કૃતિકા નક્ષત્ર ભવિષ્યકથન
તમે સારા સલાહકાર છો તથા હકારાત્મક છો. ગરિમાપૂર્ણ રીતે વર્તવું તથા ઉચિંત રીતે જીવન જીવવું એ તમારી ખાસિયત છે. તમારો ચહેરો ખાસ્સો તેજસ્વી હશે તથા તમારી ચાલ ખૂબ જ ઝડપી હશે. અંગ્રેજી શબ્દ ક્રિટિકલનું (દોષદર્શી) મૂળ કૃતિકા શબ્દમાં છે. આથી, લોકોમાંના દોષો વિવેચકની જેમ શોધવાની તથા તેને સુધારવાનો પ્રયાસ કરવો એ તમારો વિશેષ ગુણ છે. એટલું જ નહીં, કોઈપણ કામના પરિણામનું આકલન કરવામાં પણ તમે નિષ્ણાંત હશો અને તેમાંથી છૂપા લાભ અને હાનિ પણ તમે શોધી શકશો. તમે તમારો શબ્દ પાળનારી વ્યક્તિ છો તથા તમને સમાજસેવામાં પણ રસ હશે. નામ અને કીર્તિની વાત કરીએ તો, તમને તેની સાથે કોઈ નિસ્બત નહીં હોય, તથા કોઈની પણ મહેરબાની લેવાનું તમને નહીં ગમે. તમે બધું જ તમારી મેળે કરવામાં માનતા હશો. એટલું જ નહીં, પરિસ્થિતિ સાથે કઈ રીતે અનુકૂળ થવું એ તમને ખબર નહીં હોય આથી તમે તમારા નિર્ણય પર અડગ રહેશો. તમે બહારથી ખૂબ જ કઠોર દેખાતા હશો, પણ તમારી અંદર પ્રેમ, લાગણી, તથા કરૂણા છલોછલ ભરેલી હશે. તમે જ્યારે ગુસ્સે થાવ છો, ત્યારે શિસ્ત જાળવવી ખૂબ જ આવશ્યક છે. તમે ક્યારેય કોઈને ડરાવવામાં માનતા નથી. આ ઉપરાંત, તમને આધ્યાત્મમાં પણ રસ હશે. જપ, તપ અને વ્રત વગેરે દ્વારા તમે ધાર્મિક-આધ્યાત્મિક જીવનમાં પણ ખાસ્સી પ્રગતિ કરશો. એકવાર તમે આધ્યાત્મના માર્ગ પર ચાલવાનું શરૂ કરશો, એ પછી આ દુનિયામાં એવું કશું જ નથી જે તમને રોકી શકે. તમે અત્યંત પરિશ્રમી હોવાથી, તમે કોઈપણ કામ નિયમિત કરવામાં માનતા હશો. શિક્ષણ હોય, કામ હોય કે પછી વેપાર-ધંધો હોય, તમે હંમેશા અન્યોથી આગળ રહેવામાં માનો છો. નિષ્ફળ થવું કે પાછળ રહી જવું આ બાબતો તમે સહન કરી શકતા નથી. સ્વભાવે વધારે પડતા પ્રમાણિક હોવાથી, તમારી સાથે છેતરપિંડી પણ થઈ શકે છે. તમે બની શકે એટલું તમારા જન્મસ્થળથી દૂર રહેવાનો પ્રયાસ કરશો તો, એ તમારી માટે વધુ લાભદાયક પુરવાર થશે. અન્યોની સમસ્યા અંગે અસરકારક ઉકેલો આપવામાં તમે ખાસ્સા સમર્થ હશો. નામ, કીર્તિ, સંપત્તિ બાબતે તમારા વિચારો સ્પષ્ટ છે, તમને આ બધું કોઈની મહેરબાનીથી અથવા ખોટા માર્ગે નથી જોઈતું. નાણા કમાવવાની નોંધપાત્ર કુશળતા તમારામાં છે તથા સખત પરિશ્રમથી કોઈપણ ધ્યેયને પ્રાપ્ત કરવાની ટેવ તમે ધરાવો છો. તમારૂં જાહેર જીવન પણ યશસ્વી તથા ગૌરવશાળી હશે. તમે દેખાવે આકર્ષક છો તથા તમને સ્વચ્છતા ગમે છે. જીવન બાબત તમારો અભિગમ એકદમ સ્પષ્ટ હશે, તમે તમારા નીતિ તથા મૂલ્યો અનુસાર જ તેને જીવવામાં માનશો. તમને સંગીત તથા કળા પ્રત્યે વિશેષ રસ હશે. એટલું જ નહીં, તમે અન્યોને શીખવવામાં પણ એટલા જ સારા હશો.
શિક્ષા ઔર આવક
શિક્ષણ અને આવકઃ તમે સામાન્યપણે તમારા જન્મના સ્થળે નહીં રહો તથા કામ માટે તમારે અવારનવાર એક સ્થળેથી બીજા સ્થળે જવાનું થશે. ફાર્માસિસ્ટ; એન્જિનિયરિંગ; દાગીના બનાવવા સંબંધી કામ; યુનિવર્સિટીના વરિષ્ઠ અધિકારી અથવા કોઈ વિભાગના વડા; વકીલ; જજ; સેના; પોલીસ કે સલામતી દળો; ફાયર બ્રિગેડ અધિકારી; બાળ સંભાળ એકમ; અનાથાલયને લગતું કામકાજ વ્યક્તિત્વ વિકાસ તથા આત્મવિશ્વાસ વધારવા સંબંધી કામો; આધ્યાત્મિક ગુરૂ અથવા વક્તા; આગ સંબંધિત વેપાર જેમ કે કન્ફૅક્શનરી, બૅકરી, વૅલ્ડિંગ, સોનાના દાગીના ઘડવા; સીવવું-ભરતકામ કરવું; દરજીકામ; સિરામિક કે શાંતિદાયક ઔષધિઓ બનાવવી, તથા એ બધા કામ જેમાં આગ તથા ધારદાર સાધનો સાથે કામ લેવાનું હોય; એવા વ્યવસાયો તમને નસીબદાર બનાવી શકે છે.
પારિવારિક જીવન
પારિવારિક જીવનઃ તમારૂં લગ્નજીવન આનંદમય હશે. તમારા જીવનસાથી કુશળ, કટિબદ્ધ, વફાદાર તથા ઘરરખ્ખુ હશે. ઘરમાં આવું પ્રસન્ન વાતાવરણ હોવા છતાં તમારા જીવનસાથીનું સ્વાસ્થ્ય એ ચિંતાનો વિષય હશે. તમારા જીવનસાથી તમને પહેલાથી જાણતા ન હોય એવું પણ થઈ શકે છે. એવી પૂરેપૂરી શક્યતા છે કે તમારા લવ મૅરેજ થાય. તમને તમારી માતા સાથે ખાસ જોડાણ હશે તથા તમને તમારા ભાઈભાંડુઓ કરતાં માતા પાસેથી વધુ પ્રેમ મળશે. જીવનના 50 વર્ષ સુધી જીવન ખાસ્સું સંધર્ષમય બની રહે એવી શક્યતા છે. પણ, 50થી 56 વર્ષની વય વચ્ચે બધું જ એકદમ સરસ રહેશે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
AstroSage TVSubscribe
- Rashifal 2025
- Horoscope 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025