કરિયર રાશિફળ 2020 - Career Horoscope 2020 in Gujarati

મેષ રાશિ ના જાતકો માટે રાશિફળ 2020 મુજબ કારકિર્દી નું ક્ષેત્ર વધારે સારું રહેશે. ભૂતકાળ માં કરેલી મહેનત નું ફળ આ સમય મળશે. આ વર્ષ તમારી નોકરી બદલવા ની ઈચ્છા પુરી થયી શકે છે. શરૂઆત માં વધારે મહેનત કરવી પડશે જેના પરિણામ સ્વરૂપ તમારી નોકરી સ્થાયી થશે અને એક સારા કાર્યસ્થળ માં બદલાયી જશે. જો તમે મન લગાવી મહેનત કરો છો તો તમે આ વર્ષ કારકિર્દી માં સફળ થયી શકો છો અને પ્રમોશન મેળવી શકો છો.

વૃષભ રાશિ ના જાતકો માટે રાશિફળ 2020 ઘણું મહત્વપૂર્ણ રહેશે. નોકરિયાત લોકો નું બીજા સ્થળે ટ્રાન્સફર થયી શકે છે ત્યાંજ જે જાતકો અત્યાર સુધી બેરોજગાર છે તેમને હજી રાહ જોવી પડી શકે છે. માર્ચ મહિના થી જૂન સુધી કારકિર્દી ના ક્ષેત્ર માં અમુક પડકારો હોઈ શકે છે પરંતુ ધીરજ રાખી કામ કરવા થી તે પડકારો નું સામનો કરી શકાય છે. તમારા સારા પ્રદર્શન થી તમારા ઉચ્ચ અધિકારીઓ ખુશ થશે. વિદેશી સંપર્કો થી આ સમય લાભ થશે. આ વર્ષ કોઈપણ જાત ના કાવતરા નું ભાગ ના બનો અને શક્યતા છે કે કાર્યક્ષેત્ર માં કોઈ જોડે વિવાદ થાય જેના લીધે માનહાની પણ શક્ય છે.

મિથુન રાશિ ના જાતકો માટે રાશિફળ 2020 મુજબ આ વર્ષ કારકિર્દી ના ક્ષેત્ર માટે આ વર્ષ સામાન્ય રહેશે. તમે અનુભવી શકો છો કે તમારી મહેનત મુજબ તમને પરિણામ નથી મળી રહ્યા. ભાગીદારી ના વેપાર માં તમને સફળતા મળશે અને તમારો ભાગીદાર તમને દરેક શક્ય સહાયતા કરશે. આ વર્ષ તમારે કોઈપણ નવું વેપાર શરુ કરવા થી બચવું જોઈએ કેમકે શક્યતા છે કે નવો વેપાર અસફળ રહે અને તમને નુકસાન થાય. આ વર્ષ કામ ના સંબંધ માં ઘણી યાત્રાઓ થયી શકે છે. જો આ વર્ષ તમે પોતાની અંદર ની ખામીઓ ને ઓળખી ને તેને દૂર કરી શકશો તો આ વર્ષ તમે ઘણી ઉન્નતિ કરશો.

કર્ક રાશિ ના જાતકો માટે રાશિફળ 2020 મુજબ આ વર્ષ ની શરૂઆત સામાન્ય હશે. તમે તમારા દમ પર કોઈ મોટા ઉદ્યમ થી સંકળાયી શકશો. આ સમય તમારી કારકિર્દી મજબૂત થવા ની સાથે તમે સારા લાભ પણ મેળવશો. તમારી કારકિર્દી મજબૂત સ્થિતિ માં રહેશે. મિત્ર ની સાથે વેપાર કરી તમે વધારે લાભ મેળવી શકો છો. પોતાના વેપાર માટે વિદેશ યાત્રા પણ થયી શકે છે. નોકરિયાત જાતકો પોતાની નોકરી માં ઈચ્છીત ટ્રાન્સફર મેળવી શકે છે. એકંદરે તમે આ વર્ષ સામાન્યરીતે પસાર કરશો.

સિંહ રાશિ ના જાતકો માટે રાશિફળ 2020 મુજબ આ વર્ષ સારો રહેશે. કાર્યક્ષેત્ર માં તમારું પ્રદર્શન પ્રશંસનીય રહેશે અને અંગત અને કૌટુંબિક જીવન માં સારું સામંજસ્ય રહેશે. આ વર્ષ શનિ આખા વર્ષ તમારી રાશિ ના ષષ્ઠમ ભાવ માં રહેશે જેના લીધે તમને કાર્યક્ષેત્ર માં પ્રમોશન મળી શકે છે. આ રાશિ ના અમુક નોકરિયાત જાતકો ને મનગમતું ટ્રાન્સફર મળી શકે છે. આના સિવાય કાર્યક્ષેત્ર માં અમુક સમય વધઘટ રહી શકે છે. આ વર્ષ તમે સારું ધન લાભ મેળવશો. એકંદરે આ વર્ષ આ રાશિ ના જાતકો માટે ઘણું ફળદાયક નીવડશે.

કન્યા રાશિ ના જાતકો માટે રાશિફળ 2020 મુજબ આ વર્ષ કારકિર્દી ઘણી પ્રગતિશીલ રહેશે. આ વર્ષ તમે તમારી કારકિર્દી માં ફેરફાર કરવા માં સફળ થશો. આ સમય તમે પોતાના કાર્યક્ષેત્ર માં પોતાનું સંપૂર્ણ યોગદાન આપશો. મલ્ટી નેશનલ કંપની માં કામ કરતા લોકો પોતાના પ્રદર્શન ના દમ પર આગળ વધશે. જોકે આ વર્ષ કાર્યક્ષેત્ર માં પ્રગતિ મંદ રૂપે હોઈ શકે છે. અમુક લોકો ને મનગમતું ટ્રાન્સફર મળી શકે છે. સખત મહેનત ના દમ પર તમે પોતાની ઈચ્છાઓ ને પૂરું કરી શકશો.

તુલા રાશિ ના જાતકો માટે રાશિફળ 2020 મુજબ આ વર્ષ વધઘટ થી ભરેલું રહેશે જેના લીધે તમારે કારકિર્દી ની બાજુ વધારે મહેનત કરવી હશે. પોતાના જ્ઞાન નું પ્રયોગ કારકિર્દી ના ક્ષેત્ર માં સમજદારી થી કરી તમે પ્રગતિ અને માન સમ્માન મેળવી શકશો. આ વર્ષ ના અંત સુધી તમારી નોકરી માં ટ્રાન્સફર પણ શક્ય છે. તમારી મહેનત ચાલુ રાખો અને પડકારો થી ઘબરાશો નહિ. કોઈપણ કામ ઉતાવળ અને ઘબરાહટ માં ના કરો. આ વર્ષે તમારે કોઈ નવો વેપાર ના કરવો જોઈએ.

વૃશ્ચિક રાશિ ના જાતકો માટે રાશિફળ 2020 મુજબ આ વર્ષ સામાન્ય રહી શકે છે. વર્ષ ના પ્રારંબ માં કોઈ નવું કામ શરુ કરી તમે તેમાં સફળતા મેળવી શકો છો. તમને ભાગ્ય નો ટેકો મળશે. આ સમયે પોતાની મહેનત મુજબ પરિણામ ના મળવા થી તમે અમુક અસહજ રહી શકો છો. આના સિવાય આ સમયે તમારી આવક વધી શકે છે અને તમને કારકિર્દી ના ક્ષેત્ર માં ઘણી સારી તકો મળી શકે છે. મિલકત માં નિવેશ કરવા માટે સમય સારો છે. વર્ષ ના અંત માં તમારે અમુક જોખીમપુર્ણ કામ કરવા પડી શકે છે.

ધનુ રાશિ ના જાતકો માટે રાશિફળ 2020 મુજબ આ વર્ષ નોકરિયાત અને કારકિર્દી જીવન ઘણો સારો રહેશે. તમે આ વર્ષે નવું કામ શરુ કરી શકો છો. આ વર્ષે તમને સહકર્મીઓ નું ટેકો મળશે. તમારી કોઈ અટકાયેલી યોજના ફરી થી શરુ થયી શકે છે. એક થી વધારે જગ્યાએ થી આવક ચાલુ થશે. તમે વિરોધીઓ ઉપર ભારે રહેશો. વર્ષાન્ત માં અમુક મુશ્કેલીઓ નદી શકે છે અને તમે કાયદાકીય બાબતો માં ગૂંચવાયી શકો છો. તમારી છબી અથવા પ્રતિષ્ઠા ને નુકસાન થાય એવું કોઈપણ કામ ના કરો.

મકર રાશિ ના જાતકો માટે રાશિફળ 2020 મુજબ આ વર્ષ મિશ્ર પરિણામ આપશે. આ સમય જે જાતક નોકરી ગોતી રહ્યા છે તેમને સ્થાયી નોકરી મળી શકે છે. આ વર્ષ કામ ના સંબંધ માં ઘણી બધી મુસાફરી અથવા યાત્રાઓ થશે. આ યાત્રા વિદેશ યાત્રા પણ હોઈ શકે છે. એક વાત યાદ રાખો કે સખત મહેનત પછીજ સફળતા મળે છે તેથી સખત મહેનત કરવા નું ચાલુ રાખો. આ સમયે તમે ઉત્તમ નિર્ણય લયી શકશો. નોકરી માં ત્યાગપત્ર આપતા પહેલા સારી રીતે વિચારી લો નહીંતર પછી થી પસ્તાવો થયી શકે છે.

કુમ્ભ રાશિ ના જાતકો માટે રાશિફળ 2020 મુજબ આ વર્ષ તમારી કારકિર્દી માં વધઘટ રહી શકે છે. નોકરી માં ટ્રાન્સફર થયી શકે છે અને કાર્યક્ષેત્ર માં તણાવ ઉભું થયી શકે છે. ભાગીદારી નું વેપાર શાંતિપૂર્ણ રહેવા ની અપેક્ષા છે. નવો વેપાર શરુ કરવા માટે અનુભવી લોકો રાખો નહીંતર લાભ ની જગ્યાએ નુકસાન વેઠવું પડે. નિવેશ સાવચેતી થી કરો નહીંતર નુકસાન થયી શકે છે. પોતાના વરિષ્ઠ અધિકારીઓ જોડે સારો સંબંધ બનાવી રાખો. આ વર્ષ વેપાર અથવા કામ ના સંબંધ માં વિદેશ યાત્રા શક્ય છે. આ યાત્રાઓ લાભદાયક રહેશે.

મીન રાશિ ના જાતકો માટે રાશિફળ 2020 મુજબ આ વર્ષ શરૂઆત માં કારકિર્દી માટે ઘણો સરસ રહેશે. તમારી આવક વધશે. તમારા વરિષ્ઠ અધિકારીઓ નું સાથ મળશે જેના લીધે તમને અમુક સુવિધાઓ મળશે. અમુક જાતકો ને આ વર્ષ સારું પ્રમોશન મળી શકે છે. આ વર્ષે તમને ભાગ્ય નું સાથ મળશે અને જો તમે શેર બજાર અથવા સટ્ટા બજાર નું વેપાર કરો છો તો આવર્ષે તમને સારું લાભ મળી શકે છે. આ સમય પોતાના શત્રુઓ થી સાવચેત રહો. આ વર્ષ કારકિર્દી માટે ઘણું સારું રહેશે.

મેષ રાશિફળ 2020 મુજબ કારકિર્દી

મેષ રાશિફળ 2020 મુજબ કારકિર્દી મેષ રાશિફળ 2020 મુજબ મેષ રાશિ ના લોકો ની કારકિર્દી ટોચ પર જવા ની શક્યતા દેખાય છે. આ વર્ષે જો તમે નોકરી બદલવા માંગતા હોવ તો તેમાં પણ તમને સફળતા મળી શકે છે અને જે નવી નોકરી તમને મળશે તેમાં શરૂઆત માં તમને અમુક વધારે મહેનત કરવી હશે પરંતુ તે પછી તે સ્થાયી નોકરી માં તબદીલ થઇ જશે અને તમે એક સારા કાર્યસ્થળ પર કામ કરવા માં સફળ થશો. આના માટે જાન્યુઆરી ની વચ્ચે થી મેં ની વચ્ચે સુધી નો સમય ઘણો સારો થઈ શકે છે. આ દરમિયાન તમને પોતાના કામ માં નિપુણતા મેળવશો અને તમારા વરિષ્ઠ અધિકારીઓ દ્વારા તમારા કામ ની પણ પ્રશંસા કરવા માં આવશે.

તમે જે પણ મહેનત અત્યાર સુધી કરી છે તેનું ફળ મળવા નો સમય આવી ગયો છે. મે થી સપ્ટેમ્બર સુધી નો સમય તમને પોતાની વર્તમાન સ્થિતિ પર વિચાર કરવા ની તક આપશે અને આ દરમિયાન તમે વિચારી શકો છો કે જે કાર્ય તમે કરી રહ્યા છો શું તમે હકીકત માં તે જ કરવા માંગો છો અથવા બીજું કઈ. જાન્યુઆરી મહિના માં કાર્યક્ષેત્ર સાથે સંબંધિત કોઇપણ મોટો નિર્ણય ન લો નહીંતર મુશ્કેલી ઉઠાવી પડી શકે છે.

વિશ્વાસ રાખો આખા વર્ષ તમારી કારકિર્દી માં ઉન્નતિ થશે અને જો તમે મન થી મહેનત કરો છો તો સફળતા મેળવવા અને પ્રમોશન મેળવવા થી તમને કોઈ નહી રોકી શકે કેમકે શનિદેવ સ્વયં આનો પાયો મૂકી રહ્યા છે. જો તમે સર્વિસ ઈન્ડસ્ટ્રીઝ, ઓટોમોબાઈલ, પ્રિન્ટીંગ પ્રેસ, ગેસ તથા પેટ્રોલ અને તેલ, ભૂમિ થી સંબંધિત કાર્ય શાક વગેરે નું કાર્ય કરો છો તો આ વર્ષ તમને ઉન્નતિ મળવા ની વધારે શક્યતા છે. મલ્ટીનેશનલ કંપની માં કાર્યરત લોકો માટે સમય સારો રહેશે.

તમને માત્ર આટલી વાત નું ધ્યાન જરૂર રાખવું જોઈએ કે વધારે આત્મવિશ્વાસ માં પડી કોઈ પણ ખોટું નિર્ણય ના લો અને પોતાના નીચે ના કર્મચારીઓ ને કોઈપણ પ્રકારનું કષ્ટ ન આપો નહીંતર સ્થિતિ આના થી વિપરીત થઈ શકે છે. એકંદરે આ વર્ષ તમારી કારકિર્દી માટે ઘણી સારી સંભાવનાઓ બની રહી છે. તો તૈયાર થઈ જાઓ શક્યતાઓ ને હકીકતમાં બદલવા માટે.

વર્ષ 2020 નું મેષ રાશિ માટે વિસ્તૃત ફલાદેશ વાંચો – મેષ રાશિફળ 2020

વૃષભ રાશિફળ 2020 મુજબ કારકિર્દી

વૃષભ રાશિફળ 2020 મુજબ કારકિર્દી વૃષભ રાશિફળ 2020 મુજબ વૃષભ રાશિ ના લોકો ને કારકિર્દી માટે વર્ષ 2020 ઘણો મહત્વપૂર્ણ છે કેમ કે કર્મ ભાવ ના સ્વામી શનિ જાન્યુઆરી મહિના માં આઠમા ભાવ થી નીકળી ને નવમાં ભાવ માં પ્રવેશ કરશે. આ દરમિયાન તમારી કારકિર્દી માં પ્રગતિ થવા ના માર્ગ ખુલે છે. તમારું કોઇ બીજા સ્થાને સ્થળાંતર થઇ શકે છે પરંતુ તમને પરેશાન થવા ની બિલકુલ પર જરૂર નથી કેમ કે આ સ્થાનાંતરણ પણ તમારા હિત માં જ થશે અને તમને પોતાના કાર્યક્ષેત્ર માં ઉન્નતિ પ્રાપ્ત થશે. પરંતુ જે લોકો નો અત્યાર સુધી કોઈ પણ નોકરી માટે નિયુક્ત નથી કરાયું છે તેમને અમુક સમયે હજી રાહ જોવી પડશે.

માર્ચ થી જૂન સુધી નો સમય અમુક પરેશાનીઓ થી ભરેલું હોઈ શકે છે. આ દરમિયાન શક્ય છે કે તમારું મન તમારા કામ થી ઉઠી જાય પરંતુ જો તમે હિંમત રાખશો અને ધીરજ પૂર્વક પોતાનું કામ કરતા રહેશો તો તમે જુન પછી ઘણા સારા સકારાત્મક બદલાવ પોતાની કારકિર્દી માં જોઈ શકશો. જો કે શનિ એક ધીમો ગ્રહ છે અને પ્રમુખે રૂપે માર્ચ થી લઈને સપ્ટેમ્બર સુધી નો સમય તમારા થી મહેનત જરૂર કરાવશે. પરંતુ તે પછી તમે ઉન્નતિ ના માર્ગ પર અગ્રસર થશો અને ઉન્નતિ લાંબા સમય સુધી તમારી સાથે રહેશે. જેથી તમે પ્રસન્ન રહેશો અને પોતાનું શત પ્રતિશત પ્રયાસ જારી રાખશો. તમે આ વર્ષ ઘણા એવા કાર્યો ને કાયમ રાખવા માં સફળ રહેશો જે ગયા વર્ષ થી કાયમ રાખેલા છે. તમને ઘણી પ્રકાર થી પ્રેરણા મળશે જેના લીધે તમે કોર્પોરેટ જગત માં ટોચ સુધી પહોંચી શકશો. નવી પરિયોજનાઓ ને શરૂ કરવા અને પોતાના કાર્યસ્થળ માં નવા કાર્ય ને શરૂ કરવા માટે આ એક ઘણું અનુકૂળ સમયે હશે. વર્ષ નું વચ નો ભાગ તમને આજ સુધી કરેલા કાર્યો માટે પર્યાપ્ત ફળ આપશે.

જાન્યુઆરી, મે અને જૂન આ મહિનાઓ દરમિયાન તમને વિદેશી સંપર્કો થી સારું લાભ થશે. જો તમે કોઈ મલ્ટિનેશનલ કંપની માં કામ કરો છો તો આ દરમિયાન તમારા માટે શક્યતાઓ ઉત્પન્ન થશે અને તમે પોતાના પ્રદર્શન થી પોતાના ઉચ્ચ અધિકારીઓ ને પ્રસન્ન કરવા માં સક્ષમ થશો. આના પરિણામ સ્વરૂપે તમને પદોન્નતિ મળી શકે છે. તેથી તમને આ સમયનો સદુપયોગ કરવો જોઈએ અને કોઈ પણ એવું કાર્ય ન કરવું જોઈએ જેના થી તમારા વરિષ્ઠ અધિકારી તમારા થી ગુસ્સે થાય અને તમને મળવા વાળી પદોન્નતિ અટકાઈ જાય અથવા આગળ માટે જતી રહે.

ફેબ્રુઆરી થી માર્ચ ની વચ્ચે તમને એક વાત નું ધ્યાન રાખવું હોય છે કે કાર્યસ્થળે તમે કોઈ ની જોડે વિવાદ માં ન પડો અને કોઈપણ કાવતરા નો ભાગ ન બનો નહીંતર તમને આની મોટી કિંમત ચૂકવવી પડી શકે છે. તમારું રાજનાયિક કૌશલ તમને પોતાના કામ ના ક્ષેત્ર માં સૌથી સખત લોકો નું સામનો કરવા માં મદદ કરશે. ભાગ્ય તમારી પૂર્ણ રૂપે સહાયતા કરશે અને તમે પોતાની હિંમત ના દમ પર પોતાના સપના ને પણ પૂર્ણ કરાવા માં સફળ થશો. મહેનત કરવું સતત રાખો જેથી વર્ષના અંત સુધી તમે પોતાની શક્તિ નો પુરો સદુપયોગ કરી શકો અને આના પરિણામસ્વરૂપ તમને વર્ષ ના અંત સુધી સારા સમાચાર મળી જાય. આ વર્ષ ના અંત માં અમુક કાયદાકીય પરેશાનીઓ નો સામનો કરવો પડી શકે છે. જો કે તમે સરળતા થી તેમનું સમાધાન શોધી લેશો તો પણ તમને સાવચેત રહેવું જરૂરી હશે. આ દરમિયાન તમારા પર કોઈ આરોપ લગાડી શકે છે અથવા માનહાનિ થવા ની શક્યતા પણ બને છે.

તમને પોતાના વરિષ્ઠ અધિકારીઓ થી સારા સંબંધો સ્થાપિત કરવા હશે. કેમ કે તેમનો પૂરો ધ્યાન તમારા ઉપર રહી શકે છે. આવા માં તમારી નાની ભૂલ પણ તમને પરેશાની માં નાખી શકે છે. તમને આ ધ્યાન માં રાખવું હશે કે આ વર્ષ તમને સખત મહેનત થી સન્માન અને પ્રતિષ્ઠા ની પ્રાપ્તિ થશે. અમુક સંતાયેલા શત્રુઓ તમારા ઓફિસ માં સમસ્યા અને અવરોધો ઉત્પન્ન કરી શકે છે. તેથી તમને વિશેષ રૂપે કોઈ ના ઉપર પણ વધારે નિર્ભર ન રહેવું જોઈએ અને પોતાની ક્ષમતા મુજબ જ કામ કરવું જોઈએ. સપ્ટેમ્બર ના પછી ની સમય અવધિ માં વૃષભ રાશિ 2020 મુજબ વૃષભ રાશિ ના લોકો પોતાની મહેનત ના દમ પર પોતાનું લક્ષ્ય મેળવવા માં સફળ થશે અને આના પરિણામસ્વરૂપ વર્ષ 2020 તમારી કારકિર્દી માં ગત વર્ષ ના મુકાબલે વધારે તરક્કી અને ઉન્નતિ લઈને આવશે. તમે ઉન્નતિ ના નવા શિખર ઉપર પહોંચશો અને પોતાના જીવન માં વિશેષ રૂપે પોતાની કારકિર્દી માં સ્વયં ને દૃઢ રૂપે સ્થિત જોશો. વર્ષ ના અંત સુધી તમે પોતાની કારકિર્દી ને લઈને આશ્વસ્ત થઇ જશો અને તમારી પ્રસન્નતાનું કારણ હશે કે તમે આ અનુભવ કરી શકશો કે અત્યાર સુધી તમે જે કારકિર્દી માં લક્ષ્ય મળ્યું છે તમે વાસ્તવ માં તેના સાચા અધિકારી છો.

વર્ષ 2020 નું વૃષભ રાશિ માટે વિસ્તૃત ફલાદેશ વાંચો – વૃષભ રાશિફળ 2020

મિથુન રાશિ ફળ 2020 મુજબ કારકિર્દી

મિથુન રાશિ ફળ 2020 મુજબ કારકિર્દી વર્ષ 2020 મુજબ મિથુન રાશિ ના લોકો માટે કારકિર્દી માટે સામાન્ય રહેવા ની શક્યતા દેખાય છે. આ વર્ષે જાન્યુઆરી માં શનિ નું ગોચર તમારા આઠમાં ભાવ માં થશે જેના લીધે તમને વ્યાવસાયિક રૂપે અમુક અવરોધો નો સામનો કરવો પડી શકે છે. જો તમે નોકરી કરી રહ્યા છો તો આ દરમિયાન તમને લાગે છે કે તમે જે પ્રયાસ કરી રહ્યા છો તેનું તમને ઉચિત પ્રતિફળ નથી મળી રહ્યું. પરંતુ આ લાગી ને મહેનત કરવા નો સમય છે.

ગુરુ નું સાતમાં ભાવ માં ગોચર તમને ભાગીદારી ના વેપાર માં સફળતા આપશે. જો તમે ભાગીદારી માં કોઈ વેપાર કરો છો તો જુલાઈ થી નવેમ્બર મધ્ય સુધી નું સમય તમારા માટે સારું રહેશે કેમકે આ દરમિયાન તમારું ભાગીદાર તમને દરેક સંભવ સહાયતા પણ કરશે અને દરેક કામ માં તમારી સાથે મળી ને કામ કરશે. તમે બંને ના સાથે કામ કરવા થી બંને ને સારું લાભ મળશે. પરંતુ એક વાત નું ધ્યાન રાખો જાન્યુઆરી થી માર્ચ અને મધ્ય નવેમ્બર થી ડિસેમ્બર ના અંત સુધી નું સમય વધારે સારું રહેશે કેમકે આ સમય માં તમને ભાગીદારી ના વેપાર માં મુશ્કેલી આવી શકે છે અને તમને ધન હાનિ થઈ શકે છે. આ દરમિયાન તમને પોતાના ભાગીદાર પર ઉપર ધ્યાન આપવું પડશે.

મિથુન રાશિફળ 2020 ના મુજબ આ વર્ષ તમને કોઈ નવું વેપાર શરૂ કરવા થી બચવું જોઈએ. કેમ કે આવી શક્યતા બની શકે છે કે જો તમે કોઈ પણ શરૂ કરશો તો તમને તેમાં સફળતા કદાચ ઓછી મળે. આના માટે તમને પોતાના ક્ષેત્ર ના અનુભવી અને પ્રમુખ લોકો ના સહયોગ ની પ્રાપ્તિ માટે પ્રયાસ કરવા હશે અને તે તમારી સહાયતા કરશે. આ બધા ની ઉપરાંત પણ પરિસ્થિતિ એવી બની શકે છે કે તમે ઈચ્છી ને પણ તેમની સલાહ નો ઉપયોગ કરી શકવા માં સક્ષમ નહીં હોવ અને તમને અમુક નુકસાન વેઠવું પડી શકે છે. વિશેષરૂપે એપ્રિલ મે અને જૂન નો સમયે આ બાબત માં સાવચેતી રાખવા નો રહેશે.

આ વર્ષ તમને પોતાના કાર્ય માં ઘણી યાત્રાઓ ઉપર જવું પડી શકે છે અને તેમાંની અધિકાંશ યાત્રાઓ સફળ રહેશે અને તમને તમારી કારકિર્દી ને આગળ વધારવા માં સહાયક સાબિત થશે પરંતુ અમુક યાત્રાઓ માં તમને સમસ્યાઓ પણ આવશે. જેથી સમય રહેતા આના વિષે વિચાર કરો અને પૂરી પ્લાનિંગની સાથે જ કોઈ યાત્રા પર જાવ જેથી કોઈપણ પ્રકારની અસુવિધા થી બચી શકાય. એપ્રિલ થી જુલાઇ સુધી નું સમય યાત્રાઓ માં વધારે પસાર થશે.

આ વર્ષ તમે પોતાની કારકિર્દી માં ઘણા આગળ વધશો. સમયસર તમને આ વિચાર કરવો હશે કે એવી શું ખામીઓ છે જે તમારી કારકિર્દી માં તમને પરેશાન કરી રહી છે. જો તમે એમના વિષે જાણી શક્યા તો આ વર્ષ હજી વધારે ઉન્નતિ કરવા માં સફળ થશો. જો તમે નોકરી કરો છો તો જાન્યુઆરી થી માર્ચ અને જુલાઈ થી મધ્ય નવેમ્બર ના અંત સુધી નો સમય તમારી જોબ માટે ઘણો સારો સમય રહેશે. આ દરમિયાન તમારા ઓફિસ માં તમારી પ્રશંસા થશે અને તમારા સૂચનો ને સન્માન મળશે. આ દરમિયાન તમે પદોન્નતિ પણ મેળવી શકો છો અને તમારી પગાર માં પણ વધારો થશે.

વર્ષ 2020 નું મિથુન રાશિ માટે વિસ્તૃત ફલાદેશ વાંચો – મિથુન રાશિફળ 2020

કર્ક રાશિફળ 2020 મુજબ કારકિર્દી

કર્ક રાશિફળ 2020 મુજબ કારકિર્દી કર્ક રાશિફળ 2020 ની શરૂઆત માં કર્ક રાશિ ના લોકો ની કારકિર્દી માટે સામાન્ય હોઈ શકે છે. આ વર્ષ તમે કોઇ નવા કાર્ય ની તલાશ માં હશો અને પોતાની ક્ષમતાઓ ના દમ પર કોઈ મોટા ઉદ્યમ થી તમે જોડાઈ શકો છો જેના લીધે તમને કારકિર્દી ના ક્ષેત્ર માં સારી સફળતા પ્રાપ્ત થશે. એપ્રિલ થી જુલાઇ ની વચ્ચે ગુરૂ તમારા સાતમા ભાવ માં શનિ ની સાથે ગોચર કરશે જે તમારા કાર્ય અને વેપાર માં મજબૂતી નો સમય હશે. આ દરમિયાન તમે પોતાના કાર્યો થી લાભ મેળવશો અને કારકિર્દી માં તમારી સ્થિતિ મજબૂત થશે. જો તમે કોઇ મિત્ર ની સાથે કોઈ વેપાર કરી રહ્યા છો તો આ દરમિયાન તમને વધારે લાભ મળી શકે છે. અને વેપાર ની યાત્રાઓ માટે આ સમય સામાન્ય રહેવા વાળો છે. જાન્યુઆરી થી એપ્રિલ અને જુલાઈ થી નવેમ્બર ની વચ્ચે તમારી પોતાના વેપાર ને લઈને ઘણી વિદેશ યાત્રાઓ થઈ શકે છે, જેનો તેમને સકારાત્મક પરિણામ પ્રાપ્ત થશે. જો તમે નોકરી સાથે સંકળાયેલા છો તો આ દરમિયાન તમે પોતાની ઇચ્છા ને અનુરૂપ સ્થાનાંતરણ પણ મેળવી શકો છો. એકંદરે આ વર્ષ તમારા માટે સામાન્ય રહેશે પરંતુ તમારી ઘણી ઇચ્છાઓ પૂરી થશે જેથી તમે પ્રસન્ન થશો.

વર્ષ 2020 નું કર્ક રાશિ માટે વિસ્તૃત ફલાદેશ વાંચો – કર્ક રાશિફળ 2020

સિંહ રાશિફળ 2020 મુજબ કારકિર્દી

 સિંહ રાશિફળ 2020 મુજબ કારકિર્દી વર્ષ 2020 સિંહ રાશિ ના લોકો ની કારકિર્દી માટે સારું રહેવાની શક્યતા છે. આ વર્ષે તમે પોતાના કાર્યો ના પ્રતિ વધારે કેન્દ્રિત રહેશો અને સારું પ્રદર્શન કરી શકવા માં સફળ થશો. જો તમે પૂર્ણ મન થી પ્રયાસ કરશો તો પોતાના પેશાગત અને અંગત જીવન ની વચ્ચે સામંજસ્ય બેસાડી શકવા માં સફળ થશો અને તમારા માટે આ ઘણું જરૂરી પણ છે. વર્ષ ની શરૂઆત માં 24મી જાન્યુઆરી ના દિવસે શનિ તમારા છઠ્ઠા ઘર માં પ્રવેશ કરશે અને વર્ષ પર્યન્ત આજ ભાવ માં રહેશે. આ ગોચર ના પરિણામ સ્વરૂપ નોકરી માં પદોન્નતિ મળવા ની શક્યતા છે સાથે તમારા પ્રદર્શન ને સરાહના મળશે અને તે તમારા વરિષ્ઠ અધિકારીઓ ના સંજ્ઞાન માં પણ આવશે. આ સિવાય અમુક લોકો નું સ્થાન પરિવર્તન એટલે કે ટ્રાન્સફર થવા ની શક્યતા બનશે. ખુશી ની વાત આ છે કે ટ્રાન્સફર મન માફિક થવાની શક્યતા છે.

સિંહ રાશિફળ 2020 ના મુજબ સિંહ રાશિ ના લોકો ની કારકિર્દી માં મે થી સેપ્ટેમ્બર ની વચ્ચે નાની અમથી સમસ્યાઓ રહી શકે છે પરંતુ તેના પછી સ્થિતિ હજી સારી થયી જશે. જે લોકો નોકરી ની તલાશ માં છે તેમની આ તલાશ આ વર્ષ જરૂર પુરી થવા ની શક્યતા છે. તમારા સાહસ, પ્રકારં અને ઉર્જા માં વધારો થશે અને વર્ષ પર્યન્ત તમે સક્રિય રહીને દરેક કાર્ય કરશો જે થી ઘણા ક્ષેત્રો માં તમને સફળતા મળશે. તમને જે કાર્યભાર મળશે તમે તેને સારી રીતે સાચવી ને રાખશો અને સખત મહેનત કરશોધ્યાન રાખો કે આ વર્ષે કાર્યક્ષેત્ર ઉપર તમારી યોગ્યતા ચકાસી શકાય છે. તમારા અધિકારીઓ જોડે સામાન્ય રાખો અને કોઈપણ વાત વિશે તેમની જોડે ચર્ચા માં ના પડો નહીંતર આ સ્થિતિ તમારા વિપક્ષ માં જાયી શકે છે. જુલાઈ થી ડિસેમ્બર સુધી નું સમય વધારે ફાયદાકારક રહી શકે છે.

સિંહ રાશિફળ 2020 ના મુજબ જે લોકો વેપાર ના ક્ષેત્રે સંકળાયેલા છે તેમના માટે વર્ષ ઘણું શુભ રહેવા વાળો છે. જો તમે કોઈ નવું કાર્ય આરંભ કરવા માંગો છો તો તે ક્ષેત્ર ના અનુભવી લોકો થી સલાહ લઈને પોતાના કાર્ય શરૂ કરી શકો છો. આ વર્ષ ના કેવળ તમે સારું ધન કમાવશો પરંતુ તમારી કારકિર્દી માં પણ એક સારું મુકામ હાંસલ કરી શકવા માં સફળ થશો. એકંદરે આ વર્ષ સિંહ રાશિ ના જાતકો ના નોકરિયાત જીવન માટે ઘણું સારું સિદ્ધ થશે.

વર્ષ 2020 નું સિંહ રાશિ માટે વિસ્તૃત ફલાદેશ વાંચો – સિંહ રાશિફળ 2020

કન્યા રાશિફળ 2020 મુજબ કારકિર્દી

કન્યા રાશિફળ 2020 મુજબ કારકિર્દી કન્યા રાશિફળ 2020 મુજબ આ રાશિ ના જાતકો ની કારકિર્દી માટે આ વર્ષ ઘણું પ્રગતિશીલ રહેશે. આ વર્ષ તમારી કારકિર્દી માં પરિવર્તન આવશે અને સમ્ભવતઃ તમે સ્થાનાંતરણ અનુભવ કરશો. એટલે કે અમુક લોકો નું ટ્રાન્સફર તહ્શે અને અમુક લોકો ને નોકરી બદલવા માં સફળતા મળશે. જો તમે વેપાર કરો છો તો પ્રગતિ મેળવશો. વર્ષ ની શરૂઆત ઘણા મજબૂત સૂચનો આપે છે. તમને તમારા વરસિંહથ લોકો નું સહયોગ પણ મળશે. તમે તમારા કાર્ય કૌશલ નું પરિચય આપશો અને પોતાના

શત પ્રતિશત યોગદાન આપવા નું વર્ષ પર્યન્ત પ્રયાસ કરશો. તમને પોતાના કાર્યક્ષેત્ર માં ઘણા કામો માટે પ્રશંસા કરવા માં આવશે અને તમે ખ્યાતિ મેળવશો. મલ્ટીનેશનલ કંપની માં કામ કરી રહેલા લોકો માટે વર્ષ ઘણી ઉપલબ્ધી પ્રદાન કરવાની બાજુ સૂચન કરે છે. આના સિવાય જો તમે કોઈ મોટી કંપની ની સાથે કામ કરી રહ્યા છો તમારું પ્રદર્શન તમને આગળ વધારશે.

કન્યા રાશિફળ 2020 મુજબ તમે પોતાના કાર્યક્ષેત્ર માં ધીમે ધીમે પ્રગતિ કરશો. તમને મન માફિક નોકરી મળી શકે છે અને જો લોકો નોકરી બદલવા માંગે છે તેમને સફળતા મળશે. તમારા માના અમુક લોકો ને મન માફિક ટ્રાન્સફળ પણ મળી શકે છે. વર્ષ ના મધ્ય ભાગ માં તમને વધારે અનુકૂળતા અનુભવ થશે અને તમારી પોતાના કામ ને પારખવા ની સમજ માં વધારો થશે જેનો લાભ તમને દૂરગામી રૂપે મળશે.

વિશેષ રૂપે વેપાર ક્ષેત્ર માં તે એક પ્રમુખ વિત્તીય સફળતા માટે છે. આ વર્ષ તમે પોતાની કઠિન મહેનત ના દમ પર પોતાની વ્યવસાયિક મહત્વાકાંક્ષાઓ ને પૂર્ણ કરી શકશો. જો તમે નોકરી કરો છો તો તમારે આ વાત નું વિશેષ ધ્યાન રાખવું હશે કે કઠિન પરિશ્રમ સફળતા ની ચાવી છે તેથી પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન ચાલુ રાખો અને મહેનત કરો જેથી તમે વધારે થી વધારે લાભ મેળવી શકો.

વર્ષ 2020 નું કન્યા રાશિ માટે વિસ્તૃત ફલાદેશ વાંચો – કન્યા રાશિફળ 2020

તુલા રાશિફળ 2020 મુજબ કારકિર્દી

તુલા રાશિફળ 2020 મુજબ કારકિર્દી તુલા રાશિફળ 2020 ના મુજબ તુલા રાશિ ના લોકો ને કારકિર્દી બાજુ મહેનત કરવા ની બાજુ સૂચન કરે છે. વર્ષ ની શરૂઆત માં એટલે કે 24 મી જાન્યુઆરી ના દિવસે શનિ ચોથા ભાવ માં પ્રવેશ કરશે અને તમારા છઠ્ઠા ભાવ, દસમા ભાવ અને લગ્ન ને પ્રભાવિત કરશે. આના પરિણામ સ્વરૂપ કાર્યક્ષેત્ર માં તમે સખત મહેનત કરશો. એપ્રિલ થી જુલાઈ ની વચ્ચે ગુરુ ની હાજીરી પણ ચોથા ભાવ માં હોવા ને લીધે તમે પોતાના જ્ઞાન નું પ્રયોગ કાર્ય ક્ષેત્ર માં સોચી સમજી ને કરશો જેથી કાર્યક્ષેત્ર માં તમને માન સમ્માન ની પ્રાપ્તિ થશે અને તમારી કારકિર્દી માં ઉન્નતિ ની શરૂઆત થશે. ડિસેમ્બર મહિના માં તમને કોઈ મોટા પદ પર નિયુક્તિ મળી શકે છે. જાન્યુઆરી થી એપ્રિલ અને નવેમ્બર વચ્ચે થી વર્ષ ના અંત સુધી નું સમય તમારા સ્થાનાંતરણ અથવા સારી નોકરી ના પરિવર્તન ના સંકેત આપે છે.

તુલા રાશિફળ 2020 મુજબ શનિ ની સ્થિતિ ને લીધે તમને તમારા સખત પરિશ્રમ ઉપરાંત પણ એવી સ્થિતિ આવી શકે છે કે તમને મન માફક ફળ ના મળે જેથી તમે માનસિક રૂપે પરેશાની અનુભવો અથવા તમને તમારો કાર્ય પૂર્ણ કરવા માં અમુક કઠિનાઈ હોઈ શકે છે પરંતુ તમને આ પડકારો થી ઘબરાવા ની જરૂર નથી કેમકે તમારી મહેનત તમને સારા પરિણામ જરૂર આપશે.

તમને સલાહ આપવા માં આવે છે કે તમારે આ વર્ષ કોઈ મોટું વેપાર શરુ ના કરવો જોઈએ કેમકે તેમાં સફળતા મળવા ની શક્યતા ઓછી છે. પરંતુ જો વેપાર શરુ કરવા માંગતા હો તો તે વેપાર થી સંબંધિત અનુભવી લોકો જોડે સલાહ લો જે કે તમને મુશ્કેલ સમય માં આગળ વધવા ની સારી સલાહ આપી શકે. જોકે જે લોકો પહેલા થીજ વેપાર માં છે તેમના માટે વર્ષ 2020 ઘણું સારું રહી શકે છે. જો તમે નોકરી અથવા વેપાર માં મહેનત કરતા રહેશો તો તેનું પરિણામ ઘણું સારું મળશે અને કોઈપણ કામ માં ઉતાવળ અથવા ઘબરાહટ ના દેખાડો. વિશેષરૂપે વર્ષ ની વચ્ચે નોકરી માં સ્થાનાંતરણ અથવા નવી નોકરી પ્રાપ્ત થવા ની સારી શક્યતા દેખાય છે. જે લોકો કોઈ મિલ, ખાન, ગેસ, પેટ્રોલિયમ, ખનીજ, અનુસંધાન, અકાદમીક ગતિવિધિઓ, સલાહકાર, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, વકીલ વગેરે પેશા થી સંબંધ રાખે છે તેમના માટે વર્ષ 2020 ઉપલબ્ધી વાળું વર્ષ સાબિત હોઈ શકે છે.

વર્ષ 2020 નું તુલા રાશિ માટે વિસ્તૃત ફલાદેશ વાંચો – તુલા રાશિફળ 2020

વૃશ્ચિક રાશિફળ 2020 મુજબ કારકિર્દી

વૃશ્ચિક રાશિફળ 2020 મુજબ કારકિર્દી વૃશ્ચિક રાશિફળ 2020 મુજબ વૃશ્ચિક રાશિ ના લોકો ની કારકિર્દી માટે આ વર્ષ સામાન્ય રહી શકે છે. વર્ષ ની શરૂઆત માં તમે કોઈ નવા કાર્ય ની શરૂઆત કરી શકો છો અને આ કાર્ય માં તમને સારી સફળતા મળશે. જેમ જેમ વર્ષ માં સમય પસાર થશે તમે ઉન્નતિ ના શિખર ની તરફ વધતા જશો. ભાગ્ય તમારું સારું સાથ આપશે અને તમને ઉલ્લેખનીય રૂપે સફળતા મળશે. આ વર્ષ તમારી અંદર પોતાના કાર્યસ્થળ ને લયી અમુક અસંતુષ્ટિ નો ભાવ રહી શકે છે કેમકે જેટલી મહેનત તમે કરશો તમને લાગશે કે તમને તેના અનુરૂપ પરિણામ નથી મળી રહ્યા. આજ લીધે તમે પોતાને અમુક હદ સુધી બંધાયેલું અનુભવ કરી શકો છો. જો તમે જોબ કરો છો તો તમને આકસ્મિક થનારા ટ્રાન્સફર નું સામનો કરવો પડી શકે છે, જે શક્યતા તમને શરૂઆત માં સારું નહિ લાગે પરંતુ તમારે સમજવું હશે કે પરિવર્તન જ કુદરત નું શાશ્વત નિયમ છે અને આના થીજ જીવન માં ગતિ મળે છે. અને જો તમે આ વાત નો અનુભવ કરી લેશો તો તમે આ નિષ્કર્ષ ઉપર પહોંચશો કે આ સ્થાનાંતરણ તમારા પક્ષ માંજ છે આને આનાથી તમનેજ લાભ મળશે.

વૃશ્ચિક રાશિફળ 2020 મુજબ વર્ષ ના પૂર્વાર્ધ માં તમને પોતાની કારકિર્દી માં ઉન્નતિ ના મહત્વપૂર્ણ અવસર મળશે જેના થી તમે જીવન માં આગળ વધશો તેથી આ સમય નું તમને ભરપૂર ઉપયોગ કરવું જોઈએ અને સામે આવનારી દરેક તક નું લાભ ઉઠાવવું જોઈએ. ત્યાંજ બીજી બાજુ વર્ષ ના ઉતરાર્ધ માં તમને પદોન્નતિ મળી શકે છે. આના સિવાય તમારા પગાર માં વધારો થયી શકે છે અને અમુક લોકો ની નોકરી માં પરિવર્તન થવા ની શક્યતા પણ બની રહી છે. જો તમે પોતાની ક્ષમતા નું પ્રદર્શન કરી શકવા માં સફળ થયા તો તમે પોતાની સફળતા થી પ્રસન્ન થશો. આ વર્ષ તમારી રચનાત્મકતા સંપૂર્ણ ગતિ માં હશે અને તમને આગળ લયી ને જશે. વેપારીઓ માટે વર્ષ ઘણું સારું રહી શકે છે જોકે તમને વર્ષ ના અંતિમ મહિના માં અમુક જોખીમ ભરેલા કામ કરવા પડી શકે છે તેમના પ્રતિ સાવચેતી રાખો. આ વર્ષ તમારું આત્મ વિશ્વાસ તમને સફળતા માટે પ્રેરિત કરશે. જે લોકો પ્રોપર્ટી માં ઈન્વેસ્ટ કરવા માંગે છે તેમને આ વર્ષ ઘણું સારું ફાયદો થયી શકે છે. આના સિવાય પેટ્રોલિયમ, ગેસ અને તેલ થી સંબંધિત લોકો ને પણ સારું લાભ મળી શકે છે.

વર્ષ 2020 નું વૃશ્ચિક રાશિ માટે વિસ્તૃત ફલાદેશ વાંચો – વૃશ્ચિક રાશિફળ 2020

ધનુ રાશિફળ 2020 મુજબ કારકિર્દી

ધનુ રાશિફળ 2020 મુજબ કારકિર્દી ધનુ રાશિફળ 2020 મુજબ આ વર્ષ તમારી કારકિર્દી અથવા નોકરિયાત જીવન માટે ઘણું સારું રહેશે અને તમને ઘણી રીતે સફળતા મળશે. એક થી વધારે સ્તોત્રો થી આવક મેળવી શકશો અને સતત કામની કરશો. જો કોઈ નવું કાર્ય શરુ કરવા માંગો છો તો તમે આ વર્ષ કરી શકો છો. વિદેશી સ્ત્રોત્ર અને અમુક વિદેશી કંપનીઓ ની સાથે વેપાર માં પણ લાભ ના સારા સંકેત મળી રહ્યા છે જોકે તમને ભાગીદારી ના કામ માં સાવચેતી રાખવા ની સલાહ આપવા માં આવે છે. જો તમે જોબ કરો છો તો ધારી ને ચાલો કે તમારા કામ ની પ્રશંસા થશે અને તમને કાર્યસ્થળ ઉપર માન સમ્માન મળશે.

ધનુ રાશિફળ 2020 મુજબ આ વર્ષ તમે પોતાના અમુક જુના અધૂરા કાર્યો ને પુરા કરશો અને અમુક પ્રોજેક્ટ્સ ને પણ આ વર્ષ સતત રાખશો જેમાં તમે પોતાની કાર્ય કુશળતા થી ઘણું સારું પ્રદર્શન ચાલુ રાખી શકશો. તમને પોતાના સહકર્મીઓ થી પણ મદદ મળશે અને વરિષ્ઠ અધિકારી પણ તમને સમર્થન આપશે જેથી તમે સફળતા ની બાજુ દોરાઈ જશો. તમે જે સારા કાર્ય કર્યા છે તેમનું ફળ તમને પર્યાપ્ત રૂપે મળશે. તમે પોતાની ઉત્તમ બુદ્ધિમતા ને આધારે વિરોધીઓ ઉપર ભારે રહેશો અને તેમની દરેક યોજના ને નિષ્ફ્ળ કરી દેશો. તમને ભાગ્ય નું ઉત્તમ સાથ મળશે અને તમે પોતાના સ્વપ્ન ને પુરા કરવા માટે હિમ્મત થી આગળ વધશો. બસ તમને મહેનત સતત રખાવી છે અને પોતાનું કામ કરતા રહેવું છે અને ધ્યાન રાખો કે લોક તમને ફોલો કરશે તો સારા થી સારા કાર્ય કરવું તમારા માટે સારું રહેશે. વર્ષ ના અંત માં અમુક સમસ્યાઓ આવી શકે છે અથવા કોઈ કાયદાકીય ગૂંચવણ તમને હેરાન કરી શકે છે જેથી તમારે સાવચેત રહેવું જોઈએ. સાથેજ આ પણ ધ્યાન રાખો કે એવા કોઈપણ કાર્ય માં ના પડો કે જેથી તમને કાર્યસ્થળ ઉપર માનહાની નો સામનો કરવો પડે. જોકે એવી શક્યતા પણ ઓછીજ છે.

વર્ષ 2020 નું ધનુ રાશિ માટે વિસ્તૃત ફલાદેશ વાંચો – ધનુ રાશિફળ 2020

મકર રાશિફળ 2020 મુજબ કારકિર્દી

મકર રાશિફળ 2020 મુજબ કારકિર્દી મકર રાશિફળ 2020 મુજબ આ વર્ષ તમારી કારકિર્દી આમ મિશ્રિત પરિણામ આપવા વાળું હશે. નોકરી ની શોધ માં લાગેલા લોકો માટે જાન્યુઆરી ના પછી એક સ્થાયી અથવ લાંબા સમય સુધી ચાલવા વાળી નોકરી મળવા ની સારી શક્યતા છે. તમારા માના ઘણા લોકો નું ટ્રાન્સફર થશે અને અમુક ને નોકરી ની બાબત માં સ્થાન પરિવર્તન કરવું પડશે. પછી તમે નોકરી કરતા હો અથવા વેપાર તમારે આ વર્ષ કામ ના સંબંધ માં ઘણી યાત્રાઓ કરવી પડશે અને વિદેશ જવા ની શક્યતા પણ બનશે. સારી વાત એ છે કે આ યાત્રાઓ તમારા માટે સુખદ બનશે અને તમને જીવન માં આગળ વધવા ની તક મળશે. મલ્ટી નેશનલ કંપની કરનારા લોકો માટે વર્ષ ઘણી ઉપલબ્ધીઓ થી ભરેલું રહેશે. પરંતુ એક વાત સમજી લો કે આ વર્ષ તમને મહેનત પણ ઘણી કરવી હશે. 24 જાન્યુઆરી ના પછી શનિ દેવ તમારા લગ્ન માં આવી દશમ દૃષ્ટિ થી દશમ ભાવ ને જોશે જેના લીધે તમને વર્ષ પર્યન્ત તમને પોતાના કામ પર ફોકસ રાખી ને ખુબ મહેનત કરવી હશે, જોકે તે મહેનત નું તમને ઘણું સારું પરિણામ પણ પ્રાપ્ત થશે.

મકર રાશિફળ 2020 મુજબ તમને આ વર્ષે કોઈ નવું કામ અથવ વેપાર શરુ ના કરવો જોઈએ. જો તમે પહેલા થી કોઈ વેપાર કરો છો તો તેને સારું બનાવા નો પ્રયત્ન કરો અને આ સંદર્ભ માં જે કઈ પણ કાર્ય કરવું પડે તેને કરો જેથી તમને વેપારીક સફળતા મળી શકે. 30 માર્ચ થી 30 જૂન ની વચ્ચે ગુરુ તમારી રાશિ માં વિરાજમાન હશે અને તમને ઉત્તમ નિર્ણય લેવા માં મદદ કરશે. આ નિર્ણય ભવિષ્ય માં તમારી સુખદ કારકિર્દી નો પાયો નાખશે. પર્યટન, સમાજ સેવા, મેકેનિકલ એન્જીનીયરીંગ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વગેરે થી સંબંધિત કામ માં લાગેલા લોકો ને આ વર્ષ સારી પ્રગતિ મળી શકે છે. 30 માર્ચ થી 30 જૂન વચ્ચે તમે પોતાના વેપાર માં કોઈ ઉપલબ્ધી મેળવી શકો છો. ત્યાંજ મધ્ય સેપ્ટેમ્બર ના પછી કોઈપણ પ્રકાર ના જોખીમ થી તમારે બચવું જોઈએ. જો તમે નોકરી માં છો તો તમને ધીરજ રાખવા ની સલાહ આપવા માં આવે છે કેમકે આવું શક્ય છે કે તમે કોઈ વાત થી અસંતુષ્ટ થયી પોતાનો ત્યાગપત્ર આપી દો અને જો તમે આવું કર્યું તો તમે મુશ્કેલી માં આવી શકો છો તેથી ધીરજ થી કામ લો. જો તમે સોચી વિચારી ને ચાલશો તો તમારું નિર્ણય તમને સારો રસ્તો દેખાડશે અને તમે મનપસંદ નોકરી મેળવવા માં પણ સફળ થશો.

વર્ષ 2020 નું મકર રાશિ માટે વિસ્તૃત ફલાદેશ વાંચો – મકર રાશિફળ 2020

કુમ્ભ રાશિફળ 2020 મુજબ કારકિર્દી

કુમ્ભ રાશિફળ 2020 મુજબ કારકિર્દી કુમ્ભ રાશિફળ 2020 મુજબ આ વર્ષ તમારી કારકિર્દી માટે વધઘટ થી ભરેલું રહી શકે છે તેહિ કોઈપણ નિર્ણય લેતા પહેલા ઘણું સોચી વિચાર કરી લો. આ વર્ષ તમારી નોકરી માં સ્થાનાંતરણ ના મજબૂત યોગ બની રહ્યા છે અને કાર્યસ્થળ માં અમુક તણાવપૂર્ણ સ્થિતિઓ ઉત્પન્ન થયી શકે છે જેના લીધે તમને નોકરી બદલવા ના વિશે પણ વિચાર કરવું પડી શકે છે. જો તમે ભાગીદારી માં વેપાર કરો છો તો ઘણી હદ સુધી તમારા માટે શાંતિપૂર્ણ વર્ષ રહેવા ની ઉમ્મીદ છે. વિશેષ રૂપે જાન્યુઆરી થી 30 માર્ચ અને 30 જૂન થી 20 નવેમ્બર ની વચ્ચે તમારા વેપાર માં ઉત્તરોત્તર વધારો થશે અને તમે સફળતા ના નવા કીર્તિમાન બનાવશો.

કુમ્ભ રાશિફળ 2020 મુજબ આ વર્ષ તમારા વેપારીક જીવન માટે ઘણું સારું રહી શકે છે. જો તમે કોઈ નવું વેપાર કરવા માંગો છો તો માત્ર આ વાત નું ધ્યાન રાખો કે તમારા તે વેપાર માં તે વેપાર ના અનુભવી લોકો જરૂર હોય નહીંતર લાભ ની જગ્યાએ નુકસાન થયી શકે છે. પોતાના પરિવાર ના લોકો ની સાથે આ સમય કોઈ ભાગીદારી ના કરો અને પોતાના કાર્યક્ષેત્ર માં તેમનું હસ્તક્ષેપ ના થવા દો. નિવેશ કરવા માંગો છો તો તમને સાવચેત રહેવું હશે કેમકે તમને પોતાના વેપાર અથવા આવા નિવેશ માં નુકસાન થયી શકે છે. તમને આ વર્ષ કાર્યક્ષેત્ર થી સંબંધિત કોઈપણ પ્રકાર ના જોખીમ લેવા થી બચવું જોઈએ અને જો તમે નોકરી કરો છો તો આવા માં પોતાના વરિષ્ઠ અધિકારીઓ થી સારું વ્યવહાર બનાવી રાખો જેથી કોઈપણ પ્રકાર ના પડકારરૂપ સમસ્યા નું સામનો કરવા થી બચી શકાય. જાન્યુઆરી નો મહિનો તમારી કારકિર્દી માટે ઘણું સારું રહેશે. તમને આ વર્ષ નોકરી અથવા વેપાર ના સંદર્ભ માં વિદેશ યાત્રા પર જવું પડી શકે છે વિશેષરૂપે માર્ચ થી મે ની વચ્ચે. આ યાત્રાઓ તમારા કર્યા માટે નવી ઉર્જા નું સંચાર કરશે અને તમને લાભ પ્રદાન કરશે.

વર્ષ 2020 નું કુમ્ભ રાશિ માટે વિસ્તૃત ફલાદેશ વાંચો – કુમ્ભ રાશિફળ 2020

મીન રાશિફળ 2020 મુજબ કારકિર્દી

મીન રાશિફળ 2020 મુજબ કારકિર્દી મીન રાશિફળ 2020 મુજબ વર્ષ ની શરૂઆત તમારા માટે ઘણી સારી રહેશે અને કાર્યક્ષેત્ર માં તમારા કાર્ય ને સરાહના પ્રાપ્ત થશે. જાન્યુઆરી થી 30 માર્ચ સુધી નું સમય ઘણી હદ સુધી અનુકૂળ રહેશે અને તમે જે પણ નિર્ણય લેશો તે તમને આગળ વધારવા નું કામ કરશે. તેના પછી 30 જૂન સુધી નું સમય તમારી આવક માં વધારો કરશે અને તમે પોતાના વરિષ્ઠ અધિકારીઓ ની નજીક આવશો જેના લીધે સમયસર તમને તેમના લીધે લાભ અને સુવિધાઓ ની પ્રાપ્તિ થશે. તમારા માં થી અમુક લોકો ને આ વર્ષ સારી પદોન્નતિ મળી શકે છે.

મીન રાશિફળ 2020 મુજબ જો તમે કોઈ વેપાર કરો છો તો આ વર્ષ તમારા માટે વધારે સારું રહેવા ની શક્યતા છે. ભાગ્ય નું સાથ તમને મળશે અને એના થી તમારા કામ માં પ્રગતિ થશે. જો તમે પોતાના વેપાર ને વધારવા માંગો છો તો તેમાં વિસ્તાર થયી શકે છે જેના લીધે તમે વધારે ધન લાભ મેળવવા ની સ્થિતિ માં આવી શકો છો. શેબાજર અને સટ્ટાબજાર નું વેપાર કરનારા લોકો માટે સારા લાભ અને પ્રગતિ ની શક્યતા આ વર્ષ દેખાય છે.

મીન રાશિફળ 2020 મુજબ આ વર્ષ વિશેષરૂપ થી 30 માર્ચ થી 30 જૂન ની વચ્ચે નું સમય તમને ઊંચાઈ ઉપર લયી જવા વાળું સિદ્ધ થયી શકે છે. જે લોકો વેપાર કરે છે તેમને આ વર્ષ વધારે લાભ લેવાની શક્યતા છે અને તેમના માન સમ્માન માં પણ વધારો થશે. આ દરમિયાન તમને પોતાના વિરોધીઓ પ્રત્યે થોડું સાવચેત રહેવું હશે. જોકે તે તમારો વધારે નુકસાન નહિ કરી શકે તો પણ વચ્ચે તે તમને માનસિક રૂપે પરેશાન કરી શકે છે અને તમારા કામો માં વ્યવધાન ઉત્પન્ન કરી શકે છે. શરૂઆત માં વેપાર લાભ અમુક ઓછો હોઈ શકે છે પરંતુ જેમ જેમ સમય આગળ વધશે તમારું કામ ગતિ પકડશે અને વર્ષ ના અંત સુધી તમે સ્વયં ને એક સુવિધાજનક સ્થિતિ માં જોશો. મીન રાશિ ના લોકો માટે આ વર્ષ કારકિર્દી માં ઘણું સારું સિદ્ધ થયી શકે છે.

વર્ષ 2020 નું મીન રાશિ માટે વિસ્તૃત ફલાદેશ વાંચો – મીન રાશિફળ 2020

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 399/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer