રાહુ ગોચર 2020: રાહુ નું ધનુ માં રાશિ પરિવર્તન
રાહુ એક એવું ગ્રહ છે કે જેના વિશે સાંભળી મોટાભાગ ના લોકો થોડો ગભરાઈ જાય છે. કેટલાક લોકો માને છે કે રાહુ ગ્રહ નો હંમેશાં ખરાબ પ્રભાવ પડે છે, જ્યારે આ સાચું નથી. રાહુ ગ્રહ ના વિશે કહેવા માં આવ્યું છે, રાહુ જેને મારે, તેને કોણ તારે અને રાહુ જેને તારે તેને કોણ મારે. તમને આ સાંભળ્યા પછી ખબર પડી જ ગઈ હશે કે રાહુ માત્ર ખરાબ ફળ નથી આપતો પરંતુ જો કોઈ ની તરફેણ કરે તો તે ધન અને સફળતા આપે છે. બીજી તરફ, જો તમારી કુંડળી માં રાહુ ની સ્થિતિ ખરાબ છે, તો તમારે માનસિક મુશ્કેલીઓ નો સામનો કરવો પડી શકે છે, જો રાહુ ની સ્થિતિ સારી રહેશે તો જાતક ને પૈસા મળશે, અને રાજકારણ ના ક્ષેત્ર માં, ભવિષ્ય ઉજ્જવળ હશે. રાહુ ની સારી સ્થિતિ સમાજ માં સન્માન પણ આપે છે.
આ વર્ષ ની શરૂઆત થી, રાહુ મિથુન માં સ્થિત થશે અને 23 સપ્ટેમ્બર 2020 પછી તેની સ્થિતિ માં ફેરફાર કરશે. રાહુ 23 સપ્ટેમ્બર 2020 ના રોજ 08: 20 વાગ્યે વૃષભ માં મિથુન રાશિ થી પરિવર્તન કરશે. વૈદિક જ્યોતિષ મુજબ કળિયુગ માં રાહુ ગ્રહ માનવ જીવન પર ખૂબ અસર કરે છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે રાહુ ગ્રહ 2020 માં વિવિધ રાશિ ચક્રો પર શું અસર કરશે.
મેષ રાશિ
- રાહુ નું સંક્રમણ મિથુન રાશિ એટલે કે મેષ રાશિ થી ત્રીજા ગૃહ માં હશે.
- વૈદિક જ્યોતિષ મુજબ ત્રીજા ઘર ને શકિત પણ કહેવા માં આવે છે. તેથી, ત્રીજા ગૃહ માં રાહુ નું ગોચર ખૂબ જ શુભ માનવા માં આવે છે.
- મેષ રાશિ ના લોકો માટે રાહુ નો ત્રીજા ઘર માં ગોચર ખૂબ શુભ છે.
- મિથુન રાશિ માં રાહુ ના સંક્રમણ દરમિયાન તમારી હિંમત અને સાહસ વધશે.
- આ સંક્રમણ સમયગાળા દરમિયાન તમે ઊર્જાવાન બનશો અને તમારી જાતે ઘણા કામ કરશો. તમને કોઈ ની મદદ ની જરૂર રહેશે નહીં.
- મેષ રાશિ ના લોકો કે જે રમત ગમત ના ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, તે તેમની પ્રતિભા બતાવવા માટે એક મોટું પ્લેટફોર્મ મેળવી શકે છે.
- પરિણીત લોકો માટે રાહુ નો ગોચર અમુક ગેરસમજ લઈને આવી શકે છે તેથી સમજી વિચારી ને ચાલો.
- સપ્ટેમ્બર સુધી આવક માટે સમય અનુકૂળ છે.
- સપ્ટેમ્બર પછી રાહુ તમારી રાશિ થીબીજા ભાવ માં ગોચર કરશે. આ દરમિયાન પોતાના શબ્દો ને સમજી વિચારી ને બોલો અને પોતાના ખર્ચાઓ પર ધ્યાન આપો.
ઉપાય: શ્રી હનુમાન અષ્ટક નું 9 વાર પાઠ કરો
વૃષભ
- વૃષભ રાશિ થી રાહુ નું ગોચર ધન ભાવ એટલે કે બીજા ભાવ માં રહેશે.
- તમને સલાહ આપવા માં આવે છે કે ધન થી સંબંધિત બાબતો માં આ દરમિયાન સાવચેત રહો.
- આ સમયે તમારા દ્વારા અમુક એવા ખર્ચાઓ પણ થઈ શકે છે જેની જરૂર નહીં હોય અને આ વાત નું જ્ઞાન તમને પાછળ થી થશે.
- તમારી વાણી પર આ દરમ્યાન નિયંત્રણ રાખો નહીં તો તમારા સંબંધો તૂટી શકે છે.
- કાર્યક્ષેત્ર માં તમે પોતાના અહમ ને પોતાના ઉપર ભારે થવા થી બચો નહિતર નુકસાન વેઠવું પડી શકે છે.
- સપ્ટેમ્બર મહિના પછી રાહુ નું ગોચર તમારી જ રાશિ માં થશે જેના લીધે તમને ગેરસમજ થઈ શકે છે અને માનસિક તાણ પણ હોઈ શકે છે.
ઉપાય: શ્રી અષ્ટ લક્ષ્મી નું નિત્ય પાઠ કરો
મિથુન
- મિથુન રાશિ માં રાહુ નો ગોચર હોવા થી આ વર્ષ ની શરૂઆત મિથુન રાશિ ના જાતકો માટે મુશ્કેલીઓ થી ભરેલી રહેશે.
- વર્ષ ના પ્રારંભ માં તમને ભ્રમ અને માનસિક તાણ હોઈ શકે છે.
- વેપાર થી સંકળાયેલા લોકો ને લેણદેણ માં સાવચેત રહેવા ની સલાહ આપવા માં આવે છે નહીંતર છેતરાઈ શકે છે.
- તમે આ ગોચર ના લીધે નાની મુસાફરી કરી શકો છો.
- ત્યાં જ વર્ષ ના મધ્ય માં તમે પોતાના પરિવાર ની સાથે કોઇ માંગલિક કાર્યો માં વ્યસ્ત રહેશો.
- પિતા ની સાથે અણબનાવ થી બચો નહીં તો તમારા પોતાના ભાઈ-બહેનો આ વાત નો ફાયદો લઈ શકે છે.
- વિવાહિત જીવન માં કોઈ ગેરસમજ ના લીધે મુશ્કેલી આવી શકે છે. સપ્ટેમ્બર 2020 પછી સ્થિતિઓ સુધરી જશે.
ઉપાય: શ્રી મહાવિષ્ણુ સ્તોત્રમ નું નિત્ય પાઠ કરો
કર્ક
- કર્ક રાશિ થી બાર મા ભાવ માં રાહુ ના ગોચર ના લીધે તમને માનસિક તાણ ની સ્થિતિ થી પસાર થવું પડી શકે છે.
- રાહુ નો મિથુન રાશિ માં ગોચર કર્ક રાશિ ના તે જાતકો માટે સારું રહેશે જે વિદેશ જવા નું સ્વપ્ન જોઈ રહ્યા છે.
- વિવાહિત યુગલ માટે પણ આ સમય સારો છે આ સમયે તમારા પાર્ટનર ને કોઈ ઉપલબ્ધિ મળી શકે છે જેથી જીવન સુખમય પસાર થશે.
- આ વર્ષ તમે આપેલા ઉધાર પૈસા પાછા આવી શકે છે.
- સપ્ટેમ્બર પછી રાહુ નું અગિયારમાં ભાવ માં ગોચર થશે જે તમારા માટે શુભ રહેશે અને તમને ધન લાભ થઈ શકે છે.
ઉપાય: શ્રી કુબેર મંત્ર નું નિત્ય પાઠ કરો
સિંહ
- વર્ષ 2020 ની શરૂઆત થી સપ્ટેમ્બર સુધી રાહુ તમારી રાશિ થી અગિયારમાં ભાવ માં ગોચર કરશે.
- આ સમયે નાણાકીય સ્થિતિ ના હિસાબે અનુકૂળ રહેવા ની સંભાવના છે.
- આ સમયે જે પણ ધન આવશે તેની બચત કરો આ તમને આવનારા સમય માં કામ આવશે.
- વિવાહિત જીવન માં અમુક મુશ્કેલીઓ આવી શકે છે કેમ કે પોતાના કામ ના લીધે તમે પોતાના પરિવાર ને ઘણો ઓછો સમય આપી શકશો.
- ઓગસ્ટ મહિના માં તમારા જીવન માં કોઈ એવું વ્યક્તિ આવી શકે છે જેની જોડે તમને પ્રેમ થઇ શકે છે.
- સપ્ટેમ્બર પછી રાહુ નું વૃષભ રાશિ માં ગોચર અમુક ભ્રમ ની સ્થિતિ ઉત્પન્ન કરી શકે છે.
ઉપાય: શ્રી લક્ષ્મી જી ની નિત્ય આરતી કરો
કન્યા
- રાહુ નું ગોચર કન્યા રાશિ થી દસમા ભાવ માં ચાલી રહ્યો છે.
- આ ગોચર ના લીધે તમને કોઈપણ નવું કામ શરૂ ન કરવું જોઇએ નહીંતર નુકસાન વેઠવું પડી શકે છે.
- કાર્યક્ષેત્ર માં વહેમ ની સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે અને સહકર્મીઓ થી અમુક મતભેદ પણ હોઈ શકે છે.
- જોકે પરિસ્થિતિઓ કેવી પણ હોય તમારું જીવનસાથી તમારા માટે દરેક સ્થિતિ માં મદદગાર સાબિત થશે.
- સંતાન ના લીધે અમુક માનસિક મુશ્કેલીઓ હોઈ શકે છે.
- સપ્ટેમ્બર પછી તમે ધાર્મિક યાત્રાઓ કરી શકો છો અને આધ્યાત્મ ની બાજુ તમારુ રસ વધી શકે છે.
ઉપાય: શ્રી શનિ દેવ જી ની નિત્ય આરતી કરો
તુલા
- તુલા રાશિ થી નવમા ભાવ માં રાહુ નું ગોચર ચાલી રહ્યો છે.
- આ ગોચર ના લીધે તુલા રાશિ ના જાતકો ને વર્ષ ની શરૂઆત માં લાગશે કે બધા કામ બની રહ્યા છે પરંતુ કોઈ કારણવશ અવરોધો આવશે અને કામ અટકી જશે.
- તમારા સંતાન ના લીધે પણ તમારા જીવનમાં તફાવત આવી શકે છે.
- પિતા જોડે પણ અમુક તફાવત થવા ની આ વર્ષ શક્યતા છે.
- ધાર્મિક મુસાફરી પર જવા ના યોગ પણ દેખાય છે.
- સપ્ટેમ્બર પછી સ્થિતિ સુધરશે અને કોઈ શોધ કાર્ય માં રુચિ વધી શકે છે જેના માટે વિદેશયાત્રા પર જવું થઈ શકે છે.
ઉપાય: શ્રી ગણપતિ જી ની નિત્ય આરતી કરો
વૃશ્ચિક
- આ વર્ષ રાહુ નું ગોચર તમારી રાશિ થી આઠમા ભાવ માં થશે.
- આ વર્ષે તમને તે વિષય માં સફળતા મળશે જેને તમે લાંબા સમય થી શોધ કરી રહ્યા હતા આના થી તમને નવી ઉર્જા પ્રાપ્ત થશે અને તમે આગળ વધશો.
- તમારા બોસ ની નજર માં તમારું કામ હોવા થી આ વર્ષે પ્રમોશન મળી શકે છે.
- આ વર્ષે તમે માતા-પિતા ની સાથે કોઈ ધાર્મિક યાત્રા પર જઈ શકો છો.
- પરંતુ સપ્ટેમ્બર પછી રાહુ નું વૃષભ રાશિ માં ગોચર તમારા વૈવાહિક જીવન માં તાણ પેદા કરી શકે છે.
ઉપાય: શ્રી મહાદેવ જી ની નિત્ય આરતી કરો
ધનુ
- આ વર્ષ ની શરૂઆત થી સપ્ટેમ્બર સુધી રાહુ તમારી રાશિ થી સાતમાં ભાવ માં રહેશે.
- આ દરમિયાન વેપાર થી સંકળાયેલા તમામ બાબતો ને લઈને સાવચેત રહો અને પોતાના ભાગીદાર ઉપર આંખો બંધ કરી વિશ્વાસ ના કરો.
- મિત્રો ની સંગતિ થી દૂર રહેવા ની કોશિશ કરો.
- તમારા વૈવાહિક જીવન માં ગ્રહો ની સ્થિતિ લીધે વહેમ ઉત્પન્ન થઇ શકે છે વાતચીત થી બાબત ને ઉકેલવા ની કોશિશ કરો.
- સપ્ટેમ્બર થી રાહુ નું ગોચર ધનુ રાશિ થી છઠ્ઠા ભાવ માં થશે જ્યાં તમને શુભ ફળ મળશે અને તમારા શત્રુ પરાજિત થશે.
- જો તમે કોઈ કેસ માં ફસાયેલા છો તો આ વર્ષે ચુકાદો તમારા પક્ષ માં આવી શકે છે.
ઉપાય: શ્રી ગુરુ ગાયત્રી મંત્ર નું 108 વાર ધ્યાન / પાઠ કરો
મકર
- વર્ષ 2020 ની શરૂઆત થી રાહુ નું ગોચર મકર રાશિ થી છઠ્ઠા ભાવ માં રહેશે.
- આ દરમિયાન દેવા ની બાબતો માં તમને રાહત મળશે.
- જો તમે કોઇ પ્રતિયોગી પરીક્ષા ની તૈયારી કરી રહ્યા છો તો સારા પરિણામ મળશે.
- કોઈ વિવાદ માં ફસાયેલા છો તો રાહુ તમને ત્યાં થી પણ બહાર કાઢી લેશે.
- વૈવાહિક જીવન માં રાહુ અમુક મુશ્કેલીઓ લાવી શકે છે.
- જ્યાં તમે નોકરી કરો છો આ વર્ષે ત્યાં કોઈ ની જોડે પોતાના મન ની વાત શેર ના કરો આ ઘાતક હોઈ શકે છે.
- સપ્ટેમ્બર મહિના પછી પાંચમા ભાવ માં રાહુ નો ગોચર હોવા થી વહેમ જેવું વાતાવરણ બની રહે છે.
- બાળકો સાથે તણાવ ની સ્થિતિ બની શકે છે.
ઉપાય: શ્રી શનિ ગાયત્રી મંત્ર નું 108 વાર ધ્યાન / પાઠ કરો
કુંભ
- કુંભ રાશિ થી રાહુ નું ગોચર પાંચમા ભાવ માં છે જેના લીધે શિક્ષણ માં અવરોધ આવી શકે છે.
- આ ગોચર ના લીધે તમને નકારાત્મક વિચારો ઘેરી શકે છે.
- વિવાહિત જીવન માં કોઈ ત્રીજા વ્યક્તિ ના લીધે તમારા પરસ્પર સંબંધો ખરાબ થઇ શકે છે.
- ત્યાં જ કાર્ય ક્ષેત્ર માં તમારો પોતાનો ઉત્સાહ બન્યું રહેશે અને પ્રગતિ મળવા ના યોગ છે.
- આની સાથે જ આ વર્ષે તમારા પગાર માં પણ વધારો થઇ શકે છે.
- પોતાના પરિવાર ને પૂરો સમય આપો જેથી તમારા સંબંધો માં ઉષ્ણતા ઓછી ના થાય.
ઉપાય: શ્રી રુદ્ર મંત્ર નું 108 વાર ધ્યાન / પાઠ કરો
મીન
- તમારી રાશિ થી ચોથા ભાવ માં એટલે કે મિથુન રાશિ માં ગ્રહો નું ગોચર બન્યું છે, જેના લીધે માતા ની જોડે તકરાર થઈ શકે છે અને માનસિક તાણ પણ વધી શકે છે.
- કાર્ય ને લઈને નાની યાત્રાઓ પર જવા ના યોગ બની રહ્યા છે.
- અમુક એવા ખર્ચાઓ થઈ શકે છે જેનું અસલ કારણ તમે પોતે પણ નહીં જાણી શકો.
- નાણાકીય સ્થિતિ ખરાબ હોવા ને લીધે જીવન માં પણ મુશ્કેલીઓ આવી શકે છે.
- વેપાર સંબંધી દરેક નિર્ણય સમજી-વિચારી ને લો.
- સપ્ટેમ્બર થી રાહુ નો ગોચર તમારી રાશિ થી ત્રીજા ભાવ માં રહેશે, જેના લીધે તમારી બધી પરેશાનીઓ દૂર થઈ જશે.
- નવા કામ ની શરૂઆત માટે આ સમય અનુકૂળ રહેશે.
ઉપાય: શ્રી ગાયત્રી મંત્ર નું 108 વાર ધ્યાન / પાઠ કરો
અમે અપેક્ષા રાખીએ છીએ કે અમારા દ્વારા આપેલી માહિતી તમને પસંદ આવી હશે. અમે તમારા ઉજ્જવળ ભવિષ્ય ની કામના કરીએ છે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
- Rashifal 2025
- Horoscope 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025