ને અર્ધ્ય આપો.એના પછી ભગવાન વિષ્ણુ ને ફળ,ફુલ,ધુપ,દીવો,અક્ષત અને ઘાસ ચડાવો.પુજા માં છેલ્લે ભગવાન વિષ્ણુ ની આરતી જરૂર કરો.
કુંભ સંક્રાંતિ ની કથા
એકવાર દેવતાઓ અને રાક્ષસો ને મંદાર પર્વત અને વાસુકી નાગ ની મદદ થી શ્રી સાગર થી અમૃત કલસ ને કાઢવાનો નિર્ણય લીધો.આ પર્વત ને કાચબા ના રૂપમાં ભગવાન વિષ્ણુ એ પોતાની પીઠ ઉપર ધારણ કર્યો હતો અને આ રીતે વિષ્ણુજી એ કૂર્માવતાર લીધેલો હતો.સમુદ્ર મંથન દરમિયાન એક પછી એક ઘણા અનમોલ વસ્તુઓ નીકળી અને છેલ્લે અમૃત નો ઘડો નીકળ્યો.દેવતાઓ ને ચિંતા હતી કે રાક્ષસ આ અમૃત ઘડા ની ઉપર પોતાનો કબ્જો નહિ કરી લે અને એમને કઈ નહિ મળે.રાક્ષસો અને દેવતાઓ વચ્ચે અમૃત ને લઈને ચાલી રહેલા વિવાદ દરમિયાન અમૃત ની ટીપા ઘડા માંથી ધરતી ના ચાર જગ્યા એ હરિદ્વાર,પ્રયાગરાજ,ઉજ્જૈન અને નાસિક માં પડ્યા.કુંભ સંક્રાંતિ ના દિવસે આ અમૃત ધરતી ઉપર પડ્યું હતું.આ રીતે બધાજ સ્થાન પવિત્ર બની ગયા અને આ રીતે કુંભ સંક્રાંતિ 2025 ને પાપો થી મુક્તિ દેવાનું પ્રતીક બની ગયા.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
કુંભ સંક્રાંતિ ઉપર રાશિ મુજબ ઉપાય
તમે કુંભ સંક્રાંતિ ના દિવસે પોતાની રાશિ મુજબ નિમ્ન ઉપાય કરી શકો છો:
- મેષ રાશિ : તમે અગ્નિ સાથે સબંધિત વસ્તુઓ જેમકે લેમ્પ કે મીણબત્તી વગેરે નું દાન કરો.
- વૃષભ રાશિ : આ રાશિ વાળા લોકો કુંભ સંક્રાંતિ ઉપર ગરીબ અને જરૂરતમંદ લોકોને કપડાં અને અનાજ નું દાન કરો.એનાથી તમારા જીવનમાં સુખ-સંપત્તિ આવશે.
- મિથુન રાશિ : તમે પુસ્તકો નું દાન કરો અને વિદ્યાર્થી ની મદદ કરો.
- કર્ક રાશિ : તમે પાણી સાથે સબંધિત વસ્તુઓ જેમકે પીવા નું પાણી કે એકવારીયમ નું દાન કરો.
- સિંહ રાશિ : તમે અનાથ બાળકો ને કે મંદિર માં સોનાની વસ્તુઓ ને ભેટ માં આપો.
- કન્યા રાશિ : તમે એવા સંસ્થાનો ને દાન કરો જે બીમાર કે વૃદ્ધ લોકો ની સેવા કે મદદ કરી શકે છે.
- તુલા રાશિ : તમે સફેદ કપડાં,મીઠાઈ અને દહીં નું દાન કરો.
- વૃશ્ચિક રાશિ : તમે લાલ કલર ના કપડાં,દાળ કે તાંબા ની વસ્તુઓ નું દાન કરો.
- ધનુ રાશિ : જો તમારી ધનુ રાશિ છે તો તમે ભગવાન વિષ્ણુ ની પુજા કરો.
- મકર રાશિ : તમે કાળા તિલ ના બીજ,તેલ કે નીલા કલર ની વસ્તુઓ ને મંદિર કે જરૂરતમંદ લોકોને દાન કરો.
- કુંભ રાશિ : તમે કાળા કલર ના કપડાં અને કાળા તિલ નું દાન કરો.
- મીન રાશિ : તમે પીળા કલર ના કપડાં,હળદર કે પુસ્તક નું દાન કરો.
પિતૃ દોષ થી મુક્તિ મેળવા માટે કુંભ સંક્રાંતિ ઉપર કરો દાન
જો તમારી કુંડળી માં પિતૃ દોષ છે,તો તમેકુંભ સંક્રાંતિ 2025 ના દિવસે નિમ્ન વસ્તુઓ નું દાન કરી શકો છો:
- સીધું દાન : એક થાળી માં લોટ,તેલ,મીઠું,ભાત,ઘી,ગોળ અને દાળ રાખો.આ બધીજ વસ્તુઓ ને સંક્રાંતિ ના દિવસે મંદિર માં દાન કરો.આને આમાન દાન પણ કહેવામાં આવે છે અને આ ઉપાય ને કરવાથી પિતૃ દોષ થી મુક્તિ મળે છે અને અટકેલા કામ પુરા થાય છે.
- કપડાં નું દાન : કુંભ સંક્રાંતિ ના દિવસે કપડાં અને અનાજ નું દાન કરવું જોઈએ.એવું કરવાથી મૃત્યુ પછી મોક્ષ મળે છે.તમે અનાજ,કપડાં,પાકેલા ભોજન અને કંબલ વગેરે નું દાન કરો.
- પાંચ ફળો નું દાન : કુંભ સંક્રાંતિ ના દિવસે મોસમ મુજબ પાંચ ફળો ને મંદિર માં દાન કરો.એનાથી તમને ઉધારી માંથી મુક્તિ મળી શકે છે.
- તાંબા નું દાન : આ શુભ દિવસે તાંબા કે તાંબા થી બનેલી વસ્તુઓ નું દાન કરવાથી સુર્ય અને મંગળ સાથે સબંધિત દોષ દુર થાય છે.એની સાથે જ તમે લાલ કલર ના કપડાં નું દાન પણ કરી શકો છો.
- તિલ દાન : આ દિવસે કાળા તિલ નું દાન પણ કરી શકો છો.
કુંભ સંક્રાંતિ ઉપર કરો આ જ્યોતિષય ઉપાય
- આ સંક્રાતિ ઉપર આદિત્ય હૃદય સ્ત્રોત નો પાઠ કરો.એના સિવાય તમે સુર્ય ચાલીસા નો પાઠ પણ કરી શકો છો.સુર્ય દેવ ની પુજા કરો,સુર્ય દેવ ની આરતી કરો અને સુર્ય મંત્ર નો જાપ કરો.
- કુંભ સંક્રાંતિ ઉપર દાન કરવાનું ખાસ મહત્વ છે.આ દિવસે બ્રાહ્મણ અને જરૂરતમંદ લોકો ને ઉન ના ગરમ કપડાં અને અનાજ નું દાન કરો.આ મોકો ઘી નું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે.
- સુર્ય દેવને પ્રસન્ન કરવા માટે ગરીબ બાળકો ને ફળ વેંચો.
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો: ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમને આશા છે કે તમને અમારો લેખ ગમ્યો હશે. જો એમ હોય તો કૃપા કરીને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરો. આભાર!
વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો
1. કુંભ સંક્રાંતિ શું હોય છે?
આ દિવસે સુર્ય મકર રાશિ માંથી કુંભ રાશિ માં પ્રવેશ કરે છે.
2. 2025 માં કુંભ સંક્રાંતિ ક્યારે છે?
12 ફેબ્રુઆરી, 2025 ના દિવસે કુંભ સંક્રાંતિ ઉજવામાં આવશે.
3. કુંભ સંક્રાંતિ ને સુર્ય કઈ રાશિમાં પ્રવેશ કરે છે?
આ દિવસે સુર્ય કુંભ રાશિમાં ગોચર કરે છે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2026
- राशिफल 2026
- Calendar 2026
- Holidays 2026
- Shubh Muhurat 2026
- Saturn Transit 2026
- Ketu Transit 2026
- Jupiter Transit In Cancer
- Education Horoscope 2026
- Rahu Transit 2026
- ராசி பலன் 2026
- राशि भविष्य 2026
- રાશિફળ 2026
- রাশিফল 2026 (Rashifol 2026)
- ರಾಶಿಭವಿಷ್ಯ 2026
- రాశిఫలాలు 2026
- രാശിഫലം 2026
- Astrology 2026






