મંગળ નું દસમા ભાવ માં પ્રભાવ । લાલ કિતાબ મુજબ
લાલ કિતાબ મુજબ મંગળ નું દસમા ભાવ માં ફળ
જન્માક્ષર માં મંગળ ગ્રહ ની આ સૌથી સારી સ્થિતિ છે, અહીં મંગળ ઉચ્ચ નો હોય છે. જો જાતક કોઈ ગરીબ પરિવાર માં જન્મ્યો હોય તો તેના જન્મ પછી એ કુટુંબ સમૃદ્ધ અને પૈસાદાર બનશે. જો તે કોઈ ધનવાન કુટુંબ માં જન્મ્યો હોય તો તે કુટુંબ વધારે ધનવાન બનશે. જો જાતક તેના ભાઈઓ માં મોટો છે તો તે સમાજ માં એક અતિ વિશિષ્ટ વ્યક્તિ ના રૂપ માં ઓળખાશે અને ખુબ માન અને પ્રતિષ્ઠા હાસિલ કરશે. જાતક નિર્ભીક, સાહસી, સ્વસ્થ અને સમાજ માં પરંપરાઓ, માનદંડો અને નિયમો ને નિર્ધારિત કરવા માં પૂર્ણ સક્ષમ હશે. જો કે બીજા ભાવ માં રાહુ, કેતુ અને શનિ અથવા શુક્ર અને ચંદ્ર જેવા હાનિકારક ગ્રહો હોય તો પૂર્વોક્ત લાભકારી અસર ઓછી થયી જાય છે. આના સિવાય જો ત્રીજા ભાવ માં કોઈ મિત્ર ગ્રહ પણ છે તો પણ દસમા ઘર માં સ્થિત મંગળ ગ્રહ ના પરિણામો પર પ્રતિકૂળ પ્રભાવ નાખશે. જો શનિ ત્રીજા ઘર માં હોય તો જાતક તેના જીવન ના અંતિમ ભાગ માં ખુબ ધન અને મિલકત પ્રાપ્ત કરશે. સાથેજ એ એક રાજસી પદ પણ પ્રાપ્ત કરશે. મંગળ દશમ માં હોય અને પાંચમા ઘર માં કોઈપણ ગ્રહ ના હોય તો ચારે બાજુ થી સમૃદ્ધિ અને ખુશી આવે છે.
ઉપાય:
(1) પિતૃક સંપત્તિ અને ઘર નું સોનુ ના વેચો.
(2) ઘર માં હરણ પાલો.
(3) દૂધ ઉકળતી વખતે ધ્યાન રાખો કે દૂધ ઉકળી ને બહાર આગ માં ના પડે.
(4) અંધ અને નિઃસંતાન વ્યક્તિઓ ની મદદ કરો.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems










