રેવતી નક્ષત્ર ભવિષ્યકથન
તમે મૃદુભાષી, મૈત્રીસભર અને મુક્ત વલણ ધરાવો છો. તમને કારણ વિના કોઈના પણ કામમાં ખલેલ પહોંચાડવાનું ગમતું નથી તથા અન્યો તરફથી પણ તમે આવી જ અપેક્ષા રાખો છો. જ્યારે પણ કોઈ તમારૂં ધ્યાન તમારા સિદ્ધાંતો પરથી અન્યત્ર ખસેડવાનો પ્રયાસ કરે છે ત્યારે તમે આક્રમક-વિકરાળ થઈ જાવ છો. પરિસ્થિતિ પ્રમાણે, તમે લોકો સાથે તમારૂં વર્તન બદલો છો. તમે દિલથી ઈમાનદાર તથા સાફ છો. કોઈ પણ વાત લાંબા સમય સુધી ગુપ્ત રાખવાનું તમારી માટે બહુ મુશ્કેલ હોય છે. તમે કોઈના પર આંધળો વિશ્વાસ મુકતા નથી; પણ જો તમે કોઈના પર વિશ્વાસ મુકો છો તે પૂરેપૂરો હોય છે. ભલેને ગમે તે થઈ જાય, તમે તમારી અંર્તસ્ફૂરણા પ્રમાણે જ કામ કરો છો. તમારૂં વર્તન મહ્દઅંશે ધર્મને અનુરૂપ હોય છે અને આ બાબત તમને ઘણી બાબતોમાં ખાસ્સા જૂનવાણી બનાવી દે છે. તમને પ્રાચીન સંસ્કૃતિ તથા ઈતિહાસમાં ઉચ્ચ રસ છે. ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં પણ તમે નિષ્ણાંત છો. તમારામાં કવિતા માટેની પ્રતિભા છે, તમે જુનવાણી હોવા છતાં, તમે સંશોધન કરતા રહો છો અને વૈજ્ઞાનિક ઉકેલો શોધતા રહો છો. અન્યો શું કહે છે, તેનાથી તમને ખાસ કોઈ ફરક પડતો નથી. વળી, તમે તમારી માન્યતાઓને લઈને ખાસ્સા દૃઢ હોવાની સાથે લવચીક પણ છો. તમને જ્યારે તમારૂં કામ કઢાવવું હોય છે, તમે તે વિનમ્રતાપૂર્વક તે કરાવી લો છો. તમારા આ ગુણને કારણે, તમે સફળ રહો છો. તમે હોંશિયાર તથા બુદ્ધિશાળી છો તથા તમારૂં મગજ ખૂબ જ સતેજ છે. તમે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરશો. તમારા જ્ઞાનના બળે, તમે બધું જ ખૂબ ઝડપથી આટોપી લો છો. તમારામાં નિર્ણય લેવાની ગજબની ક્ષમતા છે. તમે સદાય મીઠું બોલનારા તથા વિદ્વાન છો. અન્યો સાથે તમારૂં વર્તન ખૂબ સારૂં હોય છે તથા તમે સારા મિત્ર પણ છો. જીવનના બધા અંતરાયો-મુશ્કેલીઓને પાર કરી, તમે હંમેશા આગળ રહો છો. તમે સમાજમાં માનપ્રાપ્ત વ્યક્તિ છો તથા લોકો વચ્ચે પ્રેમભાવ બનાવી રાખવામાં પણ તમે નિષ્ણાંત છો. લોકો તમારી ગણના અસરકારક વ્યક્તિમાં કરે છે. તમને આધ્યાત્મમાં તથા ધર્મમાં ઊંડો વિશ્વાસ છે. તમારૂં જીવન વૈભવ અને આનંદ વચ્ચે વીતશે, તમને તેની જ ઝંખના હશે. આર્થિક દૃષ્ટિએ પણ તમે સમૃદ્ધ તથા ખુશ હશો.
શિક્ષા ઔર આવક
નોકરી કરવા તરફ તમારો દૃઢ ઝુકાવ જોવા મળે છે. તમારી સખત મહેનત, બુદ્ધિમત્તા તથા ઉદ્યમશીલતા સાથે તમે કામમાં ઉચ્ચ સ્થાનને પામશો, જો કે, તમે વેપારમાં સફળ રહેશો. તમારી માટે અનુકૂળ વ્યવસાયોમાં આર્ટિસ્ટ; ચિત્રકાર; હિપ્નોટિસ્ટ; અભિનેતા; સંગીતકાર; જાદુગર; ઘડિયાળ સંબંધિત કામકાજ; ઈમારતોના બાંધકામ સંબંધી કામ; કેલેન્ડર તથા પંચાગકર્તા; જ્યોતિષ; એર હૉસ્ટેસ; રત્નોના વેપારી; જળ પરિવહન સંબંધિત કામકાજ; આનાથાલય સાથે સંકળાયેલાં કામ; ધાર્મિક સંસ્થાના સંચાલક; ટ્રાફિક નિયમન તથા પરિવહન ખાતા સાથે સંબંધ ધરાવતા કામ; ઈલેક્ટ્રિસિટી વિભાગ સાથે સંબંધિત કાર્યો; માર્ગ સુરક્ષા કર્મચારી; વગેરે.
પારિવારિક જીવન
તમારૂં લગ્નજીવન સામાન્યપણે ખુશખુશાલ હશે. જીવનસાથી સાથે સારા સંયોજનની અપેક્ષા છે. તમને સંતાનો તરફથી પણ સારા પ્રમાણમાં ખુશી મળશે, પણ એવી શક્યતા છે કે તેમને તમારા પિતા પાસેથી ઝાઝી તરફેણ નહીં મળે. તમારા જીવનસાથી જીદ્દી સ્વભાવના હોય એવી શક્યતા છે, પણ તેઓ ઈશ્વરના ભક્ત હશે તથા વિધિઓ તથા પરંપરાઓને યોગ્ય રીતે અનુસરનારા હશે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems








