આદ્રા નક્ષત્ર ભવિષ્યકથન
આદ્રા નક્ષત્રમાં જનમ્યા હોવાથી, તમે તમારી જવાબદારીઓ પ્રત્યે કટિબદ્ધ તથા સખત મહેનત કરનારા હશો. તમે જન્મજાત પ્રતિભાશાળી હશો, કેમ કે આ નક્ષત્રના સ્વામી રાહુ સંશોધક છે. વિવિધ વિષયો અંગે જાણકારી, જ્ઞાન મેળવવાની ભૂખ તમારામાં હશે. તમે ખાસ્સું ખુશખુશાલ વ્યક્તિત્વ ધરાવો છો તથા દરેકની સાથે સારી રીતે વર્તો છો. કેમ કે તમે બધી જ બાબતોમાં માહેર છો, આથી વેપાર-ધંધાથી લઈને સંશોધન જેવી કોઈ પણ બાબતમાં તમે સફળ થઈ શકો છો. સામેની વ્યક્તિ શું વિચારી રહી છે તેની ગણતરી તમે સરળતાથી કરી લો છો. આને કારણે તમે અંર્તજ્ઞાનસભર સ્વભાવના છો તથા એક સારા મનોવિશ્લેષક છો. વિશ્વને સમજવાની વિશેષતા તમારામાં છે તથા તમારા પ્રયોગો અંગેના અનુભવો અન્યોને જણાવવામાં તમે અચકાતા નથી. દરેક બાબતનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવું એ તમારી ટેવ છે. તમે બહારથી શાંત જણાવ છો, પણ તમારૂં સતત સક્રિય મન તમારી અંદર એક વાવઝોડાને જીવંત રાખે છે. તમારા ગુસ્સા પર કાબુ રાખવો તમારી માટે સારી બાબત રહેશે. પરિસ્થિતિ તમારી કસોટી લીધા કરશે, પણ તમે તમારી જાતને તૂટતા બચાવી લેશો. કદાચ એટલે જ તમે આટલા અનુભવી તથા પાકટ છો. તમારા અનેક ગુણોમાંનો એક એ પણ છે કે તમે તમારી સમસ્યાઓ તમારા સુધી જ સીમિત રાખો છો. ઘણીવાર, તમે એવા નિદોર્ષ બાળકની જેમ વર્તો છો જેને ભવિષ્યની કોઈ ચિંતા-ફીકર નથી. તમામ સમસ્યાઓ પર વિચારણા કર્યા બાદ તમે તેના પર આખરે વિજય મેળવવામાં સફળ રહો છો. તમે શારીરિક રીતે બળશાળી તથા એથ્લિટ જેવા છો. એક સાથે અનેક કામ કરવા એ તમારી વધુ એક વિશેષતા છે. એટલું જ નહીં, તમને આધ્યાત્મમાં પણ સારો એવો રસ હશે. "શા માટે" અને "કઈ રીતે"ના સિદ્ધાંત પર કામ કરશો તથા વણઉકેલાયેલા રહસ્યોને ઉકેલશો. રોજી-રોજગાર મેળવવા તમારે ઘરથી દૂર રહેવું પડી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો, તમે કામ માટે વિદેશ પણ જઈ શકો છો. જીવનના 32થી 42 વર્ષના ગાળામાં તમારો સમય અદભુત હશે.
શિક્ષા ઔર આવક
ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, જ્યોતિષશાસ્ત્ર અથવા માનસશાસ્ત્ર જેવા વિષયોમાં તમે તમારૂં શિક્ષણ લઈ શકો છો. ગુજરાન ચલાવવાની વાત આવે તો, ઈલેક્ટ્રિક એન્જિનિયરિંગ અથવા ક઼ૉમ્પ્યુટર સંબંધિત કામ; અંગ્રેજી અનુવાદ; ફોટોગ્રાફી; ભૌતિકશાસ્ત્ર અથવા ગણિત ભણાવવું; સંશોધન અથવા તેના સંબંધિત કાર્ય; ફિલોસોફી; નવલકથા લેખન; ઝેર સાથે કામ લેતા તબીબ; ફાર્માસ્યુટિકલ્સ; આંખ તથા મગજને લગતી બીમારીઓનું નિદાન; ટ્રાન્સપૉર્ટેશન; સંપર્ક વિભાગ; માનસશાસ્ત્ર વિભાગ; ગુપ્તચર ખાતું અથવા રહસ્ય ઉકેલવા; ફાસ્ટફૂડ તથા આલ્કૉહૉલિક પીણાં વગેરે જેવા ક્ષેત્રો તમારી પસંદગીનાં હશે,
પારિવારિક જીવન
પારિવારિક જીવનઃ એવી શક્યતા છે કે તમારા લગ્ન થોડા મોડા થાય. સુખી લગ્નજીવન માટે તમારે કોઈ પણ પ્રકારની દલીલબાજી કે વાદવિવાદથી દૂર રહેવું. નોકરી કે ધંધાના કારણસર તમારે તમારા પરિવારથી દૂર રહેવું પડી શકે છે. તમારા જીવનસાથી તમારી સારી સારસંભાળ લેશે તથા તે ઘરને લગતા કામોમાં નિષ્ણાંત હશે.