Rashi Bhavishya 2013 - Gujarati Horoscope 2013 - Gujarati Astrology 2013
૨૦૧૩ નું ગુજરાતી રાશિફળ... - ૨૦૧૩ ના ગુજરાતી જન્માક્ષર... - ૨૦૧૩ ગુજરાતી જ્યોતિષવિધ્યા (એસ્ટ્રોલોજી)
હોરોસ્કોપ નું ગુજરાતી ભાષાંતર એટલે રાશિફળ. ૨૦૧૩ નું આપણું રાશિફળ ચંદ્ર રાશિ પર આધારિત છે. વ્યક્તિના જન્મ સમયે ચંદ્રની સ્થિતિ પર થી વ્યક્તિની રાશિ નક્કી થાય છે. ચંદ્રની સ્થિતિ પર થી આવનારું વર્ષ કેવું રહેશે એનો સંકેત મેળવી શકાય છે. જેમ કે ૨૦૧૩ નું વર્ષ કેવું રહેશે એ જાણવું પણ શક્ય છે. આ વાર્ષિક રાશિફળમાં તમે વર્ષ ૨૦૧૩ માટેના દરેક મહિના એટલેકે જાન્યુઆરી નું રાશિફળ, ફેબ્રુઆરી ના રાશિફળ, માર્ચ ના રાશિફળ, એપ્રિલ ના રાશિફળ, મે ના રાશિફળ, જુન ના રાશિફળ, જુલાઈ ના રાશિફળ, ઓગસ્ટ ના રાશિફળ, સપ્ટેમ્બર ના રાશિફળ, ઓક્ટોબર ના રાશિફળ, નવેમ્બર ના રાશિફળ અને ડીસેમ્બર ના રાશિફળ ની વિગતવાર માહિતી મેળવી શકશો. ચંદ્ર રાશિ પર આધારિત ૨૦૧૩ ના રાશિફળની આગાહીઓ હવે ગુજરાતીમાં પણ!!!
વર્ષ ૨૦૧૩ માટેનું ગુજરાતીમાં રાશિફળ, ચંદ્ર રાશિ પર આધારિત તથા ભારતીય વેદિક જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતો મુજબ તૈયાર કરવામાં આવ્યું છે. જો તમે તમારી ચંદ્ર રાશિ ન જાણતા હો, તો 'ફાઈન્ડ યોર મુન સાઈન' પર ક્લિક કરો. આ સેવા નિશુલ્ક છે.
મેષ | વૃષભ | મિથુન | કર્ક |
સિંહ | કન્યા | તુલા | વૃશ્ચિક |
ધન | મકર | કુંભ | મીન |
મેષ ભવિષ્યકથન ૨૦૧૩
૨૦૧૩ નું વર્ષ આપના માટે અનેક ચડતી અને પડતીઓ સાથેનું રહેશે. એક તરફ તમે આનંદદાયક ક્ષણોની
અનુભૂતિ તો કરશો પરંતુ તમારા જીવનથી સંપૂર્ણપણે સંતુષ્ટ નહિ રહો. પ્રેમ, આરોગ્ય, કુટુંબ,
કારકિર્દી, રૂપિયા અને શિક્ષણ જેવા નિર્ણયો લેતી વખતે ૨૦૧૩ માં ખાસ કાળજી લેવી જરૂરી,
નહીતો પાછળથી પસ્તાવો થવાની શક્યતા રહેલી છે. તમારા કુટુંબ અને કેટલાક ધાર્મિક કાર્યક્રમો
પાછળ રૂપિયાનું રોકાણ કરશો. આ વર્ષ તમારી આવકમાં વધારો સૂચવતું હોવાથી બચત વધારી શકો
અને તેથી નાણાકીય બાબતે ચિંતા કરવાની જરૂર નથી. ૨૦૧૩ તમને અંદરથી મજબુત બનાવશે. પ્રેમ
અને કુટુંબ ક્ષેત્રે ખૂબ જ નિર્ણાયક પરિસ્થિતિઓનો સામનો કરશો પણ એ બહુ ફાયદાકારક નહિ
રહે. તેથી મન શક્ય એટલું શાંત રહે એની કાળજી રાખવી. સ્વાસ્થ્યને નુકશાનકારક દરેક ચીજ-વસ્તુઓથી
દુર રહેવું. યોગ્ય સંસ્થા અને વિષયોની યોગ્ય પસંદગી કરવામાં આવે તો વિદ્યાર્થીઓ માટે
૨૦૧૩ શુભ ફળદાયી સાબિત થાય.
વૃષભ ભવિષ્યકથન ૨૦૧૩
વૃષભ રાશિના જાતકો માટે ૨૦૧૩ નું વર્ષ ખુબ જ સારા સમાચારો સાથેનું રહેશે. આ વર્ષે તેઓ
કોઇપણ ક્ષેત્રમાં હોય, સફળતા નિશ્ચિત છે. તમારી રાહ જોઈ રહેલી ખુશીઓ પ્રાપ્ત કરવી હોય
તો એ માટેની એકમાત્ર ચાવી છે 'ધીરજ'. સફળતા માટે જરૂર કરતા વધુ સમય રાહ જોવી પડે પણ
તમે ચોક્કસથી સફળ થશો જ એ વાત પણ એટલી જ સાચી છે. કુટુંબ, પ્રેમસંબંધ અને કારકિર્દી
બાબતે વર્ષ ૨૦૧૩ સંતોષકારક નીવડશે પરંતુ આરોગ્યની તકેદારી જાળવવી જરૂરી. સ્વાસ્થ્યનો
પ્રશ્ન ઉભો કરે એવા દરેક પ્રકારના જોખમથી દુર રહેવું. ૨૦૧૩ માં તમારું કૌટુંબિક અને
પ્રેમ જીવન ખુબ જ આનંદદાયક રહેશે. અપરીણીતો માટે સગાઇ અને પરિણીતો માટે સંતાન યોગ દેખાઈ
રહ્યો છે. કાર્યસ્થળે થોડા વિપરીત સંજોગો ઉભા થવાની શક્યતા છે પરંતુ તમારી બુદ્ધિપ્રતિભા
અને ખાસ કરીને મહેનતુ સ્વભાવ તમને આવી પરિસ્થિતિઓમાંથી બહાર લાવશે. દરેક લોકો તરફનો
તમારો માયાળુ સ્વભાવ તમને જીવનમાં આગળ વધવામાં મદદરૂપ સાબિત થશે. વિદ્યાર્થીઓ ધાર્યું
પરિણામ લાવી શકશે. તેથી કોઈપણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેવા માટે સમય સાનુકુળ.
મિથુન ભવિષ્યકથન ૨૦૧૩
બધીજ રાશિઓમાં મિથુન સૌથી શાંત અને ધીર-ગંભીર રાશિ છે. અને આ રાશિના જાતકોને એ જ ગુણ
૨૦૧૩ નું વર્ષ પસાર કરવામાં મદદરૂપ થશે. આ વર્ષના સંજોગો અનુકુળ ન હોવાનું દ્રશ્યમાન
થઇ રહ્યું છે. પ્રિયજન અને કુટુંબીજનો તમારા વિચારો નકારાત્મક રીતે લઇ શકે છે તેથી
તમારા સંબંધોની સુરક્ષિતતા અંગે યોગ્ય તકેદારી લેવી જરૂરી. કેટલાક ક્ષેત્રોમાં પીછેહટ
થવાની શક્યતા હોવાથી વર્ષ ૨૦૧૩ દરમિયાન તમારા વિશ્વાસુ લોકો માટે જ સમય ફાળવવાની સલાહ
છે. કેટલાક સંજોગોમાં તમારા મિત્રો પણ તમને તરછોડી દે એવું બને. કામના સ્થળે પણ સમસ્યાઓનો
સામનો થાય. નિરીક્ષણ કરો અને કારકિર્દી કે રૂપિયાને લગતા કોઈપણ નિર્ણયો લેતા પહેલા
એનું મૂલ્યાંકન કરો. વિદ્યાર્થીઓ માટે સલાહ છે કે અભ્યાસ અર્થે કોઈ પણ સંસ્થા સાથે
જોડતા પહેલા પૂરી તપાસ કરવી હિતાવહ. ૨૦૧૩ તમારા માટે સકારાત્મક ન હોઈ મોટા પાયા પરના
રોકાણોથી દુર રહેવું પણ નાના પાયા પરનો ધંધો-વ્યવસાય નફાકારક સાબિત થઇ શકે. કાયદાકીય
બાબતોમાં ફસાવાની શક્યતા હોઈ સાવધાની રાખવી જરૂરી.
કર્ક ભવિષ્યકથન ૨૦૧૩
૨૦૧૩ નું વર્ષ કર્ક રાશિના જાતકો માટે કાર્યસ્થળે કામના બોજ અને ઘર આંગણે જવાબદારીઓથી
ભરપુર રહેશે. તમે કર્યા નહિ હોય એવા કાર્યો માટે લોકો ઉપરાંત તમે પણ તમારી જાતને જવાબદાર
ગણશો. ભલમનસાઈ દાખવવી સારી વાત છે પણ એ સાથે જે ઘટનાઓ ઘટી રહી હોય એની સવળી બાજુ જોવી
તમારા માટે હિતાવહ છે. પ્રેમસંબંધ, કારકિર્દી અને નાણાકીય બાબતોની દ્રષ્ટીએ આ વર્ષ
સકારાત્મક પુરવાર થશે. પાછલા વર્ષોમાં જો પ્રેમથી વંચિત રહ્યા હો તો આ વર્ષ તમારા માટે
પ્રેમપ્રસંગનાં સંકેતો સુચવી રહ્યું છે. પ્રેમનાં અદ્ભુત પ્રવાસમાં નાની-નાની વાતોમાં
ઝઘડાઓ અને દલીલો ન કરવી. કામના દબાણને લીધે આખું વર્ષ તનાવભર્યું રહેવાની સંભાવના નકારી
શકાય એમ નથી. નવા વ્યવસાયની શરૂઆત કરશો અને વિદેશ સાથે સંકળાયેલા વ્યવસાયમાંથી થોડો
નફો થવાની શક્યતા પણ રહેલી છે. એકસાથે અનેક જોખમો લેવાનું ટાળવું અન્યથા નુકશાન થવાની
સંભાવના રહેલી છે.
સિંહ ભવિષ્યકથન ૨૦૧૩
૨૦૧૩ સિંહ રાશિ નાં જાતકો માટે ખુબ જ નશીબવંતુ પુરવાર થશે એમ કહી શકાય. આ વર્ષે તમે
દરેક ક્ષેત્રમાં સફળતા જ મેળવશો અથવા બીજા શબ્દોમાં કહીએ તો કોઈપણ રીતે નફાની શક્યતા
નકારી શકાય એમ નથી. તમારા વ્યવસાયને વિકસાવવાની તક મળી શકે. આ તકને કારણે તમારી આવકમાં
વધારો થાય અને પરિણામે તમારી બચતમાં પણ અનેકગણો વધારો થાય. તમારી ક્ષમતા પર ભરોસો રાખો
પણ જરૂર કરતા વધુ આત્મવિશ્વાસથી વેગળા રહેવું યોગ્ય છે. નાણાકીય રોકાણ માટે પણ ૨૦૧૩
નું વર્ષ લાભદાયક છે. આ રાશિના વિદ્યાર્થીઓએ વધુ અભ્યાસ માટે પ્રયત્નો અવશ્ય કરવા કારણકે
સફળતા એમની રાહ જોઈ રહી હોય એવું બને. આ વર્ષે તમારા પ્રેમસંબંધો પણ વધુ પ્રગાઢ બને
તો આશ્ચર્ય ન પામતા. કુટુંબીજનો સાથેનાં સંબંધો અને ઘરનું વાતાવરણ સુમેળભર્યું, આનંદદાયક
અને સંતોષપ્રદ બનશે. ૨૦૧૩ માનસિક શાંતિ બક્ષનારું બની રહેશે એ આ વર્ષની શ્રેષ્ઠ બાબત
ગણાવી શકાય.
કન્યા ભવિષ્યકથન ૨૦૧૩
૨૦૧૩ નું આ વર્ષ તમે તમારા કુટુંબ, પ્રેમ અને ધાર્મિક કાર્યો પાછળ વ્યતીત કરો એવી શક્યતા
છે. તમારા પરિવાર સાથે લાંબા પ્રવાસની મજા માણવાનું આયોજન બને, જે કુટુંબીજનોના સંબંધો
વધુ ગાઢ કરવા અને ઘરનું વાતાવરણ પ્રેમ અને સુમેળભર્યું બનાવવામાં સહાયભૂત થશે. આરોગ્યની
દ્રષ્ટીએ પણ આ વર્ષ સારું રહેશે. કુટુંબ સાથે વિતાવેલો સમય તમને તમારી જાતને ઓળખવા
માટે પ્રેરણારૂપ બનશે. રૂપિયા, કારકિર્દી અને શિક્ષણને લગતી બાબતો મિશ્ર ફળદાયી નીવડશે.
એક તરફ દરેક બાજુથી નિરાશાજનક પરિસ્થિતિઓ સાથે એવો સમય પણ આવશે જયારે તમે અમર્યાદિત
આનંદની અનુભૂતિ કરશો. કામના સ્થળે ૨૦૧૩ માં તમે એવા મોટા કાર્યો કરી શકશો, જેના કારણે
તમે લોકોના ધ્યાનમાં આવશો તથા માન અને પ્રશંશા પણ મેળવશો. નાણાંરોકાણ કરતી વખતે ખુબ
જ સાવધાની રાખવી. ધંધા-વ્યવસાય અર્થે પ્રવાસનું આયોજન થવાની શક્યતા છે.
તુલા ભવિષ્યકથન ૨૦૧૩
તુલા રાશિના જાતકો માટે આ વર્ષ ખુબ જ અસરકારક રહેશે. આ રાશીની ગણતરી સૌથી સંતોષકારક
રાશિમાં થાય છે પરંતુ ૨૦૧૩ નું વર્ષ એવી કેટલીક પરિસ્થિતિઓ લઈને આવશે, જે તમને થોડે
ઘણે અંશે અસંતુષ્ટતાની અનુભૂતિ કરાવશે. આ વર્ષ એવી અણગમતી સ્થિતિઓ પણ લાવશે જે તમને
હતાશ કરે પણ જો તમે વિશ્વાસ ગુમાવશો અને આરોગ્ય ની કાળજી નહિ લો તો એ તમારા હિતમાં
નહિ હોય. ઘર અને પ્રેમપ્રસંગ સાથે સંકળાયેલી બાબતોમાં અત્યંત સાવધાની રાખવી. નવી કારકિર્દીની
શરૂઆત કરતા પહેલા એને લગતા તમામ જરૂરી પાસાઓ ચકાસી લેવા યોગ્ય રહેશે. જરૂર પડ્યે અનુભવી
લોકોના મંતવ્યો ફાયદાકારક સાબિત થશે. પરસ્પર અસંતોષને કારણે જૂની ભાગીદારી તૂટવાની
શક્યતાઓ પણ રહેલી છે. ખર્ચ કરતી વખતે કાળજી રાખવી અન્યથા નાણાકીય સમસ્યાઓનું સર્જન
થઇ શકે છે. કોઇપણ પ્રકારનું જોખમ લેવા માટે આ યોગ્ય સમય નથી. રુપિયાનું રોકાણ કરતાં
પહેલાં એના લાભ-ગેરલાભ વિશેની તમામ માહિતીઓ મેળવવાની સલાહ છે. વિદ્યાર્થિઓએ મહેનત કરવાની
જરૂર છે. એ વાત યાદ રાખવી કે મહેનતનાં ફળ મીઠાં જ હોય છે.
વૃશ્ચિક ભવિષ્યકથન ૨૦૧૩
વર્ષ ૨૦૧૩ વૃશ્ચિક રાશિ માટે મિશ્ર ફળદાયી નિવડશે. સકારાત્મક રીતે કહીએ તો તમારું આ
વર્ષ ખરાબ અનુભવોની સાથે-સાથે સારી ઘટનાઓ પણ લાવશે. એક બાળકની માફક તમે તમારા જીવનની
આનંદદાયક પળોને માણી શકશો. મોટાભાગે તમારા ઘર પરનું વાતાવરણ શાંતિભર્યું રહેશે પરંતુ
કેટલાક અણબનાવને કારણે નિરાશા પણ પ્રગટ થઈ શકે છે. તમારાં કુટુંબીજનનું નબળું આરોગ્ય
ચિંતાનું કારણ બની શકે. જોકે, તમારાં સ્વાસ્થ્યનો પ્રશ્ન છે ત્યાં સુધી ૨૦૧૩નું વર્ષ
કોઈ ચેપ કે પછી સામાન્ય તાવ જેવી બિમારીને બાદ કરતાં સારા આરોગ્યનો સંકેત આપે છે. તમારાં
પ્રિયજન સાથે મધુર પળો વિતાવી શકશો પરંતુ વર્ષનાં ઉતરાર્ધમાં એ સંબંધોમાં થોડી તકેદારી
રાખવી આવશ્યક. આ વર્ષ કારકિર્દી, નાણાકિય અને શૈક્ષણિક દ્રષ્ટિએ શુભ રહેશે. સકારાત્મક
પરિણામો મેળવવા માટે જરૂર છે માત્ર પૂરતાં પ્રયત્નો કરવાની. ૨૦૧૩નાં વર્ષમાં બચત કરી
શકો એવી શક્યતાઓ ઓછી જણાઈ રહી છે.
ધન ભવિષ્યકથન ૨૦૧૩
આપની રાશી માટે વર્ષ ૨૦૧૩ કેટલીક બાબતોમાં ખૂબ રસપ્રદ રહેશે. એવા સંજોગો ઊભા થશે, જે
આપનો બેદરકાર મિજાજ છોડીને પુખ્ત બનવા માટે પ્રેરશે અને પરિણામે કોઈપણ પરિસ્થિતિઓનો
બુદ્ધિગમ્ય રીતે ઊકેલ આણી શકશો. કૌટુંબિક દ્રષ્ટિએ વર્ષનો પૂર્વાર્ધ થોડો તણાવભર્યો
રહે પણ સમય સાથે બધી જ સમસ્યાઓ આપોઆપ અદ્રશ્ય પણ થઇ જશે. આ વર્ષે આપના આરોગ્ય પ્રત્યે
ખુબ જ સભાન રહેવાની સલાહ છે. સ્વાસ્થ્ય બાબતે થોડી બેદરકારી પણ માઠા પરિણામો લાવી શકે
છે. તમારા દુરાગ્રહને લીધે તમારા પ્રિયપાત્રને ખોઈ બેસવાનો વખત આવી શકે છે. પણ સમજપૂર્વકનું
વર્તન ૨૦૧૩ માં તમને તમારા પ્રિયજન સાથે કાયમનો સંગાથ પણ અપાવી શકે છે. પરિણીત યુગલો
માટે આ સમયગાળો ખુબ જ મધુર અને પ્રેમભર્યો રહેશે. કારકિર્દીની દ્રષ્ટિએ આ વર્ષ સારું
ન કહી શકાય. તમારા મહેનતુ સ્વભાવ અને દરેક પ્રોજેક્ટ પાછળ તમામ પ્રયત્નો કરવા છતાં
ધાર્યું પરિણામ ન મળવાને લીધે નીરાશાની અનુભૂતિ થશે. ૨૦૧૩ નું વર્ષ આર્થિક સ્થિરતા
સુચવી રહ્યું છે.
મકર ભવિષ્યકથન ૨૦૧૩
વર્ષ ૨૦૧૩ માં મકર રાશિના જાતકો પોતાનું ભવિષ્ય પોતાના હાથે ઘડવાની તક મેળવશે. પ્રેમ,
કારકિર્દીને લગતી બાબતોમાં ખુબ જ આનંદની અનુભૂતિ થશે પણ કુટુંબના લોકો તરફથી અપેક્ષિત
સહકાર નહિ મળી શકે. વર્ષનો ઉતરાર્ધ કૌટુંબિક દ્રષ્ટિએ સુમેળભર્યો નહિ રહે. તમે તમારી
કારકિર્દીના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યા છો. તેના પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી વળગી
રહેવામાં આગળ ફાયદો જ છે. કારકિર્દીની વાત છે ત્યાં સુધી ૨૦૧૩ માં તમે લીધેલા કેટલાક
નિર્ણયો તમારી યશ, પદ-પ્રતિષ્ઠામાં વધારો કરશે. તમારો સમજુ સ્વભાવ તમારા સંબંધોને મધુર
કરવામાં મહત્વનો ભાગ ભજવશે. આવકના સ્ત્રોત વધશે. એનો અર્થ એ કે નાણાકીય દ્રષ્ટિએ આ
વર્ષ શુભ ફળદાયી રહેશે. તમારી આવક તો વધશે પરંતુ રોકાણ કરવાની બાબતે સમય સાનુકુળ નથી.
વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ અંગે વધુ ગંભીર બનશે. ખોટી સંગતને સ્થાને તેઓ પોતાનો સમય
રચનાત્મક પ્રવૃત્તિ પાછળ વ્યતીત કરશે.
કુંભ ભવિષ્યકથન ૨૦૧૩
કુંભ રાશિના જાતકો માટે વર્ષ ૨૦૧૩ ખુબ જ મજાનું રહેશે. આ સમયગાળો ખરા અર્થમાં શુભ ફળદાયી
નીવડશે. તમારા મનપસંદ લોકોનો પ્રેમ અને હુંફ અને કામના સ્થળે માન-સન્માન મળવાને કારણે
તમારો સમય આનંદમાં વ્યતીત થશે. કેટલીકવાર તમારો અહં તમારા પર હાવી થઇ જશે. એવી પરિસ્થિતિનું
નિર્માણ ન થાય એ કાળજી રાખવી. આપનો ઉદાર સ્વભાવ આ વર્ષે મદદરૂપ સાબિત થશે. કેટલીક ઋતુગત
બીમારીઓનો ભોગ બની શકો છો પણ એ ચિંતાનો વિષય નહિ બને. તમારા પ્રિયપાત્રની સાથે કોઈ
યાત્રાધામની મુલાકાતના યોગ છે. તમારા પ્રેમીજનની લાગણી દુભાય એવા પ્રસંગો પણ બને પણ
તમારો પ્રેમ એમને તમારાથી દુર નહિ થવા દે. ૨૦૧૩ માં તમને કેટલાક અનુભવી વ્યવસાયિક લોકો
સાથે કામ કરવાની તક મળી શકે. એનો અર્થ એ કે કારકિર્દીની દ્રષ્ટિએ પણ આ વર્ષ લાભદાયક
જ રહેશે. કામના સ્થળે તમારા સારા દેખાવને લીધે ૨૦૧૩ ના અંત સુધીમાં તમારું પ્રમોશન
થવાની શક્યતા પણ રહેલી છે. આવકનું સાતત્ય જળવાઈ રહેવાને લીધે આખું વર્ષ આનંદથી પસાર
થશે.
મીન ભવિષ્યકથન ૨૦૧૩
મીન રાશિના જાતકો માટે આ વર્ષે લોકો પર વધુ આધાર ન રાખવાની સલાહ છે. આત્મનિર્ભર રહી
તમારી સમર્થતા પર વિશ્વાસ રાખવો એ જ તમારા માટે યોગ્ય રહેશે. તમે તમારા કુટુંબના વિકાસ
માટે કાર્યો કરશો પણ બદલામાં પ્રશંશાની આશા ઠગારી નીવડે એવી શક્યતા છે. તમારા સ્વાસ્થ્ય
પ્રત્યે સભાન રહેવું જરૂરી છે નહીતો ત્વચા અને લોહી સંબંધી ગંભીર બીમારીઓનો ભોગ બનવા
તૈયાર રહેજો. આ સમયમાં પ્રેમ સંબંધ પ્રત્યે વધુ બેદરકાર ન રહેવું. પ્રેમને લગતા જે
કંઈ નિર્ણયો લો એ બાબતે ચોક્કસ રહેવું હિતાવહ. કારકિર્દીની દ્રષ્ટિએ પણ ૨૦૧૩ નું વર્ષ
આશાસ્પદ નથી દેખાઈ રહ્યું. ઉચ્ચ અધિકારીઓ સાથે દલીલોમાં ઉતારશો તો નકારાત્મક પરિણામોનો
સામનો કરવાનો રહેશે. વર્ષ ૨૦૧૩ માં તમારી પાસે જે અપેક્ષિત છે એ છે ધીરજ અને સમજદારીનાં
ગુણ. આર્થિક સ્થિતિમાં કોઈ સુધાર દેખાઈ નથી રહ્યો તેથી મોટી રકમ હોય એવા દરેક પ્રકારના
રોકાણોથી દુર રહેવુ જ વાજબી નિર્ણય રહેશે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems

AstroSage on MobileAll Mobile Apps
AstroSage TVSubscribe
- Horoscope 2023
- राशिफल 2023
- Calendar 2023
- Holidays 2023
- Chinese Horoscope 2023
- Education Horoscope 2023
- Purnima 2023
- Amavasya 2023
- Shubh Muhurat 2023
- Marriage Muhurat 2023
- Chinese Calendar 2023
- Bank Holidays 2023
- राशि भविष्य 2023 - Rashi Bhavishya 2023 Marathi
- ராசி பலன் 2023 - Rasi Palan 2023 Tamil
- వార్షిక రాశి ఫలాలు 2023 - Rasi Phalalu 2023 Telugu
- રાશિફળ 2023 - Rashifad 2023
- ജാതകം 2023 - Jathakam 2023 Malayalam
- ৰাশিফল 2023 - Rashifal 2023 Assamese
- ରାଶିଫଳ 2023 - Rashiphala 2023 Odia
- রাশিফল 2023 - Rashifol 2023 Bengali
- ವಾರ್ಷಿಕ ರಾಶಿ ಭವಿಷ್ಯ 2023 - Rashi Bhavishya 2023 Kannada