Personalized
Horoscope

Coronavirus: stay at home Leave your home if it's necessary. It will help stop the spread of novel coronavirus & COVID-19

  • AstroSage Child Report Banner
  • AstroSage Brihat Horoscope
  • Ask A Question
  • Raj Yoga Report
  • Career Guidance
Home » 2017 » રાશિ ભવિષ્ય 2017 Published: October 17, 2016

2017 Gujarati Rashi Bhavishya (રાશિ ભવિષ્ય 2017)

Get Gujarati Rashi Bhavishya 2017 prediction. With this detailed horoscope 2017 forecast plan your year ahead. This love, relationship, career, and health forecast is based on Vedic astrology.

રાશિ ભવિષ્ય 2017 અહીં નિઃશુલ્ક ઉપલબ્ધ છે, જે તમને તમારી ભવિષ્યની યોજનાઓ ઘડવામાં મદદરૂપ થઈ શકે છે. પ્રાચીન વેદિક જ્યોતિષશાસ્ત્રના નિયમો પર આધારિત, આ રાશિ ભવિષ્યમાં એ બધું જ છે, જેની અપેક્ષા તમને વાર્ષિક રાશિ ભવિષ્ય પાસેથી હોય છે. જીવનનાં દરેક પાસાંની ટૂંકી આગાહી, શનિની સાડા સાતી અથવા ધૈયા અસરો, સકારાત્મક-નકારાત્મક બાબતો, નિઃશુલ્ક ઉપાયો, તથા તમારી મોટા ભાગની જરૂરિયાતોને તેમાં આવરી લેવાઈ છે.

આ અગાહીઓ તમારી ચંદ્ર રાશિ આધારિત છે. જો તમને તમારી ચંદ્ર રાશિ વિષે ખબર ન હોય તો એસ્ટ્રોસેજ મૂન સાઇન કેલ્ક્યુલેટર પૃષ્ઠની મુલાકાત લો.

મેષ (Mesh)

મેષ રાશિ ભવિષ્ય 2017

આ વર્ષે આકાશમાંના તારા તમારી માટે વિશેષ યોજનાઓ ધરાવે છે. તમારી ઊર્જા અને ઉત્સાહ શરૂઆતમાં ઝડપથી વધશે. આશ્ચર્યજનક રીતે, તમારો રસ ધાર્મિક પ્રવૃત્તિઓમાં ખાસ્સો વધેલો તમે જોશો. વળી, તમે લાંબા ગાળાના કેટલાક આયોજનો પણ પાર પાડશો. પણ તમારે તમારા ખર્ચ પર અંકુશ રાખવો પડશે. તમારા પરિવારની વાત કરીએ તો, સંતાનોના સ્વાસ્થ્યને લગતી કેટલીક સમસ્યાઓ થશે, આ સમયગાળા દરમિયાન તમારા અટકી પડેલા તમામ કાર્યો, પાછા શરૂ થશે અને તે પૂરાં પણ થશે, આમાં તમને કોઈક મિત્રની મદદ મળશે. રાશિ ભવિષ્ય 2017 મુજબ, અગાઉ કરેલી સખત મહેનત હવે રંગ લાવશે; અને જૂન મહિના બાદ, તમારી સફળતાના દરમાં વધારો થશે. આમ છતાં, તમારે તમારી નિકટની વ્યક્તિ સાથે બોલાચાલીમાં ઉતરવાથી દૂર રહેવું પડશે. ગુસ્સા પર કાબૂ રાખજો; અન્યથા તેનાથી બધું જ બગડી જવાની શક્યતા છે. તમારા આર્થિક પાસાની વાત કરીએ તો, બાળકો માટે કોઈક રોકાણ એકાએક કરવાની જરૂર પડી શકે છે. વર્ષના અંત સુધીમાં, તમારી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે અને તમારો વેપાર-ધંધો વધારવાની તક તમને મળશે. પણ તમે મોજ-શોખની પ્રવૃત્તિઓ પર પણ ખર્ચ કરશો.

આ રાશિ ભવિષ્ય આગાહી કરે છે કે, તમે સખત મહેનત દ્વારા ધન મેળવશો. પરિસ્થિતિને સારી બનાવવામાં તમારા માતા-પિતા પણ તમારી મદદ કરશે. નવી કાર્ય યોજનાઓ બનશે, જે તમને સફળ બનાવશે. વળી, એવી શક્યતા પણ છે કે તમે કોઈક ધાર્મિક યાત્રા પર પણ જાવ. તમારામાં સાહસની વૃદ્ધિની સાથે તમારો આત્મવિશ્વાસ પણ વધશે. વધુમાં, તમારા નસીબને સુધારવાની અનેક તકો પણ તમને મળશે. તમારા પ્રેમ જીવનમાં તમે થોડું સંતુલન સાધી શકશો તો બહુ જ સારૂં ગણાશે. તમારા પ્રેમી / પ્રેમિકાને થોડોક સમય આપો અને તેમની સાથે બહાર જવાનું આયોજન કરો. સ્વાસ્થ્યની વાત આવે તો, તમારે ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે.

ઉપાયઃ જરૂરિયાતમંદ લોકોની મદદ કરો.

રેટિંગઃ 4/5

વૃષભ (Vrushabh)

વૃષભ રાશિ ભવિષ્ય 2017

આ ગ્રહની વ્યૂહરચના સ્પષ્ટ દેખાડે છે કે તમને ઉચ્ચ અધિકારીઓ અને મહિલાઓ તરફથી આ વર્ષે સમર્થન મળશે. નાણાનો પ્રવાહ હંમેશની જેમ રહેશે; અને તમે મનોરંજન અને જીવનની સુખ-સુવિધાઓ પાછળ ખર્ચ કરશો. આમ છતાં, કેટલીક પરિસ્થિતિઓ એકાએક નિર્માણ થશે અને તમને ધનલાભ અપાવશે. પણ સાથે જ તમારા ખર્ચમાં સુદ્ધાં વધારો થશે. જે બાબતો તમારી તરફેણમાં નહોતી એનું પલડું પણ વર્ષના મધ્ય સુધીમાં તમારી તરફ ઝૂકશે. આ બધા સાથે જ, તમારી હિંમતમાં પણ વધારો થશે. ભવિષ્યવાણી મુજબ, તમને આવકનો નવો સ્રોત પ્રાપ્ત થશે. રોકેલા નાણા પણ લાભ અપાવશે. શેરબજાર અથવા પ્રૉપર્ટીમાં કરેલું રોકાણ પણ તમારા માટે લાભદાયક પુરવાર થઈ શકે છે. બિનજરૂરી ખર્ચ પર કાબૂ લાવશો તો તમારી બચત અને નફામાં વધારો થઈ શકશે. આ બધા ઉપરાંત, તમને પિતા અથવા ગુરૂ-માર્ગદર્શક તરફથી માન અને સમર્થન મળશે.

તમારા પરિવારના બધા જ સભ્યો તમને સમર્થન આપશે. સંતાનો તમારા જીવનમાં પરમ સુખ લાવશે. તમારા જીવનસાથી સાથે તાલમેલ જાળવી રાખવાનો પ્રયાસ કરજો. વધુમાં, તમારા જીવનસાથીની વિશેષ કાળજી રાખજો. જો કે, આ મુશ્કેલીભર્યો તબક્કો બહુ ટૂંકો અને જલદી પૂરો થઈ જાય એવો હશે. તમે જો અપિરિણિત હો, તો તમને નવો પ્રેમ મળવાની શક્યતા છે. તમે જો સંબંધમાં હો તો, એ સંબંધ વધુ મજબૂત થશે. વર્ષના અંત સુધીમાં, તમારી આર્થિક સ્થિતિ વધુ સારી થઈ શકે છે. આવકનો નવો સ્રોત મળી શકે છે. રોકેલા નાણા પણ તમને લાભ આપશે. બિનમહત્વના ખર્ચ પર અંકુશ મુકશો તો તમારી બચત અને નફામાં વધારો થઈ શકશે. આની સાથે, તમને પિતા અથવા ગુરૂ-માર્ગદર્શક પાસેથી પણ આર્થિક લાભ મળી શકે છે. સ્વાસ્થ્ય અંગે તમારે ઝાઝી ચિંતા કરવાની જરૂર નથી. જો કે, ખોટી જીવનશૈલીને લગતી સમસ્યાઓ જેમ કે ગૅસ, અપચો વગેરે તમને હેરાન કરી શકે છે. તમે જો તેને હળવાશથી લેશો, તો આગળ જતાં એ તમારા માટે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનું કારણ બની શકે છે. આ વર્ષે તમારી ખાણી-પીણીની ટેવો પર અંકુશ રાખવાનો પ્રયાસ કરજો. મોસમ બદલાતા થતી તકલીફો તમને પરેશાન કરી શકે છે. જો કે, એના વિશે તમારે બહુ ચિંતા કરવાની જરૂર નથી.

ઉપાયઃ સફેદ વસ્ત્રો, સફેદ પરફ્યુમ, સારી ગંધ ધરાવતી સફેદ ચીજો વગેરેનો ઉપયોગ વધુમાં વધુ કરવાનો પ્રયાસ કરવો.

રેટિંગઃ 3.5 / 5

મિથુન (Mithun)

મિથુન રાશિ ભવિષ્ય 2017

વર્ષની શરૂઆતમાં, આર્થિક રીતે પારિવારિક જીવન સામાન્ય રહેશે, જો કે નાના-મોટા ચડાવ-ઉતાર પણ જોવા મળશે. આમ છતાં, કંઈક નવું કરતી વખતે તેમાં તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પણ વર્ષના મધ્યમાં, તમારી યોજના પ્રમાણે કામ પાર પડશે. તમને પોતાને તમારા કામની ગુણવત્તાથી આશ્ચર્ય થશે અને તમારા પ્રતિસ્પર્ધીઓ પણ તમારી પીઠ પાછળ તમારી પ્રશંસા કરશે. આમ છતાં, સંપત્તિને લગતી કેટલીક સમસ્યાઓની શક્યતા જોવાય છે. વરતારો કહે છે કે, તમે જો તમારી સફળતાનું રહસ્ય તમારા સહ-કર્મચારીઓને નહીં જણાવો તો એ તમારા માટે સારૂં રહેશે. ભવિષ્યકથનના વરતારા મુજબ, તમારા કામની સફળતાથી તમે આનંદિત અને ઉત્સાહમાં રહેશો. વેપાર-ધંધા સાથે સંકળાયેલા લોકોની વાત કરીએ તો, તેમની મુશ્કેલીઓ આશાઓમાં પરિણમશે. આથી, હિંમતભેર આગળ વધતા રહેજો. તમારી વિરૂદ્ધ કાયદાકીય મામલાઓ હશે તો આ સમયગાળઓ તમને તેમાંથી મુક્તિ અપાવશે. નવી સારી કાર્ય યોજનાઓ આકાર લેશે. દેવ, ગુરૂ અને વિદ્વાનોમાં તમારી શ્રદ્ધા પણ જાગશે અને તમારા માર્ગમાંના તમામ અંતરાયો દૂર થઈ જશે. તમે લોટરી કે જુગારથી દૂર રહેશો તો એ તમારા માટે સારૂં રહેશે. વળી, તમારે તમારો નફો અને માલિકી છોડવી નહીં કેમ કે, તમારી જાણ બહાર કદાચ આ જ એ સમય હતો, જેમાં તમને કશુંક મોટું મળવાનું હતું. ખોવાયેલો વિશ્વાસ તમે ફરી પ્રાપ્ત કરી શકશો અને ધંધાકીય રોકાણમાંથી તમને લાભ થશે.

વર્ષના અંતે તમારી બધી સમસ્યાઓ ઉકેલાતી જણાશે. આવકનું કોઈ નવું સાધન મળશે. આ વર્ષે તમે કોઈક મોંઘી ચીજ રોકડેથી ખરીદશો, તો એ તમારા માટે લાભદાયક સાબિત થશે. પણ, આ વર્ષ બિઝનેસમાં રોકાણ કરવામાં સતર્કતા અને હોંશિયારી માગે છે. તમે જો શેરબજાર સાથે સંકળાયેલા હશો, તો લાભ મળવાની કેટલીક સારી શક્યતાઓ આકાર લઈ રહી છે. ભવિષ્યકથન મુજબ, તમે નવા વાહન કે પ્રૉપર્ટીમાં રોકાણ કરશો. નાણાનો પ્રવાહ આવ્યા કરશે, આથી તમને ખેંચ કે મુશ્કેલી નહીં જણાય. તમે તમારા પ્રેમ જીવનમાં સતર્ક રહો તો સારૂં. એટલું જ નહીં, કોઈ કારણ વિના તમારા જીવનસાથી પર શંકા કરવાનું ટાળજો. તમે જો વિદ્યાર્થી હો તો, તમારે થોડી વધારે મહેનત કરવી પડશે. કામના સ્થળે, તમારા પર કાર્યબોજ વધી શકે છે; અંતે તેનાથી તમે દબાણ હેઠળ આવી જશો. આવી પરિસ્થિતિમાં, તમારે ધીરજથી કામ લેવાનું રહેશે. વર્ષના ઉત્તરાર્ધમાં, તમામ મુશ્કેલીઓ જાણે કે ગાયબ થતી જણાશે. તમારી સખત મહેનત માટે તમારા વખાણ થાય અથવા માન-સન્માન મળે એવી શક્યતા છે. તમારા વર્તનમાં નાનકડું પરિવર્તન તમારા લાભમાં અનેક ગણો વધારો કરી શકે છે.

ઉપાયઃ નવા વૃક્ષો વાવવા માટે તથા બગીચામાં કામ કરવા માટે થોડોક સમય ફાળવવાનો પ્રયાસ કરજો. આ કામમાં તમે જેટલો વધુ સમય આપશો, એટલું જ તમારી માટે સારૂં રહેશે.

રેટિંગઃ 4/5

કર્ક (Kark)

 કર્ક રાશિ ભવિષ્ય 2017

આ વર્ષે એપ્રિલ મહિના સુધી તમને કેટલીક સમસ્યાઓ નડ્યા કરશે. નોકરી કરતા જાતકોએ પોતાના હાથ નીચેના માણસો સાથેના સંબંધોમાં સકારાત્મકતા સાથે સંતુલન સાધવું. પરિવારના સભ્યો તમને અનેક ગણો આનંદ આપશે તથા તમારા પ્રિયપાત્ર પાસેથી તમને સારો એવો ટેકો મળી રહેશે. તમારા પરિવારના સભ્યો સાથે તમે કેટલીક અદભુત ક્ષણો વીતાવી શકશો. તમે જો સમજદારીપૂર્વક રોકાણ કરશો, તો નાણા મેળવવાની શક્યતાઓ અનેક ગણી વધી શકે છે. વેપાર-ધંધા માટે પણ વર્ષ સારૂં છે. તમને સલાહ છે કે તમારે જોખમી બાબતોમાં નાણાનું રોકાણ કરવાનું ટાળવું જોઈએ. કોઈની પણ સાથે નાણાની લેવડ-દેવડમાં સાવધાની રાખશો તો સારૂં છે. ઉત્સાહના અતિરેકમાં લેવાયેલો કોઈ પણ નિર્ણય તમારી માટે મોંઘો સાબિત થઈ શકે છે. આ બધા ઉપરાંત, ઘરમાં કોઈક માંગલિક પ્રસંગમાં તમને મૂડી રોકાણ કરવાની તક મળશે તથા પારિવારિક સમસ્યાઓનું નિરાકરણ પણ આવશે.

તમે કોઈક નવા કામ માટેની યોજના બનાવશો, જે તમારા માટે અત્યંત સફળ સાબિત થશે. જુગાર, લોટરી વગેરે જેવી બહુ સારી ગણાય નહીં એવી પ્રવૃત્તિઓથી દૂર રહેજો; અન્યથા તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સપ્ટેમ્બર મહિના બાદ નસીબ તમને બધી જ બાબતોમાં સાથ આપશે. તમે જો રાજકારણમાં હશે, તો તમારી નામના સર્વત્ર ફેલાશે. એક નવો મૈત્રી સંબંધ તમને આનંદ આપશે. ઓક્ટોબરથી નવેમ્બર દરમિયાન દરેક બાબત ખૂબ જ સાવચેતીપૂર્વક કરજો, નહીં તો શક્ય છે કે તમે કેટલીક સારી તકોને ચૂકી જશો. અનેક નવા સંબંધો બંધાશે તથા સારા સમાચાર તમારી તાણ ઓછી કરશે. વેદિક જ્યોતિષશાસ્ત્ર 2017 રાશિ ભવિષ્ય મુજબ, આવકનું નવું સાધન પણ તમારી સામે આવશે. વળી, નવી ચીજોમાં તમારો રસ પણ વધશે. લાંબા પ્રવાસે જવાનું ટાળજો. તમારા પ્રેમ જીવન વિશે વાત કરીએ તો, સંબંધો વધુ ગાઢ થશે અને તમે જેમના પ્રેમમાં છો એવી વ્યક્તિ તમને સારો એવો ટેકો આપશે. તમારા કામમાં વૃદ્ધિની શક્યતા છે. તમારા એટવાયેલા નાણા પાછા મળવાથી તમારી તાણમાં ઘટાડો થશે. પરિવારમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે. નોકરી શોધી રહેલા યુવાનોને સફળતા હાથ લાગશે. વધુમાં, જે લોકો નોકરી બદલવાનો વિચાર કરી રહ્યા છે, તેમને નવી તકો મળશે.

ઉપાયઃ આર્થિક રીતે ઓછા સદ્ધર હોય એવા ઘરની છોકરીઓને શુક્રવારે ભોજન કરાવજો.

રેટિંગઃ 3/5

સિંહ (Singh)

 સિંહ રાશિ ભવિષ્ય 2017

તમને વધારે આર્થિક પડકારોનો સામનો કરવો નહીં પડે. તમારા સ્વાસ્થ્ય બાબતે સજાગ રહેજો. વર્ષના ઉત્તરાર્ધમાં તમારૂં નસીબ વધુ સબળ થશે. તમે કરેલી મહેનત કરતાં અનેક ગણું વધારે વળતર તમે મેળવશો. વેપાર-ધંધો ધરાવનારાઓ આ વર્ષે સારો એવો નફો મેળવશે. પ્રૉપર્ટીના લે-વેચ સાથે સંકળાયેલા લોકોએ તેમની આસપાસની ઘટનાઓથી માહિતગાર રહેવું. આ વર્ષે શૅરબજારમાં રોકાણ કરવું તમારા માટે સારૂં સાબિત થશે. આ રોકાણ તમને અણધાર્યો લાભ અપાવી જશે. જો કે, આ માટે તમારે વર્ષના મધ્ય સુધી રાહ જોવી પડશે. તમારા સંતાનો વિશે વાત કરીએ તો, તેમને સ્વાસ્થ્યને લગતી કેટલીક સમસ્યાઓ થશે. તમારા પ્રેમ જીવનમાં યોગ્ય સંતુલન જાળવજો. તમારા જીવનસાથીની લાગણીઓની કદર કરજો. વિદ્યાર્થીઓની વાત કરીએ તો, આ વર્ષ તેમની માટે અદભુત પુરવાર થશે અને બૅન્કિંગ તથા મેનેજમેન્ટના અભ્યાસ માટે આ સારો સમય છે. તમે જો સાવ થોડી મહેનત પણ કરશો, તો ય તમને તેનું પૂરેપૂરૂં ફળ મળશે. શિક્ષકો તમારાથી ખુશ રહેશે અને તમને શિક્ષણમાં સારી સફળતા મળશે. નોકરી કરતા લોકો માટે પણ આ વર્ષ સારૂં છે. તમે ગમે તે ક્ષેત્ર સાથે સંકળાયેલા હશો, સમર્થન, પ્રશંસા અને લાંબા સમયથી તમે જેની વાટ જોઈ રહ્યા હતા એ સુખ પણ તમને મળી રહેશે.

તમે જે કોઈ પણ કામ શરૂ કરશો તે યોગ્ય સમયે થઈ રહેશે. તમારી તમામ ચિંતા-તણાવો દૂર થઈ જશે, કેમ કે એક શુભ કાર્ય તમારા હાથે પાર પડવાનું છે. તમારી નોકરી ઉપરાંત અન્ય અનેક સ્રોતો તમને લાભ અપાવશે. નોકરીની તલાશમાં હોય એવા યુવાનોને સારી ઑફર મળશે. આ બધાની સાથે, તમારા અદભુત માર્કેટિંગ કૌશલ્ય દ્વારા તમે તમારા વેપાર-ધંધામાં સારો નફો મેળવશો. તમારી યોજના પ્રમાણેનું કામ સમયસર પૂરૂં થશે, તેને કારણે તમે ખુશખુશાલ રહેશો. સિંહ રાશિના જાતકોના રાશિ ભવિષ્ય 2017 મુજબ, કામમાં પણ વૃદ્ધિ થશે. દરેક કામ સંપૂર્ણ ધ્યાનથી કરશો તો તમને વધુ લાભ મળશે. પ્રતિસ્પર્ધીઓ બાબતે સતર્ક રહેજો અને તેમની સાથે હોંશિયારીપૂર્વક કામ લેજો. તમારી કોઈક વિશ્વાસપાત્ર વ્યક્તિ જ તમને દગો આપશે. લાંબા પ્રવાસ તમને લાભ આપી શકે છે. મહિલાઓ માટે પણ, આ વર્ષ સફળતા આપનારૂં સાબિત થશે. સમય સારો છે, આથી તેનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરજો.

ઉપાયઃ તમારી જીવનશૈલીને સુધારો અને તામસિક ભોજનથી દૂર રહેજો. આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે તામસિક ભોજન એટલે એવી ચીજો જે વાસી, સૂકી કે ખરાબ હોય. પ્રક્રિયા કરેલા ફૂડસ તથા જાળવણી કરેલું ખાણું પણ આ શ્રેણીમાં આવે છે.

રેટિંગઃ 3.5/ 5

કન્યા (Kanya)

કન્યા રાશિ ભવિષ્ય 2017

વર્ષની શરૂઆતમાં તમારે આર્થિક બાબતોમાં સજાગ રહેવું જરૂરી છે. કોઈપણ ધંધાકીય ભાગીદારીમાં પ્રવેશતા પૂર્વે સારો એવો સમય લેવો. તમે જો તમારા નાણા ક્યાંક રોકવા માગતા હો તો, આ માટે અત્યારનો સમય સારો જણાતો નથી. વર્ષનો ઉત્તરાર્ધ, શુભ રહેશે. આ સમયગાળામાં રોકાણ વિશે વિચારશો તો સારૂં રહેશે. નાણાકીય બાબતોમાં સચેત રહેજો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જે લોકો નોકરી શોધી રહ્યા છે અને પોતાની કારકિર્દી શરૂ કરવા માગે છે, તેમને પૂરતી તકો મળશે. મિડિયા અને કળાના અન્ય કોઈ માધ્યમ સાથે સંકળાયેલા લોકોને લાભ થશે. નોકરીમાં કોઈ તકલીફ નહીં આવે. બૉસ અને તમારા વરિષ્ઠો તમને ટેકો આપશે. વર્ષના અંતે પ્રમોશનની શક્યતાઓ દેખાય છે. પારિવારિક મોરચે તમને થોડીક તાણ પડે એવી શક્યતા છે. તમારા જીવનસાથી માટે થોડો સમય અલગ કાઢો અને તમે બંને આપસમાં ચર્ચા-વિચારણા કરીને તમામ મુદ્દાઓનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરજો. તમે નવા સંબંધમાં તરત જ વિશ્વાસ ન મુકો તો સારૂં રહેશે. તમારા સમર્થનથી તમારા પ્રતિસ્પર્ધીને ફાયદો થશે. શુભ તથા ધાર્મિક કાર્યોમાં તમારો રસ વધશે. સમાજ, પરિવાર તથા ધંધાકીય વર્તુળમાં તમારા કૌશલ્ય માટે તમારૂં માન-સન્માન થશે.

પ્રેમીઓની વાત કરીએ તો, તેમના માટે પણ આ સમય સકારાત્મક છે. આમ છતાં, કેટલાક જાતકોના સંબંધોમાં તણાવ ઊભો થઈ શકે છે, આનું કારણ તમારા જીવનસાથીની તમારા પ્રત્યેની શંકા અને તમારૂં તેમની સાથે ઓછો સમય વીતાવવો એ હોઈ શકે છે. જો કે, આ પરિસ્થિતિને નિયંત્રણ હેઠળ લાવી શકાય છે. શંકાને કારણો કોઈ બોલાચાલી શરૂ કરતા પહેલા આ બાબત વિશે શાંતિથી વિચારજો. આ વર્ષમાં તમારી માટે અનેક પ્રવાસોનું આયોજન થવાનું છે. આ પ્રવાસોથી તમને લાભ થશે. વેપાર-ધંધાના કામસર વેપારીઓ માટે વિદેશયાત્રાની શક્યતાઓ છે. તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે જરાય બેદરકાર રહેવું નહીં એવી સલાહ છે. સાત્વિક ભોજન અને નિયમિત યોગ તમને બધી જ સમસ્યાઓથી મુક્તિ અપાવશે. વર્ષના અંતે સ્વાસ્થ્ય સારૂં થવાની શરૂઆત થશે તથા તમારા કામમાંની કુશળતા અને ક્ષમતા પણ વધશે.

ઉપાયઃ આર્થિક રીતે અક્ષમ વિદ્યાર્થીઓને પુસ્તકો તથા અભ્યાસને લગતી સામગ્રી આપવાનું રાખજો.

રેટિંગઃ 2.5/ 5

તુલા (Tula)

તુલા રાશિ ભવિષ્ય 2017

પૈસાથી બધું જ ખરીદી શકાતું નથી; આમ છતાં તેનાથી ઘણી ચીજો ખરીદી શકાય છે, એ પણ એટલું જ સાચું છે. લાગે છે કે આ વર્ષે તમારો સમય ખૂબ જ સારો રહેશે, કેમ કે આર્થિક બાબતો માટે આ વર્ષ સારૂં જણાય. છે. તેની સાથે, વારસાગત મિલકત પણ તમને મળી શકે છે, તમે જો કોઈક નવી જગ્યાએ તમારા નાણા રોકશો તો, એનાથી તમને લાભ થશે. વર્ષના અંતે કોઈ મોટું મૂડી રોકાણ કરતા નહીં. તમારે જો રોકાણ કરવું જ હોય તો, કોઈ પણ નિર્ણય લેતા પહેલા યોગ્ય રીતે વિચાર કર્યા પછી જ આગળ વધજો. અન્યથા, તમને ધાર્યો લાભ નહીં મળે. પૈસાની લેવડ-દેવડમાં ઉતાવળ કરતા નહીં. મિત્ર અથવા વિશ્વાસપાત્ર વ્યક્તિ દ્વારા તમારી સાથે છેતરપિંડી થવાની શક્યતા જણાય છે. વડીલોની સલાહ તમને પ્રૉપર્ટીમાં રોકાણ કરવામાં મદદ કરી શકે છે. રાશિ ભવિષ્ય સૂચવે છે કે, બિનજરૂરી ખર્ચ કરવાનું અથવા ઉછીના નાણા લેવાનું ટાળજો. પરિવારના સભ્યનું સ્વાસ્થ્ય તમને તાણમાં રાખશે. તમારા પર નકારાત્મક અસર કરવાના તમારા હિતશત્રુઓના પ્રયાસો કદાચ તમને તકલીફમાં મુકી શકે છે. પણ, તમે તેમની માટે માથાનો દુઃખાવો સાબિત થશો. બિઝનેસમાં કોઈ પણ મોટું મૂડી રોકાણ કરતા પહેલા, બધું જ બરાબર રીતે વિચારજો. તમે જો જુગાર કે શેર-સટ્ટામાં રોકાણ કરવાનું ટાળી શકો તો સારૂં. લગ્નજીવનમાં શાંતિ અને સૌહાર્દ જાળવવાનો પ્રયાસ કરજો.

નોકરી કરનારાઓ માટે વર્ષ સરેરાશ રહેશે. આ સમયગાળામાં તમને કોઈ લાભ નહીં મળે, તો કોઈ નુકસાન પણ નહીં થાય. ચોક્કસપણે જ, તમને આ વર્ષે ઘણી ખુશી મળશે. તમારા ઉપરી અધિકારી અને સહ-કર્મચારીઓ તમને સહકાર આપશે. નોકરી મેળવવા માટે પ્રયાસ કરતા યુવાનોને વિશેષ સફળતા મળશે. વધુમાં, આ વર્ષે પ્રમોશન અને પગાર વધારાની શક્યતા છે. વિદ્યાર્થીઓ માટે વર્ષ સરેરાશ રહેશે. પરીક્ષામાં સફળતાનો આધાર સંપૂર્ણપણે સખત મહેનત પર આધારિત હશે. શિક્ષકો અને વડીલોનો સહકાર તમારો ઉત્સાહ વધારશે. પ્રેમ સંબંધમાં સફળતાનું પ્રમાણ બહુ ઓછું રહેશે. રાશિ ભવિષ્ય 2017 સૂચવે છે કે તમારા પ્રિયપાત્ર સાથે વાત કરતી વખતે ગુસ્સે થવાનું ટાળજો. તમારે એ સમજવું જોઈએ કે સાચો તર્ક અને તંદુરસ્ત ચર્ચા કોઈ પણ બાબત ઉકેલી શકશે. અપરિણિતોને સારા સમાચાર માટે થોડો વધુ સમય રાહ જોવી પડશે, પણ સારાં માગાં ચોક્કસપણે યોગ્ય સમયે આવશે જ.

ઉપાયઃ જરૂરિયાતમંદોની મદદ તમારાથી થઈ શકે એટલી કરજો.

રેટિંગઃ 3.5 /5

વૃશ્ચિક (Vrushchik)

વૃશ્ચિક રાશિ ભવિષ્ય 2017

આ વર્ષે તમને આવકનું નવું સાધન મળશે. નાણાને લગતી બાબતોમાં વધુ પડતા ઉદાર થવાનું ટાળજો; એવી શક્યતા છે કે તમે ખર્ચ કર્યો હોય તેના કરતાં તમે ઓછી કમાણી કરશો. ધાર્મિક તથા શુભ કાર્યોમાં તમારો રસ વધશે. તમને કોઈક મિત્ર પાસેથી આર્થિક મદદ મળશે. તમારૂં સ્વાસ્થ્ય આ વર્ષે સારૂં રહેશે અને તમારા સાહસમાં પણ વધારો થશે. તમારા લગ્નજીવનમાં જો કોઈ સમસ્યા હશો, તો એ પણ આ સમયગાળા દરમિયાન દૂર થઈ જશે. રાશિ ભવિષ્ય મુજબ, તમારા નિર્ણયો તમારી માટે લાભદાયક ઠરશે. સામાજિક બાબતોમાં તમારી સક્રિયતા વધશે. સંતાનોની સફળતા તમને આનંદ આપશે. કામના સ્થળે, પણ તમને અસાધારણ સફળતા મળશે. એટલું જ નહીં, કોઈ વરિષ્ઠ અધિકારીનો આધાર પણ તમને મળશે. નવા અભ્યાસક્રમોમાં જોડાવાની યોજના બનાવતા વિદ્યાર્થીઓ માટે સમય સાનુકૂળ છે. વળી, એવી પણ શક્યતા છે કે તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ સારો દેખાવ કરશો. તમારૂં પારિવારિક જીવન આ વર્ષે અદભુત રહેશે. તમને તમારા ભાઈ-ભાંડુઓનો પણ સહકાર મળશે. તમારા જીવનમાં નવા મિત્રો ઉમેરાશે.

વેપારીઓને આવકનું નવું સાધન મળશે. નાનકડા વેપારમાંથી પણ તેમને સારો એવો નફો મળશે. વિદેશ પ્રવાસની શક્યતાઓ ઓછી છે. પણ કામ સંબંધિત નાની-મોટી મુસાફરીઓ થયા કરશે. વર્ષની શરૂઆતમાં તમને પ્રેમ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે, તો ચિંતા કરતા નહીં. ગ્રહો કહે છે કે, પ્રેમ જીવનમાં સંઘર્ષની શક્યતા નથી, બધું જ તમારી તરફેણમાં જશે. સંબંધોમાં કોઈ ગેરસમજ હોય તો, એનો ઉકેલ તરત લાવવો એ તમારા માટે ફાયદાકારક ઠરશે. તમારી ખાણી-પીણીની ટેવોનું ખાસ ધ્યાન રાખજો, તમારા સ્વાસ્થ્ય માટે એ સારૂં છે. તમારી જીવનશૈલી સુધારવા પર ધ્યાન આપજો. પેટ તથા હૃદયને લગતી કેટલીક સમસ્યાઓ તમને હેરાન કરી શકે છે. જો કે, આ તકલીફો બહુ થોડા સમય માટે જ હશે.

ઉપાયઃ મંગળ અને શનિવારે જરૂરિયાતમંદોને ભોજન કરાવજો.

રેટિંગઃ 3/5

ધન (Dhanu)

ધન રાશિ ભવિષ્ય 2017

આ વર્ષ વેપાર-ધંધા સાથે સંકળાયેલા લોકો માટે લાભદાયક ઠરશે. પણ, વર્ષના અંતિમ દિવસોમાં રોકાણ બાબતે તમારે સાવચેત રહેવું પડશે. કોઈ પણ નિર્ણય લેતા પહેલા, તેના સારા તથા ખરાબ પરિણામ અંગે યોગ્ય વિચાર કરજો. વર્ષના પૂર્વાર્ધમાં, તમારે કેટલીક આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પણ, વર્ષના અંત સુધીમાં પરિસ્થિતિ થાળે પડી જશે. આમ છતાં, નાણાકીય લેવડ-દેવડમાં સાવચેતી રાખજો. વિદ્યાર્થીઓની વાત કરીએ તો, આ વર્ષ તેમની માટે ખૂબ જ સશક્ત પુરવાર થશે. રાશિ ભવિષ્ય મુજબ, ગૂઢ વિદ્યા અને માનસશાસ્ત્રના વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ જ સકારાત્મક છે. પરીક્ષામાં સફળતાની નક્કર શક્યતાઓ પણ જોવાય છે. નોકરી કરતા જાતકો માટે પણ આ વર્ષ ખૂબ જ સારૂં પુરવાર થવાની શક્યતા છે. પ્રમોશનની સારી તકો દેખાય છે. તમારા ઉપરી અધિકારી તરફથી તમારી પ્રશંસા થશે અને તમારી આવકમાં પણ વધારો થશે. તમારા સારા દેખાવનું પરિણામ તમારી કારકિર્દી પર સ્પષ્ટ દેખાશે. તમે જો તમારા વરિષ્ઠો સાથે સારા સંબંધો રાખશો, તો તેનું પરિણામ ખરેખર અદભુત આવશે. તમે જો પ્રવાસની યોજના બનાવતા હો તો એ માટે વર્ષ ખૂબ જ સારૂં છે. ધાર્મિક યાત્રા પર જવાની પણ શક્યતા છે.

આ સમયગાળામાં તમે તમારા પરિવાર સાથે કેટલીક મહત્વની ક્ષણો વિતાવશો. માતા-પિતા સાથે પણ તમારા સંબંધો સારા રહેશે. સરકારી ખાતા તરફથી લાભ મળવાની શક્યતા છે, આને કારણે તમારા માનપાનમાં વધારો થઈ શકે છે. પ્રેમ સંબંધિત બાબતોમાં આ વર્ષ સરેરાશ સાબિત થશે. રાશિ ભવિષ્ય આગાહી કરે છે કે, તમારે પ્રેમ જીવનમાં કોઈ મોટી સમસ્યા નહીં આવે. ઑગસ્ટ બાદ, તમારા પ્રેમ જીવનમાંથી રૉમાન્સનું પ્રમાણ થોડું ઘટશે. ફાસ્ટ ફૂડ તમને કેટલીક તકલીફ આપી શકે છે. પેટની લગતી કેટલીક સમસ્યાઓ સર્જાઈ શકે છે. આથી, તમે શું ખાવ છો તે અંગે સાવચેતી રાખજો. જો કે, આ બાબત તમારી કાર્ય ક્ષમતાને અસર નહીં પહોંચાડે.

ઉપાયઃ ગુરૂવારે, ગરીબ બાળકોમાં પીળા રંગની મીઠાઈ વહેંચજો.

રેટિંગઃ 2.5/ 5

મકર (Makar)

મકર રાશિ ભવિષ્ય 2017

આર્થિક દૃષ્ટિએ, આ વર્ષ તમારી માટે સરેરાશ રહેશે. તમારા વધુ પડતા ખર્ચ પર તમારે અંકુશ રાખવો જોઈએ. યાદ રાખજો, આજની બચત તમને આવતીકાલે ઉપયોગી થશે. નાણાકીય લેવડ-દેવડમાં સાવચેતી-જાગરૂકતા રાખજો; ભલેને આ લેવડ-દેવડ તમારા કોઈ નજીકના સંબંધી કે મિત્ર સાથે જ કેમ ન હોય. વેપારીઓ માટે આ વર્ષ ખૂબ જ સફળ સાબિત થશે. અચાનક આર્થિક લાભ થવાની શક્યતા છે, વારસાગત મિલકત કે લોટરીના સ્વરૂપમાં આ લાભ મળવાની શક્યતા છે. મકર રાશિ ભવિષ્ય 2017 આગાહી કરે છે કે, આ વર્ષ વિદ્યાર્થીઓ માટે વિશિષ્ટ સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારા વિદ્યાર્થીઓને સફળતા મળશે. નોકરિયાત વર્ગને અનેક તકો મળશે. સારી નોકરી અને પ્રમોશનની સાથે, તમને સંપૂર્ણ માન-સન્માન મળવાની પણ શક્યતા છે. નવી નોકરીની તલાશ કરી રહેલા લોકોએ થોડી રાહ જોવી પડશે. વર્ષના અંત સુધીમાં અભ્યાસમાં આવતા અંતરાયો ક્રમશઃ ઘટતા જશે તથા નસીબનો સાથે મળી રહેશે. ઉચ્ચ અભ્યાસ માટે, તમે વિદેશ જઈ શકો છો. પારિવારિક પરિસ્થિતિ વર્ષ દરમિયાન સામાન્ય રહેશે. માતા - પિતા સાથેના સંબંધો પણ સારા રહેશે.

તમે ધાર્મિક યાત્રા પર જાવ એવી શક્યતા છે. તમારા સમર્થન બદલ મિત્રો તમારા ઋણી રહેશે અને અધિકારી વર્ગ તમારા કામથી પ્રભાવિત થશે. પ્રેમની બાબતોમાં વર્ષ સરેરાશ જણાય છે. જે લોકો પ્રેમ સંબંધ સાથે સંકળાયેલા છે, તેમની માટે વર્ષ ખૂબ જ સારૂં રહેશે. નવા પ્રેમ સંબંધો માટે આ વર્ષ સારૂં જણાતું નથી. કોઈકની સામે તમે તમારૂં દિલ ખોલી નાખજો, પણ તેમના પર દબાણ લાવતા નહીં. સમય પસાર થશે તેમ, કોને ખબર, સામેની વ્યક્તિ તમારા પ્રસ્તાવનો સ્વીકાર કરી "હા" પાડે. તમે તમારા સ્વાસ્થ્ય બાબતે સતર્ક રહો એ બહુ જરૂરી છે. આ વર્ષે સ્વાસ્થ્ય ઉપર-નીચે રહેવાની શક્યતા છે. ખાણી-પીણીની ખરાબ ટેવો તથા બદલાતી મોસમને કારણે તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. માનસિક તાણ દૂર રાખવા તમારે શક્ય હોય એટલું ખુશ રહેવું જોઈએ. લીલાં શાકભાજી ખાવાનું રાખશો, તો એ તમારી માટે દવાનું કામ કરશે.

ઉપાયઃ કામના સ્થળે નિષ્ઠાપૂર્વક કામ કરો અને તમારા હાથ નીચેના લોકોનું માન જાળવો.

રેટિંગઃ 3 /5

કુંભ (Kumbh)

કુંભ રાશિ ભવિષ્ય 2017

તમે તમારા પોતાના કામની ગુણવત્તાથી આશ્ચર્ય પામશો. પ્રતિસ્પર્ધીઓ તમારી સાથેની સમસ્યાઓ ઉકેલવાનો પ્રયાસ કરશે. તમારી આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. અન્યોની મદદ કરતા પહેલા, તમારી આર્થિક પરિસ્થિતિનું પહેલા ધ્યાન રાખશો તો સારૂં રહેશે. વધુ પડતા ખર્ચને કારણે તમારે ભવિષ્યમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. બચાવેલા નાણા આવનારા સમયમાં તમારા માટે લાભદાયક ઠરશે. વર્ષના ઉત્તરાર્ધમાં, તમારે નાણાકીય બાબતોમાં ખૂબ જ સજાગ રહેવાની જરૂર પડશે. પ્રૉપર્ટી સંબંધિત બાબતોમાં તમને ફાયદો થશે. વેપાર-ધંધો ધરાવતા લોકો તથા તેમનાથી સંબંધિત હોય એવા દરેક માટે આ સમયગાળો અદભુત સાબિત થશે. ભાગીદારીમાં ઈમાનદાર રહેવાની તમને સલાહ છે; અન્યથા તમારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે. વર્ષના ઉત્તરાર્ધમાં વેપાર-ધંધામાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે. પણ, એ ખૂબ જ ટૂંકા ગાળા માટે હશે. કેટલાક મુદ્દાઓ બાદ કરતા, બાકીનું આખું વર્ષ ખૂબ જ સારૂં રહેશે. નોકરીને લગતી દરેક બાબત માટે આ વર્ષ સારૂં પુરવાર થાય એવી શક્યતા છે. પ્રમોશન મળવાની પણ શક્યતા છે. આથી, સખત મહેનત કરવાનું ચાલુ રાખજો અને નિરાશ થતા નહીં. નવી નોકરી શોધી રહેલા યુવાનોને ચોક્કસ સફળતા મળશે. કારકિર્દીમાં સારી શરૂઆત મળવાની પણ શક્યતા છે. કાયદો, મેડિસિન, કૉમર્સ, વગેરે સાથે સંકળાયેલા લોકો માટે આ સમય સકારાત્મક છે.

વિદ્યાર્થીઓ માટે આ વર્ષ મિશ્ર ફળદાયી સાબિત થઈ શકે છે. વધુ મહેનતના પ્રમાણમાં તમને ઓછું પરિણામ મળશે, આથી નિરાશ થશો નહીં. તમને તમારા હિસ્સાની સફળતા જરૂર મળશે. યોગ્ય વિચાર કર્યા બાદ જ પારિવારિક નિર્ણયો લેવા. વ્યક્તિગત સંબંધોમાં મીઠાશ જાળવી રાખવા માટે તમારે આપસમાં સમજદારી રાખવી પડશે. આ વર્ષે માતા સાથેના સંબંધો સારા રહેશે. રોજબરોજના જીવનમાં તમે વધુ પડતા વ્યસ્ત રહેશો, તેને કારણે તમે તમારા જીવનસાથીને વધુ સમય નહીં આપી શકે. આ બાબત તમારા સંબંધમાં કડવાશ ભરી શકે છે. તેમની માટે થોડો સમય કાઢજો અને બહાર ફરવા જવાનું આયોજન કરજો.

ઉપાયઃ કામગારો, કર્મચારીઓ તથા ગરીબોને માન આપજો; અને જો શક્ય હોય તો, તેમને તમારી મદદ આપજો.

રેટિંગઃ 3.5/ 5

મીન (Meen)

મીન રાશિ ભવિષ્ય 2017

મીન રાશિના જાતકોએ દરેક કાર્ય અને પગલું ખૂબ જ સમજી-વિચારીને અને સાવચેતીપૂર્વક લેવાની જરૂર છે. આ વર્ષે, દરેક પગલું સાવધાનીથી ભરજો. તમારી ક્ષમતા કરતાં વધુ મહેનત પડવાની હોય એવો કોઈ નિર્ણય લેતા નહીં. લાંબી મુસાફરીનું આયોજન યોગ્ય રીતે કરવું. કોઈ પણ વ્યક્તિ પર ઝડપથી વિશ્વાસ મુકવો નહીં. વર્ષના મધ્ય સુધીમાં, તમે આવકનું કોઈ નવું સાધન પ્રાપ્ત કરશો અને તેમાંથી આવક શરૂ પણ થશે. આગાહી મુજબ, તમે તમારા વિરોધીઓ માટે ભારે સાબિત થશો. વધુ પડતો માનસિક શ્રમ લેવાનું ટાળજો. તમારી સફળતાનું રહસ્ય તમારા સહ-કર્મચારીઓ સાથે શૅર કરતા નહીં. તમારા મિત્ર અથવા સંબંધીઓ દ્વારા, કોઈક મહત્વની વ્યક્તિ સાથે તમારી ઓળખાણ થશે. તમે જો કોઈક બાબત સખત મહેનતથી શરૂ કરશો તો, એ તમને સારો લાભ અપાવશે. તમને એવૉર્ડ પણ મળી શકે છે. સકારાત્મક વિચાર તમને બહુ મદદ કરશે. અન્ય લોકો તમારા કામથી પ્રભાવિત થશે. તમે કોઈક નવી ટેક્નિક શીખવાનો અથવા કૌશલ્ય પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરશો, જે તમને આવકનું નવું સાધન અપાવશે. નોકરી કરતા લોકોએ તેમના સહ-કર્મચારીઓ સાથે સંતુલન જાળવવું જરૂરી છે. તમને નવી નોકરી મળી જાય નહીં ત્યાં સુધી, વર્તમાન નોકરીમાંથી રાજીનામું આપશો નહીં. અન્યથા તમારે નવી નોકરી મેળવવા માટે લાંબો સમય સુધી વાટ જોવી પડે એવું બની શકે છે. પણ, એનો અર્થ એ નથી કે તમને નવી નોકરી નહીં મળે. વર્ષના અંતે સારી નોકરી મળવાની શક્યતાઓ છે.

તમારા પરિવારના સભ્યો સાથે તમારી મુલાકાતો વધારો. રાશિ ભવિષ્ય 2017 તમને સૂચવે છે કે, તમારા લગ્નજીવન માટે કેટલોક સમય ફાળવો અને તમારા જીવનસાથીને ક્યાંક બહાર લઈ જાવ. આ બાબત તમારા સંબંધોને વધુ દૃઢ બનાવશે. પ્રેમ સંબંધોમાં ગેરસમજથી દૂર રહેજો; અન્યથા, સમસ્યાઓ ઊભી થઈ શકે છે. કોઈ વ્યક્તિ અંગે અભિપ્રાય બાંધી લેવાની ઉતાવળ કરતા નહીં; આવું કરવાથી કોઈકની લાગણીને તમે નકારાત્મક રીતે ઠેસ પહોંચાડશો. તમારા સ્વાસ્થ્યની બાબતમાં પણ, તમારે થોડાક સજાગ રહેવું પડશે. અયોગ્ય. ખોરાક ખાવાને કારણે, પેટ અને લોહીને લગતી સમસ્યાઓ થવાની શક્યતા છે. આ સમસ્યાઓ ટાળી શકાય છે, જો તમે તમારી ખાણી-પીણી બાબતે સજાગ હશો તો. તમે તમારી જીવનશૈલીમાં કેટલાક સુધારા લાવી શકશો તો, એ તમારી માટે સારૂં રહેશે.

ઉપાયઃ તમારા નહાવાની પાણીમાં થોડીક હળદર ઉમેરો

રેટિંગઃ 3/ 5

અમે આશા રાખીએ છીએ કે રાશિ ભવિષ્યની આ આગાહીઓ તમને તમારા સમયનું શ્રેષ્ઠ અગાઉથી આયોજન કરવામાં મદદ કરશે. અહીં આપેલી માહિતીનો મહત્તમ લાભ લો. બધી જ રાશિઓ માટેનું રાશિ ભવિષ્ય 2017 વાચવા બદ્દલ આપનો આભાર

Read Other Zodiac Sign Horoscope 2017

Related Articles

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

Dhruv Astro Software

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 750/-

Big horoscope

AstroSage on MobileAll Mobile Apps

AstroSage TVSubscribe

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com

Reports