પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર ભવિષ્યકથન
તમે સંગીત, કળા, તથા સાહિત્ય વિશે ઘણું જાણો છો કેમ કે આ બાબતો છેક બાળપણથી તમારા રસનો વિષય રહી છે. તમારી વિચારવાની પ્રક્રિયા ખાસ્સી શાંત છે. તમને તમારૂં જીવન સચ્ચાઈના માર્ગ પર ચાલીને પસાર કરવાનું ગમે છે. તમારા જીવનમાં પ્રેમ સર્વોચ્ચ બાબત હશે. તમે હિંસા તથા વાદવિવાદથી દૂર રહેવાનું પસંદ કરશો કેમ કે તમે શાંતિપ્રિય છો. ક્યારેક કોઈક સમસ્યા સર્જાય છે તો તમે તેનો ઉકેલ અત્યંત શાંતિપૂર્ણ રીતે શોધવાનો પ્રયાસ કરો છો. પણ, જ્યારે વાત તમારા આત્મસન્માનની હોય, તમે તમારા વિરોધીઓ પર છવાઈ જાવ છો. એટલું જ નહીં, મિત્રો તથા સારા લોકોનું સ્વાગત કઈ રીતે કરવું તે તમે સારી રીતે જાણો છો. તમે મનની વાતનો અંદાજ લગાડવામાં નિષ્ણાંત હોવાને કારણે, સામી વ્યક્તિના મગજમાં શું ચાલી રહ્યું છે તે તમે તરત પામી જાવ છો. સ્વભાવથી, તમે ખૂબ જ ઉદાર છો તથા તમને હરવું-ફરવું ગમે છે. તમને ઈમાનદારીપૂર્વક કામ કરવાનું ગમે છે તથા જીવનમાં પ્રગતિ માટે તમે હંમેશાં સાચો તથા સત્યનિષ્ઠ માર્ગ જ પસંદ કરો છો. જીવનમાં, તમને કોઈ ચોક્કસ ક્ષેત્રમાં વિશિષ્ટ યશ-કીર્તિ મળશે. આમ છતાં, તમને વ્યાકુળતા રહેશે. અન્યોની મદદ કરવા માટે તમે તેમની વિનંતી પહેલા જ હાજર થઈ જશો કેમ કે તમે કરૂણામય છો. તમને સ્વતંત્રતા ગમે છે. આથી, તમને કોઈ બંધનો ગમતા નથી. કોઈ અન્ય વ્યક્તિ પર મદાર રાખવો પડે એવી કોઈ પણ બાબત તમને ગમતી નથી. તમારામાં વધુ એક સારો ગુણ એ છે કે તમે નોકરીમાં પણ તમારા વરિષ્ઠોને પંપાળતા નથી, જેને કારણે તમે વરિષ્ઠો દ્વારા મળનારા લાભોથી વંચિત રહી જાવ છો. તમે બલિદાન આપવાની વિચારધારા ધરાવતા હોવાથી, તમને અન્યો પાસેથી કોઈ લાભો લેવાનું પણ નહીં ગમતું હોય. તમે પરિવાર સાથે વિશિષ્ટ જોડાણ ધરાવતા હશો તથા તમારા પરિવાર માટે બધું જ સમર્પિત કરવા માટે હંમેશા તત્પર રહેશો.
શિક્ષા ઔર આવક
તમે તમારો વ્યવસાય બદલતા રહેશો. 22, 27, 30, 32, 37 અને 44 આ વય નોકરી તથા વેપાર માટે મહત્વની બની રહેશે. તમારી માટે ફાયદાકાર વ્યવસાયો આ મુજબ છે સરકારી નોકરી; ઉચ્ચ અધિકારી; મહિલાઓના વસ્ત્રો, એસેસરીઝ તથા કૉસ્મેટિક વસ્તુઓનું ઉત્પાદન અથવા તેનું વિતરણ; મનોરંજન કરનાર; મૉડેલ; ફોટોગ્રાફર; ગાયક; અભિનેતા; સંગીતકાર; લગ્નના વસ્ત્રો બનાવનાર, એસેસરીઝ તથા ગિફ્ટનો વેપાર; બોયોલૉજિસ્ટ; સોની; કપાસ, ઊન અથવા રેશમને લગતું કામ; વગેરે.
પારિવારિક જીવન
તમારૂં પારિવારિક જીવન ખુશખુશાલ રહેશે. જીવનસાથી તથા બાળકો સારૂં વર્તન ધરાવનારા હશે તથા તમને તેમના તરફથી પૂરતા પ્રમાણમાં ખુશી મળશે. તમારા જીવનસાથી વિશ્વાસપાત્ર તથા પરિવારના કલ્યાણ માટે બધું જ ન્યોછાવર કરી દેવા તૈયાર રહેશે. તમારા પ્રેમ લગ્ન થઈ શકે છે અથવા તમે કોઈ પરિચિત વ્યક્તિને જ પરણો એવું પણ બની શકે છે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
AstroSage TVSubscribe
- Rashifal 2025
- Horoscope 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025