Personalized
Horoscope
  • Talk To Astrologers
  • Talk To Astrologers
  • Product offer
  • Brihat Horoscope
  • Personalized Horoscope 2024
  • Live Astrologers
Home » 2014 » Rashi Bhavishya 2014 - Gujarati Horoscope 2014 Published: November 26, 2013

Rashi Bhavishya 2014 - Gujarati Horoscope 2014 - Gujarati Astrology 2014

Start your year with our Rashi Bhavishya 2014 and get things ready in advance. Rashi bhavishya 2014 will help you in planning and preparing your year. See how the stars have planned the 2014 for you and work out the year accordingly. Gujarati Horoscope 2014 has all the information that will help you lead a smooth year. Every aspect of your life like, career, family, love life, finance health and education has been covered in Rashi Bhavishya 2014.

With our Rashi Bhavishya 2014, you will know in advance which aspect of your life will pose you troubles and which will wins you gifts.

Gujarati Horoscope 2014 has been written keeping in mind your Moon signs. AstroSage's best astrologers have worked on writing this horoscope. We guarantee you that the content provided in Gujarati Horoscope is precise and concise. With our Gujarati Horoscope 2014 you will be able to smoothen out any road bump that you may face in 2014 by preparing for it in advance. If you find our that you may have issues with family or issues with health or any aspect for that matter, know in advance from Rashi Bhavishya 2014. Give your worries a back seat and have a happy 2014.

Note: These predictions are based on your Moon sign. If you are not sure about your moon sign, please visit the following page - AstroSage Moon Sign Calculator.

રાશી ભવિષ્ય 2014 - 2014નું ભવિષ્યકથન ફલજ્યોતિષ

2014 માટેનું ભવિષ્યકથન હવે એસ્ટ્રોસેગ પર ઉપલબ્ધ છે. દર વર્ષની જેમ, અમે તમને 2014નું ભવિષ્યકથન આપવાનો શ્રેષ્ઠતમ પ્રયાસ કર્યો છે. જ્યોતિષશાસ્ત્રના વેદિક નિયમો પર 2014 માટેનું ભવિષ્યકથન આધરિત છે. ફલજ્યોતિષ 2014માં, તમેન જીવનના તમામ પાસાં અંગેના આગાહીઓ જાણવા મળશે. અનેક જ્યોતિષીઓ, કંપનીઓ તથા વેબસાઈટ્સ છે જે તમને ભવિષ્યકથન 2014 આપી રહી છે, પણ આ બધા વચ્ચે વિશ્ર્વાસપાત્ર માહિતી સૂત્ર શોધવું મુશ્કેલ છે. એસ્ટ્રોસેગ 2014 વરતારો તમામ બાબતો મગજમં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. વિશ્વમાં ઉપલબ્ધ 2014ના ભવિષ્યકથનની ભીડમાં, અમે તમને સંતુષ્ટ કરવા અમારા શ્રેષ્ઠ પ્રયાસ કર્યા છે. 2014ના આ ફલજ્યોતિષ સાથે, તમે કંઈક લાભ તો જરૂર મેળવી શકશો. વરતારો 2014 તમને તમામ આયોજન અગાઉથી કરી લેવામાં મદદ કરશે. હવે તમે તમારૂં ભવિષ્ય અગાઉથી જાણશો. આથી, તમે સજ્જ રહેશો અને ભવિષ્યને સુરક્ષિત કરી શકશો. 2014નું ભવિષ્યકથન અમારા નિષ્ણાંત જ્યોતિષીઓ દ્વારા તૈયાર કરાયું છે. તમારી માટે શ્રેષ્ઠતમ આપવા તેમણે પોતાના વર્ષોના અનુભવનો ઉપયોગ કર્યો છે. ભવિષ્યકથનમાં, તમે જાણી શકશો કે આવનારૂં વર્ષ તમારી માટે કેવું હશે. વધુમાં, જીવનના દરેક પાસાને તે વિસ્તારપૂર્વક સમજાવશે. જેમ કે પ્રેમ જીવન, પારિવારિક જીવન, કારકિર્દી, નોકરી, નાણાં અથવા બધું જ 2014ના આ ભવિષ્યકથનમાં, તમે વાંચવાની શરૂઆત કરશો ત્યારે, સૌ પ્રથમ તો તે તમને આગામીપ્રે વર્ષ વિશેનો સામાન્ય ચિતાર આપશે. આગળ જતાં, 2014નું ભવિષ્યકથન તમને તમારા અંગત જીવનની આગાહીઓ તરફ લઈ જશે, જે તમને ઘરમાંના સંઘર્ષથી દૂર રહેવામાં મદદ કરશે. કેમ તે, જો એવું કંઈ થવાનું હશે તો તે અંગે તમે અગાઉથી જાણી લેશો. એ પછી, ફલજ્યોતિષ તમારૂં ધ્યાન તમારા પ્રેમ જીવન તરફ દોરશે. પ્રેમ એ વ્યક્તિન જીવનનું અતિ મહત્ત્વનું તત્વ છે. જો, તમારા જીવનમં પ્રેમ ન બોય તો બધું જ પોકળ સાબિત થાય છે. આથી, 2014ના તમારા ભવિષ્યકથનની આગાહીઓ તમને સમજાવશે કે આવનાર સમયમાં તમારૂં પ્રેમ જીવન કેવું છે અને તેમ કઈ રીતે તેને સંતુલિત કરી શકશો. . એ પછી એવું જ અતિ મહત્ત્વનું તત્વ આવે છે, અને તે છે, કારકિર્દી. આપણે બધા જ આપણા જીવનમાં કરકિર્દીનું મહત્વ જાણીએ છીએ. આથી, 2014ના ફલજ્યોતિષની આગાહીઓ તમને એમાં સારી રીતે કામ આવશે. વધુમાં, આપણે જો તમારા કાર્ય સ્થળ વિશે વાત કરીએ. એ સહુલિયતભર્યું અને નિરાંતનો અનુભવ કરાવનારૂં રહેશે. 2014 ભવિષ્યકથનની આગાહીઓ તેને દર વખતે એવી જ રાખશે. મૂડી રોકાણને લગતા ખોટા નિર્ણયને કાણે તમને ક્યારે ખોટ સહન કરવી પડે તે કહેવાય નહીં. આથી, તમારી આર્થિક પરિસ્થિતિ માટે ફલજ્યોતિષ 2014ની આગાહીઓ અહીં છે, જેથી તમે નક્કી કરી શકો કે તમારી અસ્ક્યામતો માટે શ્રેષ્ઠ શું છે.

નોંધઃ આ આગાહીઓ તમારી ચંદ્ર રાશિ પર આધારિત છે. જો તમે તમારી ચંદ્ર રાશિ વિશે ન ડણતા હો તો, કૃપા કરી અહીં ક્લિક કરોઃ એસ્ટ્રોસેગ ચંદ્ર રાશિ કેલ્ક્યુલેટર.

મેષ રાશી ભવિષ્ય 2014 ફલજ્યોતિષ (Mesh Rashi Bhavishya 2014)

Mesh Rashi Bhavishya

મેષ રાશિના જાતકો માટે 2014નું વર્ષ સારૂં રહેશે. ભવિષ્યકથન 2014 ફલજ્યોતિષ આગાહી કરે છે કે પારિવારિક જીવન આનંદમય રહેશે. આમ છતાં, શનિ અને રાહુ સાતમા સ્થાને છે. જેને કારણે 2014માં તમારા જીવનસાથી સાથે કેટલાક મતભેદ પડતા રહેશે. વળી, તેને કારણે તમારા જીવનસાથીને સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ ઊભી થશે, એવું 2014ના ભવિષ્યકથનની આગાહી કહે છે. સ્વાસ્થ્યની વાત આવે ત્યારે, 2014 ફલજ્યોતિષ આગાહી કરે છે કે તેમાં તેમને કેટલાક ચડાવઉતાર જોવા મળશે.આથી, રોગમુક્ત રહેવામાટે તમારે વધુ સાવધ રહેવું પડશે. વળી, પ્રેમ-જીવન માટે પણ આ સારો સમય છે. પણ, આંતરજ્ઞlતીય સંબંધો માટે આ સમય યોગ્ય નથી. માટે, જો તમારા જીવનમાંનું પ્રિયપાત્ર તમારી જ્ઞlતિનું ન હોય તો તમારાં પગલાં અંગે સાવધ રહેવું જરૂરી છે. વ્યાવસાયિક મોરચે, આ વર્ષ તમને પદોન્નતિ અપાવનારૂં નીવડી શકે છે. ભવિષ્યકથન 2014ની આગાહીઓ કહે છે કે આર્થિક રીતે તમે હકારાત્મક સમયના સાક્ષી બનશો. તમે જો ઉચ્ચ શિક્ષણ માટે જવા માગતા હો તો, તમને ખૂબ જ હકારાત્મક પરિણામ જોવા મળશે. ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે જૂન 2014 પછીનો સમય ખૂબ જ અનુકૂળ છે. ઉપાયાત્મત પગલાં તરીકે કાળા રંગની ગાયની સેવા કરો. હવે, વૃષભ વિશે વાત કરીએ.

વૃષભ રાશી ભવિષ્ય 2014 ફલજ્યોતિષ (Vrushabh Rashi Bhavishya 2014)

Vrushabh Rashi Bhavishya

વૃષભ રાશિના જાતકો માટે 2014 આશ્ચર્યોથી ભરપૂર રહેશે. 2014 માટેના તમારા ભવિષ્યકથનના ફલજ્યોતિષ મુજબ, તમે તમારા પ્રિયપાત્રો માટે કંશુંપ ખાસ વિચારશો. 2014 ફલજ્યોતિષ મુજબ, આને કારણે તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. જો તમે અગાઉથી જ કઈક રોગથી પીડાતા ન હો તો આ વર્ષ તંદુરસ્તીની દૃષ્ટિએ તમારી માટે ખૂબ જ સારૂં રહેશે. તમે જો કોઈ જૂની બીમારીથી ત્રસ્ત હશો તો પણ તેમાં સુધારો થવાની અપેક્ષા રાખી શકાય છે. પ્રેમ-જીવન માટે આ સારો સમય છે, અલબત કેટલાંક નાના-મોટા મતભેદો પડી શકે છે. 2014ની આગાહી સૂચવે છે કે તમે જો કેટલીક બાબતોમાં બોલાચાલી ટાળી શકો તો સારૂં. 2014ના ભવિષ્યકથનના વરતારા મુજબ,કારકિર્દી માટે આ હકારાત્મક સમય છે. નોકરી વગરનાઓને નોકરી મળવાની શક્યતા છે, જો કે, વ્યાપાર-ધંધા સાથે સંકળાયેલાઓને વધુ મહેનત કરવી પડશે, કેમ કે વધુ પ્રયાસો કર્યા વિના તમને વધુ હકારાત્મક પરિણામો નહીં મળે. તમે જો સખત મહેનત કરશો તો , તમારા મોટા ભાગના પ્રયાસો ફળદાયી સાબિત થશે. આર્થિક રીતે, 2014 તમારી માટે અનુકૂળ છે. 2014ના ભવિષ્યકથન મુજબ, વર્ષના પૂર્વાર્ધમાં નાણાંની બચત કરવાની સારી શક્યતા છે. બીજી તરફ, વર્ષના ઉત્તરાર્ધમાં આવકમાં વધારો થવાની શક્યતા જોવાય છે. 2014ના ફલજ્યોતિષ મુજબ, વિદ્યાર્થીઓને સારા પરિણામ મળશે. ઉપાયાત્મક પગલાં તરીકે, 2014ને વધુ ફળદાયી બનાવવા માટે કુમારિકાઓની સેવા કરો. હવે, જોઈએ કે 2014માં મિથુન રાશિ માટે શું છે.

મિથુન રાશી ભવિષ્ય 2014 ફલજ્યોતિષ (Mithun Rashi Bhavishya 2014)

Mithun Rashi Bhavishya

મિથુન રાશિના લોકો માટેના 2014ના ભવિષ્યકથનની આગાહી જણાવે છે કે આ વર્ષ તેમની માટે અનુકૂળ રહેશે. 2014માં પરિવારમાં કેટલાક મહત્વના પ્રસંગો યોજાશે. વધુમાં, વિવાહ અથવા બાળજન્મની પણ પ્રબળ શક્યતા છે. આમ છતાં, તમારી તંદુરસ્તી પર નજર રાખજો. તમને કોઈ મોટી બીમારી નહીં થાય, પણ ઋતુ પ્રમાણે આવતા રોગો તમને સમયાંતરે તકલીફ આપશે. 2014ની આગાહીઓ સૂચવે છે કે પ્રેમને લગતી બાબતમાં જિદ્દી વલણ ન રાખતા. અન્યથા, તમારૂં પ્રિયપાત્ર અન્ય કોઈની તરફ આકર્ષાઈ શકે છે. 2014ના તમારા ફલજ્યોતિષ મુજબ, તમારા કરતાં સામાજિક સ્તરે સદંતર અલગ હોય એવી કોઈ વ્યક્તિ તરફ તમે કદાચ આકર્ષણ અનુભવશો. ધંધા અને નોકરી માટે આ સારો સમય છે. વળી, આર્થિક રીતે પણ આ હકારાત્મક સમય છે. 2014ના ભવિષ્યકથન મુજબ, તમે બેકારીથી મુક્તિ મેળવશો અથવા તમને પ્રમોશન મળશે. વળી, આર્થિક રીતે પણ આ હકારાત્મક સમયગાળો છે. 2014ના ભવિષ્ટકથન મુજબ, તમારા આવકના સાધનો પણ વધી શકે છે. જોખમી રોકાણથી દૂર રહેવાની સલાહ છે. વિદ્યાર્થીઓ માટે 2014 સારૂં રહેશે. ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ માટે સમય સારો છે, એમ 2014નું ફલજ્યોતિષ કહે છે. આ વર્ષમાં તમારી શક્યતાઓ વધારવા મંદિરમાં બદામનું દાન કરો. હવે, એક નજર કરીએ કર્ક રાશિના જાતકો માટે 2014 કેવું રહેશે તેના પર.

કર્ક રાશી ભવિષ્ય 2014 ફલજ્યોતિષ (Kark Rashi Bhavishya 2014)

Kark Rashi Bhavishya

કર્ક રાશિના જાતકો તમારી માટે 2014 મિશ્ર ફળદાયી રહેશે. 2014ના ભવિષ્યકથન મુજબ, વર્ષના શરૂઆતના ભાગમાં તમારે કેટલીક મુશ્કલીઓનો સામનો કરવાનો આવશે. રાહુ અને શનિ ચોથા સ્થાને હોવાથી તમારી માનસિક શાંતિ ખોરવી નાખશે. ભવિષ્યકથન 2014 ફલજ્યોતિષ આગાહી કરે છે કે ગૃહ જીવનને લીધે તમે તાણમાં રહેશો. 2014માં પરિવારના સભ્યો સાથે તમારા અણબનાવની શક્યતા છે. આ બાબત તમારી તાણમાં વધારો કરશે. સમય નોકરી, સ્વાસ્થ્ય, શિક્ષણ અને પ્રવાસ માટે પણ અનુકૂળ નથી. આવી પરિસ્થિતિમાં તમારે તમારા સ્વાસ્થ્ય અંગે સદૈવ જાગૃત રહેવું પડશે. તમારા વરિષ્ઠો સાથે કોઈ પણ પ્રકારની નિરર્થક ચર્ચા ટાળવી, બને ત્યાં સુધી કારણવગર પ્રવાસ પણ ટાળજો. આમ છતાં, વર્ષનો ઉત્તરાર્ધ ખૂબ જ સારો પૂરવાર થશે. તબક્કાવાર તમારી સમસ્યાઓ દૂર થશે. 2014ની આગાહી કહે છે કે ધાર્મિક તથા આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તમારી માટે શાંતિ લાવશે. વર્ષના ઉત્તરાર્ધમાં, તમારા અભ્યાસનું સ્તર સુધરશે તથા ઉચ્ચ અભ્યાસ માટેના તમારા પ્રયાસોમાં તમને સફળતા મળશે. સમસ્યાઓને દૂર કરવા ગાયને દૂધ સાથે ચોખા ભેળવીને ખવડાવો. ચાલો હવે સિંહની વાત કરીએ.

સિંહ રાશી ભવિષ્ય 2014 ફલજ્યોતિષ (Singh Rashi Bhavishya 2014)

Singh Rashi Bhavishya

સિંહ રાશિના જાતકો તમને વર્ષના પૂર્વાર્ધમાં વિવિધ અનુકૂળ પરિણામો મળશે. 2014નું ભવિષ્યકથન આગાહી કરે છે કે તમારા પરિવારના સભ્યો આ સમયગાળા દરિમયાન આનંદમાં રહેશે. 2014માં આવકના સાધનોમાં સુધારો થશે. મિત્રો તથા સંબંધીઓ તરફથી તમને ભરપૂર સાથ-સહકાર મળશે. 2014ની ફલજ્યોતિષની આગાહી મુજબ, સંતતિ અને શિક્ષણ માટે પણ આ સમય અનુકૂળ છે આમ છતાં, પાંચમા સ્થાનમાં શનિને કારણે તમને સંતાનોને લગતી ચિંતા રહેશે, જો કે, બધી જ સમસ્યાઓ સમયસર ઉકેલાતી રહેશે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ આ ઉત્તમ સમય છે. ભવિષ્યકથન 2014 કહે છે કે લાભદાયક તકો પણ કદાચ તમારી તરફ આવશે. 2014ના ફલજ્યોતિષ મુજબ, તમે વ્યાવસાયિક મોરચે સારો દેખાવ કરશો. 2014માં પ્રમોશનની પણ શક્યતા જોવાય છે. મનવાંછિત પ્રવેશ પરીક્ષામાં વિદ્યાર્થીઓ સફળતા પ્રાપ્ત કરશે, આમ છતાં, વર્ષના ઇત્તરાર્ધમાં ખર્ચનું પ્રમાણ વધી શકે છે. વળી, આ સમય તંદુરસ્તીના દૃષ્ટિકોણથી એટલો સારો નથી. તમારે કદાચ કેટલાક બિનજરૂરી પ્રવાસો કરવાના થશે. પાણી અને પીપળાનું વૃક્ષ ઉપાયાત્મક પગલાં છે. ચાલો હવે કન્યાની ચર્ચા કરીએ.

કન્યા રાશી ભવિષ્ય 2014 ફલજ્યોતિષ (Kanya Rashi Bhavishya 2014)

Kanya Rashi Bhavishya

સમગ્રતઃ 2014 તમારી માટે લાભદાયી વર્ષ છે. 2014માં, ઘરમાં હકારાત્મક વાતાવરણ રહેશે. તમે પ્રસન્ન અને સ્વસ્થ રહેશો. આમ છતાં, અમારૂં તમને સૂચન છે કે તમારી જીભને અંકુશમાં રાખજો. વધુમાં, તમારે બિનજરૂરી ખર્ચ ટાળવાની જરૂર છે. 2014નો ઉત્તરાર્ધ ખાસ કરીને પ્રેમ પ્રકરણો તથા વિવાહ માટે સારો છે. ભવિષ્યકથન 2014 મુજબ, તમારા વ્યવસાયમાં તમે કશુંક આસાધારણ કરશો. પ્રમોશન પણ શક્ય છે. 2014માં તમને વધુ તકો પ્રાપ્ત થશે. જો કે, શનિ અને રાહુ બીજા ઘરમાં છે. આથી, નાણાંની બચત કરવામાં તમને કેટલીક મુશ્કેલીઓ આવશે. જો કે, જુલાઈમાં રાહુનું ભ્રમણ બચત કરવામાં તમારી મદદ કરશે તથા આ ભ્રમણ તમારા સ્વાસ્થ્ય માટે પણ સારૂં છે. 2014નું ફલજ્યોતિષ આગાહી કરે છે કે, વિદ્યાર્થીઓને સાનુકુળ પરિણામો મળશે. તમારી માટે પરિસ્થિતિ હકારાત્મક બનાવવા માટે કપાળ પર કેસરનું તિલક લગાડો. હવે એક દૃષ્ટિ તુલા પર કરીએ.

તુલા રાશી ભવિષ્ય 2014 ફલજ્યોતિષ (Tula Rashi Bhavishya 2014)

Tula Rashi Bhavishya

2014 પાસેથી તમે મિશ્રફળની આપેક્ષા રાખી શકો છે. તમે સ્વભાવે આધ્યાત્મિક હશો તો તમારા પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ સર્જી શકશો કેમ કે તમારા નવમા સ્થાનમાં ગુરૂ તમારા સૌભાગ્યને દૃઢ કરશે. જો કે, જુલાઈમાં, રાહુના ભ્રમણ બાદ, સ્વાસ્થ્યને લગતા પ્રશ્ર્નો ઉકેલાશે. પ્રેમ સંબંધિત બાબતો માટે આ સારૂં વર્ષ છે. આમ છતાં, તમારા વૈવાહિક જીવનમાં કેટલીક સમસ્યાઓ સર્જાશે. 2014નું ભવિષ્યકથન સૂચવે છે કે મહત્વનાં ન હોય તેવા કોર્ટને લગતા મામલાઓથી સંભાળવું, આ બાબત સમય અને નાણાંના વેડફાટમાં પરિણમશે. 2014માં વ્યાવસાયિક મોરચે તમારે કદાચ સમસ્યાઓનો સામનો કરવો પડશે. પણ કેટલાક વિઘ્નો બાદ અમુક બાબતોમાં તમને સફળતા મળશે. આર્થિક દૃષ્ટિએ, 2014 સરેરાશ વર્ષ છે. વિદ્યાર્થીઓ સખત મહેનત કરશે તો તેમને અનુકૂળ પરિણામો મળવાની શક્યતા છે. વિદેશમાં અભ્યાસાર્થે જવાની ઈચ્છતા ધરાવનારાઓ માટે હકારાત્મક સમય છે. ઉપાયાત્મક પગલાં તરીકે, વાનરોની સેવા કરવાથી ફાયદો થશે. સાથે, માંસાહાર અને શરાબનું સેવન ટાળજો. હવે વૃશ્ચિક વિશે વાત કરીએ.

વૃશ્ચિક રાશી ભવિષ્ય 2014 ફલજ્યોતિ (Vrushchik Rashi Bhavishya 2014)

Vrushchik Rashi Bhavishya

2014ના તમારા ફલજ્યોતિષ મુજબ, વર્ષની શરૂઆતમાં ગુરૂ તમારા આઠમા ઘરમાં રહેશે. 2014ના શરૂઆતના ગાળામાં, હકારાત્મક પરિણામો લાવવા માટે તમારે , સખત મહેનત કરવી પડશે. 2014નું ભવિષ્યકથન કહે છે કે પરિવારનો કઈ સભ્ય વિચિત્ર રીતે વર્તશે. સાવધ રહેજો કેમ કે અસુરક્ષિતતાની લાગણીની અસર તમારા સ્વાસ્થ્ય પર પણ પડી શકે છે. 2014નું તમારૂં ભવિષ્યકથન સૂચવે છે કે શક્ય હોય તો કોર્ટને લગતી બાબતોથી દૂર રહેજો. બિનજરૂરી મુસાફરી પણ તમારી માટે સારી નથી. પ્રેમસંબંધમાં પણ વિસંવાદિતતાની શક્યતા છે. સખત મહેતન પણ ધાર્યું પરિણામ નહીં આપે. જો કે, 2014નો ઉત્તરાર્ધ સુધારો લાવશે કેમ કે આ તબક્કામાં ગુરૂ તમારા નવમા ઘરમાં હશે. જુલાઈમાં રાહુ તમારા 11માં ઘરમાં પહોંચશે. આ ભ્રમણ તમારી માટે સુધારો લાવશે. પરિણામ સ્વરૂપે, વિદ્યાર્થીઓ સારા પરિણામની આશા રાખી શકે છે, તથા તમારી આવકમાં પણ વૃદ્ધિ થશે. ઘી અને બટાટાંનું દાન તમારી માટે કલ્યાણકારી રહેશે. ધન રાશિ પર નજર નાખીએ.

ધન રાશી ભવિષ્ય 2014 ફલજ્યોતિષ (Dhanu Rashi Bhavishya 2014)

Dhanu Rashi Bhavishya

2014નો પહેલો ભાગ તમારી માટે બહુ સારો રહેશે. 2014નું તમારૂં ફલજ્યોતિષ આગાહી કરે છે કે કુટુંબમાં સુખ-શાંતિ રહેશે. તમે તરોતાજા થઈ ગયાનું અનુભવશો. શનિ અને રાહુ તમારા નવમા ઘરમાં સ્થિત છે જે તમારી પ્રગતિનું સૂચન કરે છે. પણ, શનિનું ઉપરના ઘરમાં અવરોહણ તમારામાં કેટલીક નકારાત્મકતાઓ પેદા કરશે. આથી. કોઈ નકારાત્મક પગલું કે ખરાબ ટેવને દૂર રાખવા પર તમરૂં ધ્યાન કેન્દ્રિત હોવું જોઈએ. 2014નું તમારૂં ભવિષ્યકથન કહે છે કે, પ્રેમ અને લગ્ન સંબંધિત બાબતોમાં તમને ધાર્યું પરિણામ મળી શકે છે. આમ છતાં, પાંચમા ઘરમાં શનિની અસર ક્યારેક તમારા પ્રિયપાત્ર સાથે કેટલાક વિવાદો સર્જશે. વ્યાવસાયિક રીતે આ હકારાત્ક ગાળો છે. વિદ્યાર્થીઓને તેમની સખત મહેનતનું ફળ મળશે. જો કે, વર્ષના ઉત્તરાર્ધમા જીવનના દરેક મોરચે તમારે સમસ્યાનો સામનો કરવાનું થશે. ભવિષ્યકથન મુજબ, સાવચેતીપૂર્વકનું રોકાણ સમજદારીભર્યું ગણાશે. ઝડપથી નાણાં બનાવવાની લાલચથી બની શકે એટલા દૂર રહેજો. નોકરી કરનારાઓએ ખૂબ જ સંભાળવું. તમારે નોકરી બદલવી પડે અથવા તમને અણગમતા સ્થળે ટ્રાન્સફર કરી દેવાય એવી શક્યતા છે. પરિસ્થિતિ સુધારવા માટે દર ચાર મહિને વહેતા જળમાં શ્રીફળ પધરાવો. મકર માટે 2014 કેવું રહેશે તે વિશે ચાલો જાણીએ.

મકર રાશી ભવિષ્ય 2014 ફલજ્યોતિષ (Makar Rashi Bhavishya 2014)

Makar Rashi Bhavishya

2014 તમારી માટે મિશ્ર ફળ આપનારૂં રહેશે. ચાલુ મહિનાની શરૂઆતમાં ગુરૂ તમારા પાંચમા ઘરમાં ભ્રમણ કરશે. આર્થિક બાબતોમાં ચડાવ-ઉતાર જોવા મળી શકે છે. ઉછીનાં લીધેલાં કે આપેલાં નાણાંને લગતી બાબતોમાં તમારે ખાસ ધ્યાન આપવું પડશે. તમારૂં ભવિષ્યકથન 2014 ફલજ્યોતિષ કહે છે કે કુટુંબના સભ્યો સાથે કોઈક બાબતે મતભેદ થશે. વળી, સ્વાસ્થ્ય પણ એટલું સારૂં નહીં હોય. જો કે, તમને બીમારી નહીં નડે. વિવાદો તથા કોર્ટના દાવાની પણ આંશિક શક્યતા છે. પણ આ સમય તમને થોડીક તકલીફ બાદ કોર્ટને લગતી બાબતોમાં વિજય અપાવશે. તમારા હિતશત્રુઓ તમને કેટલીક હદે વુકસાન પહોંચાડશે, પણ અંતમાં જીત તમારી થશે. ઉત્તરાર્ધમાં પ્રેમ પ્રકરણમાં સુધારો જોશો. લગ્ન કદાચ સુખ-શાંતિ લાવશે. ઘરમાં માંગલિક પ્રસંગ યોજાવાની શક્યતા છે. તમે જો ભાગીદાગીમાં હો, તો તમને ફાયદો થશે. 2014ના ફલજ્યોતિષ મુજબ આવક અને ગ્નાન બંનેમાં વધારો થશે. કોઈ સાધુ કે સંતને પીળા રંગના વસ્ત્રો દાનમાં આપવું તમારી માટે ફાટજાકારક પૂરવાર થશે. હવે કુંભ વિશે વાત કરીએ.

કુંભ રાશી ભવિષ્ય 2014 ફલજ્યોતિષ (Kumbh Rashi Bhavishya 2014)

Kumbh Rashi Bhavishya

તમારી માટે 2014ની શરૂઆત ભવ્ય રહેશે. તમારા કુટુંબમાં કેટલાક શુભ પ્રસંગો પાર પડવાની શક્યતા છે. પરિવાર નિયોજન માટે આ ખૂબ જ સારો સમય છે. આ સમયગાળો અભ્યાસ માટે પણ શુભ છે. તમારા ભવિષ્યકથન 2014 મુજબ, દૂરના કોઈ સ્થળની યાત્રા લાભદાયક પૂરવાર થશે. ખાસ કરીને ધાર્મિક યાત્રા માટે આ સમય સારો છે. તમે સારી તંદુરસ્તીનો આનંદ લેશો, આ છતાં તમારે ખાણી-પીણી પર ધ્યાન રાખવું જરૂરી છે. વાહન હંકારતી વખતે સાવધ રહેજો. સારી નોકરી મળવાની શક્યતા છે. ગ્રહો મોટા લાભનો નિર્દેશ કરે છે. શિક્ષણ માટે આ સારો સમય છે. આમ છતાં, ઉત્તરાર્ધમાં તમને કેટલાક વિઘ્નોનો સામનો કરવો પડી શકે છે. કેટલાક લોકો કોઈ પણ કારણ વિના તમારી સમે ઊભા રહેશે. 2014ના ફલજ્યોતિષ મુજબ નાણાંકીય લેવડ-દેવડને લગતા કેટલાક મામલા સાવ અચાનક આવીને ઊભા રહેશે. જો તમે કોઈ નોંધપાત્ર મૂડીરોકાણ કરવાનું રાખશો તો એ સારૂં રહેશે. તમે જો જળમાર્ગે પ્રવાસ કરવાના હો તો બની શકે ત્યાં સુધી ટાળજો. ગ્રહોની નકારાત્મક અસર દૂર કરવા ચોખા, ગોળ અને લોટનું મંદિરમાં દાન કરો. ચાલો હવે છેલ્લી રાશિ મીન વિશે વાત કરીએ.

મીન રાશી ભવિષ્ય 2014 ફલજ્યોતિષ (Meen Rashi Bhavishya 2014)

Meen Rashi Bhavishya

2014નું વર્ષ તમારી માટે ખાસ્સું લાભદાયી નીવડશે. તમારા પર શનિની છાયાની અસર હોવા છતાં, ગુરૂના આશીર્વાદ તમારી સાથે રહેશે. ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. તમારૂં સ્વાસ્થ્ય પણ સારૂં રહેશે. નવું ઘર કે વાહન ખરીદવા માટે પણ સારો સમય છે. 2014ના ભવિષ્યકથનની આગાહીઓ મુજહ, વર્ષનો ઉત્તરાર્ધ પ્રેમ તથા વિવાહ માટે સારો પૂરવાર થશે. પણ જુલાઈ બાદ રાહુ તમારા સાતમા ઘરમાં ભ્રમણ કરશે, જે કદાચ તમારા વૈવાહિક જીવનમાં ક્લેશ પેદા કરશે. 2014ના ફલજ્યોતિષ મુજબ તમારા ધધાની વૃદ્ધિ માટે તમારે ખર્ચ કરવો પડી શકે છે. વરિષ્ઠો તમારી માટે મદદરૂપ સાબિત થશે. તમારી યોજનાઓને પાર પાડવાની સાથે તમે કશુંક નવું શરૂ કરશો. ગ્રહો આવકમાં વૃદ્ધિ તરફ નિર્દેશ કરે છે. પણ જો તમે ભાગીદારીમાં કામ કરી રહ્યા હો, તો અમારી સલાહ છે કે સાવચેત રહેજો. વિદ્યાર્થીઓ માટે, 2014ના ભવિષ્યકથન મુજબ આ સમય ખાસ્સો સાનુકુળ છે. પણ, ઉચ્ચ અભ્યાસ માટે જવાનો વિચાર કરનારાઓ માટે સમય વધુ અનુકૂળ છે. વધુ લાભ મેળવવા તમારા ખિસ્સામાં ચાંદીનો ચોરસ ટુકડો રાખો.

પં. હનુમાન મિશ્રા દ્વારા

2014 Articles

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 399/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

AstroSage TVSubscribe

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com

Reports

Live Astrologers