અનુરાધા નક્ષત્ર ભવિષ્યકથન
ઈશ્વરમાં તમને અપાર-અગાથ શ્રદ્ધા હશે. આ કારણસર જ તમે કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાં નિરાશ-હતાશ થતા નથી. જીવનમાં મુશ્કેલીઓ આવશે, પણ તમને તે તમારા માર્ગ પરથી ચલિત નહીં કરી શકે કેમ કે તમે સખત મહેનત કરનારા છો. તમે બહુ નાની વયથી જ કમાતા થઈ જશો. તમારો સ્વભાવ ખૂબ જ સંઘર્ષમય છે. માનસિક શાંતિ માટે તમારે નિયમિત પ્રયાસો કરવા પડશે. તમે સ્પષ્ટવક્તા છો, તમારા મગજમાં જે કંઈ આવે છે તે તમે કહી દો છો. દિલમાં કશું જ ધરબી રાખવું એ તમારા સ્વભાવમાં નથી. આને પગલે કેટલાક લોકો તમારા શબ્દોને કારણે ઘવાય એવી શક્યતા છે. તમે જ્યારે કોઈની મદદ કરવાનો પ્રયાસ કરો છો, ત્યારે તમે પૂરા દિલથી એવું કરો છો. તમને દેખાડો કરવાનું ગમતું નથી. તમે તમારા ધ્યેય વિશે ખૂબ જ ગંભીર રહો છો, ઘણા બધા અંતરાયો છતાં તમે તમારા ધ્યેયની પ્રાપ્તિમાં સફળ રહો છો. તમારી પાસે જે પણ તક આવે છે, તમે તેનો મહત્તમ ઉપયોગ કરવામાં માનો છો. તમને નોકરી કરવા કરતાં વેપાર કરવામાં વધુ રસ હશે. છેક બાળપણથી જ તમારામાં વેપારને લગતી કુનેહ હશે. આથી, તમે તેમાં ખૂબ જ સફળ થઈ શકશો. તમે જો નોકરીમાં હશો તો પણ તમે તમારા વરિષ્ઠોની તરફેણ મેળવશો. તમે તમારા જીવનમાં ખૂબ જ શિસ્તબદ્ધ હશો તથા જીવનમાં તમારા સિદ્ધાંતોને ખૂબ મહત્વ આપશો. તમે તમારા કામમાં સંપૂર્ણ શિસ્ત જાળવવાનો પ્રયાસ કરો છો. તમે સિદ્ધાંતવાદી હોવાથી, તમારા મિત્રોની સંખ્યા ઝાઝી નહીં હોય તથા તમારૂં વર્તુળ પણ ખૂબ જ મર્યાદિત હશે. તમે જીવનના પાઠ તમારા સંઘર્ષ દ્વારા જ શીખશો. જે લોકો તમારા વ્યક્તિત્વના ગુણો જાણે છે તેઓ, તમારી પાસેથી સલાહ લેશે કેમ કે તમે ખાસ્સા અનુભવી છો. ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિને પહોંચી વળવાની જાદુઈ આવડત તમારામાં છે. સંપત્તિનો સવાલ છે ત્યાં સુધી, તમને સંપત્તિનું અપાર સુખ મળશે કેમ કે તમને મિલકતમાં રોકાણ કરવું અથવા બચત કરવાનું ખૂબ જ પસંદ હશે. રોકાણ કરવાના તમારા આ વલણને કારણે તમે સારા એવા પ્રમાણમાં પૈસાપાત્ર હશો
શિક્ષા ઔર આવક
તમે 17 અથવા 18 વર્ષની નાની વયથી જ નાણાં બનાવવાનું ચાલુ કરી દેશો. તમારી માટે અનુકૂળ વ્યવસાય ક્ષેત્રો છે હિપ્નોટિસ્ટ; તાંત્રિક; જ્યોતિષ; જાસૂસી; ફોટોગ્રાફી; સિનેમા, સંગીત તથા કળા સંબંધિત કાર્યો; વેપરા; મેનેજમેન્ટ; માર્ગદર્શન; માનસશાસ્ત્ર; વિજ્ઞાન; અંકશાસ્ત્ર; ગણિત; સરકાર સંબધિત કાર્યો; ઉદ્યોગપતિ; પ્રવાસન ખાતા સંબંધિત કામ; વગેરે.
પારિવારિક જીવન
અંગત જીવનમાં તમારા ટેકેદારો પાસેથી તમને બહુ જ ઓછો આધાર મળશે. વળી, પિતા સાથે ઝઘડાની પણ શક્યતા જોવાય છે. તમે તમારી જન્મભૂમિથી સામાન્યપણે દૂર રહેશો. તમારા સંતાનને જીવનમાં તમારા કરતાં વધુ સફળતા મળશે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems








